ગાંધીધામ, તા. 5 : અંજાર તાલુકાના ખીરસરા ગામની સીમમાં કંપનીમાં
કામ કરતી વેળાએ વીજશોક લાગતાં બે કામદારને ઇજાઓ પહોંચી હતી. ખીરસરા ગામની સીમમાં આવેલી
અદાણી સોલાર પ્લાન્ટ નામની કંપનીમાં ગઇકાલે આ બનાવ બન્યો હતો. અહીં કામ કરનાર મીત ગોહિલ
અને અતુલ દુબે નામના કામદાર કામ કરી રહ્યા હતા ત્યારે અકસ્માતે બંનેને વીજશોક લાગ્યો
હતો, જેમાં બંને યુવાનને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા હતા, જ્યાં
મીત ગોહિલની હાલત વધુ ગંભીર જણાતાં તેને વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જવાયો હોવાનું
અને ત્યાં તેની સારવાર ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું.