• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

અવસાન નોંધ

ભુજ : રાજગોર મનીષ ચંપકલાલ બાવા (ઉ.વ. 48) તે જયાબેન ચંપકલાલ લક્ષ્મીદાસના પુત્ર, અલ્પાબેનના પતિ, હાર્દિક, ખુશીના પિતા, હિના, દીપક, દેવી, હેતલ, વિશાલના ભાઇ, મનીષ શામજી મોતાના સાળા, મનીષા દીપક ગોર, ફોરમ વિશાલના જેઠ, કિશોરભાઇ બાવા, સ્વ. જયાબેન, ગોદાવરીબેન, સવિતાબેન, સ્વ. જવેરબેન, જયશ્રીબેનના ભત્રીજા, ધર્મિષ્ઠાબેનના જેઠના પુત્ર, સ્વ. મીઠાબાઇ લક્ષ્મીદાસના પૌત્ર, સ્વ. મણિબેન મેઘજી માલાણીના દોહિત્ર, ગં.સ્વ. કંકુબેન ધનજીભાઇ અજાણીના જમાઇ, જયેશ, સ્વ. ચંપાબેન ચંદુલાલ, ભાવના રાજુભાઈ, શિલ્પા સતીશભાઈના બનેવી, દક્ષાબેન ભાઇલાલ, અમરતબેન, સ્વ. હીરાવંતીબેન, સ્વ. કસ્તૂરબેન, સ્વ. ભાનુબેનના ભાણેજ, હિત, રિદ્ધિના મામા, દિષ્ટિ, માહી, વિશિકા, ક્રિયાન્સીના કાકા તા. 12-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-11-2023ના બુધવારે સાંજે 4થી 5.30 ત્ર્યંબકેશ્વર રાજગોર સમાજવાડી, સરપટ નાકા બહાર, એરપોર્ટ રોડ, ભુજ ખાતે.

ભુજ : ગોસ્વામી જેરામગર બેચરગર (ઉ.વ. 67) તે ગં.સ્વ. ભારતીબેનના પતિ, સ્વ. ગોસ્વામી બેચરગર કરસનગરના પુત્ર, ગં.સ્વ. નર્મદાબેન પોપટગર (રામપર-વેકરા)ના જમાઇ, સ્વ. કમલગર, સ્વ. પરષોત્તમગર, સ્વ. લાલગર, સ્વ. નવીનગર, સ્વ. મોહનગર, સ્વ. લાડુબેન, સ્વ. મંગળાબેન, બેબીબેનના ભાઇ, બિંદિયાબેન, જયશ્રીબેન, કલ્પેશગર, રમેશગરના પિતા, વિનોદગર, સુરેશભાઇ પટેલ, અંજલિબેનના સસરા, હરિગર, નવીનગર, સ્વ. કિશોરગરના બનેવી, લવ્યના દાદા, કુણાલ, માહી, ધ્યાન, ધિમહીના નાના તા. 12-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 16-11-2023ના ગુરુવારે સાંજે 4થી 5 લોહાણા મહાજન કતિરા પાર્ટી પ્લોટ, વી. ડી. હાઇસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે. ઘડાઢોળ તા. 23-11-2023ના ગુરુવારે મા આશાપુરાનગર, મકાન નંબર 157, ગીતા કોટેજ-3, એરપોર્ટ રોડ, ભુજ ખાતે.

ભુજ : મૂળ રાજડાના નવલસિંહ બેચુભા જાડેજા (ઉ.વ. 78) તે સ્વ. ગુલાબસિંહ બેચુભા, દેવેન્દ્રસિંહ રતુભાના ભાઇ, ડો. ક્રિપાલસિંહના પિતા, કિરીટસિંહ, રઘુવીરસિંહના કાકા, મયૂરસિંહ, પ્રદ્યુમનસિંહના મોટાબાપુ, ધૈર્યમાનસિંહ, રાજવીરસિંહ, મહીદીપસિંહ, યશરાજસિંહ, જયદીપસિંહ, લકીરાજસિંહના દાદા તા. 12-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું / પ્રાર્થનાસભા તા. 16-11- 2023ના ગુરુવારે સાંજે 4થી 5.30 શક્તિધામ, ભુજ ખાતે. ઉત્તરક્રિયા તા. 23-11-2023ના ગુરુવારે જયનગર, ભુજ ખાતે.

ભુજ : વાયડા વીણાબેન (શારદાબેન) વ્રજલાલભાઈ શાહ (ઉ.વ. 78) તે સ્વ. વ્રજલાલ જશરાજ શાહના પત્ની, સ્વ. જશરાજ ભીમજી શાહના પુત્રવધૂ, સ્વ. મણિલાલ મકનજીના પુત્રી, આશિષ (વૈભવ રોડવેઝ) અને જિજ્ઞાના માતા, સ્વ. હરગાવિંદભાઈના નાના ભાઈના પત્ની, હંસાબેનના દેરાણી, છોટાલાલભાઈ, કમળાબેન, ધનસુખભાઇના બહેન, આશા, કેતન (મુંબઈ)ના સાસુ, પરિમલ, પ્રતીક (માંડવી), આશાબેનના કાકી, મીતા, તેજલ, મેહુલભાઇના કાકીજી, વૈભવ, દૃષ્ટિ, અલય, હેત્વીના દાદી, ભૂમિ, કિન્નરી, કોમલ, ધ્રુવિનના નાની તા. 12-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-11-2023ના સાંજે 4થી 5 કચ્છી પુષ્કર્ણા સમાજવાડી, બેપ્સ ચોકડી પાસે, મુંદરા રિલોકેશન સાઈટ, ભુજ ખાતે.

ભુજ : ચાકી સરફરાઝ (ઉ.વ. 30) તે ચાકી હુશૈન અબ્દુલ્લાહ (મંજલવાળા)ના પુત્ર, મ. ચાકી હાજી સિધિક અબ્દુલા, હાજી જુસબ અબ્દુલાના ભત્રીજા, સમીર, મજીદ, રમજુ (ભુજ), પીરમામદ, જાવેદ, સિકંદર (માંડવી)ના નાના ભાઇ, મ. ચાકી અલીમામદ ઉમર (નેત્રા)ના દોહિત્ર, સુરેમ, નુરેનના પિતા, ખલીફા દિલાવરભાઇના જમાઇ, મ. કાસમ, મ. અનવર, ચાકી અબ્દુલ રહેમાન (નેત્રા)ના ભાણેજ, ઇરફાન (મેઘપર)ના માસિયાઇ ભાઇ તા. 12-11-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 15-11-2023ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન અજયનગર, અમનનગર ચોકડી ચાર રસ્તા, ભુજ ખાતે.

ભુજ : સૈયદ અબ્દુલરઝાકશા નસીબશા (ઉ.વ. 53) (કલાર્ક, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી) તે મ. સૈયદ નસિબશા બચલશાના પુત્ર, ભાવનશા, અબ્દુલરસુલશા (મુંદરા)ના ભાઇ, નાસીર, સોહિલના પિતા, સૈયદ બિલાલશા વહાબશા (સલાયા-માંડવી)ના જમાઇ તા. 12-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-11-2023ના બુધવારે સવારે 10થી 11 મુસ્તફા જમાતખાના, મુસ્તફાનગર, મોટા પીર રોડ, ભુજ ખાતે.

ભુજ : મૂળ કેરાના કચ્છી બ્રહમક્ષત્રિય વ્રજલાલ જખુભાઇ માવજી ગજકંધ (ઉ.વ. 85) (કવિ વ્રજ ગજકંધ) તે સ્વ. પ્રેમાબેન જખુભાઇ માવજી ગજકંધના પુત્ર, હિતેન, નેહાના પિતા, ફોરમના સસરા, નિશ્રા, નૈશાના દાદા, સ્વ. રવિલાલ માધવજી મહેતાના જમાઇ, ચંદ્રમણીબેન હરેશભાઈ ઓઝા (મુંબઈ), મંજુલાબેન રમેશચંદ્ર સોનેજી (તારા મંજલ), નલિનીબેન ભાઈલાલ છાટબાર (મોટા ધાવડા)ના ભાઈ, ઉર્મિલાબેન, હરીશભાઈ, ચંદ્રકળાબેન, સ્નેહલતાબેનના બનેવી તા. 13-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા  તા. 15-11-2023ના બુધવારે સાંજે 4થી 5 માતા ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : મૂળ માંડવીના ભગવતીબેન રામદાસ તન્ના (ઉ.વ. 81) તે સ્વ. રામદાસ વેલજીના પત્ની, સ્વ. હીરાબેન વેલજી (માંડવી)ના પુત્રવધૂ, મણિશંકર વાઘજી આણંદજી (ગોણિયાસર)ના પુત્રી, સ્વ. ઉર્મિલા, જયશ્રી ઠક્કર, હરેશ ઠક્કર (શ્રીહરિ ઇન્ડસ્ટ્રીઝ), જ્યોતિબેન નવીન સોમેશ્વર (અંજાર)ના માતા, સ્વ. ભગવતીબેન લાલજી તન્ના, સ્વ. દમયંતીબેન બિપિન મજેઠિયાના ભાભી, શિલ્પાબેન હરેશના સાસુ, ઊર્વિ, રિશીના દાદી, બીના પંકજ કતિરાના મોટી મા, સચિન, અવની બિપિનના મામી, કિરીટ, સિદ્ધાર્થ, પ્રશાંત, કાજલ, જિગર (આદિપુર)ના નાની, સ્વ. જેઠાલાલ ખેરાજ (ગોણિયાસર)ના બહેન તા. 12-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-11-2023ના સાંજે 4થી 5 માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ભુજ : મ.કા.ચા.મો.બ્રા. કનૈયાલાલ ભવાનીશંકર ત્રવાડી (ઉ.વ. 94) તે ગં.સ્વ. મંજુલાબેન તથા કનકલતાબેન (શાંતિબેન)ના પતિ, સ્વ. મૂળશંકર રેવાશંકર ભટ્ટ (મુંદરા)ના જમાઇ, ગીતાબેન, રસીલાબેન, નીતાબેન, સંધ્યાબેન, જિજ્ઞાબેન, દીપક, પ્રણવના પિતા, ચૂનીપ્રકાશ ભટ્ટ, નરેન્દ્રભાઇ દવે, પ્રદીપભાઇ દવે, ભરતભાઇ ભટ્ટ, કમલેશ જાની, દીપાલીબેન, આરતીબેનના સસરા, મીત, કૃપા, હેતના દાદા, વિનય જોશીના દાદાજી સસરા, મયૂર, નીરવ, નિમિષ, હર્ષ, સ્વિટી, સરોજ, ભૂમિ, યશ, કિંજલ, દક્ષના નાના, સ્વ. જેન્તીલાલ, સ્વ. ઉમિયાશંકર, સ્વ. કાંતિલાલ, સ્વ. નર્મદાબેન, સ્વ. મહાલક્ષ્મીબેનના ભાઇ, ગં.સ્વ. જેન્તાબેન, રમેશભાઇ, હરેશભાઇ, હર્ષાબેનના બનેવી તા. 13-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-11-2023ના બુધવારે સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી, ભુજ ખાતે.

ભુજ : જેનાબાઇ ઉસ્માન છુછિયા (ઉ.વ. 82) (ટપ્પરવાળા) તે મ. ઉસ્માન ભચુના પત્ની, હુશેન, અબ્બાસ, અલી અસગર, સલીમ, અલ્તાફના માતા તા. 13-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-11-2023ના બુધવારે સવારે 10થી 11 તુરિયા જમાતખાના ખાતે.

ગાંધીધામ : મૂળ સાંયરાના હાલે નાગપુર ગં.સ્વ. ઝવેરબેન મગનભાઇ મકવાણા (ઉ.વ. 78) તે સ્વ. લક્ષ્મીબેન જેરામભાઇના પુત્રવધૂ, સ્વ. મગનભાઇ જેરામભાઇના પત્ની, સ્વ. મહાલક્ષ્મીબેન પ્રેમજીભાઇ (આદિપુર)ના દેરાણી, વિમળાબેન નરશીભાઇ (ગાંધીધામ), ભગવતીબેન શાંતિલાલ (ગાંધીધામ)ના જેઠાણી, સ્વ. રામજીભાઇ ત્રિકમજીભાઇ સિદ્ધપુરા (ગાંધીધામ)ના પુત્રી, પરસોત્તમભાઇ, કનૈયાલાલભાઇ, પ્રભુલાલભાઇ, હરેશભાઇ, હરસુખભાઇના મોટા બહેન, પ્રવીણભાઇ, કાંતિલાલભાઇ, કમલેશભાઇ (નાગપુર), નીતાબેન સુરેશભાઇ વાઘેલા, નયનાબેન શાંતિલાલભાઇ હંસોરા, પ્રેમિલાબેન મુકેશભાઇ પરમાર (આદિપુર)ના માતા તા. 13-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-11-2023ના બુધવારે સાંજે 4થી 5 સમસ્ત ગુર્જર લુહાર જ્ઞાતિ, સેક્ટર-8, પ્લોટ નં. 126, વિશ્વકર્મા માર્ગ, ગાંધીધામ ખાતે.

અંજાર : મૂળ નાસિક (મહારાષ્ટ્ર)ના ઉષાબેન મેઘદત્ત ચૌહાણ (ઉ.વ. 93) (નિવૃત્ત કર્મચારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) તે સ્વ. મેઘદત્ત શંકરરાવ (નિવૃત્ત શિક્ષક, શેઠ ડી. વી. હાઇસ્કૂલ-અંજાર)ના પત્ની, નંદકિશોર (નિવૃત્ત કર્મચારી, કાર્ગો હોન્ડા-અંજાર), મંગળાબેન (અમદાવાદ), નિતાબેન (જયપુર)ના માતા, નૈનાબેનના સાસુ, તુષારના દાદી, ધનશ્રીના દાદીસાસુ, શિવાંશના પરદાદી તા. 12-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિકવિધિ રાખેલ નથી. સંપર્ક : નંદકિશોરભાઇ-99258 42371, નૈનાબેન-99982 37874.

માંડવી : કમળાબેન કીર્તિચંદ્ર શાહ (ઉ.વ. 87) તે અશોકચંદ્ર નાનચંદ શાહના પુત્રવધૂ, જતિન, મનેષ, ધીરેન, શિશિરના માતા, આશા, દીપ્તા, હિના, માલિનીના સાસુ, ઝવેરી દામોદર સાકરચંદના પુત્રી, હીરાલાલભાઇ, જેન્તીભાઇ, હસમુખભાઇ, રમેશભાઇ, મહેશભાઇ, કુસુમબેન મહેન્દ્રભાઇ શાહ, પુષ્પાબેન ગુણવંતભાઇ શાહ, સુધાબેન નીતિનભાઇ શાહના બહેન તા. 12-11-2023ના લોસ એન્જેલ્સ (અમેરિકા) ખાતે અવસાન પામ્યા છે.

કેરા (તા. ભુજ) : મૂળ ભુજના ડાહ્યાલાલ દેવજીભાઇ ફુલિયા (મહેશ્વરી) (ઉ.વ. 57) તે ગં.સ્વ. ચાગબાઈ દેવજીભાઇના પુત્ર, ગં.સ્વ. મેઘબાઈ તેજાભાઈ આયડીના જમાઈ, ગં.સ્વ. લક્ષ્મીબાઈના પતિ, જખુભાઇ, સ્વ. વાલજીભાઇ, સ્વ. હરેશભાઈ, રાજબાઈ હીરાલાલ ફફલ, અજબાઈ વેલજીભાઈ ફફલ, ઉમાબેન મોહનભાઈ જાટના ભાઈ, અરાવિંદભાઈ, ઉમેશભાઈ, કોમલબેન સુરેશભાઈ સિંચ (મુંબઈ)ના પિતા, રાજવીર, વૃતિકા, આરવના દાદા, હર્ષિતા, શાનવીના નાના, તેજબાઈ અને હીરબાઈના દિયર, સ્વ. પ્રેમજીભાઈ, અજુભાઈ, ગાવિંદભાઈ, લક્ષ્મણભાઇ, શાંતિલાલ, પ્રેમિલાબેનના કાકા, અંકિતાબેન, દિપાબેન, સુરેશભાઈ સમજીભાઈના સસરા, હરેશભાઈ, ધરમશીભાઈ, ધનિબાઈના બનેવી તા. 11-11-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 15-11-2023ના બુધવારે સાંજે આગરી અને તા. 16-11-2023ના ગુરુવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને ગજોડ રોડ, મહેશ્વરીવાસ, કેરા ખાતે.

મિરજાપર (તા. ભુજ) : મૂળ ખોંભડી મોટીના રાજગોર શાંતિલાલ વાલજી નાકર (ઉ.વ. 65) તે સ્વ. વાલજી વેલજી નાકરના પુત્ર, હેમલતાબેનના પતિ, પ્રિયેન, ડિમ્પલ, દર્શના, મિત્તલના પિતા, શિવશંકર વાલજી, ગં.સ્વ. મુક્તાબેન તુલસીદાસ (સાંયરા-કોઠારા) (નખત્રાણા), ગં.સ્વ. મૈયાબેન મૂળશંકર માકાણી (ભાયંદર)ના ભાઇ, સ્વ. ભવાનીશંકર વેલજી, સ્વ. કુંવરજી વેલજી, સ્વ. વિઠ્ઠલજી વેલજી, સ્વ. કસ્તૂરબેન, સ્વ. ગંગાબેનના ભત્રીજા, પરેશ રવિશંકર પેથાણી (સાંયરા-કોઠારા) (રાજકોટ), હિરેન મહેન્દ્રભાઇ માકાણી (કોટડા-રોહા)ના સસરા, લતાબેન, મુકેશ, અલ્પેશના કાકા, કમલકુમાર, જિજ્ઞાબેન, મનીષાબેનના કાકાજી સસરા, દેવ, પાર્થ, હનીકાના નાના, સ્વ. ધનજી મેઘજી ભટ્ટ (ડુમરા)ના જમાઇ, કમળાબેન (મુંબઇ), દમયંતીબેન (કેરેલા), વિજયાબેન (બાયઠ), લીલાવંતીબેન (નલિયા), સ્વ. પ્રતિમાબેન (બારા), અંજનાબેન (મુંબઇ), રમેશભાઇ, કેતનભાઇ (ડુમરા)ના બનેવી તા. 13-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 16-11-2023ના ગુરુવારે સાંજે 4થી 5 ભીડભંજન મહાદેવ મંદિર, પોલીસ ચોકી પાછળ, મિરજાપર ખાતે. સાસરા પક્ષની સાદડી તા. 17-11-2023ના બપોરે 3થી 5 સ્વ. ધનજી મેઘજીના નિવાસસ્થાન ડુમરા ખાતે.

ખાવડા (તા. ભુજ) : શંભુલાલ (ઉ.વ. 80) તે સ્વ. ઉમરબાઈ નારાણજી કુંવરજી તન્નાના પુત્ર, સ્વ. નાનબાઈ ભુલજી કેશવજી કક્કડના જમાઈ, ગં.સ્વ. જમનાબેનના પતિ, હસમુખ, રીટાબેન અશોકભાઈ કોટક (નલિયા)ના પિતા, સરોજબેનના સસરા, દેવ, જાનવીના દાદા, સ્વ. હેમરાજ, સ્વ. શિવજીભાઇ, સ્વ. ત્રિકમજીભાઈ, સ્વ. વિશ્રામભાઈ, દયારામ, સ્વ. આણંજી, સ્વ. પ્રેમાબેન ઓધવજી દાવડા (ભુજ)ના ભાઈ, દયારામ, સ્વ. લાલજી, સ્વ. તુલસીદાસ, સ્વ. લક્ષ્મીબેન ભુલજી ચંદે (ભુજ), સ્વ. હંસાબેન નરશીભાઈ ભીન્ડે (ભુજ), ગં.સ્વ જયોતીબેન નારાણજી કેસરિયા, ગં.સ્વ. કમળાબેન મોહનલાલ ઠક્કર (નખત્રાણા)ના બનેવી, મનાલીબેન કિશનભાઈ પલણ (અંજાર), રુતિકા, વૈભવીના નાના, સ્વ. માવજીભાઈ, મોહનલાલ, જેઠાલાલ, છગનલાલ, ભાગીરથીબેન લીલાધરભાઈ ચંદે (ભુજ)ના મામા, પ્રભુલાલ વસંતકુમાર, ધીરજલાલ, અશોકભાઈ, પ્રવીણભાઈ, સુરેશભાઈ, નવીનભાઈ, કનૈયાલાલ, વિપુલભાઈ, કાન્તિભાઈ, ભરતભાઈ, મહિપાલ, નરેશ, જગદીશ, સંજય, સ્વ. અરાવિંદભાઈના કાકા તા. 13-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 14-11-2023ના મંગળવારે સાંજે 4થી 6 શંભુલાલભાઈના નિવાસસ્થાને નાગોરી ફળિયા ખાતે. પ્રાર્થનાસભા  તા. 15-11-2023ના બુધવારે સાંજે 4થી 5 રામદરબાર પાસે, પ્રમુખસ્વામી નગર, ખાવડા ખાતે.

કુનરિયા (તા. ભુજ) : સુમરા જલુબાઇ (ઉ.વ. 57) તે મામદ હુશેન (બબાભાઇ)ના પત્ની, હુશૈન, જાફર, અમીનના માતા તા. 12-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-11-2023ના મંગળવારે સવારે 10 વાગ્યે મસ્જિદ, કુનરિયા ખાતે.

ભારાપર (તા. ભુજ) : મુમતાઝબેન રમજાન સંગાર (ઉ.વ. 47) તે ઇબ્રાહિમ સંગારના પુત્રી, મ. હાજી ઇબ્રાહિમ, હુશેન ઇબ્રાહિમ, શબાના ઇબ્રાહિમના બહેન, રેયાજના માતા, સંગાર અબ્દુલ ઇબ્રાહિમ, હનીફ ઇબ્રાહિમના ભાભી, સંગાર ઇબ્રાહિમ કાસમના પુત્રવધૂ, રમજાન ઇબ્રાહિમના પત્ની, સમેજા કાસમ જુસબ (કેરા), આસિફ હારુન (અંજાર), પઢિયાર હાફીસ હાજી કાસમ (નુંધાતડ)ના સાસુ તા. 13-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-11-2023ના ગુરુવારે સવારે 10થી 11 મેમણ જમાતખાના, ભારાપર ખાતે.

હમીરામોરા (તા. મુંદરા) : લાખાભાઇ વેલાભાઇ જોગી (ઉ.વ. 75) તે જેશા વેલાના ભાઈ, મનજી, શંભુના પિતા, મનજી પબા, રાણા પુના, કાના નારણ, જેશા મમુભાઈના કાકાઈ ભાઈ તા. 11-11-2023ના અવસાન પામ્યા છે. આગરી તા. 20-11-2023ના સોમવારે અને પાણી તા. 21-11-2023ના મંગળવારે સવારે 9.45 વાગ્યે નિવાસસ્થાને હમીરામોરા ખાતે.

રવાપર (તા. નખત્રાણા) : જાદવ ભચીબેન (ઉ.વ. 90) તે સ્વ. પ્રેમજી પેથાના પત્ની, રાજીબેન કચરાભાઇ વાઘેલા (ઉગેડી), સ્વ. મૂરજીભાઇ, મનુભાઇ, ભીમજીભાઇ (ભોપા) (માનકૂવા), પ્રભુલાલ (દયાપર), પરષોત્તમ (ઉગેડી)ના માતા, સ્વ. બાબુ વસ્તા ચાવડા, સ્વ. દાના વસ્તા (સિયોત)ના બહેન, ખીમજીભાઇ, સ્વ. મેઘજીભાઇ, નથુભાઇ, જેઠાભાઇ, રતિલાલ, દેવજીભાઇના કાકી, ભરત, મુકેશ, ચેતન, સતીશ, લહેરી, સાગર, અમૃત, રમેશના દાદી તા. 13-11-2023ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 16-11-2023ના રાત્રે તથા તા. 17-11-2023ના સવારે 10.30 વાગ્યે પાણીઆરો, બેસણું નિવાસસ્થાને.

વિભાપર (તા. નખત્રાણા) : કોલી નવીનભાઇ બાબુભાઇ (ઉ.વ. 27) તે બાબુભાઇ સામતભાઇના પુત્ર, અરવિંદ, અશ્વિન, પ્રવીણના ભાઇ, ભારતી, રિયા, માનના પિતા તા. 12-11-2023ના અવસાન પામ્યા છે. બારસવિધિ તા. 21-11-2023ના મંગળવારે, સત્સંગ જાગરણ તા. 22-11-2023ના બુધવારે રાત્રે, પાણી સવારે 9 વાગ્યે નિવાસસ્થાન વિભાપર ખાતે.

મોટી અરલ (તા. નખત્રાણા) : સોઢા બાકુબા મનુભા (ઉ.વ. 91) તે સ્વ. મનુભા પૂંજાજીના પત્ની, સ્વ. હરિસંગજી, સ્વ. રવાજી, સ્વ. ખીમાજીના ભાભી, સ્વ. સોઢા ખેતુભા, સ્વ. રાણુભા સોઢા, જીવુભા, તેજુભા, રૂપારીબા, અંતરબા, સજનબા, રાજુબાના માતા, વિજયસિંહ, શક્તિસિંહ, લખધીર, દિવ્યારાજસિંહ, ઘનશ્યામસિંહના દાદી, હઠુભા, ચાંધુભા, ગજુભા, પ્રાગજી, રતનજી, કેશુભા, ભરતસિંહ, કરણસિંહના મોટી મા, રતનજી, ટપુભા, જશુભા, ગેમુભાના કાકી તા. 10-11-2023ના અવસાન પામ્યા છે. દશાવ તા. 17-11-2023ના શુક્રવારે તથા બારસ તા. 19-11-2023ના રવિવારે નિવાસસ્થાન મોટી અરલ ખાતે.

સુખપર (તા. ભચાઉ) : જાડેજા જુવાનસિંહ રવુભા (ઉ.વ. 65) તે ખુમાનસિંહ જાડેજાના નાના ભાઇ, સ્વ. બચુભા, સ્વ. હઠુભા, સ્વ. પ્રવીણસિંહ, સ્વ. દાદુભા, સ્વ. ખેંગારજી, સ્વ. કનુભા, સાહેબજીના પિતરાઇ ભાઇ, રામદેવસિંહ, સિદ્ધરાજસિંહના પિતા, ઇન્દ્રસિંહના કાકા, કર્મદીપ, યજ્ઞદીપ, રાજદીપ, દેવેન્દ્રના દાદા તા. 13-11-2023ના અવસાન પામ્યા?છે. ઉત્તરક્રિયા તા. 23-11-2023ના ગુરુવારે નિવાસસ્થાને.

રાપરગઢ (તા. અબડાસા) : અલીમામદ ઇસ્માઇલ તે મ. ભચુ ઇસ્માઇલના ભાઇ, અશરફ, મુબારકના પિતા, સલીમ અબ્બાસ, ઇમરાનના કાકા, મ. લુહાર આમદ સુલેમાન (નાના વાડા), લુહાર અભુભખર અદ્રેમાન (માંડવી)ના સાળા, લુહાર સિધિક, અબ્દુલલતીફ (કોઠારા)ના બનેવી તા. 12-11-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 15-11-2023ના બુધવારે સવારે 10થી 11 મસ્જિદ, રાપરગઢ ખાતે.

મોથાળા (તા. અબડાસા) : મીનાક્ષીબેન (મીનાબેન) (ઉ.વ. 53) તે દિલીપ મોહનલાલ (ધનજી) દૈયાના પત્ની, સ્વ. ડાઈબેન મોહનલાલ (ધનજી) દૈયાના પુત્રવધૂ, સ્વ. મંજુલાબેન, સ્વ. મધુરીબેન મથુરાદાસ  માહિંધર (બિટ્ટાવાળા)ના પુત્રી, ઝીલ, બ્રાહ્મી, મિહિરના માતા,  ઠક્કર કલ્પનાબેન કિશોરભાઈ (નાગપુર), ઠક્કર મીનાબેન (ભાવનાબેન) ભરતભાઈ (મુંદરા), ઠક્કર ભરતભાઈ (વાપી)ના ભાભી, સોનલબેનના જેઠાણી, પાર્થ, મહર્ષિના મોટી મા, મેહુલ, મેઘલ (નાગપુર), નિત્યા (મુંદરા)ના મામી, સ્વ. દામજી ચત્રભુજ, મહેન્દ્ર ચત્રભુજ દૈયાના પોત્રાવહુ, ઠક્કર સરસ્વતીબેન (મૈયાબેન) મોતીરામ (મુલુંડ), ઠક્કર શારદાબેન જેઠાલાલ (દરશડી), સ્વ. કસ્તૂરબેન હરિરામ ઠક્કર (મુલુંડ), ઠક્કર લીલાવતીબેન ભગવાનદાસ (મુલુંડ), સ્વ. ઠક્કર રમાંબેન લવજીભાઈ (ભુજ)ના ભત્રીજાવહુ, સ્વ. જગદીશભાઈ (મથલ), કીર્તિભાઇ (ગાંધીધામ), અજિતભાઈ (ગાંધીધામ)ના બહેન તા. 12-11-2023ના અવસાન પામ્યા છે. બન્ને  પક્ષની પ્રાર્થનાસભા તા. 16-11-2023ના સાંજે 4થી 5 વિઠ્ઠલવાડી, મોથાળા ખાતે.

Janmadin Vishesh Purti

Panchang