• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

ગાંધીધામ જીઆઇડીસી હત્યાના આઠ આરોપીની અટક બાદ જેલ

ગાંધીધામ, તા. 6 : શહેરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ચોરી કરવા જેવી વસ્તુઓ જોવા ગયેલા બે લોકોને માર મારી હત્યાના પ્રકરણમાં પોલીસે આઠ આરોપીની ધરપકડ કરી તેમને હાલમાં જેલ હવાલે કરાયા હતા. શહેરના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ઓમ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ગત તા. 2-11ના આ બનાવ બન્યો હતો. ફરિયાદી કાનજી વેલા ગોહિલ તથા મુકેશ છગન કોળી આ કંપનીમાં ચોરી કરવા જેવી શું શું વસ્તુઓ પડેલ છે તે જોવા માટે ગયા હતા. ત્યાં તેમને આઠેક લોકોએ જોઇ જતાં ઢોર માર માર્યો હતો, જેમાં મુકેશ કોળીનું મોત થતાં બનાવ હત્યામાં પલટયો હતો. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી આ પ્રકરણમાં સુભાષ મદનલાલ અગ્રવાલ, અમિયાકુમાર રવીન્દ્રનાથ મંડલ, ગુલશનકુમાર ગ્યાની મહંતો, વીરેન્દ્ર બન્કી યાદવ, ભોલુ બન્કી યાદવ, શંકર છોટેલાલ ગુપ્તા, રાજકુમાર રમાયણ યાદવ, રમેશ ચંદ્રિકા યાદવ નામના શખ્સોની તા. 4-11ના ધરપકડ કરી હતી. આ શખ્સોને ગઇકાલે કોર્ટમાં રજૂ કરાયા બાદ હાલમાં તેમને જેલ હવાલે કરાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang