ગાંધીધામ, તા. 10 : પૂર્વ કચ્છના જુદા-જુદા વિસ્તારમાં દારૂની
બદી નાથવા માટે પોલીસતંત્ર વખતોવખત ધોંસ બોલાવતી
કાર્યવાહી કરવામાં આવી છે. તેવામાં અંજાર પોલીસે વરસામેડીના શાંતિધામ વિસ્તારમાં દરોડો
પાડીને પાણીના ટાંકામાંથી રૂા. 2.51 લાખનો શરાબ પકડી પાડયો હતો. શાંતિધામમાં દિવ્યા-2 સોસાયટીમાં આરોપી
નીલેશ ઉર્ફે ટીકુ માલી (રહે. મેઘપર બોરીચી)ના કબજા મકાનમાં દારૂ હોવાની બાતમીના આધાર પોલીસે દરોડો પાડયો હતો. અહીં છાનબીન દરમ્યાન મકાનના બહાર જમીન ટાંકામાંથી અંગેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ સ્થળે પોલીસે રોયલ સ્ટેગ વ્હીસ્કી 750 એમ.એલ.ની બોટલ નંગ 156
કિં રૂા. 1,24,646, રોયલ ચેલેન્જ વ્હીસ્કી 750 એમ.એલ.ની બોટલ નંગ 156 કિં. રૂા. 1,07,016 તથા મેકડોવેલ્સ નંબર-1 વ્હીસ્કી
750 એમ.એલ.ની બોટલ નંગ 56 કિં. રૂા. 20,232
સાથે કુલ રૂા. 2,51,892 મુદ્દામાલ પકડી પાડયો હતો. આ કાર્યવાહીમાં આરોપી નીલેશ માલી પોલીસના હાથમાં આવ્યો
ન હતો. આ કામગીરીમાં અંજાર પી.આઈ. એ.એન. ગોહિલ, પી.એસ. આઈ જે.એસ. ચુડાસમા,એસ.જી. વાળા
સહિતનો સ્ટાફગણ જોડાયો હતો.