• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

ભુજમાં જુગારના બે દરોડામાં ચાર મહિલા સહિત 10 ઝડપાયા

ભુજ, તા. 10 : શહેરની ભાગોળે પાલારા જેલથી આગળ આવેલા કોલીવાસમાં પાબુદાદાના મંદિર નજીકના વિસ્તારમાં જુગાર અંગે પડાયેલા જુદા-જુદા બે દરોડામાં ચાર મહિલા સહિત 10 ખેલીને બી-ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે આપેલી માહિતી મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં પહેલા દરોડામાં ઈકબાલ લતીફ ત્રાયા, અરવિંદભાઈ કારુભાઈ કોલી, જયાબેન હરિભાઈ પરમાર, જમુબેન મીઠુભાઈ કોલી, કેસરબેન શામજીભાઈ કોલી અને કાજલબેન અરવિંદભાઈ કોલીને તીનપત્તી વડે જુગાર રમતા ઝડપી લેવાયા હતા, તેમની પાસેથી રોકડા રૂા. 21,700 જપ્ત કર્યા હતા. જ્યારે અન્ય દરોડામાં રાજેશ રમજુભાઈ કોલી, રમેશ ઉર્ફે કચુ જેઠાભાઈ જોગી, આમદ ઓસમાણ શેખ અને ધનજી વીરાભાઈ આહીરને ગંજીપા વડે જુગાર રમતા પકડયા હતા. તેમની પાસેથી રોકડા રૂા. 11,220 કબજે લેવાયા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd