ભુજ, તા. 3 : તાલુકાના
નાના રેહા ગામના મકાનની છત પર રખાયેલા રૂપિયા 20,000ના 20 પાળેલા
કબૂતરની ચોરી થઈ હોવાની ફરિયાદ પદ્ધર પોલીસ મથકે નોંધાઈ હતી. દરમિયાન આ મામલે
પોલીસે કરેલી કાર્યવાહીમાં કબૂતર ચોરી કરનારા આરોપી ઈર્ષાદ ઉર્ફે ભુરો સાલેમામદ
સુરંગીને ઝડપી લેવાયો હતો. પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી
હતી.