• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ભુજ : ગૌવંશના 11 વર્ષ જૂના કેસમાં આરોપી બે વર્ષની કેદની સજા તથા દંડ

ભુજ, તા. 29 : શહેરના દાદુપીર રોડ પર ગૌવંશની કતલ કરી માંસ વેચવાના 11 વર્ષ જૂના કેસમાં સંડોવાયેલા ઉમર ઉર્ફે ગની અલીમામદ સમાને જ્યુડિશિયલ કોર્ટે તકસીરવાન ઠેરવી બે વર્ષની કેદની સજા તથા રૂા. 35000નો દંડ ફટકાર્યા હતા. દાદુપીર રોડ વિસ્તારમાં જાન્યુઆરી-2014માં ગૌવંશની કતલ કરી માંસનું વેચાણ કરતા ઝડપાયેલા ઉમર અને તેના સાગરીત હુસેન ઉર્ફે ચીની ઈબ્રાહીમ મોખા વિરુદ્ધ પશુ સંરક્ષણ કાયદા તળે પોલીસે ગુનો નોંધ્યો હતો. કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી આરોપી ઉમરે લોકલાગણી દુભાવી હોવાનું તારણ આપી બે વર્ષની કેદ તથા રૂા. 10 હજારનો દંડ તથા પ્રાણીની કતલ કાયદા તળે બે વર્ષની કેદ અને રૂા. 25 હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે ખાસ સરકારી વકીલ ઘનશ્યામ ગોરે હાજર રહી દલીલ કરી હતી. બીજી તરફ જૂના ઝઘડાનું મનદુ:ખ રાખી કરાયેલા હુમલાનો બનાવ ખૂનમાં પરિણમ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા આરોપીઓ પૈકી ભગીરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઉર્ફે ઈલુ નરેન્દ્રસિંહ જાડેજાએ કરેલી જામીન અરજી સેશન્સ કોર્ટે રદ કરી હતી.આરોપીઓ વિક્રમસિંહ રાઠોડ અને સેતાનસિંહ રાઠોડે અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી માર માર્યો હતો, તે બાદ મૃત્યુ પામનાર થોડે આગળ જતાં આરોપીઓ ભગીરથસિંહ, યુવરાજસિંહ તથા જશવંતસિંહ ઉર્ફે જયપાલસિંહ જાડેજાએ લોખંડનો પાઈપ ફટકાર્યો હતો, જે જીવલેણ સાબિત થયો હતો. આ કેસમાં ભગીરથસિંહ અને યુવરાજસિંહે જામીન પર મુક્ત થવા અરજી કરી હતી. કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળી આરોપીઓના જામીન નામંજૂર કર્યા હતા. આ કેસમાં મૂળ ફરિયાદી વતી એમ.એ. ખોજા, એસ.જી માંજોઠી, કે.આઈ. સમા, વી.કે. સાંધ, ડી.સી. ઠક્કર અને આઈ.એ. કુંભાર હાજર રહ્યા હતા. - ચેક પરતના બે કેસમાં સજા : કાંતિલાલ વેલજી સરસિયાને સાભરાઈના આરોપી હુસેન મામદ સોઢાએ આપેલો રૂા. એક લાખનો ચેક પરત ફરતાં માંડવીની જ્યુડિશિયલ કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની કેદની સજા અને એક માસમાં ચેકની રકમ વળતર તરીકે આપવા હુકમ કર્યો હતો અને જો તેમ કરવામાં કસૂર થાય તો વધુ 90 દિવસની સજાનો આદેશ કર્યો હતો. અન્ય એક કેસમાં ફરિયાદી હેતકુમાર ભરતકુમાર શાહને આરોપી હુસેને રૂા. પ0 હજારનો ચેક આપ્યો હતો, જે પરત ફર્યો હતો. આ કેસમાં પણ કોર્ટે એક વર્ષની કેદની સજા તથા એક માસમાં ચેકની રકમ વળતર પેટે ચૂકવવા આદેશ કર્યો હતો. આ બંને કેસમાં ફરિયાદીઓના વકીલ તરીકે દેવાયત એન. બારોટ, ખીમરાજ એન. ગઢવી, અંકિત સી. રાજગોર અને વિનય પી. મોતાએ હાજર રહી દલીલ કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang