ગાંધીધામ, તા. 29 : ગાંધીધામના ખારીરોહરના પુલિયા નીચે કોઇ ટ્રેન નીચે આવી જતાં છુંદાઇ જવાથી 40 વર્ષીય અજાણ્યા યુવાનનું
મોત થયું હતું. ખારીરોહર પુલિયા નીચે રેલવે પાટા ઉપર ગઇકાલે રાત્રિ પહેલાં આ જીવલેણ
બનાવ બન્યો હતો. આશરે 40 વર્ષીય અજાણ્યો યુવાન કોઇ ટ્રેન નીચે આવી જતાં તેનું માથું છુંદાઇ ગયું હતું જેમાં તેનું
બનાવ સ્થળે જ મોત થયું હતું. આ યુવાન કોણ છે અને તેનું મોત ખરેખર કેવી રીતે થયું તેની
આગળની તપાસ પોલીસે હાથ?ધરી છે.