ભુજ : મૂળ જામનગરના શ્રીમાળી સોની દિનેશચંદ્ર જયકિશનભાઇ વાગડિયા
(ઉ.વ. 73) તે સ્વ. નિર્મળાબેન જયકિશનના
પુત્ર, આશાબેનના પતિ, સ્વ. મૂળજીભાઇ,
સ્વ. ધીરેન્દ્રભાઇના નાના ભાઇ, ગં.સ્વ. મૃદુલાબેનના
દિયર, પ્રતીકભાઇ, ખ્યાતિબેન, માધુરીબેનના પિતા, જયેશભાઇ, નિધિબેનના
કાકા, જીમિકાબેન, જયદીપકુમાર (ભુજ)ના કાકાજી
સસરા, કલ્પેશકુમાર (માંડવી), નવીનકુમાર
(માધાપર)ના સસરા, હર્ષદ, ક્રિષ્નાના દાદા,
પૂર્વ, ધ્યાના, ખુશી,
ઓમના નાના, જયવંતીબેન કાંતિભાઇ વજાણી (જામનગર)ના
જમાઇ, મુકેશભાઇ (શારજાહ), મનોજભાઇ (જામનગર),
દર્શનાબેન પ્રકાશભાઇ પાટડિયાના બનેવી તા. 12-4-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની
પ્રાર્થનાસભા તા. 14-4-2025ના
સોમવારે સાંજે 5થી 6 વાઘેશ્વરી પાર્ટી પ્લોટ, ભુજ ખાતે.
ભુજ : મ.ક.સ.સુ. (દરજી) રિધિબેન (ઉ.વ. 18) તે શોભનાબેન અને સંજયભાઈ હરેશભાઈ
ચૌહાણના પુત્રી, હર્ષ, શિવમ, હેન્શી, ક્યૂરી, કલ્પ, પરાગના બહેન, ભારતીબેન હરેશના
પૌત્રી, રમીલાબેન ગણપતભાઈ રાઠોડ, બિપિનભાઇ
કાનજીભાઈ મોઢના ભાણેજના પુત્રી, માલતીબેન મહેશભાઈ, સ્વ. કુલદીપભાઈ, હિતેશભાઈ, દીપેશભાઈના
ભત્રીજી, પ્રતાપાસિંહ (પટલિયા) ખાંડવાના દોહિત્રી, રાજશ્રી વીનેશ વોરા (નવીનાળ), જ્યોતિ ધનસુખ મહેતા (ભુજપુર)ના
ભાણેજી તા. 12-4-2025ના
અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 14-4-2025ના સોમવારે સાંજે 4.30થી 5.30 દરજી સમાજવાડી, છઠીબારી રિંગ રોડ, ભુજ
ખાતે.
ભુજ : મૂળ ભોજાયના અજબાઇ ભીમજી ભર્યા (ઉ.વ. 75) તે સ્વ. રાણશીં રાયશીં કન્નર
(ગોધરા)ના પુત્રી, ભીમજી સામજીના
પત્ની, પુષ્પાબેન આસમલ ધુવા (રિટાયર્ડ આરોગ્ય વિભાગ),
મૂલચંદ ભર્યા (ડી.પી.એ.-કંડલા), દેવચંદ ભર્યા
(પીજીવીસીએલ-ભુજ), વિનોદ ભર્યાના માતા, આસમલ ધુવા (ગણેશનગર), કાંતાબેન મૂલચંદ (આરોગ્ય વિભાગ-આદિપુર),
નયનાબેન દેવચંદ, હંસાબેન વિનોદના સાસુ,
નિરાલી (એડવોકેટ), આકાશ (આરોગ્ય વિભાગ),
શિવાની (ઇજનેર), અશ્વિન (એડવોકેટ), ડો. હાર્દિક, પૂર્વીના દાદી, મયૂરી
ધુવા (આરોગ્ય વિભાગ), પ્રેમ ધુવાના નાની, રિંકુબેન સીજુ (શિક્ષણ વિભાગ)ના દાદીસાસુ, ભોજાય નિવાસી
ધનજી હરજી, ગોપાલ હરજી, ડુંગરશી હરજીના
કાકી, લખમશીં કન્નર (ગોધરા), રતનશીં કન્નર
(ગાંધીધામ), ચાંપશી કન્નર (ગોધરા), દામજી
કન્નર (ગાંધીધામ)ના મોટા બહેન તા. 13-4-2025ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ તા. 14-4-2025ના સવારે 9 કલાકે પાણી નિવાસસ્થાન ગણેશનગર, ભુજ ખાતે.
ભુજ : અસલમ સોકત કુરેશી (ઉ.વ. 43) તે મ. કુરેશી સોકત અલીમામદના
પુત્ર, મ. અલારખા અલીમામદ, મ.
હનીફ અલીમામદના ભત્રીજા, જાવેદના મોટા ભાઇ, રેહાનના પિતા, રાયમા હનીફ, પઠાણ
એજાજના સાળા, ઝહીર, હસનેનના મોટાબાપા તા.
13-4-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 15-4-2025ના મંગળવારે સવારે 10થી 11 ખાટકી ફળિયા, ખાટકી મસ્જિદ, ભુજ ખાતે.
ગાંધીધામ : વાલબાઇ વાલજી (બાબુભાઇ) ભાચરા (ઉ.વ. 82) તે વાલજી હરદેવના પત્ની, સ્વ. કાન્તાબેન, પાલુભાઇ,
નયનાબેન, જયેશ, વિજય,
મનીષા, રામના માતા, વર્ષા,
જાગૃતિ, વિનોદ, જિજ્ઞા,
ખુશ્બૂ, અશ્વિન, જિતેશ,
રિયા, આર્યન, અયાંશના દાદી,
ધનવંતીબેન, સુશીલાબેન, દક્ષાબેન,
કવિતાબેન, કિશનભાઇ કોચરા, કિશોરભાઇ કોચરાના સાસુ તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. તા. 14-4-2025ના સોમવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન મહેશ્વરી નગર, રૂમ નં. 97, ગાંધીધામ ખાતે.
માંડવી : હાલે મુંબઈ પુષ્કર્ણા બ્રાહ્મણ નીલેશકુમાર થાવરલાલ
પણિયા (ઉ.વ. 55) તે સ્વ. રુક્ષ્મણિબેન થાવરલાલના
પુત્ર, સ્વ. હેમલતાબેન, સ્વ.
મહેશભાઈ, રમેશભાઈ (મુંબઈ)ના ભાઈ, ઉષાબેનના
દિયર, વિશાલ, યોગેશના કાકા, રિના, સોનલના કાકા સસરા, પિયુ,
દેવાંશના દાદા, સ્વ. મંગલદાસ મૂળશંકર જોશી (નલિયા)ના
ભાણેજ, વિનય મંગલદાસ, નીતિન મંગલદાસ જોશી
(નલિયા), આશાબેન નરેન્દ્ર આચાર્ય, પ્રજ્ઞાબેન
જયેશભાઈ આચાર્ય (માધાપર)ના ભાઈ તા. 12-4-2025ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. સંપર્ક : રમેશભાઈ મુંબઈ-મો.
98208 07785 (લૌકિક વ્યવહાર બંધ છે.)
માધાપર (તા. ભુજ) : અંજારના ઔદિચ્ય બ્રહ્મસમાજ (ઝા.સ.) સવિતાબેન મોહનલાલ વ્યાસ (ઉ.વ. 83) તે મોહનલાલ મંગલજી વ્યાસના
પત્ની, સ્વ. વેલુબેન સોમજીભાઇ ભટ્ટના પુત્રી,
જિતેન્દ્ર, નીતિન, દક્ષાબેનના
માતા, હેમલતાબેન, પ્રજ્ઞાબેન, અનિશકુમાર જોશીના સાસુ, ભૂમિ, ચાર્મી,
ધવલ, હિરલના દાદી, ઋષિક,
પ્રિયાંશુના નાની, સ્વ. ભાનુશંકર, પ્રફુલ્લભાઇ, સ્વ. લાભુબેનના બહેન, સ્વ. પ્રાણલાલભાઈના નાના ભાઇના પત્ની, સ્વ. પુષ્પાબેનના
દેરાણી, સ્વ. તારાબેન ઠાકર, મધુસૂદન,
દિનેશચંદ્રના ભાભી, સ્વ. દમયંતીબેન, લક્ષ્મીબેનના જેઠાણી, કિશોર, નીતાબેન,
રેખાબેન, મમતાબેન, દિલીપ,
બકુલ, કલ્પેશના કાકી, ઇલાબેન,
હરીશ, ભાવના, લતા,
જયેશ, જિજ્ઞેશના ફઇ તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 14-4-2025ના સોમવારે સાંજે 5થી 6 નારાયણ વાડી (બ્રહ્મસમાજ),
જી.ઇ.બી સામે, માધાપર ખાતે.
જદુરા (તા. ભુજ) : થેબા ઉમર સિદિક (ઉ.વ. 65) તે તા. 12-4-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 14-4-2025ના સોમવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને.
ગળપાદર (તા. ગાંધીધામ) : હેમરાજભાઇ રણછોડભાઇ ચાવડા (ઉ.વ. 79) તે સ્વ. લધીબેન રણછોડભાઇના
પુત્ર, પરષોત્તમભાઇ (અમદાવાદ), ગૌરીબેન જયસુખલાલ પરમાર (ગાંધીધામ)ના ભાઇ, સ્વ. અમૃતબેન
હીરજીભાઇ રાઠોડ (નાગલપર)ના જમાઇ, દિનેશ ચાવડાના પિતા,
ધર્મિષ્ઠાબેન સૂર્યકાંતભાઇ ટાંક (વડોદરા)ના પિતા, પ્રીતિબેન દિનેશભાઇ ચાવડાના સસરા, હેત, વેદના દાદા તા. 13-4-2025ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-4-2025ના બુધવારે સાંજે 5થી 6 ક.ગુ.ક્ષ.
નૂતન સમાજવાડી, ગળપાદર ખાતે.
મેઘપર-કુંભારડી (તા. અંજાર) : મૂળ ખીરસરા (કોઠારા)ના મહેશ્વરી
જેઠાલાલ ભારમલ ચંદે (ઉ.વ. 64) તે સ્વ. ભારમલ
પૂંજાભાઇના પુત્ર, હીરબાઇ મીઠુ
ધેડા, દેવલબેન પ્રેમજીભાઇ ધેડા, સેજબાઇ
ધનજીભાઇ ધેડા, સ્વ. ધનજીભાઇ, હરિભાઇના મોટા
ભાઇ, સ્વ. સુમારભાઇ જેઠાભાઇ મારાજ (વમોટી મોટી)ના જમાઇ,
કરસનભાઇ, હરિરામભાઇ, નાનબાઇ,
અજબાઇ, હાંસબાઇના બનેવી, નવીન, પ્રવીણ, સુરેશ, શંકરના પિતા, પ્રિયા, ઉર્વશી,
છાયા, આરૂષિ, પ્રિયાંશ,
દ્રશ્યાના દાદા, દમયંતી, રવિ, નિશા, અંજલિ, શનિના મોટાબાપા તા. 11-4-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 14-4-2025ના સોમવારે સવારે ઘડાઢોળ (પાણી)
નિવાસસ્થાન પ્લોટ નં. 55, ભક્તિધામ, મેઘપર-કુંભારડી (આદિપુર) ખાતે.
મસ્કા (તા. માંડવી) : કાંતિલાલ મૂળજી મોતા (ઉ.વ. 78) તે મમીબાઇ મૂળજીના પુત્ર, કમળાબેન (સ્વ. નિર્મળાબેન)ના પતિ, રેખા, રૂપલ, કેતન, જયેશના પિતા, સ્વ. નારાણજી મૂળજીના નાના ભાઇ,
સ્વ. સુરેશભાઇ, નીતિનભાઇ, ભક્તિબેન, વૈશાલીબેનના સસરા, જિતેન્દ્ર,
વિપુલ, મહેશ, રાધાબેન ધીરજભાઇ
વ્યાસના કાકા, ભવ્ય, હેત્વીના દાદા,
પાર્થ, ખુશ્બૂ, નિખિલ,
ભૂમિત, સાહિલના નાના, સ્વ.
લીલબાઇ વેલજી પેથાણી (ફરાદી) તેમજ સ્વ. જયાબેન મીઠુભાઇ લક્ષ્મીદાસ વ્યાસ (ગુંદિયાળી)ના
જમાઇ, સ્વ. અમૃતબેન, ગં.સ્વ. કસ્તૂરબેન,
રમીલાબેન, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. ભારતીબેન, સ્વ. શંભુલાલ, સ્વ.
જેષ્ઠારામ, અજરામલ,
હરેશભાઇ, મણિશંકરભાઇ, ધનગૌરીબેન
મંગલદાસ મોતા (મસ્કા), કસ્તૂરબેન શાંતિલાલ પેથાણી (ગુંદિયાળી),
જ્યોત્સનાબેન અશ્વિનભાઇ પેથાણી (નારાણપર), શાંતાબેન
પ્રકાશભાઇ જોષી (ફરાદી)ના બનેવી, ગં.સ્વ. ભાવનાબેન, ગં.સ્વ. લતાબેન, સ્વ. પુરીબેન, ભાવનાબેન, ઉષાબેનના નણદોયા તા. 13-4-2025ના અવસાન પામ્યા છે. માવિત્ર
પક્ષની પ્રાર્થનાસભા તા. 15-4-2025ના
સાંજે 4થી 6 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે અને સાસરા પક્ષની તા. 15-4-2025ના બપોરે 3થી 5 શેખાઇબાગ રાજગોર સમાજવાડી, ગુંદિયાળી ખાતે.
મઉં મોટી (તા. માંડવી) : વિમળાબેન ખાનિયા (ભાનુશાલી) (ઉ.વ. 58) તે રામજીભાઇ શંભુલાલ ખીમજીના
પત્ની, સ્વ. પાર્વતીબેન રણછોડદાસ ફકીરભાઇ ચાંદ્રા
(સાંધાણ)ના પુત્રી, સ્વ. મણિબેન શંભુલાલના પુત્રવધૂ, સ્વ. ભચીબાઇ લક્ષ્મીદાસના ભત્રીજાવધૂ, હિતેષભાઇ,
વિશાલભાઇ, વસંતભાઇ (કાનજીભાઇ), મિત્તલબેનના માતા, પૂજાબેન, ચેતનાબેન,
સીમાબેન, અક્ષયભાઇ રમેશભાઇ ગજરા (ગાંધીધામ)ના સાસુ,
મંજુલાબેન જયંતીભાઇ, પદમાબેન મહેન્દ્રભાઇ,
ભાવનાબેન વિઠ્ઠલભાઇ, રમીલાબેન નારાણજીભાઇ રણછોડદાસ
ચાંદ્રા (સાંધાણ), નિર્મળાબેન જિતેન્દ્રભાઇ શંભુભાઇ હુરબડા (હાજાપર)ના
ભાભી, હીરજીભાઇ, શંકરલાલ, નારાણજીભાઇ, સ્વ. પ્રકાશભાઇ, સ્વ.
રમીલાબેન લીલાધરભાઇ ગોરી (મોથાળા), હરબાઇબેન હંસરાજભાઇ ગોરી
(મોડકુબા), દમયંતીબેન શંકરલાલ ગજરા (રાપર-અબડા), દેવકીબેન જગદીશભાઇ જોયસર (મઉં મોટી)ના બહેન, ધ્રુવી,
દિયા, નવ્યા, દૃષ્ટિ,
દિત્યા, મોહિત, સિયા,
ધ્યાનના દાદી, પીયૂષભાઇ, સુરેશભાઇ, રમેશભાઇ, ઉત્તમભાઇ,
નીતિનભાઇ, શીતલબેન, નીતાબેન,
માલતીબેન, વૈશાલીબેન, હેતલબેન,
જ્યોતિબેન, દિપાલીબેનના ભાભીમા, રીનાબેન, મનીષાબેન, જીનલબેન,
રાકેશ જેરામભાઇ ચાંદ્રા (પૂના), જસરાજ રાજેશભાઇ
ખીચડા (અંજાર)ના ભાભીમા સાસુ, સ્વ. કરસનદાસ, અરજણભાઇ, પ્રતાપભાઇ, જીવનભાઇ,
વિઠ્ઠલભાઇ, સાકરીબેન, વસનાબેન,
જશોદાબેન, જમણાબેનના પિતરાઇ ભાઇના પત્ની તા. 13-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 15-4-2025ના મંગળવારે સાંજે 4થી 5 ભાનુશાલી મહાજનવાડી, મઉં મોટી ખાતે.
ત્રગડી (તા. માંડવી) : ભુસર સફુરાબાઇ (ઉ.વ. 43) તે જુણસ હારુનના પત્ની, મજીદ, શાહેદા,
શિરીનના માતા, મામદ, મુસ્તાકના
કાકી, અદ્રેમાન, હાજી, કાદરના બહેન, અબુબકરના ભત્રીજી, ભુસર હાજી હારુનના પુત્રવધૂ તા. 12-4-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 14-4-2025ના સોમવારે સવારે 9.30થી 10.30 ઇમામ ચોક, વાઘેર ફળિયા, ત્રગડી ખાતે.
રવાપર (તા. નખત્રાણા) : સમા મરીયમબાઇ ઓસમાણ (ઉ.વ. 83) તે મૌલાના ઇબ્રાહિમ (પેશ ઇમામ
રવાપર મસ્જિદ), અનવરના માતા, ભજીર ઇશા સુમારના સાસુ, મ. કાસમ હિંગોરજા (રસલિયા)ના
બહેન તા. 12-4-2025ના
અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-4-2025ના બુધવારે 10થી 11 મેઇન હાઇવે
રોડ, કોમ્પલેક્ષ પાછળ, રવાપર
ખાતે.
કોટડા-જ. (તા. નખત્રાણા) : ચંપાબેન ઉમરાણિયા (ઉ.વ. 80) તે સ્વ. ઉમરશીભાઇ પ્રાગજીભાઇના
પત્ની, મેઘજી કાનજી મારૂ (ઘડુલી)ના પુત્રી,
કમલેશભાઇ, રસીલાબેન, કલ્પનાબેન,
પ્રવીણાબેન, કોમલબેનના માતા, પિયુષાબેન, હરિભાઇ (વડોદરા), પ્રફુલ્લભાઇ
(જરિયા), રાજેશભાઇ (ભચાઉ), ગૌતમભાઇ (નલિયા)ના
સાસુ, નીતિન, પાર્થ, કૃપાના દાદી, દામજીભાઇ, મણિલાલભાઇ,
મંગલભાઇના ભાભી, માહીબેનના દાદીસાસુ તા. 12-4-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 15-4-2025ના મંગળવારે સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી, બસ સ્ટેશન, કોટડા (જ.) ખાતે.
સુથરી (તા. અબડાસા) : કુંભાર હાસમ અલીમામદ (ઉ.વ. 46) તે હસન, આમદના ભાઇ, તોહીરના પિતા
તા. 13-4-2025ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 15-4-2025ના મંગળવારે સવારે 10થી 11 કાજી મસ્જિદ, સુથરી ખાતે.