• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

ભુજ : તૈયાણી (જુણેજા) ભચીબાઇ (ઉ.વ. 80) તે ડો. અદ્રેમાનના પત્ની, મહમદ, હનીફ માસ્તર, મ. અનવરના માતા, જુણેજા મુબારક ઇસ્માઇલ, ઉન્નડ નૂરમામદ બાવલા, ઉન્નડ અબ્દુલ ઓસમાણના સાસુ, આરીફ, સોયબના દાદી, જુણેજા અબ્દુલ કરીમ, જુણેજા મહમદ હુશેન, જુણેજા મહમદ સિધિક (મુસ્લિમ અગ્રણી)ના મામી, જુણેજા અલીમામદ, આધમ, ગની, અભુભખર, સુલેમાનના માસી તા. 15-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-9-2023ના રવિવારે સવારે 10 વાગ્યે ફરીદ મેમની મસ્જિદ, મુસ્કાન નગર, ખારસરા ગ્રાઉન્ડ પાસે, ભુજ ખાતે.

અંજાર : મૂળ માંડવીના નવીનચંદ્ર ચમનલાલ દવે તે હિતેશ, અલ્પેશ, હેમલના પિતા, સુમિત્રાબેનના પતિ, આરતી અલ્પેશ દવે, ક્રિષ્ના હેમલ દવેના સસરા, શિવમ, વિશ્વા, હેત્વી, કુશના દાદા, તા. 15-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-09-2023ના સાંજે 4થી 5 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.

અંજાર : પ્રજાપતિ જેન્તીલાલ (ઉ.વ. 62) (અંજાર નગરપાલિકાના નિવૃત્ત કર્મચારી) તે સ્વ. લાસીબેન અને સ્વ. તેજાભાઇ ભીમાભાઇ મીઠાવાયાના પુત્ર, ગવરીબેન (ધનલક્ષ્મીબેન)ના પતિ, કિશન અને સ્વ. જિજ્ઞાના પિતા, દિવ્યાના દાદા, શિવજીભાઇ (મુંબઇ), શાંતિબેન વિનોદભાઇ થરાદરા (આણંદ)ના નાના ભાઇ, ગંગાબેનના દિયર, દીપક, રમીલાના કાકા, સ્વ. કાશીબેન, દેવજીભાઇ લાખાભાઇ ઝંઝવાડિયાના જમાઇ, ભરતભાઇ, હરીશભાઇ, કિશોરભાઇ, પાર્વતીબેન રતનશીભાઇ નાથાણી (માંડવી), ગં.સ્વ. પુષ્પાબેન અમરશીભાઇ હમીપરા, દમયંતીબેન મહેશભાઇ ઓઝાના બનેવી, દિનેશભાઇ શિનાળા (માંડવી)ના વેવાઇ, બંસીના સસરા તા. 14-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-9- 2023ના સોમવારે સાંજે 5થી 6 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

નખત્રાણા (મફતનગર) : પિંજારા ઇસ્માઇલ જુસબ (રોહાવાળા) (ઉ.વ. 80) તે મુસાના પિતા, હુશેન (ટોડિયા)ના ભાઇ, સિકંદર, ભીલાલ (નખત્રાણા)ના સસરા તા. 15-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 18-9-2023ના સોમવારે સવારે 11 વાગ્યે જમાતખાના, મફતનગર, નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : ખીમજીભાઇ મેઘજી આયડી (ઉ.વ. 85) તે સ્વ. મેઘજી ટાયાના પત્ની, સ્વ. ગાંગજી, નારાણના માતા, સ્વ. કાનજી, હીરજીના ભાભી, ચંદુલાલ, કિશન, રમીલા, જ્યોતિ, પરેશ, ભરત, સાનાના દાદી, ધનબાઇ, જીવાબાઇના સાસુ તા. 15-9-2023ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા (દિયાળો) તા. 17-9-2023ના રવિવારે આગરી, તા. 18-9-2023ના સોમવારે પાણીઢોળ નિવાસસ્થાન માધાપર ખાતે.

ઝુરા (તા. ભુજ) : લીલબાઈ રતનશી (ફકુબાપા) ભચાભાઈ ભાનુશાલી (ઉં.વ. 100) તે સ્વ. રતનશી ભચાભાઈ મીઠિયાના પત્ની, અરાવિંદભાઈ, જિતેન્દ્રભાઈ, સંતુબેન મુરજી ગજરા (નિરોણા), ગં.સ્વ. લક્ષ્મીબેન મોહનલાલ ભદ્રા (લોરિયા હનુમાનનગર), રૂક્ષ્મણિબેન વાલજીભાઈ વડોર (ઝુરા), સ્વ. નિર્મળાબેન નરોત્તમભાઈ ભદ્રા (લોરિયા હનુમાનનગર), નર્મદાબેન વાલજીભાઈ ભદ્રા (ભુજ)ના માતા, લક્ષ્મીદાસ લીલાધર વડોરના કાકી, વાલજી મોહનજી, હરિલાલ મોહનજી, કાંતિલાલ મોહનજીના મોટી મા, શિવાનંદ, કાંતિલાલ, શીલાબેન, પૂજા, હિના, આકાશ, મીતના દાદી,  ઓમ, વ્યોમા, આરોહીના પરદાદી, સ્વ. વેલજીભાઇ પ્રાગજીભાઈ ભદ્રા (લોરિયા હાલે માનકૂવા)ના પુત્રી તા. 15-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17-9-2023ના રવિવારે સવારે 9થી 5 ભાનુશાલી કોમ્યુનિટી હોલમાં.

સુખપર (તા. ભુજ) : મૂળ ટાંકણાસરના જત મરિયાબાઇ મામદ (ઉ.વ. 85) તે મ. મામદ ઉકેળાના પત્ની, ઇબ્રાહિમ, મીઠુ, હસન, આચાર, સુમાર, ઉમરના માતા, રમજુ લતીફ, જાકબ જુસબના મોટી મા, આરબ નાથા (જતવાંઢ)ના ફઇ, ઓસમાણ, કાસમ, અલીના દાદી તા. 14-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-9-2023ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન કલ્યાણપર રોડ, સુખપર ખાતે.

ગુંદિયાળી શેખાઇબાગ / મસ્કા (તા. માંડવી) : ગં.સ્વ. ગોદાવરીબેન (ઉ.વ. 69) તે સ્વ. નારાણજી વાગજી વ્યાસના પત્ની, દમયંતીબેન, મધુબેન, ચેતનભાઇ (ચેતન મારાજ - ખુશી ટ્રેડર્સ-અંજાર), ગિરીશભાઇના માતા, પુષ્પાબેન, ક્રિષ્નાબેન, જયેશભાઇ માલાણી (ભુજ), હસમુખભાઇ શિણાઇ (બિદડા)ના સાસુ, સ્વ. શંભુલાલ ધનજીભાઇ, હીરાલાલભાઇ, સ્વ. ભચીબાઇ કાનજી નાથાણી (મસ્કા), સ્વ. રાધાબેન નરશી નાથાણી (મસ્કા)ના ભાભી, સાવિત્રીબેન, પ્રભાબેનના જેઠાણી, દિલીપભાઇ, પ્રકાશભાઇ, કાન્તિભાઇ, વનિતાબેન અશ્વિનભાઇ ખીમાણી (મસ્કા), પરેશભાઇ, આનંદભાઇ, અરુણાબેન  નિખિલભાઇ માકાણી, જિજ્ઞાબેન આશિષભાઇ મોતાના કાકી, ધનલક્ષ્મીબેન, ડિમ્પલબેન, બિંદિયાબેન, લતાબેન, રમીલાબેનના કાકીસાસુ, રીજલ, ખુશી, અનિલ, શ્રેયા, યશના દાદી, જાનવીબેન રીજલના દાદીસાસુ, સ્વ. રાધાબેન નાનજી મોતા (મસ્કા)ના પુત્રી, સ્વ. પ્રેમજી, ભગવાનજી, પાર્વતીબેન, પ્રભાબેનના બહેન તા. 14-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 17-9-2023ના બપોરે 3થી 6 શેખાઇબાગ રાજગોર સમાજવાડી, ગુંદિયાળી ખાતે અને એ જ દિવસે બપોરે 2થી 5 રાજગોર ભવાનજી નાનજી ભટીયાવાડી, મસ્કા ખાતે.

ધોકડા (તા. માંડવી) : જાડેજા પથુભા નરસંગજી (ઉ.વ. 73) તે રવુભા, ગમુભા નરસંગજીના મોટા ભાઇ, સ્વ. રઘુભા, રામદેવસિંહ, અશ્વિનસિંહ, ધર્મેન્દ્રસિંહના પિતા, જિતેન્દ્રસિંહ, હરપાલસિંહ, વિક્રમસિંહ, હસમુખસિંહ, જગદીશસિંહ કનુભાના મોટાબાપુ, સ્વ. કનુભા પ્રભાતસંગના કાકાઇ ભાઇ તા. 15-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી રાજપૂત (ક્ષત્રિય) સમાજવાડી, ધોકડા ખાતે.

વિંઝાણ (તા. અબડાસા) : કુંભાર હારુન આમધ (ઉ.વ. 71) તે ઇસ્માઇલ, કાસમના પિતા, મ. હાસમ, મ. દાઉદ, મામદના ભાઇ, અલીમામદ હાસમ, હાજી જુસબ દાઉદ, લતીફ મામદના કાકા, ઉમર ઇશાક, ઇસ્માઇલ અબ્દુલા, સતાર મામદ, અકબર સિધિકના સસરા તા. 13-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-9-2023ના શનિવારે સવારે 10.30 વાગ્યે કુંભાર મસ્જિદ, વિંઝાણ ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang