ભુજ : હંસાબેન હરસુખભાઇ રાઠોડ (ઉ.વ. 74) તે હરસુખભાઇ રામજીભાઇ રાઠોડ (નિવૃત્ત આકાશવાણી)ના પત્ની, સ્વ. જમનાબેન / રમાબેન રામજીભાઇના પુત્રવધૂ, સ્વ. જીવકુંવરબેન હિંમતસિંહ પરમારના પુત્રી, મીનાબેન વિનોદ રાઠોડ, ગીતાબેન પ્રદીપ ડુડિયા, આશાબેન ભરતભાઇ રાઠોડ, જયેશના માતા, નમ્રતાબેન જયેશભાઇ રાઠોડના સાસુ, સ્વ. વિશ્રામ, હેમેન્દ્ર, વિનોદ, દિનેશ, મુકેશ, રંજન, રેખાના ભાભી, હરસુતાબેનના દેરાણી, જયશ્રી, માયાબેન, માયાબેન, ધીરજબેનના જેઠાણી, હરિસિંહ પરમાર, સ્વ. ગુલાબબેન વાલજી સોલંકી, નંદાબેન મૂળજી ચૌહાણ, સ્વ. શાંતાબેન શાંતિલાલ રાજ, સ્વ. મંજુલાબેન હરસુખભાઇ ગોહિલના બહેન, કુસુમ હરિસિંહ પરમારના નણંદ, સ્નેહના દાદી, હર્ષ, શિવાની, નિરાલી, મીતના નાની, આંશી, સમર, વૃતાંશીના પરનાની તા. 8-9-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-9-2023ના સોમવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, નવી રાવલવાડી, ભુજ ખાતે.
આદિપુર : વિરબાઇ ગોરડિયા (ઉ.વ. 95) તે સ્વ. આત્મારામ વાલજી ગોરડિયાના પત્ની, ધનજીભાઇ, દાનજીભાઇ, પરમાબાઇ દેવજી સિજુ (ભુજોડી), ભમીબાઇ દેવજી બુચિયા (ભારાસર), લક્ષ્મીબેન નાનજી ખરેટ (ભુજોડી)ના માતા, ગોપાલભાઇ હરિલાલ, રતિલાલ, મઘીબેન અમીચંદ સંજોટ (ભુજોડી)ના માસી અને કાકી, દિનેશ, કનૈયાલાલ, સુરેશ, ભરત, લક્ષ્મણ, મનીષ, દીપક, હિતેષ, સુનીલ, રાજેશ, પ્રકાશ, મેહુલ, ગીતાબેન મોહન લેઉવા (સરલી), અમૃતાબેન લક્ષ્મણ બુચિયા (રામપર), જયાબેન નીલેશ બડગા (બળદિયા), મંજુલાબેન સામજી સંજોટ (કોટાય), હેમલતાબેન અરવિંદ લેઉવા (સરલી), સુનિતાબેન હરેશ સંજોટ (બિદડા), પૂર્વીના દાદી, સ્વ. કાનબાઇ પાંચા ગોરડિયા (અંજાર), સ્વ. જીવાબાઇ સુમાર વારસુર (સુંદરપુરી), સ્વ. જીઠીબાઇ ટાભા ગોરડિયા (આદિપુર), સ્વ. સતીબાઇ દેવજી બળિયા (ભુજ), કે. કે. વણકર, બેચર ખીમા લોંચા (કુકમા)ના બહેન, ઉમાબેન, કેસરબેન, ભચીબેન, હંસાબેન, સામાબેનના સાસુ, દિશા, ગીતા, હેત્વી, ધૈર્ય, દક્ષ, પહેલ, શ્રદ્ધા, અંશ, પ્રિશાના પડદાદી તા. 8-9-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા આગરી તા. 11-9-2023ના સોમવારે અને ઘડાઢોળ (પાણી) તા. 12-9-2023ના મંગળવારે નિવાસસ્થાને વન-એ સોસાયટી, આદિપુર ખાતે.
કિડાણા (તા. ગાંધીધામ) : મૂળ લાખોદના કેશરબાઈ દેવજીભાઈ મહેશ્વરી (માંગલિયા) (ઉ.વ. 87) તે સ્વ. દેવજીભાઈ સુમારભાઈના પત્ની, સ્વ. હાંસબાઈ, સ્વ. લાલજી, સ્વ. ખીમજી, ખેરાજ, સ્વ. અર્જુન, સ્વ. મોહનના માતા, સ્વ. હીરજીભાઈ લખુભાઈના સાસુ, દામજી, થાવરના ભાભી, ગાવિંદ, રમેશ, જગદીશ, કિશોર, દિનેશ, નવીન, વિનોદ, દીપક, શંકરના દાદી તા. 8-9-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા નિવાસસ્થાન એકતાનગર, કિડાણા ખાતે પૂર્ણ થઇ ગઇ છે.
મોટા લાયજા (તા. માંડવી) : મૂળ નાની સાભરાઈના રાધીકાબેન ગઢવી (ગંઢ) (ઉ.વ. 8) તે હાંસબાઇ અને નારાણ વિશ્રામના પુત્રી, ઉદિત, હેમાંશીના બહેન, દેવલબેન વિશ્રામ આશારિયાના પૌત્રી તા. 9-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મોટા લાયજા ગામે આવેલા ઘોડાનગર વિસ્તાર ખાતે તા. 9-9 શનિવારથી તા. 11-9-2023 સોમવાર સુધી ત્રણ દિવસ.
વેડહાર મોટી (તા. નખત્રાણા) : સોઢા ગંગાબા ચંદનાસિંહ (ઉ.વ. 78) તે સવાઈસિંહ, ચંદનાસિંહના મોટા બહેન, સ્વ. ખતાસિંહ ઇજતાસિંહ અને શંભાસિંહના કાકાઈ બહેન, સવાઈસિંહ, નવુભા, દિલીપાસિંહ, વિક્રમાસિંહ, પ્રવિણાસિંહ, દાનાસિંહ, જુવાનાસિંહ, લક્ષમણાસિંહ, દશરથાસિંહના ફૈઇ, શંકરાસિંહ, બહાદુરાસિંહ, હર્ષરાજાસિંહ, નવુભા, માન્યરાજાસિંહ, હકુમતાસિંહ, દિવ્યરાજના મોટા ફૈઇ તા. 9-9-2023ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન વેડહાર મોટી ખાતે.
કોટડા-રોહા (તા. નખત્રાણા) : જત સમીર (ભલુ) રમજાન (ઉ.વ. 20) તે જત ઇલિયાસના પૌત્ર, મ. ઇશાક, કાસમ, હાસમના ભત્રીજા તા. 9-9-2023ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-9-2023ના સોમવારે સવારે 10થી 11 નિવાસસ્થાને મફતનગર, કોટડા-રોહા ખાતે.
ખારોઇ (તા. ભચાઉ) : મેધાબેન લોચા (ઉ.વ. 79) તે દેવજીભાઇના પત્ની, ગોરધન, જીવાબેન, ભચીબેન, ભાવનાબેન, પુષ્પાબેનના માતા, અરજન દાના મસાણિયા (વરનોરા), હીરા મુરા પાયણ (કુકમા), બાબુ અરજણ બડગા (બળદિયા), દેવન વસતા કોચરાણી (આદિપુર), મંજુલાબેન ગોરધનના સાસુ, લખીબેન ભચુ બુચિયા (શિરાચા), ભચા રાજા, રવજી ખેતા, થાવર વેરશીના ભાભી, સ્વ. ઉગાભાઇ ભીમાભાઇ, દેવશી ભીમાના નાના ભાઇના પત્ની, દેવજી અને કેશવજીના ભાભી, મનજીભાઇ લોચા (ચેરમેન, ખારોઈ ગ્રામ પંચાયત), કમલભાઇ, મણિલાલના કાકી, મહેન્દ્રભાઇ, પાલાભાઇ, ધરમશી, દિનેશભાઇના મોટીમા, સ્વ. ઉમરાભાઇ ખેતાભાઇ બુચિયા (મિરજાપર), આલાભાઇ, સવાભાઇના મોટા બહેન, અરજણભાઇ, ખીમજીભાઇ, હીરજીભાઇના ફઇ, મનીષા, હેતના દાદી તા. 9-9-2023ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (દિયાડો) તા. 16-9-2023ના સાંજે આગરી અને તા. 17-9-2023ના સવારે પાણીયારો (ઘડાઢોળ) વણકરવાસ, ખારોઇ ખાતે.
ગેડી (તા. રાપર) : હાલ દિલ્હી વસતા પોપટભાઈ ગોપાલજીભાઈ ગણાત્રા (ઉ.વ. 92) સ્વ. ડાહીબેન ગોપાલજીભાઈ ગાંગજીભાઈ ગણાત્રાના પુત્ર, સ્વ. શાંતાબેનના પતિ, સ્વ. રાધાબેન માધવજીભાઈ મીરાણી (સુદરોસણ), સ્વ. શાંતાબેન પ્રભુરામભાઈ પૂજારા (મોડા), સ્વ. માધવલાલ ગોપાલજીભાઈ ગણાત્રા (ગાંધીધામ), હિંમતભાઈ ગોપાલજીભાઈ ગણાત્રા (પાટણ), ગાવિંદભાઈ ગોપાલજી ભાઈ ગણાત્રા (ગાંધીધામ)ના મોટા ભાઈ, ગુણવંતભાઈ પોપટભાઈ ગણાત્રા (ગાંધીધામ), રસિકભાઈ પોપટભાઈ ગણાત્રા (દિલ્હી), જયાબેન કરમશીભાઈ રાજદે (ગાંધીધામ), કમલાબેન કનૈયાલાલ સોનઘેલા (ગાંધીધામ), નયનાબેન સુરેશકુમાર કોટક (વિરમગામ)ના પિતા, સ્વ. વજીબેન વાલજીભાઈ પાનાચંદભાઈ પૂજારા (મોડા)ના જમાઈ, ધનગૌરીબેન મંગલજીભાઈ તન્ના (મહેસાણા), ચંપાબેન ઠાકરશીભાઈ રાજદે (દિયોદર)ના બનેવી અવસાન પામ્યા છે.
મુંદરા : સોતા મામદ અલીમામદ (ઉ.વ.50) તે નારેજા સુલેમાન, અલીમામદ, સિધીક, ગની અને મીઠુના ભાણેજ, મૌલાના સોતા હાજી રફીક (ભુજ)ના ભાઇ તા. 7-9-2023ના અવસાન પામ્યા છે.
કુકમા (તા. ભુજ) : વારોદ અબ્દુલ સીધીક (ઉ.વ.43) તે વારોદ સીધીક વાળાવાળાનો પુત્ર, સલીમ, સિકંદર, સીધીક, અકબરના મોટા ભાઇ, ત્રાયા સુમાર (ઉર્ફે નાના), હુસેન (હબાય)ના ભાણેજ, હોડા હાજી ઇબ્રાહીમ (મોખાણા)ના જમાઇ તા. 8-9-2023ના અવસાન પામ્યા છે. જિયારત તા. 10-9-2023ના રવિવારે સવારે 10થી 11 નિવાસસ્થાને નવાવાસ ઇદગાહની બાજુમાં કુકમા ખાતે.
મમાયમોરા (તા. માંડવી) : ગોમતીબેન પ્રેમજી મનજી પારસિયા (ઉ.વ.80) તે પ્રેમજી મનજી પારસિયાના પત્ની, ભરત, રાજેશ, મિનાક્ષી જેન્તીલાલ (બિદડા), લીલાબેન ચંદુલાલ (પલીવાડ)ના માતા, સ્વ. લાલજી પ્રેમજી ધોળુ (લુડવા)ની પુત્રી, સ્વ. ધનજીભાઇ, સ્વ. કરશનભાઇના નનાના ભાઇની પત્ની, સ્વ. વાલાબાઇ (લુડવા), સ્વ. કાંતાબેનના ભાભી, મિત, વાત્સલ્ય, વિહાનના દાદી, હેમલતા, વર્ષાના સાસુ તા. 9-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી તા. 10-9-2023ના સનાતન પાટીદાર સમાજવાડીમાં સવારે 8થી 11 અને 3થી 5 રાખેલ છે.
મોટા ભાડિયા (તા. માંડવી) : ચવાણ સકીનાબાઇ ઇસ્માઇલ ઉર્ફે બાબુ (ઉ.વ.70) તે જુસબ, અદ્રેમાન, મ. સરીફાબાઇ અને શેરબાનુબાઇના માતા તા. 9-9-2023ના અવસાન પામ્યા છે. જિયારત અને વાયેઝ તા. 11-9-2023ના સોમવારે સવારે 10થી 11 વાગ્યે નિવાસસ્થાને મોટા ભાડિયા ખાતે.
નિરોણા (તા. નખત્રાણા) : આહીર અરવિંદ ખેતાભાઇ માતા (ઉ.વ.44) તે ખેતાભાઇ બીજલભાઇના પુત્ર, નરોતમ (સરપંચ-નિરોણા), હિરજી (ઓઢણી સ્ટુડિયો નિરોણા)ના મોટા ભાઇ, શૈલેષ, કલ્પના, દિપેનના પિતા, વસ્તા કાંયાભાઇ (પૂર્વ સરપંચ નિરોણા)ના જમાઇ, પુંજાભાઇ (એસીબી ગાંધીધામ), પરબતભાઇના બનેવી, ખેતશી અરજણ (નિવૃત્ત એસ.ટી. ડ્રાઇવર), રામજીના ભાણેજ, સામતભાઇ, બીજલ, કરસન, વિશાભાઇ, રામાભાઇના ભત્રીજા, કાનજી (રિ. આર્મી), ભચાભાઇ (વંગ)ના સાઢુ, નરશીં, જેન્તી, ગોપાલના કાકાઇ ભાઇ તા. 8-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન આહીર નવાવાસ નિરોણા ખાતે.
નલિયા/જામનગર : સાચોરા બ્રાહ્મણ દીક્ષિત (બકુલ) જેન્તીલાલ મહેતા (ઉ.વ.65) તે સ્વ. મુકુંદભાઇ એમ. મહેતા (તાલુકા પંચાયત અબડાસા), સ્વ. નરેન્દ્રભાઇ જે. મહેતા (નાયબ મામલતદાર અબડાસા), સ્વ. રસીલાબેન દવે (જામનગર), ભારતીબેન વ્યાસ (સરધાર), અશોકભાઇ મહેતા (અમદાવાદ)ના નાના ભાઇ, નંદિશ એમ. મહેતા, જાગૃત, માનસીબેન મહેતા (એડવોકેટ), ચિત્રા મહેતા (એન.જે'સ એન્જલસ પ્રિ-સ્કૂલ), કુંતલ મહેતા (આઇટીઆઇ કોઠારા), કૃણાલ મહેતા તથા ધારા મહેતાના કાકા, મંથનના પિતા તા. 7-9-2023ના જામનગર ખાતે અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 11-9-2023ના લુહાર મહાજનવાડીમાં સાંજે 5થી 6 નલિયા ખાતે.
ચોબારી (તા. ભચાઉ) : રાજીબેન જેઠાણી (આહીર) તે માંડણ વસ્તા જેઠાણીના પત્ની, રણછોડ, હીરાભાઇ, શિવાભાઇ, લાલજી, કુંવરબેન, જસુબેન અને જમણીના માતા, તેજાભાઇ, વેલજીભાઇ, રમેશભાઇના સાસુ તા. 7-9-2023ના અવસાન પામ્યા છે. પાણી-ક્રિયા તા. 18-9-2023ના સોમવારે નિવાસસ્થાને ચોબારી ખાતે.
મુલુન્ડ : ભરતભાઇ કોઠારી (ઉ.વ. 77) કચ્છી લોહાણા સુમરીરોહાવાળા સ્વ. મનજી ખટાઉ કોઠારી તથા સ્વ. વિમળાબેનના મોટા પુત્ર, લક્ષ્મીબેનના પતિ, રાજેશ અને દિપાલી જીતેનભાઇ મોદીના પિતા, સ્વ. ઉંમરશીભાઇ કોટેચાના મોટા જમાઇ, અશોક, પ્રજ્ઞા, સ્વ. મહેન્દ્ર, સુરેખા, જિતેન્દ્ર, ...અનિલ, સ્વ. મીના, પંકજ, દક્ષા તથા ઇન્દુ મુલજીભાઇ મજેઠિયા, મૃદુલા દિલીપભાઇ ઠક્કર, નયના નીતિનભાઇ પવાણીના ભાઇ અમેરિકા ખાતે તા. 2-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
માધાપર (તા.ભુજ) : સારસ્વત બ્રાહ્મણ ખીયરા ગં.સ્વ. કલાવંતીબેન (ઉ.વ. 67) તે સ્વ. અરુણકુમાર શાંતિલાલ ખીયરાના પત્ની, ગં.સ્વ. કાંતાબેન, રતનબેન શાંતિલાલ મૂડજી (પંજુમારાજ)ના પુત્રવધૂ, નયન, મમતા, ઉર્વશી, પારસ, પાયલના માતા, પૂર્વીબેન, રાજેશકુમાર, વિમલકુમાર, નલેશકુમાર (સાંગલી-મહારાષ્ટ્ર)ના સાસુ, સ્વ. જયાબેન પ્રભાશંકર સેથપાર, સ્વ. રાજેશ (ભીખુભાઇ પાણી પુરવઠા)ના ભાભી, સ્વ. પ્રવીણકુમાર, સ્વ. પ્રમોદકુમાર નાના ભાઇના પત્ની, સ્વ. જયાબેન, ગં.સ્વ. ક્રિષ્નાબેનના દેરાણી, સ્વ. રંજનબેનના જેઠાણી, સુમિતાબેન શશીકાંતભાઇ ઠક્કર (મૂળ ભુજ હાલે અંજાર)ના વેવાણ, ઉમંગ, વેદાંશીના દાદી, શિવાની, ધૈર્ય, સીમરન, દેવાંશી, સીયા, નમસ્વી, સીખા, સ્વ. રિદ્ધિના નાની, નીકુલકુમાર, પાર્થકુમારના નાની સાસુ, ગં.સ્વ. ચંદુબેન મોહનલાલ કાનજી (નેત્રા)ના મોટા પુત્રી, સ્વ. દ્વારકાદાસ, સ્વ. દયારામ, સ્વ. મુલશંકરના ભત્રીજી, લતાબેન અરવિંદભાઇ રત્નેશ્વર (મથલ)ના ભાણેજી, સુરેશભાઇ, જેન્તીભાઇ, શૈલેષભાઇ, મહેન્દ્રભાઇ, નવીનભાઇ, મૈયાબેન કાંતિલાલ, ગં.સ્વ. વિજયાબેન દિલીપકુમાર, અનુબેનના મોટા બહેન, પ્રભાબેન, ચેતનાબેન, ક્રિષ્નાબેન, હિનાબેન, ક્રિષ્નાબેનના નણંદ તા. 8-9-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-9-2023ના સોમવારે સાંજે 4થી 5 વાગ્યે બિલેશ્વર મહાદેવ મંદિર, વી. ડી. હાઇસ્કૂલની સામે ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)
અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી મુકેશભાઇ મદનલાલ ચાવડા (ઉ.વ. 40) મૂળ ગામ સિનુગ્રા તે સ્વ. મદનલાલ ચાવડા તથા ગં.સ્વ. અનુબેનના પુત્ર, મહેન્દ્રભાઇ, સ્વ. રાકેશભાઇ, નીલેશભાઇ, રાધીકાબેનના ભાઇ, સતીશભાઇ રાઠોડ (દાણુ મહારાષ્ટ્ર)ના જમાઇ, પ્રકૃતિબેનના પતિ, ભાવીના પિતા, વિધિ તથા પ્રિયાના કાકા, કયાન્સના મોટાબાપા તા. 8-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-9-2023ના સોમવારે સાંજે 5થી 6 કલાકે કચ્છ ગુર્જર ક્ષત્રિય સમાજવાડી ખાતે ભાઇઓ તથા બહેનોનું સાથે રાખેલ છે.
આદિપુર : મૂળ રાપરના ઠા. કલ્પેશ રસીકલાલ ચંદે (ઉ.વ.40) તે ગં.સ્વ. જ્યોતિબેનના પતિ, મંજુલાબેન રસિકલાલના પુત્ર, સ્વ. જેઠીબેન અંબારામ નેણશીભાઇના પૌત્ર, સુનિલ, મનોજના ભાઇ, ચંદુલાલ (ભચાઉ), મુકતાબેન સાયતા (ગાંધીધામ)ના ભત્રીજા, જિતેન્દ્રના કાકાઇ ભાઇ, રંજનબેન, અનસૂયાબેનના દિયર, શુભ, ક્રિશના પિતા, કરણ, હિમાશી, હિરના કાકા, વરધીલાલ અમરશી (ગાંધીનગર)ના ભાણેજ, ધર્મેન્દ્ર, દિપક, શોભનાબેનના બનેવી તા. 7-9-2023ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-9-2023ના સોમવારે સાંજે 4થી 5, આદિપુર લોહાણા મહાજનવાડી ખાતે. (દશો રાખેલ નથી.)
આદિપુર : મધુસૂદન લવજીભાઇ મહેતા (ઉ.વ. 84) તે શકુંતલા બેનના પતિ , નિલેશ મહેતા, ઉષાબેન દવે, લીનાબેનના પિતા, કીર્તિબેન, નિરંજનકુમાર , ભૂપત કુમારના સસરા, ડો. પાર્થ મહેતા, ડો. સોનાલી મહેતાના દાદા, ધારા તથા વૈશાલીના નાના તેમજ સ્વ. ત્રંબકભાઈ, સ્વ. નવલભાઈ અને જયંતિભાઈ મહેતાના ભાઈ તા. 9-9-2023ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.11-9-2023ના સોમવારે સાંજે 5થી 6 દરમિયાન રાધાકૃષ્ણ મંદિર ડિ.સી.-5 પાંજો ઘર - આદિપુર ખાતે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે .
માંડવી : હાલે લંડન કુ. ભારતી (ઉ.વ.62) તે વસંતબેન વૃજલાલ ગુસાણીની પુત્રી, મુકેશ, પંકજ અને રાજુ (લંડન), પ્રજ્ઞા કીર્તિકુમાર સોની (બેંગ્લોર)ની બહેન, સ્વ. દિનેશભાઇ, સ્વ. જયંતીભાઇ, પ્રવીણભાઇની ભત્રીજી, સ્વ. નર્મદાબેન દામજીભાઇ આડેસરાના દોહિત્રી તા. 7-9-2023ના લંડન ખાતે અવસાન પામ્યા?છે. પ્રાર્થનાસભા બંને પક્ષની તા. 11-9-2023ના સોમવારે 4થી 5 કેશવવાડી માંડવી ખાતે.
ધાણેટી (તા. ભુજ) : રાજીબેન જીવાભાઇ છાંગા (ઉ.વ.82) તે જીવાભાઇના પત્ની, સ્વ. હધુભાઇ, દેવજી, કાનજી, રાણીબેન જખુભાઇ ડાંગર, માવજી ?(પૂર્વ સરપંચ, ધાણેટી)ના માતા તા. 7-9-2023ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન ધાણેટી ખાતે.
મોટી ખેડોઇ (તા. અંજાર) : પ્રવીણસિંહ નારૂભા જાડેજા (ઉ.વ.78) તે સ્વ. નારૂભા મેરજીભાના પુત્ર, ક્રિપાલસિંહના પિતા, શિવદત્તસિંહના દાદા, સ્વ. કિરીટસિંહ, સ્વ. દાનુભા, કિશોરસિંહ તથા સજ્જનસિંહના ભાઇ, હરદીપસિંહ, કુલદીપસિંહના કાકા, પ્રદીપસિંહ, સિદ્ધરાજસિંહ, રાજદીપસિંહ તથા ધર્મદીપસિંહના મોટા બાપુ તા. 9-9-2023ના અવસાન પામ્યા છે. સાદડી મોટી ખેડોઇ દરબારગઢ ડેલીમાં સાત દિવસ રાખેલ છે. ઉત્તરક્રિયા તા. 15-9-2023ના શુક્રવારે નિવાસસ્થાન મોટી ખેડોઇ ખાતે.