• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

અવસાન નોંધ

ભુજ : મૂળ મંજલ (તા. નખત્રાણા)ના ગં.સ્વ. વીરમતીબેન ભાટિયા (ધમાણી) (ઉ.વ. 100) તે સ્વ. વિસનજી ખટાઉના પત્ની, સ્વ. દામજી ચાંપશીં પાલેજા (અરલ)ના પુત્રી, ચત્રભુજ, નરેન્દ્ર, જયેન્દ્ર, કુસુમબેન (યુએસએ)ના માતા, કાશ્મીરા, કલ્પનાના સાસુ, રિદ્ધિના દાદીસાસુ, નિખિલ, પ્રિયા, તુલસી, ભક્તિ, હેત, જીલ, મહેક, પલક, શિવાંશના દાદી તા. 8-11-2023ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 9-11-2023ના ગુરુવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન પ્લોટ નં. 60, ભાનુશાલી નગરથી નીકળશે.

ભુજ : રૂકિયાબાઇ આમદ સમા (ઉ.વ. 56) તે આમદ અબ્બાસ સમાના પત્ની, અબ્દુલકાદીર અબ્બાસ સમા (નિવૃત્ત એસ.ટી.), મહમદરફીક અબ્બાસ સમા (પટેલ ટ્રાવેલ્સના ડ્રાઇવર)ના ભાભી, અયાઝ, ઇમ્તિયાઝ, અનીશા, અફસાનાના માતા, હાજી અબ્દુલ્લા ઓસમાણ સુમરા, જાવેદ યાકુબ રાઠોડ (બેંક ઓફ ઇન્ડિયા)ના સાસુ, સુલેમાન અબ્દુલ્લા સમા, ઇશાક અબ્દુલ્લા સમાના બહેન તા. 8-11-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-11-2023ના શુક્રવારે સવારે 9 વાગ્યે નિવાસસ્થાન મહેરુન ટાઉનશિપ, અંજલિનગર, ભુજ ખાતે.

ભુજ : ગં.સ્વ. કમળાબેન ભગવાનજી ઠક્કર (ઉ.વ. 80) તે સ્વ. ભગવાનજી ત્રિકમજીના પત્ની, અતુલ, સ્વ. બીનાબેનના માતા, રક્ષિત, માનસીના દાદી, જયના નાની, તન્વીબેન, મહેશભાઇ ડુડિયાના સાસુ, ગં.સ્વ. શાન્તાબેન કેશવજી ઠક્કર, ગં.સ્વ. ભચીબેન જવેરલાલ ઠક્કર, ગં.સ્વ. મંગળાબેન શંકરલાલ ઠક્કરના ભાભી, સ્વ. લખમશીભાઇ જીવણદાસ થોભરાણીના પુત્રી, સ્વ. કાશીબેન, સ્વ. અમૃતલાલ, સ્વ. ચંદ્રકાન્ત, સ્વ. સુરેશ, નવીનના બહેન તા. 7-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-11-2023ના ગુરુવારે સાંજે 4થી 5 કતિરા હોલ, વી.ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ભુજ : બીનાબેન (ઉ.વ. 58 ) તે સ્વ. દીપકભાઈ રાઠોડના પત્ની, સ્વ. સુશીલાબેન વિશ્રામભાઈ રાઠોડના પુત્રવધૂ, સ્વ. મંજુલાબેન અમૃતલાલભાઇ પરમારના પુત્રી, કેવલ તથા કાવ્યાના માતા, રાજેશભાઇ, પ્રજ્ઞેશભાઇ, સ્વ. ચંદ્રિકાબેન બિપિનભાઇ અબડા, બીનાબેન નવીનભાઇ મેર, ખેવનાબેન સંજીવભાઇ ચાવડાના ભાભી, લતાબેન, જિજ્ઞાબેનના જેઠાણી, મૈત્રીબેન કેવલભાઇ, ઉમંગભાઇ રમેશભાઇ જોષીના સાસુ, સ્વ. પીયૂષભાઇ, સ્વ. દીપકભાઇના બહેન, કલ્પનાબેન, રેખાબેનના નણંદ, સ્વ. નાનાલાલભાઇ, સ્વ. ભાનુભાઇ, સ્વ. શારદાબેન જેન્તીભાઇ, જયશ્રીબેનના ભત્રીજી, સ્વ. હરિલાલભાઇ વાલજીભાઇ ચૌહાણ (નખત્રાણા), રમેશભાઇ દેવજીભાઇ જોષીના વેવાણ, રિદ્ધિ, કુંજલ, રિતેષ, મંથન, કેશવના મોટીમા, પૂજા, ભક્તિ, જિગરના ફઇ તા. 7-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-11-2023ના સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, રાવલવાડી, ભુજ ખાતે.

ભુજ : નાનાલાલભાઇ (ઉ.વ. 85) તે સ્વ. નારાણજી કલ્યાણજી જોષી (ફરાદી)ના પુત્ર, સ્વ. શિવશંકર રવજી પેથાણી (કોઠારા)ના જમાઇ, વિમળાબેનના પતિ, અશ્વિનભાઇ, મહેશભાઇ, સ્વ. રાજેશભાઇ, શૈલેશભાઇના પિતા, સ્વ. ચંદ્રકાન્ત (બાબભાઇ), સ્વ. જેન્તીલાલ, સ્વ. ભાઇલાલ, સ્વ. ધનસુખલાલ, સ્વ. પ્રભાબેન, સ્વ. રુક્ષ્મણિબન, ગં.સ્વ. કમળાબેન, સ્વ. દમયંતીબેનના ભાઇ, સ્વ. ખરાશંકર, જયાશંકર, કાન્તાબેન, લીલાવંતી (રેખાબેન)ના બનેવી, પ્રતિમાબેન, પુષ્પાબેન, ગં.સ્વ. વાસંતીબેન, ગીતાબેનના સસરા, ન્યુકુમાર, રિંકુ, જીનલ, રિદ્ધિ, સની, અક્ષય, પાર્થ, પ્રિન્સીના દાદા, રાજેશભાઇ બોડા, ભાર્ગવભાઇ માલાણી, નયનભાઇ બોડા, કૃણાલભાઇ, લીનાબેન, રાધિકાબેનના દાદાજીસસરા તા. 8-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-11-2023ના શુક્રવારે સાંજે 4.30થી 6 આર.ટી.ઓ. રાજગોર સમાજવાડી, ભુજ ખાતે.

ગાંધીધામ : ડો. માધવજી નરશી અનમ (ઉ.વ. 80) (હોમિયોપેથી ડોક્ટર) તે સ્વ. લક્ષ્મીબેન નરશી મોનજીના પુત્ર, ભગવતીબેનના પતિ, સ્વ. ડુંગરશીભાઇ (બારદાનવાળા), સ્વ. રાજેશભાઇ, જયંતીભાઇ (બારદાનવાળા-ભુજ), ચંદુબેન વિઠ્ઠલદાસ, સરલાબેન વિનોદભાઇ (નખત્રાણા), વસુબેન જયંતભાઇ (મુલુંડ)ના ભાઇ, પ્રશાંતભાઇ, સોમાલીબેનના પિતા, અનિતાબેનના સસરા, સ્વ. કરશનદાસ હીરજી મજેઠિયાના જમાઇ, મધુભાઇ, લખુભાઇ, પ્રદીપભાઇ, કુમારભાઇ, વિરૂબેન, પૂર્ણિમાબેન, મીનાબેનના બનેવી, પ્રિયાંશ, વૈશ્નવીના દાદા તા. 8-11-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-11-2023ના શુક્રવારે સાંજે 4થી 5 નૂતન લોહાણા મહાજનવાડી, ભારતનગર, ગાંધીધામ ખાતે.

અંજાર : મૂળ ખંભરાના કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) ગં.સ્વ. બચુબેન દયારામભાઈ ટાંક (ઉ.વ. 92) તે સ્વ. દયારામભાઈ કુંવરજીભાઈ ટાંકના પત્ની, સ્વ. ગોપાલભાઈ, સ્વ. અમરશીભાઈ, સ્વ. હીરજીભાઈના ભાઈના પત્ની, દિલીપભાઈ, લીલાધરભાઈ (બ્લોકવાળા), પ્રભુલાલભાઈ (બાબુભાઈ), પ્રવીણભાઈ, ખુશાલભાઈ, સ્વ. ગૌરીબેન, પ્રવીણાબેન (શાંતિબેન)ના માતા, જયાબેન, રમાબેન, પુષ્પાબેન, ઉષાબેન, શારદાબેનના સાસુ, સ્વ. પાચીબેન પ્રેમજીભાઈ સોલંકીના પુત્રી, સ્વ. જીવરામભાઇ, સ્વ. પરસોત્તમભાઇ, સ્વ. ભાણજીભાઇ, સ્વ. નરાસિંહભાઈ, સ્વ. ધરમશીભાઈ, સ્વ. સાકરબેન, સ્વ. પાનીબેન, કાંતાબેન (જયપુર)ના બહેન, પ્રવીણભાઈ, સ્વ. ખેતશીભાઈના સાસુ, જયેશ, મનીષ, આશિષ, પ્રતીક, ભાવિક, માધવ, અનિતા, સુધા, શ્રુતિ, અંજલિ, તૃપ્તિના દાદી, શિવાય, સોહમ, નિકુંજ, રોહિત, કૌશલના પરદાદી, હેમાબેન, નેહાબેન, નમ્રતાબેનના દાદીસાસુ, તા. 7-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા ભાઇઓ-બહેનોની સાથે તા. 9-11-2023ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજ ભવન, અંજાર ખાતે.

અંજાર : અશોકભાઇ જટાશંકર મહેતા (કાયસ્થ) (ઉ.વ. 76) તે સ્વ. પોરીબેન, ચંપાબેન, સ્વં. રંજનબેન, સ્વ. નરાસિંહભાઈ, સ્વ. જનકભાઇ, પ્રભાબેન મહેતાના ભાઇ તા. 8-11-2023ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી.

માંડવી : વનિતાબેન પ્રાણલાલ ઓધવાણી (ઉ.વ. 67) તે પ્રાણલાલભાઇના પત્ની, સ્વ. નાઢુંબેન મોહનલાલના પુત્રવધૂ, ગં.સ્વ. દક્ષાબેન, હિતેષ, અર્ચના, હિરેનના માતા, દીપાબેન, દિવ્યાબેન, સ્વ. કમલેશભાઇ, ડીમલભાઇના સાસુ, લક્ષ્મીચંદભાઇ, દિનેશભાઇ, કાન્તિભાઇ, સ્વ. ભરતભાઇ, વિનોદભાઇ, જિતેશભાઇ, જિજ્ઞેશભાઇ, કમળાબેન, હેમલતાબેન, ઇલાબેનના ભાભી, સ્વ. મુક્તાબેન જગજીવનના પુત્રી, ખુશાલભાઇ, સ્વ. રમેશભાઇ, સ્વ. મનસુખભાઇ, દિનેશભાઇ, સ્વ. રમાબેનના બહેન, વિશ્વા, માહી, મિથિલ, આરવના દાદી, હર્ષિત, દિવ્યા, દક્ષના નાની, મિત, અયાંશ, અર્થવના પરનાની, નિમિષાના નાનીસાસુ તા. 7-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-11-2023ના ગુરુવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી ખાતે.

માધાપર (તા. ભુજ) : રાજગોર ધીરજલાલ કાનજી વ્યાસ (ઉ.વ. 90) (ભુજ સ્વામિનારાયણ મંદિરવાળા) તે ચંપાબેનના પતિ, સ્વ. મોંઘીબેન કાનજી વ્યાસના પુત્ર, સ્વ. કસ્તૂરબેન પ્રભાશંકર જોશી (કોઠારા)ના જમાઇ, હસ્વિનીબેન, સ્વ. રશ્મિબેન, સ્વ. નરેશ, મેહુલના પિતા તા. 8-11-2023ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 9-11-2023ના ગુરુવારે સવારે  9 વાગ્યે નિવાસસ્થાન બાપા દયાળુ નગર, ઓમકારેશ્વર મંદિરની બાજુમાં, માધાપરથી ભુજ શાંતિનગર સરપટનાકા બહાર રાજગોર સ્મશાનગૃહે જશે. 

માધાપર (તા. ભુજ) : મૂળ પદ્ધરના રંજનબેન શિવલાલભાઈ પીનારા (ઉ.વ. 63) તે સ્વ. શિવલાલભાઈ હરજીભાઈના પત્ની, સ્વ. અમૃતબેન હરજીભાઈના પુત્રવધૂ, સ્વ. મંજુલાબેન અનંતરાય ગરવલિયા (તેરા)ના પુત્રી, ચંપાબેન, સ્વ. વનિતાબેન અશોકકુમાર જોલાપ્રા, જગદીશભાઈ, વિજયાબેન જયેશભાઈ ગરવલિયા, નટવરલાલ, મનસુખભાઈ, બકુલભાઈ, કલ્પનાબેનના ભાભી, પ્રવિણાબેનના જેઠાણી, સ્વ. રાજુભાઈ, મયૂરભાઈ, જયાબેન (મુંબઈ), મધુબેન (નવાવાસ), મીનાબેન (માધાપર)ના બહેન, કવિતાબેન ગિરીશભાઈ અડીએચા, વિપ્પલબેન રશ્મિનકુમાર સીતાપરા, મિત્તલબેન વિજયકુમાર દહીંસરિયા, યોગેશના માતા, ગાયત્રીના સાસુ, નીકિતા, કિશન, નિરાલી, નીલેશ, ખુશી, અંકિત, ઓમના મોટીમા, પ્રયાગના દાદી, નિમિષા મનીષકુમાર બકરાણિયા, કાજલ, હિરેનના મામી, પ્રિયાંશી, પલક, મોહિત, હિરલ, માન્યના નાની તા. 7-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-11-2023ના ગુરુવારે સાંજે 4થી 5 સોરઠિયા સમાજવાડી, ગાયત્રી મંદિરની બાજુમાં, માધાપર ખાતે.

 ગળપાદર (તા. ગાંધીધામ) : રાધાકાન્ત શાલિગ્રામ શર્મા (નિવૃત્ત  રેલવે કર્મચારી) (ઉ.વ. 64) તે  ગં.સ્વ. રૂકમણિદેવીના પતિ, સૂર્યકાન્ત, શ્વેતા શર્માના પિતા, હેમંત શર્માના જમાઈ, વિજયકાન્ત, લક્ષ્મીકાંત ભારદ્વાજ, લતા શર્માના ભાઈ, રવિકાંતના કાકા અવસાન પામ્યા છે. ઉઠમણુ તા. 10-11-2023ના શુક્રવારે સાંજે 4થી 6 મકાન નં. 148/એ, ભવાનીનગર ખાતે.

સિનુગ્રા (તા. અંજાર) : મૂળ નાની ખેડોઈના લગધીરસિંહ સરવૈયા (ઉ.વ. 39) તે જસુભા રણછોડજી સરવૈયાના પુત્ર, સ્વ. મોહનાસિંહ, સ્વ. પ્રવીણાસિંહ, મંગલાસિંહ, નિરમલાસિંહના ભત્રીજા, ભૂપેન્દ્રાસિંહ, તગધીરાસિંહ, રવિરાજાસિંહ, યુવરાજાસિંહ, નિત્યરાજાસિંહ, હરેન્દ્રાસિંહ, યશપાલાસિંહના મોટાભાઈ, નમ્રતાબા, દિવ્યાબા અને પૂર્વરાજાસિંહના પિતા તા. 7-11-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-11-2023ના શુક્રવારે સાંજે 4થી 5 કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી ખાતે.

ધાવડા મોટા (તા. નખત્રાણા) : કડવા પાટીદાર ડાઇબેન રૂડાભાઈ પોકાર (ઉ.વ. 93) તે સ્વ. રૂડાભાઈ નાનજીભાઈના પત્ની, નથુરામભાઈ (બેલગાવ), રતનશીભાઈ (તુમકુર), ગાવિંદભાઈ (બેલગાવ), વસંતભાઈ (ધાવડા મોટા), લીલાબેન (જોરાવરનગર) તથા મંગળાબેન (છોટા ઉદેપુર)ના માતા તા. 8-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 10-11-2023ના સવારે 8થી 11 પોકાર પરિવારના હોલ ધાવડા મોટા ખાતે.

રસલિયા (તા. નખત્રાણા) : કડવા પાટીદાર મગનલાલ જીવરાજભાઇ સાંખલા (ઉ.વ. 65) તે સ્વ. જીવરાજ માંડણના પુત્ર, શાંતાબેનના પતિ, શાંતિલાલ, મીનાબેન સુનીલભાઇ પોકાર (જામનગર), પ્રિયાબેન સુરેશભાઇ રામાણી (લક્ષ્મીપર), પ્રતિક્ષાબેન પરેશભાઇ રંગાણી (ઘડાણી), વૈશાલીબેન મહેન્દ્રભાઇ નાકરાણી (નેત્રા), લક્ષ્મીબેન નીલેશભાઇ વાસાણી (અમદાવાદ)ના પિતા, સાંચીના દાદા, રામજી નાગજી પજવાણી (લક્ષ્મીપર-નેત્રા)ના જમાઇ તા. 7-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 9-11-2023ના ગુરુવારે સવારે 9થી 10 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, રસલિયા ખાતે.

વ્યાર (તા. નખત્રાણા) : નાનબાઇ મૂરજી ભદ્રુ (ઉ.વ. 92) તે મૂરજી પેથાના પત્ની, ખીમજીભાઇ, ભચીબેન નરેશ ગોરડિયા (અરલ)ના માતા, આચાર પેથાભાઇના ભાભી, નારાણ આચાર, વેલજી આચાર, મઘીબાઇ દિનેશ ગોરડિયા (ઇન્દિરા આવાસ વિરાણી)ના મોટીમા, સ્વ. ખમુ મૂરા મેરિયા (જડોદર-કો.)ના બહેન, ભીમજી, કાનજીના ફઇ, હરેશ, ગોપાલ, દિનેશ, કિરીટ, હંસાબેનના દાદી તા. 7-11-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા. 10-11-2023ના સાંજે અને તા. 11-11-2023ના મંગળવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન વ્યાર ખાતે.

વરાડિયા (તા. અબડાસા) : હંસાબેન દેવજીભાઈ સીજુ (ઉ.વ. 40) તે સ્વ.  હીરબાઇ દેવજીભાઇના પુત્રી, વાલજીભાઈ દેવજીભાઈ, ગાવિંદભાઈ દેવજીભાઈ, બુચિયા પુરબાઈ ધનજીભાઈ (વડવા કાંયા), બુચિયા માનબાઈ કાનજીભાઈ (કુકડાઉ-નલિયા), પરગડુ સોનબાઇ દેવશીભાઇ (નેત્રા), ભધ્રુ કાંતાબેન ધનજીભાઈ (કોટડા-જ.)ના બહેન, સીજુ શંકરભાઈ આચારભાઈ, સીજુ રામજીભાઈ આચારભાઇ, સીજુ રામજીભાઈ વેલજીભાઈના ભત્રીજી, પરેશ, કિશોર, અક્ષય, હિના, અલ્પાના ફઈ તા. 8-11-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા. 10-11-2023ના શુક્રવારે સાંજે અને તા. 11-11-2023ના શનિવારે સવારે 6.15 વાગ્યે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને વરાડિયા ખાતે.

મોટા કરોડિયા (તા. અબડાસા) : યશ્વીબેન કલ્યાણ ગઢવી (ઉ.વ. 11) તે કલ્યાણ કરશન (અભાણી) અને સાવેત્રીબેનના પુત્રી, કરશન (બુધિયા) હાજા ગઢવી (અભાણી), કમશ્રીબેનના પૌત્રી, હાસબાઇ અને સ્વ. ડાયા રામ કારાણીના દોહિત્રી, હરિ ડાયા કારાણીના ભાણેજી તા. 8-11-2023ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મોટા કરોડિયા ખાતે.

ઇકબાલગઢ (પાલનપુર) : મૂળ વરસામેડીના રમણીકભાઇ મીઠુભાઇ દુધૈયા (ઉ.વ. 82) તે સ્વ. દેવુબા મીઠુભાઇ દુધૈયાના પુત્ર, મંજુલાબેનના પતિ, સ્વ. શામજીભાઇ, સ્વ. વાલજીભાઇ, સ્વ. જેઠાલાલભાઇ, દયાબેન કેશવલાલ સંખલપુરા (અંજાર), ગં.સ્વ. હીરાબેન કિશોરભાઇ પિનારા (દેશલપર)ના ભાઇ, હંસાબેન નીલેશકુમાર પિનારા, કલ્પનાબેન દિપીનકુમાર દહીસરિયા, ડિમ્પલ નિશાંતકુમાર જોલાપરા, દીપકભાઇ, આનંદભાઇના પિતા, મોનિકાબેન, સપનાબેનના સસરા, સ્વ. રાજુબેન ચૂનીલાલભાઇ વડગામા (નાગ્રેચા)ના જમાઇ, નિર્વિત, કેશ્વીના દાદા તા. 8-11-2023ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9-11-2023ના ગુરુવારે બપોરે 3થી 4 નિવાસસ્થાન ઇકબાલગઢ (પંચવટી) ખાતે.

જામનગર : મૂળ અંજારના નીલેશભાઈ શિવલાલ પંડ્યા (ઉ.વ. 59) તે ચેતનાબેનના પતિ, સ્વ. સુશીલાબેન શિવલાલ પંડ્યાના પુત્ર, સ્વ. મંજુલાબેન  દિલસુખરાય ઉપાધ્યાય (માધાપર-કચ્છ)ના જમાઈ,  સ્વ. કમળાબેન જયંતીલાલ  પંડ્યાના ભત્રીજા, વસંતભાઈ ઠાકર, કનૈયાભાઈ ઠાકર, સ્વ. સાવિત્રીબેન, પુષ્પાબેન જોષીના ભાણેજ, સ્વ. હંસાબેન, સ્વ. મુકુંદભાઈ, જ્યોત્સનાબેન, સ્વ. પ્રદીપભાઈ, સ્વ. અશોકભાઈના ભાઈ, મધુબેન, પ્રેમિલાબેન પંડ્યાના દિયર, ભરતભાઈ મોહનભાઈ પંડ્યાના સાળા, સ્વ. સંજયભાઈ, શીતલબેન, વિપુલભાઈ, મયૂરભાઈ, તપનભાઈ, પ્રતીકભાઇના કાકા, ધૃતીબેન, ડોલીબેનનાના કાકાજી, વૈભવભાઈ, મૌલિકભાઈના મામા, દક્ષાબેન હસમુખભાઈ પંડ્યા (અંજાર), નીતાબેન રાજુભાઈ જોષી (કોટડા), પ્રજ્ઞાબેન રાજેશભાઈ ઠાકર (અંજાર), પલ્લવીબેન મનીષકુમાર ચૌહાણ (માધાપર)ના બનેવી તા. 2-11-2023ના અવસાન પામ્યા છે.

સાંગલી (મહારાષ્ટ્ર) : મૂળ વિંઝાણના કચ્છી લોહાણા હરીશ મોતીરામ ઠક્કર (ઉ.વ. 62) તે સ્વ. પુષ્પા મોતીરામના મોટા પુત્ર, હેમલતાબેનના પતિ, ચંદ્રાબેન ગોવિંદજી નરમના જમાઇ, યોગેશ, નીમા (નિશા)ના મોટા ભાઇ, ઉર્વશીના જેઠ, આલોક, મોનિકાના પિતા, ટ્વિશાના મોટાબાપા, ભાગ્યશ્રી, ચૈતન્યના સસરા તા. 7-11-2023ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.

Janmadin Vishesh Purti

Panchang