ભુજ, તા. 4 : મુંદરા તાલુકાના ડેપા અને રામાણિયાની પવનચક્કીમાં
ત્રીસેક હજારના માલ-સામાનની ચોરી અને નુકસાનનો બનાવ બે માસ પૂર્વે પોલીસ ચોપડે ચડયો
હતો. પ્રાગપર પોલીસે બે ચોરને ઝડપી લીધા હતા. પ્રાગપર પોલીસે જાહેર કરેલી વિગતો બે
માસ પૂર્વે નોંધાયેલી ચોરીની ફરિયાદના નાસતા-ફરતા આરોપી રફિક અલીશા સૈયદ અને શબ્બીર
ભાકરશા શેખ (રહે. બંને શેખટીંબા-અંજાર)ને પ્રાગપરના પી.આઇ. હાર્દિક એસ. ત્રિવેદીને
મળેલી બાતમીના આધારે મોખા ચોકડી પાસેથી પ્રાગપર પોલીસે ઝડપી લીધા હતા. આરોપી રફિક વિરુદ્ધ
અન્ય ચોરીના ગુના નોંધાયેલા છે. આ કામગીરીમાં પી.આઇ. શ્રી ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ
એ.એસ.આઇ. દિનેશભાઇ એમ. ધોરિયા, હે.કો. ભરતકુમાર એમ. ગેલોત, ગિરીશકુમાર એ. ચૌધરી, ઇશ્વરકુમાર
સી. ચૌધરી, કોન્સ. મહેશકુમાર બી. ચૌહાણ જોડાયા હતા.