ભુજ, તા. 4 : માંડવીના લાખાસર ચોકમાં બંધ ઘરની બારી તોડી સોના-ચાંદીના
ઘરેણાં અને પરચુરણ વસ્તુઓ એમ કુલ રૂા. 39,500ની મતાની ચોરીનો ભેદ માંડવી પોલીસે ઉકેલી
લીધો છે. તા. 25/7થી 28/7 દરમ્યાન થયેલી આ ચોરી અંગે તા. 1/8ના ફરિયાદ નોંધાઇ હતી,
જેનો ભેદ ઉકેલાયો છે. આ કામના આરોપી લાલા ઉર્ફે લાલજી જેઠાભાઇ સોલંકી (મારવાડા), જયંતી
ધનજીભાઇ મારવાડી, રતન ઉર્ફે રત્નો નાથાભાઇ મારવાડી, વીરજી ઉર્ફે મોતી ધનજીભાઇ મારવાડી
અને જયેશ સુરેશભાઇ ફોફંડીને ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે ઝડપી આ ચોરીનો ભેદ ઉકેલી
લીધો હતો.