ગાંધીધામ, તા. 10 : અંજારમાં વર્ષ 2008ના લૂંટ પ્રકરણમાં પકડાયેલા
આરોપીઓને અંજાર કોર્ટે નિર્દોષ ઠરાવ્યા હતા. આ કેસની વિગતો એવી હતી કે, ગત તા.
3/12/2008માં રાત્રિના 8:15 વાગ્યાના અરસામાં મોટર સાઈકલ ઉપર આવેલા ત્રણ આરોપીએ ફરિયાદીનું મોટરસાઈકલ રોકાવી છરીના ઘા મારી રૂા. 2700ની લૂંટ ચલાવી હોવાનો મામલો અંજાર પોલીસ
ચોપડે નોંધાયો હતો. આ પ્રકરણમાં પોલીસે તહોમતદાર
પીયૂષ જયેશભાઈ ઠક્કર, રસિક ધનજીભાઈ સોરઠિયા, નીલેશ ધનજીભાઈ સોરઠિયાની ધરપકડ કરી હતી.
આ કેસ અંજાર કોર્ટમાં ચાલી ગયો હતો. ફરિયાદી અને બચાવ પક્ષે રજૂ થયેલ પુરાવો અને દલીલોને
ધ્યાને રાખીને અદાલતે આરોપી પીયૂષ ઠક્કર અને નીલેશ સોરઠિયાને છોડી મૂકવા આદેશ આપ્યો
હતો તેમજ આરોપી રસિક સોરઠિયાનું મૃત્યુ થતાં તેની સામેનો કેસ એબેટ
થયો હતો. આરોપી પીયૂષ ઠક્કરના બચાવપક્ષે ધારાશાત્રી પારૂલ વાય. સોનીએ દલીલો કરી હતી.