• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

વોંધ નજીક રોડ પર ઉભેલા ડમ્પરમાં ટ્રેઇલર ભટકાતાં ચાલકનું મોત

ગાંધીધામ, તા. 30 : ભચાઉ તાલુકાના વોંધ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઉભેલા ડમ્પરમાં ટ્રેઇલર ભટકાતાં  રામદયાલ નેબુલાલ ચૌહાણનું મોત નિપજ્યું હતું. ભચાઉ પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ સોમવારે વહેલી પરોઢે આ બનાવ બન્યો હતો. ડમ્પર નંબર જી.જે. 12 બી.વી. 7587 ના ચાલકે કોઈ પણ આડસ રાખ્યા વિના વાહન પાર્ક કર્યું હતું. દરમ્યાન ટ્રેઇલર નંબર જી.જે. 05 સી. યુ. 1223 પાછળથી અથડાયું હતું. જેમાં ટ્રેઇલર ચાલકને મોત આંબી ગયું હતું. આ ઘટના અંગે પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang