• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

લાકડિયામાં સગા ભાણેજનો મામા ઉપર હુમલો

ગાંધીધામ, તા. 29: ભચાઉના લાકડિયામાં ભાણેજે પોતાના સગા મામા ઉપર ધોકા વડે હુમલો કરતાં તેમને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. લાકડિયામાં રહી મજૂરી કામ કરનાર કનકસિંહ હરૂભા વાઘેલાએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ યુવાન પોતાના બહેન રીટા તથા બનેવી અને ભાણેજ સાથે રહે છે. તેમના બહેને અગાઉ રૂપિયા ઉધાર લઈ મકાનના દસ્તાવેજ ગિરો મુક્યા હતા, દરમ્યાન તા. 28/10ના ફરિયાદી નવા બસ સ્ટેન્ડે બસમાંથી ઊતરતાં ત્યાં તેમનો ભાણેજ ધર્મેન્દ્ર આવ્યો હતો અને આ દસ્તાવેજ ગિરો મૂકવા મુદ્દે મનદુ:ખ રાખી પોતાના મામા ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે ભુજની સરકારી જિલ્લા હોસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં તેને હાથ અને પગમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang