• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

લાંચના કેસમાં તત્કાલીન આસિ. ટ્રાફિક સુપરિ.ને ચાર વર્ષની કેદ

ભુજ, તા. 10 : બસ તપાસ દરમિયાન ટિકિટ વિનાના પ્રવાસી મળી આવ્યા બાદ ત્રણ ટિકિટની સજા માફ કરવા કન્ડક્ટર પાસેથી રૂા. 8,000ની લાંચના 2014ના કેસમાં તત્કાલીન આસિસ્ટન્ટ ટ્રાફિક સુપરિટેન્ડેન્ટ (એસ.ટી. વિભાગ) અબ્દુલગની ઈસ્માઈલ ખલીફાને લાંચ રુશ્વત કોર્ટે તકસીરવાન ઠેરવી ચાર વર્ષની સખત કેદ અને રૂા. 8,000નો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. રાપર ડેપોમાં ફરજ બજાવતા ફરિયાદીની ફરજ દરમિયાન આરોપી ટ્રાફિક ઈન્સ્પેક્ટરે બસની તપાસ કરતાં તેમાં ટિકિટ વિના પ્રવાસીઓ મળી આવ્યા હતા. બાદમાં ફરિયાદી સામે કેસ ચાલ્યો હતો, જે પૈકી પાંચમાંથી ત્રણ ટિકિટની સજા માફ કરાવવા આરોપીએ લાંચ માગી હતી. ફરિયાદીએ એસીબીને જાણ કરતાં છટકું ગોઠવાયું હતું, જેમાં આરોપી લાંચ લેતો ઝડપાયો હતો. આ કેસમાં ખાસ કોર્ટ (એસીબી)ના જજ શ્રી કાનાબારે 49 દસ્તાવેજી પુરાવા તથા 6 સાક્ષી તપાસ્યા હતા, જેમાં આરોપી તકસીરવાન જણાતાં તેને ચાર વર્ષની સખત કેદની સજા તથા દંડ ફટકાર્યો હતો અને જો દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર તરફે લાંચ રુશ્વત સંલગ્ન કેસો માટે ખાસ નિયુક્ત સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજર રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd