• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

અવસાન નોંધ

ભુજ : કાંતિલાલ (કનુભાઇ) લક્ષ્મીદાસ ઠક્કર (ઉ.વ. 77) તે સ્વ. ગોદાવરીબેન લક્ષ્મીદાસના પુત્ર, સ્વ. ભીમજી ખેરાજ (ખાવડાવાળા)ના જમાઇ, રાધાબેન (લખમી)ના પતિ, સ્વ. હરેશ (માસ્તર), લક્ષ્મીદાસ, હસ્તાબેન રસીકલાલ પૂજારાના મોટા ભાઇ, સ્વ. કેતન, સ્વ. સંદીપ (લાલો),?ધર્મિષ્ઠા, મનીષા, દર્શનાના પિતા, ગં.સ્વ પ્રતિભાબેન હરેશભાઇના જેઠ, વિરલ હરેશભાઇ, હર્ષ હરેશભાઇના મોટા બાપા, મહેન્દ્રભાઇ કરશનદાસ સેજપાલ (મુંબઇ), નવીનભાઇ ધનજીભાઇ તન્ના (રાજકોટ), વિપુલભાઇ હરજીવનભાઇ માણેક (ભુજ), રતનબેન શંભુલાલ મજેઠિયાના સસરા, લતાબેન લક્ષ્મીદાસ, હસ્તાબેન અશ્વિનભાઇ, અમીતાબેન (મયા) અજિતભાઇ, તુલસાબેન વિમલભાઇ, મધુબેન રૂપકુમાર, માવજીભાઇ, ચંદુલાલભાઇ, જેન્તીભાઇના બનેવી, ઘનશ્યામ રસીકલાલ પૂજારા, પીયૂષ રસીકલાલ પૂજારા, જિજ્ઞા અલ્પેશભાઇ પૂજારાના મામા, તીર્થ, રિદ્ધિ, અભય, સિદ્ધિ, યશ, સ્નેહાના નાના તા. 7-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-12-2024ના સોમવારે બિલેશ્વર મંદિર 4થી 5.

ભુજ : મૂળ કરોડિયા (અબડાસા)ના સામતભાઇ ભર્યા (મહેશ્વરી) (પીએસઆઇ પાલનપુર-બનાસકાંઠા) (ઉ.વ.48) તે સેજબાઇ આસપાર ભર્યાના પુત્ર, ખેતબાઇના પતિ, વિજય, કરણ, ડિમ્પલના પિતા, ટોપણ મુરાજ ભર્યાના મોટા બાપા, રામજી મુરાજ ભર્યાના કાકા, સામજીભાઇ, ચાંપશીભાઇ, ગાંગજીભાઇ, લાલજીભાઇ, રમેશભાઇ, પુરબાઇ પ્રેમજી બુઢા (બાયઠ), ગંગાબેન ચાંપશી જંજક (માંડવી), અજબાઇ તેજપાર ફફલ (માંડવી)ના ભાઇ, પ્રેમજીભાઇ (બાયઠ), ચાંપશીભાઇ (માંડવી), તેજપારભાઇ (માંડવી)ના સાળા, બુધિયાભાઇ મુરજીભાઇ હેંગણા (સાંધવ)ના જમાઇ તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા 8-12-2024ના સવારે 10 વાગ્યે જૂની રાવલવાડી મહેશ્વરી સમાજવાડીની બાજુમાં, ધાર્મિકવિધિ તા. 8-12-2024ના આગરી અને પાણીઆરો જૂની રાવલવાડી, મહેશ્વરી સમાજવાડીની બાજુમાં.

ભુજ : ભાવિન દિનેશભાઇ રાજગોર (ઉગાણી) (ઉ.વ. 36) તે સરસ્વતીબેન દિનેશભાઇ ગોરના પુત્ર, ચિરાગભાઇ ગોર (જનસેવા કેન્દ્ર)ના મોટા ભાઇ, સ્વ. રમાબેન પ્રાણજીવન ગોરના પૌત્ર, સ્વ. ભગવતીબેન (બબીબેન) રામજી (વાંકી)ના દોહિત્ર, પ્રવીણાબેન, ગં.સ્વ. જયાબેન પ્રફુલ્લભાઇ ગોર, ગં.સ્વ. રેખાબેન દીપકભાઇ આચાર્યના ભત્રીજા, જયંતીભાઇ (જખુ મારાજ), ગં. સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. જયાબેન, ગં.સ્વ. દમયંતીબેનના ભાણેજ, ઓમ અને રીવાના કાકા, સ્વ. નીતેશ હિંમતલાલ મોતા, કોમલ પ્રશાંતકુમાર સોની, રિદ્ધિ ધવલકુમાર ગોર, ઉર્વી જિજ્ઞેશભાઇ ભટ્ટ, દીપ પ્રફુલ્લભાઇ ગોરના ભાઇ તા. 6-12-2024ના અવસાન પામ્યા?છે. પ્રાર્થનાસભા તા. 9-12-2024ના સોમવારે ત્ર્યંબકેશ્વર મંદિર રાજગોર સમાજવાડી, સરપટ ગેટ બહાર, 4થી 5.30.

ભુજ : નોડે જેનાબેન ગફુર (ઉ.વ. 65) તે ગફુર હાજીના પત્ની, અકબરના માતા, અભુભાઈ (પટેલ), જુસબ અને  ઉમરના ભાભી, મ. નોડે અલીમામદ હકીમ, મ. નોડે અ.શકુર અને અબ્દુલ નોડે (નઢોકાકા)ના બહેન, સિકંદર નોડેના સાસુ, અબ્દુલ રજાક નોડેના ફઈ તા. 7-12-2024ના અવસાન પામ્યા છે. તાજિયત  તા. 8, 9 રવિ-સોમવારે સવારે 10થી સાંજે 6 નિવાસસ્થાન કેમ્પ એરિયા, જૂના કચ્છમિત્ર પાછળ, ભુજ ખાતે.

ભુજ : મૂળ હબાયના ગીતાબેન જવેરગર ગોસ્વામી (ઉ.વ. 68) તે સ્વ. જીવણગર મલુગરના પુત્રવધૂ, સ્વ. જવેરગર જીવણગરના પત્ની, નરોત્તમગર, પરેશગર, ધર્મેન્દ્રગરના માતા, મુકતાબેન, રશ્મીબેન, પૂનમબેનના સાસુ, મિતીકા, અવની, વિશાલ, જેનિશ, કિંજલ, શિવાની, જેનિલના દાદી, કિશનના દાદી સાસુ, ડાહીબેન લધુગર ગોસ્વામીના પુત્રી, ગોવિંદગર, વિનોદગર, બયા, લતા, સૂર્યા, સરલા, કોકીલાના બહેન તા. 7-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-12-2024ના સાંજે 4થી 5 જબલેશ્વર મહાદેવ મંદિર, જેષ્ઠાનગર ખાતે.

ભુજ : વડનગરા નાગર ગં.સ્વ. ઇલાબેન સુભાષભાઇ માંકડ (ઉ.વ. 73) તે સ્વ. સુભાષભાઈ કિશોરચંદ્ર માંકડના પત્ની, ગં.સ્વ. શર્મિષ્ઠાબેન કિશોરચંદ્ર માંકડના પુત્રવધૂ, વિભવ માંકડ (અમેરિકા), જલશ્રી કંદર્પ દવે (સુરત)ના માતા, કાર્તિકા માંકડ અને કંદર્પ દવેના સાસુ, મધુસૂદનભાઈ માંકડ, પ્રતિમાબેન વૈદ્ય, યજ્ઞેશભાઈ, પીયૂષભાઈ,   પરિતોષભાઈ માંકડ અને મૈથિલીબેન ચંદ્રકાંત મકવાણાના ભાભી, ગ્રેસના દાદી,  યુગ અને આર્યના નાની,  સ્વ. અરુણભાઈ બક્ષી, ડો. પિનાકીન બક્ષી (વડોદરા)ના બહેન તા. 6-12-2024ના સુરત ખાતે અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 8-12-2024ના રવિવારે સાંજે 4 કલાકે નિવાસસ્થાન 84, શિવમ પાર્ક, યક્ષમંદિર પાસે ભુજથી સ્વર્ગ પ્રયાણધામ જશે. 

ભુજ : રાજગોર જિતેન્દ્રભાઇ શિણાઇ (મંગલભાઇ)(મદ્રાસવાળા) (ઉ.વ. 79) તે સ્વ. મોંગીબેન હંસરાજ મેઘજી શિણાઈના પુત્ર, કુસુમબેનના પતિ, પૂર્વેશ તથા કાનન પીયૂષભાઈ ગોર, મીનલ ડિકેશભાઈ ગોરના પિતા, પીયૂષભાઇ ચમનલાલભાઈ ગોર, ડિકેશભાઈ પ્રાણલાલભાઈ ગોર, નીપા પૂર્વેશ શિણાઈ, સ્નેહા સૂર્યકાંત શિણાઈના સસરા, સ્વ.  ડો. નારાણજીભાઈ શિણાઈ (મુંબઈ), સ્વ. જવેરબેન ગૌરીશંકર વિઠ્ઠા, સ્વ. ચંદુબેન લક્ષ્મીદાસ વિઠ્ઠાના ભાઈ, સ્વ. કસ્તુરબેન નારાયણજી શિણાઇના દિયર, રમીલા રાજેન્દ્રભાઈ મહેતા, લતા ભરતભાઈ જોષી, સૂર્યકાંત (શંભુ), ભાવના નિરંજનભાઈ ગોરના કાકા, સૃષ્ટિ, નિયતિ, ચિંતન (ચિન્ટુ)ના દાદા, જિનલ, સુહાની, સૂચિ, કેશવીના નાના, પુષ્પા, મંગલ, દીપક, પૂર્ણિમા, અનંત, હરેશ, કલ્પના, હિતેન્દ્ર (પપ્પુ)ના મામા, સ્વ. મોંગીબાઈ ભવાનજી ડોસા જોષી (મદ્રાસવાળા)ના જમાઈ, સ્વ. લીલાવંતીબેન મંગલભાઈ, દિનેશભાઈના બનેવી, પૂર્ણિમાબેન, ક્રિષ્નાબેનના નણદોયા, જયંતીભાઈ ભગવાનજીભાઈ મોતાના સાઢુ ભાઈ તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-12-2024ના સોમવારે સાંજે 4:30થી 5:30 રાજગોર સમાજવાડી, ડાંડા બજાર ખાતે.

ભુજ : મૂળ ફતેહગઢના જવેરબેન જયંતીલાલ ભીંડે (ઉ.વ. 74) તે સ્વ. જયંતીલાલ દીપચંદભાઇ ભીંડેના પત્ની, સ્વ. દીપચંદભાઇ ધનજીભાઇ ભીંડેના પુત્રવધૂ, સ્વ. હરચંદભાઇ પોપટલાલ સચદે (ઉમૈયાવાળા)ના પુત્રી, રાજેશભાઇ જયંતીલાલ ભીંડે, ક્રિષ્નાબેન રાજેશકુમાર પોપટ, રક્ષાબેન રાજનકુમાર ઠક્કરના માતા, નયનાબેન રાજેશભાઇ ભીંડેના સાસુ, નારાણજીભાઇ દીપચંદ ભીંડે, પુષ્પાબેન પરસોત્તમભાઇ નાથાણી, રુક્ષ્મણિબેન પરસોત્તમભાઇ પૂજારા, કાંતાબેન ખટાઉભાઇ સચદેના ભાભી, ધીરજલાલ પોપટલાલ સચદેના ભત્રીજી, ઇશ્વરલાલ, શાંતિલાલ, ભગવતીબેન નવીનભાઇ મિરાણીના બહેન, રમેશ, સ્વ. પીયૂષ, વિશાલ, નલિનીબેન અશોકકુમાર સચદે, સ્વ. હસ્તા જેન્તીલાલ પૂજારાના કાકી, ટીશા, વિશ્વા, ધ્રુવના દાદી, રિદ્ધિ, શિવાની અને ચેષ્ટાના નાની તા. 5-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-12-2024ના રવિવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી વી.ડી. હાઇસ્કૂલની બાજુમાં ભુજ ખાતે.

ભુજ : મૂળ રાપરના મહેતા ભૂપેન્દ્ર મહાદેવ (ઉ.વ. 74) તે. સ્વ કમલાબેનના પતિ, ધર્મેશ (પપ્પુ), વિરલ (સિદ્ધિ બુક), જિજ્ઞા, હેતલ, વૈશાલીના પિતા તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. આત્મશ્રેયાર્થે ગીરનારની ભાવયાત્રા સોમવાર તા. 9-12-2024ના સવારે 10થી 12 વર્ધમાન જૈન બોર્ડિંગ સંકુલ, કચ્છમિત્ર પ્રેસ પાસે, ભુજ ખાતે. 

ભુજ : મૂળ બિદડાના દિલાબેન કલ્યાણજી ચાવડા (ઉ.વ. 75) તે સ્વ. કલ્યાણજી વેલજી ચાવડાના પત્ની, સ્વ. મેઘબાઇ ચનુભા સોલંકી (બિદડા)ના પુત્રી, નારાણજી, શિવજી, કાનજી, રામજી, સ્વ. ભૂપેન્દ્રના માતા, લતાબેન, મીનાબેન, દીનાબેન, પ્રેમીલાબેન, સ્વ. મનીષાબેનના સાસુ, મેઘરાજ, પ્રેમ, વિશાલ, હસ્તી, કામિની, પ્રાચીના દાદી, શર્મી, હિરલ, અભિનવના દાદીજી, ધ્યાનાના પરદાદી, ચાંપશી ચનુભા સોલંકી (બિદડા)ના મોટા બહેન તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-12-2024ના સોમવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી (રાવલવાડી) ભુજ મધ્યે. 

અંજાર : જમનાદાસ રતનશી શેઠિયા તે સ્વ. રતનશી માવજી શેઠિયાના પુત્ર, વનિતાબેનના પતિ, કલ્પેશભાઇ (પપુભાઇ) (રઘુવીર એન્ટરપ્રાઇઝ)ના પિતા, ભારતીબેનના સસરા, જૈનીલના દાદા, સ્વ. પ્રાગજી પ્રેમજી કોડરાણીના જમાઇ, સ્વ. દેવજીભાઇ, સ્વ. મંગલજીભાઇ, સ્વ. વિઠ્ઠલદાસભાઇ, સ્વ. દયાળજીભાઇ, સ્વ. કાંતિલાલભાઇ, સ્વ. રામજીભાઇ, સ્વ. ચમનલાલ, સ્વ. જેઠાલાલભાઇ, સ્વ. ઝવેરબેન ડુંગરશીભાઇ સોમેશ્વરના નાના ભાઇ, સ્વ. જયંતીભાઇ, મહેશભાઇ, સ્વ. કિશોરભાઇ, સ્વ. દિનેશભાઇ, સ્વ. રાજુભાઇ, જયેશભાઇ, નીતિનભાઇ, ભરતભાઇના કાકા તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-12-2024ના રવિવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી સવાસર નાકા અંજાર ખાતે.

અંજાર : મૂળ ખેંગારપરના ગોપાલભાઇ ચાડ (ઉ.વ. 75) તે મેઘીબેનના પતિ, સ્વ. શિવજીભાઇ, રાણાભાઇ, ભીમાભાઇ, સ્વ. કાનાભાઇના ભાઇ, રામજીભાઇ, નવીનભાઇ, નિકુલભાઇના પિતા, હરિભાઇ, જેન્તીભાઇ, સ્વ. સાગરભાઇ, રામદેવભાઇના કાકા, રાજન, ચિંતન અને ભરતના દાદા તા. 7-12-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન કૈલાસનગર, દબડા અંજાર મધ્યે. 

માંડવી : ડો. મનુભાઇ મહેશ્વરી (પારિયા) (નિવૃત્ત સિવિલ સર્જન) (ઉ.વ. 77) તે સ્વ. આત્મારામ મેઘજી મહેશ્વરી તથા સ્વ. તેજબાઇના પુત્ર, શાંતાબેન, રતનબેનના પતિ, સ્વ. દીપક, નૈતિક, ભારતીબેન  ગાવિંદ ચુયા (ભુજ), રશ્મિબેન પ્રશાંત રોશિયા (ગાંધીધામ)ના પિતા અને સ્વ. બચુભાઈ (ગાંધીધામ), મનોજભાઈ, રવિલાલ, ઉમાબેન આલારામ કન્નર (માંડવી), પાર્વતીબેન રામજી કન્નર (ગાંધીધામ), તારાબેન ખમુભાઈ માતંગ (અંજાર), સ્વ. લક્ષ્મીબેન જેઠાલાલ માતંગ (ગાંધીધામ)ના ભાઈ, નૈસર્ગી અને કર્ણના નાના તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 

વરલી (તા. ભુજ) : મૂળ ચંદિયાના લુહાર છાયાબેન ધીરજલાલ પરમાર (ઉ.વ. 54) તે સ્વ. ધીરજલાલના પત્ની, ઘનશ્યામ, રાજેશ, હીનાના માતા, સ્વ. છોટાલાલના નાના ભાઇના પત્ની, ચંદુલાલ, દીપકના ભાભી, ગૌવરીબેનના દેરાણી, ગીતાબેનના જેઠાણી, પરેશ, હરેશના કાકી, રીતેશ, ચિરાગના મોટી મા, પંકજ સિદ્ધપુરાના સાસુ, રંજનબેન નારણ હંસોરાના પુત્રી, ઉષાબેનના નાના બહેન, ટીનાબેન, સ્વ. ભરતભાઇના મોટા બહેન તા. 7-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9-12-2024ના સોમવારે બપોરે 3થી 4 નિવાસસ્થાને.

માનકૂવા (તા. ભુજ) : બલોચ હાજી સુમાર ભચુ (ઉ.વ. 80) તે અલીખાન, ઇસ્માઇલ, અબ્દુલ્લા, કાસમના પિતા, જુસબખાન, સ્વ. અયુબખાન, હારૂનખાન, અબ્દુલરહીમ ખાન (ધ્રંગ)ના કાકા તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-12-2024ના સવારે 10.30થી 11.30 સદુરાઇ મસ્જિદના જમાતખાના માનકૂવા ખાતે. 

નાગલપુર (તા. અંજાર) : કમરુદ્દીન તાજદીન રતાણી (ઉ.વ.76) તે પરવીનબેનના પતિ, રફીકભાઇ, રૂબીના તથા રૂકસાનાના પિતા, મુખી નિજારભાઇ, અકબરભાઇ, મ. દોલતબેન, જેરાબેનના ભાઇ, મ. અમીનભાઇ, મલિકભાઇ, દિલશાદબેનના સસરા તા. 7-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 8-12-2024ના રવિવારે સાંજે 4થી 5 હસનપીર દરગાહ ચોક ખાતે. 

બાંભડાઇ : સોઢા વિશાલસિંહ વજેરાજજી (ઉ.વ. 21) તે સ્વ. સોઢા ખાનજીભા રામસંગજીના પૌત્ર,  સોઢા વજેરાજજી ખાનજીભાના પુત્ર, સોઢા વિક્રમસિંહ, જાલુભા, ભીખુભા,અજિતસિંહના ભત્રીજા, સોઢા વીરેનસિંહ, મહાવીરસિંહ, પ્રતાપસિંહ, જયરાજસિંહ, કરણસિંહના ભાઇ, વાઘેલા મોબતસિંહ (વરલી), કુંવરજી, કનુભા, હરિસંગજી, હેમતસિંહના ભાણુભા, જાડેજા વખુભા (બાંભડાઇ), જીલુભા, સ્વ. કાનજીભા, ભગવાનજી, સ્વ. દીપસંગજીના ભાણુભાના પુત્ર તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું બાંભડાઇ નિવાસસ્થાને.

વાલ્કા મોટા (તા. નખત્રાણા) : સુમારભાઇ કમાભાઇ સીજુ (ઉ.વ. 62) (સરપંચ વાલ્કા મોટા જૂથ ગ્રામ પંચાયત) (પ્રમુખ ધ્રંગ મેઘમારૂ સમાજ) તે કમાભાઇ નાથાભાઇના પુત્ર, માલાભાઇ, વિશ્રામભાઇ, શિવજીભાઇના નાના ભાઇ, સ્વ. થાવરભાઇ, હિરાભાઇ, રતિલાલભાઇ, વિશ્રામભાઇના કાકાઇ ભાઇ, રમેશભાઇ, મેઘજીભાઇ, હંસાબેન બાબુલાલ (વ્યાર), હિરબાઇ હરેશભાઇ (બિટ્ટા)ના પિતા, હેમલતાબેન, મણિબેનના સસરા, સ્વ. મુરજી દેવજી બળિયા (પાનેલી)ના જમાઇ, સ્વ. પુંજાભાઇ મુરાભાઇ, લધુભાઇ મુરાભાઇના બનેવી તા. 7-12-2024ના અવસાન પામ્યા છે. બારસ (કોઠ) તા. 17-12-2024ના મંગળવારે  તેમજ પાણિયારો (ઘડાઢોળ) તા. 18-12-2024ના બુધવારે નિવાસસ્થાન વાલ્કા મોટા ખાતે. 

વરંડી મોટી (તા. અબડાસા) : ચૌહાણ કમળાબા  (ઉ.વ. 75) તે સ્વ. મમુભા જેઠુભાના પત્ની, સ્વ. ભરતસિંહ, પ્રભાતસિંહ, જગદીશસિંહ, જાડેજા અરુણાબા ઘનશ્યામસિંહ (નુંધાતડ)ના માતા, ગં.સ્વ. જાડેજા અમૃતબા શિવુભા (ડુમરા), ચૌહાણ પોપટભા હમીરજી, ચંદુભા હમીરજીના ભાભી, જયદીપસિંહ, યુવરાજસિંહ, હર્ષદીપસિંહ, જાડેજા શીતલા નિતેન્દ્રસિંહ (વાડાપદ્ધર), કાજલબા યશપાલસિંહ (પુનડી), જાન્વીબા, પ્રિયાંશીબાના દાદી, જાડેજા પુષ્પરાજસિંહ ઘનશ્યામસિંહ, યોગીતાબા અજયસિંહ ગોહિલ (ભુજ)ના નાની તા. 7-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી ચૌહાણ દરબારગઢ ડેલી મધ્યે. ઉત્તરક્રિયા તા. 18-12-2024ના. 

ધુણઇ (તા. માંડવી) : ભાનુશાલી કાનજી બાબુલાલ કટારમલ (ઉ.વ. 58) તે ગં.સ્વ. ભચીબાઇ બાબુલાલ નરસિંહના મોટા પુત્ર, સ્વ. જેઠાલાલ, ગં.સ્વ. હીરબાઇ પ્રેમજી ચાંદ્રા, સ્વ. ધનજી કરશન, શંકરલાલ કરશનના ભત્રીજા, જયંતીલાલના મોટા ભાઇ, નાખુવા તારાબેન કુંવરજી (નિરોણા), પાર્વતીબેન અરવિંદ ગજરા (નિરોણા), રૂક્ષ્મણિબેન ધીરજલાલ ચાંદ્રા (ધુણઇ), કમળાબેન મહેશ (ભાડઇ)ના ભાઇ, દીપાબેન દર્શનભાઇ ચાંદ્રા (ધુણઇ), ત્રિશુલ, શૈલેષના પિતા, સ્વ. લાલજીભાઇ મીઠુભાઇ નાખુવાના જમાઇ, સ્વ. ગંગાબાઇ કાનજી ભદ્રા (શિરવા)ના ભાણેજ તા. 7-12-2024ના અવસાન પામ્યા?છે. પ્રાર્થનાસભા તા. 9-12-2024ના કટારમલ પરિવાર ખેતરપાળદાદાના ચોકમાં સવારે 10થી સાંજે 4. 

વામકા (તા. ભચાઉ) : ગુલાબકુંવરબા (ઉ.વ. 94) તે જાડેજા અજિતસિંહ જેસંગજીના પત્ની, કરણીબા દિગ્વિજયસિંહ ઝાલા (માલણિયાત), જયાબા લખપતસિંહ ઝાલા (કમાલપુર), પ્રફુલ્લાબા હરપાલસિંહ ઝાલા (ડુમાણા), દીપકસિંહ, મહેન્દ્રસિંહ (હકુભા) અજિતસિંહ જાડેજાના માતા, પૃથ્વીરાજસિંહ, શક્તિસિંહ, હરિશચંદ્રસિંહ દીપકસિંહ, શિવમસિંહ મહેન્દ્રસિંહ જાડેજાના દાદી, સ્વરાજસિંહ પૃથ્વીરાજસિંહ જાડેજાના પરદાદી તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા તા. 8-12-2024ના નિવાસસ્થાન વામકા ખાતે તથા ઉત્તરક્રિયા તા. 14-12-2024ના. 

જખૌ (તા. અબડાસા) : કુંભાર ઓસમાણ હાજી ઇબ્રાહીમ (ઉ.વ. 42) તે મ. હાજી ઇબ્રાહીમ અલીમામદના પુત્ર, કુંભાર જુસબ અલીમામદ (નલિયા), મ. ઇસ્માઇલ અલીમામદ (વમોટી)ના ભત્રીજા, અદ્રેમાન, કાસમ, આમદ, અબ્દુલ મજીદના મોટા ભાઇ તા. 7-12-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 10-12-2024ના મંગળવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને. 

ધનાવાડા (તા. અબડાસા) : હિંગોરા મામદ આમદ (ઉ.વ. 68) તે ઈબ્રાહિમ, મામદ સિધીક હિંગોરાના મોટા ભાઈ, અબ્દુલમજીદ, સલીમના પિતા, હાજી ઓસમાણ સાલેમામાદના ભાણેજ, હાજી ઉમર સિધીકના ભત્રીજા, હિંગોરા ડાડા ઈશા (ગાંધીધામ)ના સાળા, હિંગોરા હાજી મામદ સિધીક (સરપંચ ગઢવાડા)ના માસીઆઇ ભાઈ, ગફુર સુલેમાન હિંગોરાના બનેવી તા. 7-12-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 10-12-2024ના મંગળવારે સવારે 10.30 વાગ્યે ધનાવાડા મસ્જિદ ખાતે.

રવા (તા. અબડાસા) : રાજબાઇ માલશી હિગણા (ઉ.વ. 56) તે સ્વ. માલશી રામજીના પત્ની, મુકેશ, ઉમેદ, ભાવેશ, ભચીબાઇના માતા, મંગલ રામજીના ભાભી,?ખેરાજ, નાગશી, ખીમજી જેઠા કોચરા (ખીરસરા કોઠારા)ના બહેન તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.

હળવદ (જિ. મોરબી) : મૂળ દેશલપર (વાંઢાય-કચ્છના) કરશનભાઇ કાનજીભાઇ માવાણી (ઉ.વ. 70) તે સ્વ. રાજબાઇ કાનજીભાઇના પુત્ર, મોંઘીબેનના પતિ, સ્વ. મોહનભાઇ, ચંદુભાઇ, લક્ષ્મીબેન (જિયાપર), મણિબેન (આણંદસર), વાલબાઇ (ભુજ), શાંતાબેન (લક્ષ્મીપર-તરા), પાર્વતીબેન (માનકૂવા), વિમણાબેન (વિરાણી નાની-ગઢ), જમનાબેન (રામપર-પિયોણી)ના ભાઇ, મહેન્દ્રભાઇ, હંસરાજભાઇ, દશરથભાઇ, નરસિંહભાઇના પિતા, હરિઓમ, નિકુલ, હિરેન, ક્રિષ્ના, કાજલ, આરતી, મિત્તલ, મૈત્રી, હર્ષી, હેન્સીના દાદા, સ્વ. રામજીભાઇ પૂંજાભાઇ ભગત (આણંદસર)ના જમાઇ તા. 6-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 8-12-2024ના સવારે 8.30થી 11.30 દેશલપર સનાતન સતપંથ સમાજવાડી મધ્યે અને તા. 9-12-2024ના સવારે 8.30થી 11.30 નિવાસસ્થાને હળવદ (મોરબી) ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd