• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

ચેકના કેસમાં ભુજવાસીને વર્ષની કેદ સાથે વળતર ચૂકવવાનો હુકમ

ભુજ, તા. 6 : એક લાખ રૂપિયાના મૂલ્યનો ચેક બેન્કમાંથી પરત ફરવાના નેગોશિયેબલ ધારાના કેસમાં આરોપી ભુજના મનીષગર નયનગર ગોસ્વામીને અદાલતે એક વર્ષની કેદ ફટકારી હતી, તો ફરિયાદીને સવા લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો પણ આદેશ કરાયો હતો. વાહન લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા નિરંજન સત્યેન્દ્ર પટેલ પાસેથી મિત્રતાના નાતે ઉછીના લીધેલા રૂા. એક લાખના બદલામાં અપાયેલો ચેક પાછો ફરતાં આ કેસ દાખલ કરાયો હતો. અત્રેના ત્રીજા અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતમાં આ કેસ ચાલ્યો હતો. મૈખિક અને દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઇને આરોપી મનીષગર ગોસ્વામીને તકસીરવાન ઠેરવતાં તેને વર્ષની કેદની સજા ફટકારાઇ હતી, તો 30 દિવસમાં વળતર પેટે રૂા. 1.25 લાખ ફરિયાદીને ચૂકવવાનો અને આવું ન થાય તો આરોપીને વધુ છ મહિના કેદમાં રાખવાનો ચુકાદામાં હુકમ કરાયો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે એચ.બી. વાઘેલા, ઘનશ્યામાસિંહ જે. સોઢા, ડી.એલ. જાડેજા અને પી.પી. ગઢવી રહ્યા હતા.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang