ગાંધીધામ, તા. 5 : અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં જીનસ કંપની
પાછળ લાકડાના બેન્સા પાસે ધાણેટીના નવીન સાજણ રબારી (ઉ.વ. 20) નામના યુવાનના મોત પ્રકરણમાં
તેનું મોત વીજશોકથી થયું હોવાનું બહાર આવ્યું હતું. ધાણેટીમાં રહેનાર નવીન રબારી નામનો
યુવાન વાહન લઇને કોઇ કામ અર્થે મેઘપર બોરીચી બાજુ આવ્યો હતો. દરમ્યાન ગઇકાલે સવારે
તેની લાશ ભેદી સંજોગોમાં મળી આવી હતી. શંકાસ્પદ લાશના આ પ્રકરણમાં સચોટ કારણો જાણવા
માટે લાશને જામનગર ખાતે મોકલવામાં આવી હતી જ્યાં પી.એમ. થયા બાદ આ યુવાનનું વીજશોકથી
મોત થયું હોવાનું બહાર આવ્યું હતું તેવું તપાસ કરનારા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.