ભુજ : કાંતાબેન દેવજીભાઈ વાઘેલા તે સ્વ. દેવજીભાઈ
કજુભાઈ વાઘેલાના પત્ની, જયાબેન અને કિશોરભાઈ વાઘેલા (ખજાનચી અખિલ કચ્છ વાલ્મીકિ સમાજ)ના માતા,
મિતુલના દાદી, સ્વ. ધનજીભાઈ જેરામભાઈ રાઠોડ,
નરશીભાઈ જેરામ, સ્વ. મગનભાઈ જેરામના બહેન,
પ્રવીણભાઈ રાઠોડ, કિશોરભાઈ રાઠોડ, નરેશભાઈ રાઠોડના ફઇ તા. 12-5-2025ના
અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 14-5-2025ના
બુધવારે સાંજે 5.30થી 6.30 નિવાસસ્થાને વાલ્મીકિવાસ, દાદુપીર રોડ, ભીડ ગેટ પાસે, ભુજ
ખાતે.
ભુજ
: શિલ્લા વિલિયમ (ઉ.વ. 69) તે
પ્રિન્સી ડેનીસ સેમ્યુઅલના બહેન તા. 12-5-2025ના
અવસાન પામ્યા છે.
ગાંધીધામ
: મૂળ બેલાના મોહનલાલ ભીખાલાલ રાજદે (ઉ.વ. 65) તે
સ્વ. કાંતાબેન, ભીખાલાલ કાનજીભાઈ રાજદેના પુત્ર, કમળાબેનના
પતિ, રૂગનાથભાઇ ફુલચંદભાઇ કોટક (આડેસર)ના જમાઇ, વિજયભાઈ, મેહુલભાઇ, વૈશાલીબેન કુલદીપભાઇ
જોબનપુત્રાના પિતા, બીનાબેન વિજયભાઈ, નિમાંગીબેન
મેહુલભાઈ તથા કુલદીપકુમારના સસરા, આદિત્યના દાદા, અભિજ્ઞાના નાના, પ્રવીણભાઇ, મહેન્દ્રભાઇ
(પપુભાઇ), વિનોદભાઇ, રસિકભાઇ, લતાબેન માધવજીભાઈ મિરાણી, શારદાબેન ખટાઉભાઇ મિરાણી,
મંજુલાબેન રમેશભાઇ મિરાણી, સ્વ. ભગવતીબેન,
કલ્પનાબેન, હસમુખભાઈ રાચ્છ, ભારતીબેન ધીરજલાલ પૂજારાના ભાઇ,
છગનલાલ પ્રાગજીભાઈ પૂજારા (રાપર)ના દોહિત્ર, પરસોત્તમભાઇ,
ગિરધરભાઇના ભાણેજ તા. 11-5-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 15-5-2025ના
સાંજે 4.30થી 5.30 સાધુ વાસવાણી સ્કૂલ, લીલાશાહ,
ગાંધીધામ ખાતે. દશો રાખ્યો નથી.
ગાંધીધામ
: સુમારભાઇ માલશીભાઇ ડુંગરખિયા (ઉ.વ. 78) તે
સ્વ. હાસબાઇના પતિ, કરશન માલશી ડુંગરખિયા, સ્વ. દેવજી માલશી ડુંગરખિયાના ભાઇ, પરમાબેન, લક્ષ્મીબેન, ગૌરીબેન, મીરાંબેન,
ધારબાઇ, જીવરાજભાઇ, ભાવેશભાઇ,
દેવરાજભાઇના પિતા, વિજયભાઇ, મેહુલભાઇ, અજયભાઇ, ગૌતમભાઇ,
મંજુલાબેન, નયનાબેન, દિવ્યાબેન,
અક્ષરા, પલ્લવી, મિતાલીના
દાદા, ભાણબાઇ, ધનબાઇ, અરૂણાબેનના સસરા, રસીલાબેન, મોહનભાઇ
ભર્યા, કેતનભાઇ ભર્યાના દાદાસસરા તા. 11-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.
અંજાર
: રામજી પ્રેમજીભાઈ ધુઆ (ઉ.વ. 38) તે
સ્વ. માનબાઈ પ્રેમજીભાઈ ધુઆના પુત્ર, વાલજીભાઇ (વાલા ભગત)ના પૌત્ર,
સ્વ. લધુભાઈ, સ્વ. વેલજીભાઇ, પરમાબેન હરશીભાઈ ધેડા (આદિપુર), ભચીબેન આસમલ વિસરિયા
(આદિપુર), માનબાઈ દેસર સિંગરખિયા (નાગલપર)ના ભત્રીજા,
અતુલભાઈ, સ્વ. નવીન, સ્વ.
ગાંગજી, સ્વ. હેમરાજ, મેઘબાઇ રમેશ ધેડા
(આદિપુર), મનોજ, અશોક, મહેશ, વિનોદ, હંસાબેન પ્રકાશ વિસરિયા
(આદિપુર)ના ભાઈ, કિશન, નંદનીના પિતા,
પરેશ, યતિનના કાકા તા. 12-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ છે. લૌકિક
વ્યવહાર નિવાસસ્થાન મતિયાનગર, વોર્ડ-1, અંજાર ખાતે.
અંજાર
: પ્રજાપતિ અતુલભાઇ (ઉ.વ. 53) તે
સ્વ. નીતિબેન તથા સ્વ. વજુભાઇ વસ્તાભાઇ ચોનાણીના પુત્ર, મણિબેન (અનિતાબેન)ના પતિ, નિખિલના પિતા, સ્વ. કરશનભાઇ, સ્વ. ઇશ્વરભાઇ, સ્વ.
મોહનભાઇ, સ્વ. ભગવાનજીભાઇ, મંજુલાબેન,
માયાબેન, ગૌરીબેનના ભાઇ, ભગવતીબેન, પાર્વતીબેન, ગૌરીબેન,
રેખાબેનના દિયર, લક્ષ્મીબેનના સસરા, સ્વ. જેન્તીલાલ, અરવિંદભાઇ, કિશોરભાઇના
સાળા, પ્રવીણભાઇ, ખુશાલભાઇ, મેહુલભાઇ, તેજસભાઇ, દિનેશભાઇ,
હિરેનભાઇના કાકા, ગાંગાણી વાલીબેન પૂંજાભાઇ (વાસદવાળા),
પુરાણિયા જસુબેન ભીખાભાઇ (ખડીરવાળા)ના જમાઇ, દીપકભાઇ
(વાસદ), દુદાભાઇ ધનજીભાઇ (ડીસા)ના બનેવી તા. 11-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 15-5-2025ના ગુરુવારે સાંજે 5થી
6 ભાટિયા સમાજવાડી, ટાઉનહોલની સામે.
લૌકિક વ્યવહાર તા. 15-5-2025ના
નિવાસસ્થાન જૂની મિત્રી સમાજવાડી ગામની અંદર, અંજાર ખાતે.
માધાપર
(તા. ભુજ) : મૂળ રેહાના ભરતભાઈ (ચંદુ) હરિલાલ ચૌહાણ તે સ્વ. હરિલાલ પચાણ ચૌહાણના પુત્ર, દીપકભાઈ હરિલાલભાઈ ચૌહાણ (જી.ઇ.બી.), રંજનબેન ભરતભાઈ
ચાવડા, છાયાબેન રતિલાલભાઈ ચૌહાણના ભાઈ, આશુતોષ, હિતાંશુના કાકા તા. 12-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-5-2025ના બુધવારે સાંજે 5થી
6 મિત્રી સમાજ ભવન ખાતે.
દેશલપર-વાંઢાય
(તા. ભુજ) : હાલે ડોમ્બિવલી ત્રિભુવન કાંતિલાલ ભગત (ઉ.વ. 47) તે સ્વ. ભાનુબેન કાંતિલાલ ભીમજી ભગતના પુત્ર, કોમલબેનના પતિ, ક્રિશા, જયના પિતા,
હેમલતાબેન રમેશ રામાણી (મલાડ), અશ્વિનભાઇ,
ઉર્મિલા નીતિન કેશરાણી (અમેરિકા)ના ભાઇ, ગં.સ્વ.
મંગળાબેન દિનેશભાઇ પ્રેમજી દિવાણી (વેસરલપર)ના જમાઇ તા. 11-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-5-2025ના બુધવારે સવારે 9થી
11 લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી, દેશલપર ખાતે.
મોખાણા
(તા. ભુજ) : રાધાભાઈ દાનાભાઈ ઢીલા (ઉ.વ. 73) તે વાસુબેનના પતિ, સ્વ. દાનાભાઈ
કરશનભાઇ ઢીલાના પુત્ર, સ્વ. વેલાભાઈ કરશનભાઇ ઢીલાના ભત્રીજા,
પૂંજાભાઈ, ભૂરાભાઈના પિતા, સ્વ. લખમણભાઈ દાનાભાઈ ઢીલા, ધનજીભાઈ દાનાભાઈ ઢીલા,
રણછોડભાઈ દાનાભાઈ ઢીલા, ભૂરાભાઈ વેલાભાઈ ઢીલાના
ભાઈ, માવજીભાઈ લખમણભાઈ ઢીલા, શામજીભાઈ લખમણભાઈ
ઢીલા, મહેન્દ્રભાઈ લખમણભાઈ ઢીલા, સંજયભાઈ
રણછોડભાઈ ઢીલા, ભાવેશભાઈ ધનજીભાઈ ઢીલા, ઉત્તમભાઈ ભૂરાભાઈ ઢીલાના કાકા તા. 12-5-2025ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને મોખાણા ખાતે.
મમુઆરા
(તા. ભુજ) : વાલજીભાઈ રવજીભાઈ જાટિયા (ઉ.વ. 58) તે
સ્વ. જેઠાભાઈ રત્નાભાઈ જાટિયાના પૌત્ર, સ્વ. રવજીભાઈ જેઠાભાઈ જાટિયાના પુત્ર,
ગોપાલભાઈ જેઠાભાઈ જાટિયાના ભત્રીજા, વાલજીભાઈ ગોપાલભાઈ
જાટિયા, સ્વ. માવજીભાઈ ગોપાલભાઈ જાટિયાના કાકાઈ ભાઈ, હરિભાઈ રવજીભાઈ જાટિયાના મોટા ભાઈ, રમેશભાઈ, જગદીશભાઈના પિતા તા. 12-5-2025ના
અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને મમુઆરા ખાતે.
કોડાય
(તા. માંડવી) : વાલબાઇ વિશ્રામ હાલાઇ (ઉ.વ. 75) તે
વિશ્રામ લાલજી હાલાઇના પત્ની, જિતેન્દ્રભાઇ, વીરબાઇ રવજી હીરાણી, સવિતા સુરેશ વેકરિયા, મંજુલા મહેન્દ્ર કેરાઇના માતા, કાન્તાબેનના સાસુ,
શાન્તાબેન, નિમિતાબેનના મોટા સાસુ, રિતિન અને રસિકના દાદી તા. 11-5-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-5-2025ના
બુધવારે સવારે 7થી 8 નિવાસસ્થાને સહજાનંદ ડેરીની બાજુમાં, કોડાય વાડીવિસ્તાર ખાતે.
વેકરા
(તા. માંડવી) : અમરબાઇ મનજીભાઇ વરસાણી (ઉ.વ. 90) તે
સ્વ. મનજીભાઇ લાલજીભાઇ વરસાણીના પત્ની, મેઘજીભાઇ, લક્ષ્મણભાઇ
(પ્રાઇડ રોક રિસોર્ટ), મેઘબાઇ, તેજબાઇના
માતા, મેઘબાઇ, પુષ્પાબેનના સાસુ,
રમેશભાઇ, વિનોદભાઇ, જિતેશભાઇ,
શૈલેશભાઇ, સુરેશભાઇ, કાંતાબેન,
શિલ્પાબેન, શાંતાબેનના દાદી તા. 11-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 14-5-2025ના બુધવારે સવારે 7.25થી
8.30 ભાઇઓ માટે લેવા પટેલ સમાજ, વેકરા (તા. માંડવી) અને બહેનો માટે મેઘજીભાઇ મનજીભાઇ વરસાણીના નિવાસસ્થાને
મંજલેશ્વર મહાદેવ મંદિર રોડ, વેકરા ખાતે.
જખણિયા
(તા. માંડવી) : રતનભાઇ (ઉ.વ. 87) તે
સ્વ. સંઘાર આશબાઇ ઓભાયા વાઘેલાના પુત્ર, સ્વ. વીરાભાઇ, સ્વ. નારાણભાઇ, સ્વ. તમાચીભાઇના ભાઇ, કરશનભાઇ, શામજીભાઇ, સુરેશભાઇ,
આશાબેનના પિતા, સુરેશભાઇ (માજી સરપંચ-બિદડા),
કુંવરબાઇ, સોનબાઇ, વાલબાઇ,
ભરત સંઘારના સસરા, રમીલાબેન, રમેશભાઇ, મંગલભાઇ, કેશરભાઇ,
ખીમજીભાઇ, અરજણભાઇના કાકા, ધનજીભાઇ, અર્જુનભાઇ, વિજયભાઇ,
અશોકભાઇ, અશ્વિનભાઇ, અનિલભાઇ,
ગોપાલભાઇ, ઉર્મિલાબેન, ભાવનાબેન,
જાગૃતિબેન, રમીલાબેનના દાદા, સ્વ. વેલજીભાઇ વિશ્રામભાઇ કડોલિયાના જમાઇ, સ્વ. અભરામભાઇ
આમરભાઇના બનેવી, એકતા, અભિષેક, જસ્વિબેનના નાના તા. 12-5-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 15-5-2025 સુધી
શામજીભાઇના નિવાસસ્થાને.
નાના
આસંબિયા (તા. માંડવી) : જેતાબાઇ (ઉ.વ. 95) તે
સ્વ. સંઘાર મૂરજીભાઇ હાજાભાઇ કડોલિયાના પત્ની, સ્વ. અલાયાભાઇ,
સ્વ. બુધિયાભાઇ, મંગલભાઇ, બાયાબાઇ, સોનબાઇના ભાભી, સ્વ. કાનજીભાઇ,
શિવજીભાઇ, શંભુલાલ, હીરબાઇ,
જેતબાઇના માતા, સ્વ. ગાભાભાઇ મેઘરાજભાઇ ભોવા,
રામજીભાઇ વેલજીભાઇ ચંદ્રોગા, લક્ષ્મીબેન,
જેતબાઇના સાસુ, જયેશ, રમેશ,
નીતા, મીનાના દાદી, બબાભાઇ
(રામજીભાઇ), રામજીભાઇ હીરાભાઇના મોટીમા, સ્વ. વેલજીભાઇ, સ્વ. મીઠુભાઇ, બાબુભાઇ
આસારિયાભાઇ સુઇયાના બહેન તા. 12-5-2025ના
અવસાન પામ્યા છે. સાદડી તા. 15-5 સુધી
નિવાસસ્થાન નાના આસંબિયા ખાતે.
મંગવાણા
(તા. નખત્રાણા) : પ્રભુભાઇ પેથાભાઇ ચારણ (મકવાણા) (ઉ.વ. 52) તે હંસાબેનના પતિ, ધવલકુમાર,
કોમલબેન, હાર્દિકના પિતા, સ્વ. ચીમનભાઇ, જગદીશભાઇ, ચંદુભાઇ,
નવીનભાઇના ભાઇ, સ્વ. ખીમજીભાઇ ડાડુભાઇ ધરડા (ગિરનારી)
(આદિપુર)ના જમાઇ, શામજીભાઇ, લાલજીભાઇ (માધાપર-મંજલ),
સ્વ. હીરાભાઇ (અમદાવાદ), લાલાભાઇ પડાયા (અમદાવાદ),
સ્વ. મોહનભાઇ (મોયુકા-ગુજરાત), સ્વ. પરબતભાઇ (વિજપાસર),
સ્વ. બાબુભાઇ પડાયા (અમદાવાદ)ના સાળા, મોક્ષિકાબેન
મનોજકુમાર ખીમસુર (માધાપર-મંજલ), કવિતાબેન રમેશભાઇ માધડ (આણંદસર-મંજલ)ના
કાકાજી, સ્વ. નારણભાઇ, પ્રભુભાઇ,
કાન્તિભાઇ, સ્વ. હરેશકુમાર, ચેતનકુમાર (આદિપુર ગિરનારી પરિવાર), વાસંતીબેન જીવરાજભાઇ
માધડ (નેત્રા), હેમલતાબેન ભરતભાઇ ખેમાણી (અમદાવાદ)ના બનેવી અને
સાઢુભાઇ, રાહુલકુમાર, વિવેકકુમાર,
હેમેનકુમાર, ક્રિષ્નાકુમાર, તન્વીબેન, શિવાનીના મોટાબાપા તા. 11-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 14-5-2025ના બુધવારે સવારે 9થી
સાંજે 5 નિવાસસ્થાન મંગવાણા ખાતે.
કિડાણા
(તા. ગાંધીધામ) : મૂળ અંજારના ખીમજીભાઇ ગોપાલભાઇ બળગા (ઉ.વ. 48) તે સ્વ. ગોપાલભાઇ લખુભાઇ બળગા અને માનબાઇના પુત્ર, સ્વ. ધનબાઇ અને ભાવનાબેનના પતિ, આત્મારામ દેવરાજ ધોરિયા
અને બુધિયાભાઇ જખુભાઇ અબચુંગના જમાઇ, સ્વ. ચંદ્રિકાબેન,
કરનભાઇ, પલક, શ્લોકના પિતા,
રતનબેન વાલજી આયડી, જાનવીબેન ભોજરાજ મતિયા,
રમેશભાઇ નાથાલાલ બળગા, દીપકભાઇ ગોપાલભાઇ બડગા,
હંસાબેન કાનજીભાઇ કોચરાના ભાઇ, પ્રિયંકા,
કાજલ, નંદની, ધૈર્યના કાકા,
વિરાંશ, પ્રીતના મોટાબાપા તા. 11-5-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 12-5-2025ના થઇ ગઇ છે.
વરાડિયા
(તા. અબડાસા) : મંધરા ઇશા ઇશાક (ઉ.વ. 54) તે
આદિલ, આકિબ, આવેશના પિતા, મ. હસણ ઇશાક, મ. આધમ, જુસબ,
ઇસ્માઇલ, કાસમ, જાકબના ભાઇ,
સાલેમામધ ઓસમાણના કાકાઇ ભાઇ, અકીલના સસરા તા. 11-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-5-2025ના બુધવારે સવારે 10.30 વાગ્યે
નિવાસસ્થાને વરાડિયા જામા મસ્જિદ ખાતે.
લક્ષ્મીપર-તરા
(તા. નખત્રાણા) : મોગીબેન મગનલાલ નાકરાણી (ઉ.વ. 70) તે
સ્વ. મગનલાલ રવજીના પત્ની, સ્વ. જીવાબેન રવજી ખીમજીના પુત્રવધૂ,
સ્વ. હરજી ખીમજી (અમરગઢ)ના ભત્રીજાવહુ, સ્વ. પૂંજાભાઇ,
હરદાસભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. લક્ષ્મીબેન
(માનકૂવા), ગોપાલભાઇ, જવેરબેન (દહેગામ),
સ્વ. ગંગાબેન (દેશલપર), વસંતભાઇ, ડાયાભાઇ, રમણીકભાઇ, સ્વ. હેમરાજભાઇ,
ડો. ભરતભાઇ (એગ્રી યુનિવર્સિટી-દાંતીવાડા)ના ભાભી, પ્રકાશભાઇ (રવાપર), અરૂણાબેન (ગોવા)ના માતા, અનસૂયાબેન, દામોદરભાઇ (ગોવા)ના સાસુ, પ્રિજેશ, યશના દાદી, દૃષ્ટિબેનના
દાદીસાસુ, સ્વ. લખુ કાનજી ચોપડા (જિયાપર)ના પુત્રી, સ્વ. માનબાઇ (દહેગામ), સ્વ. ધનબાઇ (હિંમતનગર),
રતનબેન (ખીરસરા), સ્વ. વનિતાબેન (ગઢશીશા),
કસ્તૂરબેન (લક્ષ્મીપર), સ્વ. ધનજીભાઇ (જિયાપર)ના
બહેન, ઉમંગ, નૈતી (ગોવા)ના નાની તા. 12-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 13 અને 14-5-2025ના
સવારે 8થી 11 અને બપોરે 3થી
5 લક્ષ્મીનારાયણ સમાજવાડી, લક્ષ્મીપર ખાતે.
નાના
અંગિયા (તાં. નખત્રાણા) : વિશનજી મનજીભાઈ મૂછડિયા (ઉ.વ. 52) તે મંજુલાબેનના પતિ, મોહન મનજી મૂછડિયા
(નાના અંગિયા), ધનબાઈ મનજી રૂપાણી (વંગ), લક્ષ્મીબેન શિવજી રૂપાણી (નાના અંગિયા), મુરીબેન જગદીશ
શેખાણી (ભાડરા), લીલાવંતીબેન હરજી ગેડિયા (ભુજ), નબુબેન કરસન ગેડિયા (ભુજ), શાંતાબેન હરિલાલ જોગલ (મિરજાપર)ના
ભાઈ, સાગર, ઘનશ્યામ, રમેશ, ઉષાબેન કિશોર જોગેલના પિતા, ધાર્મિક સાગર મૂછડિયા, આરાધ્યા સાગર મૂછડિયા,
આરવી રમેશ મૂછડિયાના દાદા, રમેશ મંગા કઢીયા (લક્ષ્મીપર)ના
જમાઈ તા 12-5-2025ના અવસાન પામ્યા
છે. ધાર્મિકક્રિયા તા. 17-5-2025ના
સાંજે આગરી, તા. 18-5-2025ના
સવારે ઘડાઢોળ (પાણીયારો) નિવાસસ્થાને.
આણંદપર-યક્ષ
(તા. નખત્રાણા) : કડવા પાટીદાર અરજણભાઈ મૂળજીભાઈ ભગત (ઉ.વ. 87) તે મોઘીબેનના પતિ, બાબુભાઈ (દેશલપર),
ગોપાલભાઈ (હિંમતનગર), તુલસીભાઈ (ધનસુરા),
સવિતાબેન, સ્વ. લખાબેન, મણિબેન,
ઝવેરબેન, નર્મદાબેનના ભાઈ, રસિકભાઈ (છોટા ઉદયપુર), ઈશ્વરભાઈ (ગાંધીધામ),
હરેશભાઈ (વડોદરા), સાવિત્રીબેન (વિભાપર),
ચંપાબેન (ઠાસરા)ના પિતા, સ્વ. પુષ્પાબેન,
કમળાબેન, મીનાબેન, કેશવભાઈ
રૂડાણી (વિભાપર), દિનેશભાઈ પારસિયા (ઠાસરા)ના સસરા, દીપક, પ્રિતેશ, હાર્દિક,
દેવના દાદા, સ્વ. વાલજીભાઈ નાકરાણી (નાના અંગિયા)ના
જમાઈ તા. 10-5-2025ના અવસાન પામ્યા
છે. સાદડી તા. 13-5-2025ના મંગળવારે
સવારે 8થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, આણંદપર (યક્ષ) ખાતે. બારસવિધિ તા. 21-5-2025ના
બુધવારે નિવાસસ્થાન આણંદપર (યક્ષ) ખાતે.
વિથોણ
(તા. નખત્રાણા) : નોડે સુલેમાન ભચુ (ઉ.વ. 80) તે
કાસમ, મુસાના પિતા, અલીમામદ મુસા (પાનધ્રો),
હૈયાત ગુલમામદના સસરા, અદ્રેમાન, મુસ્તાક, અલ્તાફ, ઇબ્રાહિમ,
ફકીરમામદના દાદા, અબ્દુલા મામદ, મુસાના મામા, હારુન રમજાન (મિરજાપર)ના કાકા તા. 12-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 15-5-2025ના ગુરુવારે સવારે 10થી
11 મુસ્લિમ જમાતખાના, વિથોણ ખાતે.
વિજપાસર
(તા. ભચાઉ) : પરમાર તેજીબેન પાલાભાઈ (ઉ.વ. 59) તે
સ્વ. જીવા કરશન વાણિયા (લાકડિયા)ના પુત્રી, વનરાજ, મહેશ,નવીન, વિપુલના માતા, દિનેશ,
ગિરધર, કાંતિના ફઈ તા. 12-5-2025ના અવસાન પામ્યા છે. તા. 14-5-2025ના સવારે કાણ તથા સાંજે જાગપાઠ નિવાસસ્થાને વિજપાસર
ખાતે.