• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

શિકારપુરથી નવાગામ માર્ગે શરાબ સાથે શખ્સની ધરપકડ

ગાંધીધામ, તા. 30 : ભચાઉ તાલુકાના શિકારપુરથી નવાગામ માર્ગે  શખ્સની 12 અંગ્રેજી દારૂની બોટલ સાથે ધરપકડ કરી હતી. પોલીસે પૂર્વ બાતમીના આધારે આ માર્ગે તૂટેલાં નાળાં પાસે આરોપી  રણમલ  ઉર્ફે રાણિયો હાજી ત્રાયાને રોકાવીને છાનબિન કરી  હતી. દરમ્યાન તેની પાસે પાસ-પરમીટ વિનાની અંગ્રેજી દારૂની 750 એમ.એલ.ની જુદી-જુદી બ્રાન્ડની 12 બોટલ મળી આવી હતી. પકડાયેલા આ જથ્થાની કિંમત  રૂા. 7112 આંકવામાં આવી છે. આ ઉપરાંત સબ ડિવિઝનલ  ભચાઉ કોર્ટ દ્વારા ગત તા. 1/5/2024ના હુકમની બજવણી થયા તારીખથી એક વર્ષ અને છ મહિના સુધી  આરોપી  રણમલને કચ્છ તેમજ બનાસકાંઠા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લામાં  હદપારીમાંથી તડીપાર કરતો આદેશ કરાયો હતો, જેમાં આ જિલ્લામાં  સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના પ્રવેશ ન કરવા જણાવાયું હતું, તેમ છતાં આ આદેશનો અનાદર કરી આ શખ્સ કચ્છના શિકારપુર  ગામની સીમમાં પ્રવેશ્યો હતો. સામખિયાળી  પોલીસે  દારૂ સાથે પકડાયેલા આ તહોમતદાર સાથે અલયાદો ગુનો નોંધ્યો હતો.   

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang