ભુજ, તા. 1
: શહેરના લાયન્સ નગરમાં 10 જેટલા શખ્સો નગરસેવક ધર્મેશ ગોરની ઓફિસે જઇ તોડફોડ સાથે
ફાયરીંગ કર્યાના બનાવમાં નાસતા-ફરતા આરોપીઓ પૈકી આરોપી મયુરસિંહ દેવુભા જાડેજાને બી-ડિવિઝન
પોલીસે ઝડપી લીધો હતો. મહાવ્યથા અને આર્મ્સ એક્ટના નાસતા આરોપી મયુરસિંહ છેલ્લા એકાદ
માસથી જામીન અરજી કરી હતી. આરોપી મયુરસિંહને આજે બીજા અધિક ચીફ જ્યુડિશીયલની કોર્ટમાં
રજૂ કરાતા તેની જામીન અરજી રદ્ થઇ હતી. સરકાર તરફથી સરકારી વકીલ આર. આર. પ્રજાપતિ હાજર
રહી દલીલો કરી હતી.