• મંગળવાર, 18 ફેબ્રુઆરી, 2025

ગાંધીધામમાં બોલેરો કારચાલકે મહિલાઓને પટ્ટા વડે માર માર્યો

ગાંધીધામ, તા. 24 : શહેરના સુંદરપુરી પાણીના ટાંકા ચાર રસ્તા નજીક છકડામાં વારંવાર બોલેરો ભટકાવી એક શખ્સે મહિલાઓને કમરપટ્ટા તથા ગ્લાઇન્ડર વડે માર માર્યો હતો. શહેરના મહેશ્વરીનગરમાં રહેનાર ફરિયાદી વનિતાબેન વિનોદ મહેશ્વરી તથા અન્ય મહિલાઓ છકડા નંબર જી. જે. 12 બી.યુ.-3517માં સવાર થઇને  આજે સવારે કાસેઝ ખાતે કામે જઇ રહ્યા હતા. આ છકડો સુંદરપુરી પાણીના ટાંકા ચાર રસ્તા પાસે પહોંચ્યો હતો, ત્યારે  પાછળથી સફેદ રંગની બોલેરો નંબર જી. જે. 39 ટી-6914ના ચાલકે ટક્કર મારી હતી. છકડાનું બેલેન્સ બગડતા આગળ જઇને ઊભો રહેતા બોલેરો ચાલકે ફરીથી બે-ત્રણ વાર પોતાનું  વાહન આ છકડામાં ભટકાવ્યું હતું, જેથી ફરિયાદી મહિલાએ શાંતિ રાખવા કહેતાં બોલેરોમાંથી શખ્સ ઊતર્યો હતો અને ગાળા ગાળી કરી બાદમાં મહિલાને બહાર કાઢવાની કોશિશ કરી બાદમાં  કમરપટ્ટો કાઢી તેમને માર માર્યો હતો. છકડામાં બેઠેલ અન્ય મહિલાઓ તથા છકડાચાલક- ફરિયાદીના પતિ વિનોદ વચ્ચે પડતા આ શખ્સે બોલેરોમાંથી ગ્લાઇન્ડર મશીન કાઢી છકડાચાલક, ડિમ્પલબેનને મારી કાજલબેનને ધક્કો આપી નીચે પાડી દીધા હતા. બાદમાં રમીલાબેનને ધક્કો મારી નીચે પાડી તેમને માર માર્યો હતો. દરમ્યાન ખેરાજ પચાણ મહેશ્વરી ત્યાંથી પસાર થતાં આ જોઇને તે વચ્ચે પડતાં આરોપીએ તેને ગ્લાઇન્ડર મશીન માર્યું હતું. બાદમાં છકડાની ચાવી કાઢી આ શખ્સ બાઇક ઉપર બેસીને નાસી ગયો હતો. બનાવમાં ઘવાયેલાઓને સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી બોલેરોચાલકને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd