• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

મુંદરામાં ગૌવંશ મોતનો સિલસિલો જારી : વધુ ત્રણ ગાયોનાં મોત

મુંદરા, તા. 30 : નગરમાં છેલ્લા બેથી ત્રણ દિવસમાં રહસ્યમય રીતે આખલા અને પછી હવે ગાયોનાં મૃત્યુ થઈ રહ્યાં છે. રવિવારે મોડી સાંજે એક અને આજે વધુ બે મળીને વધુ ત્રણ ગાયોનાં મૃત્યુ સાથે ત્રણ દિવસમાં ગૌવંશ પશુ મૃતકાંક વધીને 21 પર પહોંચ્યો છે. ગઈકાલે પશુપાલન ખાતાની ટુકડીએ લીધેલા નમૂનાનો રિપોર્ટ બે દિવસમાં આવી જાય તેવી શક્યતા છે. ગઈરાતના એક આખલો  તથા વધુ બે ગાયનાં મોત થતાં પશુ મોતનો કુલ આંકડો 21નો થયો છે. કયાં કારણોસર મોત થાય છે, તે સત્તાવાર રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે. ગૌસેવક રતન ગઢવી તથા દિનેશ વાલમે જણાવ્યું કે, નવાઈની વાત તો એ છે કે, એક જ વિસ્તારમાં આવા બનાવો બને છે. નગરમાં ચર્ચાનો વિષય હતો કે, ગાયોનાં મોત શાના કારણે થયાં, તે તાત્કાલિક તપાસ કરીને અબોલા પશુઓ માટે ડોક્ટરોની વધુ ટીમો સાથે સારવાર આપવી જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang