ભુજ, તા. 3 : શહેરમાં
સંબંધીના ઘરે રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી યુવતીને નકલી પોલીસ બની
કપુરાશીના મંગેશ ભુરાજી વ્યાસ નામના
આરોપીએ સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવી સંબંધ ન રાખે તો એસિડ પીને આત્મહત્યા
કરી લેવાની ધમકી આપી હોવાના મામલે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ફોજદારી નોંધાઈ
હતી. પોલીસે આપેલી માહિતી મુજબ,
ત્રેણક વર્ષ અગાઉ યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ પર પોલીસ કર્મચારીનો ફોટો
રાખી સુમિત પટેલના નામે આરોપીએ મિત્રતા કેળવી હતી. બાદમાં થોડા સમય માટે યુવતી
સોશિયલ મીડિયાથી દૂર રહી હતી. ત્યારબાદ આરોપીએ યુવતી સાથે સંબંધ હોવાની વાતો
ફેલાવી હતી, તે પછી યુવતીએ આરોપીને તેમ ન કરવા વિનંતી કરી
હતી. બાદમાં થોડા સમય સુધી વાતચીત બંધ થઈ હતી. એક દિવસ આરોપી તેને રૂબરૂ મળવા
આવ્યો, જેમાં તે ઈન્સ્ટાગ્રામના ફોટા કરતાં જુદો જણાતાં
આરોપીએ બીમારીનું કારણ ધર્યું હતું. બાદમાં યુવતીને જાણવા મળ્યું હતું કે, તે પોલીસકર્મી નથી, પણ મંગેશ વ્યાસ છે, જે તેના મિત્ર ભાવિકભાઈ વાણિયાની વર્દીવાળો ફોટો મેળવી પોતાનું ખોટું
એકાઉન્ટ બનાવ્યું હતું તેથી યુવતીએ સંબંધ પૂરા કરવા જણાવતાં આરોપીએ મિત્રતા નહીં
રાખે તો આત્મહત્યા કરી લેશે તેવી ધમકી આપી હતી. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી
આગળની તપાસ હાથ ધરી છે.