• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

મેઘપરમાં બાવળની ઝાડીઓમાંથી 1.14 લાખનો અંગ્રેજી દારૂ હસ્તગત

ગાંધીધામ, તા. 30 : ભચાઉ તાલુકાના મેઘપરમાં બાવળની ઝાડીઓમાંથી પોલીસે રૂા.1.14 લાખની કિંમતનો અંગ્રેજી દારૂની જથ્થો પકડી પાડયો હતો. ભચાઉ પોલીસે આજે સવારે 10.45 વાગ્યાના અરસામાં મેઘપર વિસ્તારમાં રહેતા આરોપી સચિન ગુણવંતભાઈ ચૌહાણે પોતાના રહેણાંક મકાનની પાછળ આવેલ બાવળની ઝાડીઓમાં દારૂ છુપાવ્યો હોવાના બાતમીના આધારે છાનબીન હાથ ધરી હતી. દરમ્યાન આ સ્થળથી  ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂની બોટલો અને કવાર્ટરીયા નંગ 840 કબ્જે લેવાયા હતા. પકડાયેલા આ જથ્થાની કિંમત રૂા. 1.14 લાખ આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં દારૂના પ્રકરણમાં સામેલ આરોપી સચીન અને દારૂનો જથ્થો મોકલનાર આરોપી પોલીસ પકડથી દૂર રહયો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang