• બુધવાર, 21 મે, 2025

અવસાન નોંધ

ભુજ : સિદી મરિયમબેન (ઉ.વ. 65) તે મ. આમદના પત્ની, મ. હમીદ, અસમલ (પપ્પુ સિદી)ના માતા, હાજી (ટેક્સી ડ્રાઇવર)ના માસી, ફિરોજ, કાલુ, સમીરના નાની તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-5-2025ના મંગળવારે સવારે 10થી 11 તાહા મસ્જિદ, સંજોગનગર, મોટાપીર રોડ ખાતે. બહેનો માટે અબલુ પાણી પ્લાન્ટવાળી શેરી, સંજોગનગર, મોટાપીર રોડ ખાતે.

ભુજ : નોતિયાર આશિફ સલીમ (ઉ.વ. 24) તે સલીમ ઓસમાણના પુત્ર, ઓસમાણ નોતિયારના પૌત્ર, રજાક, અજીજના ભત્રીજા, મોગલ અબ્દુલ ગફુર (ડાડેવાળા)ના દોહિત્ર, મોગલ અસલમ (ડાડેવાળા), મ. ફારુક મોગલ (ડાડેવાળા)ના ભાણેજ તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-5- 2025ના બુધવારે સવારે 10થી 11 સંજોગનગર, મસ્જિદે અલ-હુદા, ભુજ ખાતે.

ભુજ : ઓસ્માણ ઇબ્રાહિમ ખલીફા તે સરફરાઝ અને મહેબૂબના પિતા તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-5-2025ના સવારે 10થી 11 ભુજિયા રિંગરોડ, ડીપીની બાજુમાં, આમદ જુણેજાના વંડામાં.

ભુજ : અજડિયા અલીમામદ મીઠુ (ઉ.વ. 67) તે મ. અજડિયા મીઠુના પુત્ર, અજડિયા જુસબ (રેલવે), અજડિયા રમજાન મીઠુના ભાઇ, અજડિયા નાસીર રમજાનના મોટાબાપા, મ. પડિયાર મીઠુ કારાના જમાઇ, મેમણ ઇરફાન ફકીરમામદના સસરા, અબડા રફીક, અ.શકુરના મામા, અજડિયા નૂરમામદના કાકા તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-5-2025ના સવારે 10થી 11 બકાલી મસ્જિદ, ભુજ ખાતે.

ભુજ : કુંભાર હાજિયાણી ફાતીમાબાઇ (ઉ.વ. 75) તે મ. કુંભાર હાજી મામદ (લધુભા-કેરાઇ)ના પત્ની, મ. કુંભાર અલીમામદ દાઉદ (લક્કી કાચવાળા-અંજાર)ના કાકી, દાઉદ, જુસબ, હારુન-કેરાઇના ભાભી, મ. ઓસમાણ, સિધિક બંદ્રાઇ (અંજાર)ના બહેન, સુલેમાન સિધિકના સાસુ તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-5-2025ના બુધવારે સવારે 9.30થી 10.30 ચાકી જમાતખાના, મહેંદી કોલોની, ભુજ ખાતે.

ગાંધીધામ : દિલીપ કનૈયાલાલ સાધુ (ઉ.વ. 35) તે કનૈયાલાલ ચત્રભુજદાસ સાધુના પુત્ર, ભાવેશ સાધુ, માયા વિપુલ સાધુના નાના ભાઇ, પ્રભુદાસ ચત્રભુજદાસ સાધુ, જેઠીરામ ચત્રભુજદાસ સાધુ, અરવિંદ ચત્રભુજદાસ સાધુના ભત્રીજા, સ્વ. ગોવિંદરામ દયારામ સાધુ (ગાગોદર)ના દોહિત્ર તા. 3-5-2025ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા (કાણ) તા. 8-5-2025ના ગુરુવારે સવારે તથા પ્રાર્થનાસભા સાંજે 5થી 6 નિવાસસ્થાને પ્લોટ નં. 62, વોર્ડ-9 (બી.ડી.), હોટેલ એમ્પાયર અને નવજ્યોત ઇંગ્લિશ સ્કૂલની બાજુમાં, ગાંધીધામ ખાતે.

માંડવી : લુહારવાઢા અદ્રેમાન સાલેમામદ (ઉ.વ. 65) (ટેક્સીવાળા) તે મ. લતીફ, મ. અબ્દુલ, મ. કાસમ, મ. સુલેમાનના ભાઇ, અલ્તાફ, કાસમ, મોહમદશરીફ (પપુ), અબ્દુલના કાકા, ફારૂક, શબ્બીર, વસીમના પિતા, ઇકબાલ (ગાંધીધામ), અલ્તાફ (મથલ)ના સસરા તા. 5-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-5-2025ના બુધવારે સવારે 10થી 11 કુર્આન ખ્વાની બહેનો માટે, 11થી 12 વાયેઝ-જિયારત ખત્રી જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.

નખત્રાણા : કોલી પ્રવીણ પ્રેમજી (ઉ.વ. 34) તે પ્રેમજી ખમીશા ભમરના પુત્ર, વિરેન, ચંદ્રિકાબેન કાન્તિલાલ (રવાપર)ના ભાઇ, અરવિંદના ભત્રીજા, જયદીપ, દયારામ, નીકિતાના પિતા તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. જાગરણ તા. 9-5-2025ના શુક્રવારે રાત્રે, પાણી તા. 10-5-2025ના શનિવારે સવારે, સાદડી નિવાસસ્થાન બીરૂ રોડ, પોલીસ લાઇન ખાતે.

રાપર : મૂળ ફતેહગઢના ઠક્કર ડાયાલાલ ભીંડે (ઉ.વ. 83) તે સ્વ. રળિયાતબેન નાનજીભાઈ તેજપાલભાઈ ભીંડેના પુત્ર, સ્વ. વેલુબેનના પતિ, મહેન્દ્રભાઈ, સ્વ. હિતેશભાઈના પિતા, સ્વ. પ્રભુલાલ (મુંબઈ), સ્વ. લવજીભાઈ (હારીજ), પ્રેમજીભાઈ (મુંબઈ)ના ભાઈ, ભારતીબેનનાં સસરા, અવનીબેન વત્સલકુમાર સાયતા (અમદાવાદ), યોગીતા, મિલન, પલકના દાદા, સ્વ. છગનલાલ બેચરભાઈ મીરાણી (રામવાવ)ના જમાઈ, સ્વ. દેવુબેન તુલસીદાસ ચંદે, સ્વ. મૂળજીભાઈ, દેવજીભાઈ, ગં.સ્વ. દમયંતીબેન કેશવલાલ પૂજારા, સ્વ. કાનજીભાઈના બનેવી, સ્વ. રતનશીભાઈ મોરારજી પૂજારા (રવ)ના ભાણેજ તા. 29-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-5-2025ના શુક્રવારે સવારે 10થી 11.  ત્યારબાદ જ્ઞાતિ રિવાજ મુજબ દશો સોની સમાજવાડી, અયોધ્યાપુરી, રાપર ખાતે.

સુખપર : રવજીભાઇ પ્રેમજીભાઇ ગોરસિયા (ઉ.વ. 83) તે મેગબાઇના પતિ, જાદવજીભાઇ, કંકુબેન, શિવજીભાઇ, મનજીભાઇ, દેવબાઇના પિતા, ધનબાઇ, મંજુબેન, દક્ષાબેન, પ્રવીણભાઇ (મિરજાપર), હીરાલાલ (સામત્રા)ના સસરા, રમેશ, ગોવિંદ, વનિતા, હર્ષદ, ઉમેશ, વર્ષા પ્રેમકુમાર (નિરોણા)ના દાદા, જિજ્ઞા, સુનીલ, માનસી, ભાવિકા, દીપાલીના નાના તા. 5-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 7-5-2025ના સવારે 7.30થી 8.30 નિવાસસ્થાન મદનપુરા, ઘનશ્યામનગર, સુખપર ખાતે.

ધુણઇ (તા. માંડવી) : ગં.સ્વ. રામાબાઇ જખુભાઇ (નારણજી) ગજરા (ઉ.વ. 89) તે જેન્તીભાઇ, પ્રવીણભાઇ, મણિબેનના માતા, સ્વ. લક્ષ્મીદાસ રવજીના ભાભી, પાર્વતીબાઇના જેઠાણી, લીલાવંતીબેન, સ્વ. ઉર્મિલાબેન, કાનજી લધારામ કટારમલના સાસુ, રુક્ષ્મણીબેન વડોર (ભુજ), સ્વ. મધુરીબેન ભદ્રા (ભુજ), કેશરબેન દામા (શિરવા), લીલાવંતી ભદ્રા (શિરવા), રેખાબેન કટારમલ (ધુણઇ), વૈશાલીબેન કટારિયા, વિધિબેન કોઠારી, મીત (ભરત)ના દાદી, સ્વ. લક્ષ્મીબાઇ માવજી ચાંદ્રાના પુત્રી, સ્વ. ભચીબાઇ પરસોત્તમ ચાંદ્રા વેરસીવાળા પરિવારના પુત્રી તા. 3-5-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-5-2025ના મંગળવારે સાંજે 4થી 5 ભાનુશાલી વાડી, ધુણઇ ખાતે.

સાંધવ (તા. અબડાસા) : સજુભા જેમલજી જાડેજા તે સ્વ. સુરૂભા જેમલજી, સ્વ. અજિતસિંહ જેમલજીના ભાઇ, દિલીપસિંહ, રાજેન્દ્રસિંહ, યુવરાજસિંહના પિતા, દિગ્વિજયસિંહ, પ્રતાપસિંહ, કિશોરસિંહના કાકા, પૃથ્વીરાજસિંહ ખુમાનસિંહ, રઘુવીરસિંહના મોટાબાપુ, જયરાજ, પૂર્વરાજ, રિશીરાજ, ક્રિષ્નરાજના દાદા તા. 5-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું 12 દિવસ સુધી નિવાસસ્થાન સાંધવ ખાતે.

હિંગરિયા (તા. અબડાસા) : રામસંગજી વેલુભા જાડેજા (ઉ.વ. 75) તે સ્વ. જેઠુભા, સ્વ. હરિસંગજી, સ્વ. ભગુભા, સ્વ. અગરસંગજી, સ્વ. ચાંદાબા ભગુભા (માતાના મઢ), વાઘેલા રાકોરબા કરશનજી (હિંગરિયા)ના ભાઇ, નરેન્દ્રાસિંહ, ગોપાલજી, વિજયાબા, પ્રેમબા (ગોયરસમા)ના પિતા, કારૂભા, પચાણજી, જીતુભાના કાકાઈ ભાઈ, કનુભા, સતુભા, નારૂભા, મમુભાના કાકા, સ્વ. આમરજી ગગુજી સોઢા (દનણા)ના જમાઈ, સ્વ. ખેતુભા ભાણજી સોઢા (કુરન), જુવાનાસિંહ રામસંગજી (ગોયરસમા)ના સસરા, યુવરાજાસિંહ, વનરાજાસિંહ, ક્રિષ્નરાજાસિંહના દાદા તા. 5-5-2025ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન હિંગરિયા ખાતે.

કોઠારા (તા. અબડાસા) : સુમરા હાજી દાદા ઓસમાણ (ઉ.વ. 70) તે મહમદ હુશેનના પિતા, હાજી ઇભલા ઓસમાણ, હાજી અભુભખર, ઇસ્માઇલના ભાઈ તા. 5-5-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 7-5-2025ના બુધવારે સવારે 11 વાગ્યે કોઠારા કાદુવાની મસ્જિદ ખાતે.

વાડાપદ્ધર (તા. અબડાસા) : ફકીર જીવણ કોલી (ઉ.વ. 80) તે સ્વ. જીવણ હમીરના પુત્ર, કાસમ, સ્વ. મામધ, જેરામ, સ્વ. હવાબાઇ (રામપર), મીરાબાઇ (આશાપર), અમાબાઇ (ઐડા), કવરબાઇ નરશી (નલિયા), શાંતાબાઇ અધા (જખૌ)ના ભાઇ, હંસરાજ, કાનજી, દયાલાલ, લક્ષ્મીબેન જુમા (ઐડા), હાસબાઇ ખમીશા (કેરવાંઢ)ના પિતા, ચેતન, મયૂર, સંદીપ, જિનેશના દાદા, નીતિન, હરેશ, પ્રફુલ્લ, બબા મેઘજીના મોટાબાપા તા. 4-5-2025ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન વાડાપદ્ધર ખાતે.

કાળા તળાવ (તા. અબડાસા) : મંધરા હાજી અભુ નાથા (ઉ.વ. 95) તે મ. હાજી મામદ મંધરા, મ. સિધિક મંધરા, હાજી સુલેમાનના પિતા, ઇસ્માઇલ, મુશા, ઇકબાલ, ઉમર, આદમ, જુસબના દાદા તા. 5-5-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-5-2025ના ગુરુવારે સવારે 10 વાગ્યે કાળા તળાવ ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd