• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

દિવાળી વેકેશનમાં બંધ કેકલિયાની શાળામાંથી લેપટોપ સહિતની ચોરી

ભુજ, તા. 4 : માંડવી તાલુકાની કોકલિયા પ્રાથમિક શાળાના કાર્યાલયમાંથી દિવાળી વેકેશનમાં શાળા બંધ હતી, ત્યારે લેપટોપ અને સ્કેનરની ચોરી થયાની ફરિયાદ નોંધાઇ છે. આ ચોરી અંગે આજે ગઢશીશા પોલીસ મથકે શાળાના આચાર્ય વિશાલકુમાર ઝાલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 27-10થી 17-11 સુધી દિવાળી વેકેશનનો સમયગાળો હોઇ શાળા બંધ હતી અને ફરિયાદી વતન ચાલ્યા ગયા હતા. શાળા ખૂલતા પરત આવતા શાળાનું તાળું તૂટેલું હતું અને કાર્યાલયની તિજોરીમાંથી એસર કંપનીનું લેપટોપ કિ.રૂા. 40,000 અને કેનન કંપનીનું સ્કેનર જેની કિં. રૂા. 4000 એમ  કુલ્લે રૂા. 44,000ના મુદામાલની કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. ફરિયાદ મોડી કરવાના કારણમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, આ ચોરી બાબતે માંડવી  તાલુકાના બીટ નિરીક્ષકને વાત કરતા તેઓએ ફરિયાદ દાખલ કરવાનું જણાવ્યું હતું. ગઢશીશા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd