• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

જૂના કટારિયામાં ઘર પાસેથી 1.40 લાખનાં વાહનની તફડંચી

ગાંધીધામ, તા. 6 : ભચાઉ તાલુકાના જૂના કટારિયા ગામે ઘરની સામે પાર્ક કરાયેલ રૂા. 1,40,000ની બોલેરોની નિશાચરોએ ચોરી કરી હતી. જૂના કટારિયામાં શક્તિનગર વિસ્તારમાં રહેતા તેજુદાન હિંગોળદાન ગઢવીએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી યુવાને વર્ષ 2009ની મોડેલની બોલેરો ગાડી નંબર જી.જે.-01-એચ.એસ.- 9432વાળી બે વર્ષ પહેલાં ખરીદી હતી. ગત તા. 1-8નાં પોતાના ઘરની સામે સાર્વજનિક પ્લોટમાં આ યુવાને ગાડી પાર્ક કરી રાત્રે સૂઇ ગયા હતા. બીજા દિવસે સવારે વાહન ગુમ જણાયું હતું. ગાડીની ચાવી ઘરમાં જ પડી હતી. વાહનના ચીલા પાછળ-પાછળ જતાં આ ગાડી અજંતા બ્રિજ બાજુ ગઇ હોવાનું બહાર આવ્યું હતું. નિશાચરો રૂા. 1.40 લાખની આ ગાડી ગમે તે રીતે ચાલુ કરી હંકારી ગયા હતા. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang