કોટડા-જ. (તા. નખત્રાણા), તા. 5 : ગામમાં ચીભડચોરો સક્રિય બનતાં
ગ્રામજનોમાં ચિંતા પ્રસરી છે. ગત રાત્રિએ ગામની બાપા સીતારામ મઢુલી ખાતે નિશાચરોએ તાળાં
તોડયાં હતાં, પરંતુ અંદરનો લોક ન ખૂલતાં દાનપેટી તૂટતાં બચી હતી. આ અંગે સીતારામ મઢુલીના
સક્રિય કાર્યકર ગાભુભા જાડેજાને જાણ થતાં નખત્રાણા પોલીસમાં જાણ કરી હતી. આ અગાઉ દસ
દિવસ પૂર્વે ગામના બસ સ્ટેશન વિસ્તારમાં નાનજીભાઇ વાઘેલાની કેબિનનાં તાળાં તોડી નિશાચરો
ચાર હજાર રૂપિયાની વસ્તુઓ ઉપાડી ગયા હતા. હમણા ઘણા સમયથી શાંત રહેલા નિશાચરો ફરી સક્રિય
થતાં વેપારીઓ-ગ્રામજનો ચિંતિત બન્યા હતા. હાલ જી.આર.ડી. જવાનોની સેવા બંધ છે જે પૂર્વવત
ચાલુ થાય તેવી વેપારી વર્ગ દ્વારા રજૂઆત કરાઇ હતી.