• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

અવસાન નોંધ

ભુજ : મૂળ બાડાના પશ્ચિમ કચ્છ મચ્છુ કઠિયા સઇ સુતાર શાંતિલાલ મંગલદાસ પરમાર (ઉ.વ. 64) તે સ્વ. હીરબાઇ મંગલદાસ પરમારના પુત્ર, જશોદાબેનના પતિ, દિના, આનંદ, વિમલના પિતા, નરેશ છગનલાલ સોલંકી (ઘડિયાળી-ભુજ), ત્રિભુવન શંભુભાઇ સોલંકી (ભચાઉ)ના સસરા, ગં.સ્વ. જવેરબેન નાનજીભાઇ સોલંકી, ગં.સ્વ. તારાબેન વિનોદભાઇ ચાવડા (એરીકેશન), મહેશના ભાઇ, સ્વ. નાનજીભાઇ પરસોત્તમ સોલંકી, સ્વ. વિનોદભાઇ શાંતિલાલ ચાવડાના સાળા, રીનાબેન મહેશભાઇના જેઠ, જેની, પ્રથમના મોટાબાપા, રામજીભાઇ, લહેરીભાઇ (કલ્યાણપર), નવીનભાઇ (ભુજ), જેન્તીભાઇ, સુરેશભાઇ (મંજલ)ના કાકાઇ ભાઇ, ઉષા, કિરણ, પંકજ, આરતી, પૂજા, હર્ષાના મામા, ગં.સ્વ. લક્ષ્મીબેન રવજીભાઇ પરમાર (દોલતપર)ના જમાઇ, દમયંતીબેન દામજીભાઇ મોઢ (નેત્રા), હેમલતાબેન રમેશભાઇ મોઢ (નેત્રા), પ્રેમજીભાઇ રવજીભાઇ પરમાર (નાસિક), વસંતીબેન ઇશ્વરભાઇ મકવાણા (દેવપર), કલ્પનાબેન બિપિનભાઇ ડાભી (વિરાણી)ના બનેવી, ભાનુબેન કાનજીભાઈ પરમારના કાકાઈ જમાઈ તા. 2-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-12-2024ના બુધવારે બપોરે 3.30થી 4.30 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ ખાતે.

ભુજ : જાડેજા આનંદબા રણજિતાસિંહ તે સ્વ. જાડેજા રણજિતાસિંહ સતુભાના પત્ની, શૈલેન્દ્રાસિંહ જાડેજાના માતા, જાડેજા રાજવીરાસિંહ શૈલેન્દ્રાસિંહ જાડેજાના દાદી તા. 1-1ર-ર0ર4ના અવસાન પામ્યા છે. બેસણું તા. પ-1ર-ર0ર4ના સાંજે 4થી 6 ગીતા કોટેજ, સિવિલ એરપોર્ટ સામે, ગણેશ ચોક ખાતે.

ભુજ : વડનગરા નાગર ગં.સ્વ. હંસાબેન કૃષ્ણકાન્ત વૈષ્ણવ (ઉ.વ. 78) તે સ્વ. કૃષ્ણકાન્તભાઈ ઉદયશંકર વૈષ્ણવ (નિવૃત્ત એસ.ટી. ડેપો મેનેજર)ના પત્ની, ઇન્દિરાબેન ઉદયશંકર વૈષ્ણવના પુત્રવધૂ, સંદીપ વૈષ્ણવ, દીપક વૈષ્ણવ (એસ.ટી.), કીર્તિદા હસિત અંજારિયા, સ્વ. જાગૃતિ દેવાંગ માંકડના માતા, શિલ્પા સંદીપ વૈષ્ણવ, વૈશાલી (વાસંતી) વૈષ્ણવ (દહીંસરા કન્યા શાળા), હસિત અંજારિયા, દેવાંગ માંકડના સાસુ, વિધિ, ધ્યેયના દાદી, ચિત્રાંગ (અમદાવાદ), કૃષ્ણાંગીના નાની, શૈલેષભાઈ, સ્વ. અશ્વિનભાઈ, જયેશભાઇ, ભાવનાબેન ઘનશ્યામભાઇ અંજારિયાના બહેન, સ્વ. ડો. મુકુંદભાઈ વૈષ્ણવ, સ્વ. કિશોરીબેન જયેન્દ્રભાઈ ધોળકિયા, સ્વ. ભુવનેશ્વરી દિનેશભાઈ ધોળકિયાના ભાભી, દમયંતીબેન રવિલાલભાઈ પેથાણી (મસ્કા)ના વેવાણ તા. 2-12-2024ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 3-12-2024ના સવારે 8 વાગ્યે નિવાસસ્થાન શેરી નં 15, મકાન નં. 438, નરનારાયણ નગર, ત્રિમંદિર સામે, ભુજથી સ્વર્ગપ્રયાણ ધામ જશે. પ્રાર્થનાસભા તા. 4-12-2024ના સાંજે 5થી 6 હાટકેશ કોમ્પ્લેક્સ, ભુજ ખાતે.

ભુજ : શ્રીમાળી સોની અ.સૌ. સાવિત્રીબેન ઇશ્વરલાલ કોંઢિયા (ઉ.વ. 84) તે સ્વ. સોની ભગીરતીબેન વૃજલાલના પુત્રવધૂ, વિજય, હરેશ, હેમલતા, ભાવનાના માતા, નીરવ, ખુશ્બૂ, પ્રિયંકા, સ્નેહા, જહાન્વી, હાર્દિકના દાદી, દીપ્તિ, દિવ્યાના સાસુ, સેવિકા, નીરવના દાદીસાસુ, દેવાંશીના પરદાદી, પાટડિયા લાલજી પરસોત્તમ (ગાંધીધામ)ના પુત્રી તા. 2-12-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 3-12-2024ના મંગળવારે સવારે 8 વાગ્યે નિવાસસ્થાન, 215, ઇશ્વર કુંજ, આઇયાનગરથી ખારી નદી જશે.

ગાંધીધામ : પન્નાબેન ભરતભાઈ ઠાકર (ઉ.વ. 69) તે સ્વ. ચંદુલાલભાઈ, સ્વ. સરસ્વતીબેન જોશીના પુત્રી, સ્વ. ભરતભાઈ એન. ઠાકર (ગાંધીધામ ફોટો હાઉસ)ના પત્ની, અભિષેક, ચિત્રા, કૃતિકાના માતા, સ્વ. ભાનુબેન, સ્વ. નવીનચંદ્ર પી. ઠાકરના પુત્રવધૂ, નેહા, આશિષ ઠક્કર, કૃષ્ણ ખત્રીના સાસુ, ચંદ્રકાંતભાઈ રાજેશભાઈ, કૌશિકભાઈ, વિનયભાઈના ભાભી, સ્વ. ભારતીબેન, સ્વ. બિપિનભાઈ, સ્વ. સુરેશભાઈ, સ્વ. નયનાબેન, કિરણબેનના બહેન તા. 1-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-12-2024ના ગુરુવારે સાંજે 5થી 6 દીનદયાલ હોલ, ગુરુકુળ, ગાંધીધામ ખાતે.

આદિપુર : સુમારભાઇ રાયશીભાઇ દેવરિયા (ઉ.વ. 50) તે ગૌરીબેન, રાયશીભાઇ ધનજીભાઇ દેવરિયાના પુત્ર, શામજીભાઇ દેવરિયા, નારણભાઇ, વિનયભાઇ, સુરેશભાઇ, સ્વ. નામોરીભાઇ, રતનબેન ગોવિંદભાઇ દાફડા, મીતાબેન મુકેશભાઇ મહેશ્વરી, સ્વ. સવિતાબેનના ભાઇ, ગોપી, જયકુમાર, ભરતના પિતા, નરેન્દ્ર શામજી, રાજેશ, જશવંત, ક્રિષ્ન, રમેશ, અભિષેકના કાકા તા. 30-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિક ઘડાવિધિ પૂર્ણ થઇ ગઇ છે. નિવાસસ્થાન :કેશરનગર-1, પ્લોટ નં. 16, આદિપુર.

અંજાર : બાયડ જેનાબાઇ નૂરમામદ (ઉ.વ. 76) તે નૂરમામદ ઉમરભાઇ (બોન્ડ રાઇટર)ના પત્ની, મ. હાજી મામદ ઉમર, મ. હાસમ ઉમરના ભાભી, ઓસમાણ ગની, ઉમરના માતા, ઇબ્રાહિમ (માસ્તર), શકુર ભચુના બહેન, અબ્દુલ કરીમ, અબ્દુલ રજાક, આમદના સાસુ, મ. તુર્ક મામદના કાકીસાસુ, અઝીમ, ઝાહિદ, સાહિલ, અકિલના દાદી, સજ્જાદ, એકાફના દાદીસાસુ, મુસ્તાક, રમીઝ, કલર સાહિલ, નૌશાદના નાનીસાસુ, હુશેન, ઇબ્રાહિમ હાજીમામદ (પાનવાળા), અબ્દુલ શકુરના કાકી, સુલેમાન (વિશાલ ટ્રા.), અલીમામદ (કે.પી.ટી.), દેદા કાસમના મામી, દેદા અકબર, બાયડ સિરાજ, સોહિલ, સમીર, અમીનના નાની તા. 1-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-12-2024ના બુધવારે સવારે 10થી 11 હાજીપીર મસ્જિદ, દેવળિયા નાકા તથા બહેનો માટે નિવાસસ્થાને બાયડ?ફળિયા, અંજાર ખાતે.

માંડવી : મૂળ રતડિયા (ગણેશવાળા)ના ભાનુબેન રસિકલાલ પેથાણી (ઉ.વ. 70) તે સ્વ. મણિબેન વેલજી પેથાણીના પુત્રવધૂ, ભાસ્કર, ભૂપત, ગીતા, ભાવિકા, શીતલના માતા, ભક્તિબેન, જયશ્રીબેન, કિરણકુમાર, ધર્મેશભાઈ, નિકુંજભાઈના સાસુ, ધ્યાનિ, ઇશિકા, ધ્રુવમ, શિવમ, રીચા, હીરના દાદી, પલક, પ્રહર, કુશલ, દેવના નાની, શંભુલાલ, જવેરબેનના નાના ભાઈના પત્ની, ઇશ્વરભાઈ, ગિરીશભાઇના ભાભી, મીનાબેનના દેરાણી, પ્રભાબેન, પ્રવીણાબેનના જેઠાણી, સ્વ. ગંગાબેન વેલજી મોતાના પુત્રી, મણિબેન, ધનસુખભાઇ, શંભુલાલના ભત્રીજી, રમણીક, સુરેશ, નવીન, જયેશ, નીલેશ, ચંચળબેન ખુશાલકાંત, ભારતીબેન લાભશંકર, જયશ્રીબેન નીતિનભાઇ, સ્વ. મીનાબેન ચેતનભાઇના બહેન, ચંદ્રિકાબેન, અમૃતાબેન, હિનાબેન, ક્રિષ્નાબેન, હસ્તાબેનના નણંદ તા. 2-12-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 4-12-2024ના સાંજે 4થી 5 સત્સંગ આશ્રમ, નાના તળાવ પાસે, માંડવી ખાતે.

કેરા (તા. ભુજ) : રોહિતસિંહ ટેમુભા જાડેજા (ઉ.વ. 40) તે ટેમુભા અને સીતાબાના પુત્ર, સ્વ. પ્રદીપસિંહ, કિશોરસિંહના ભાઇ, કોમલબાના પતિ, ઝંખનાબા, પ્રિયાંશીબા, દક્ષરાજસિંહના પિતા તા. 2-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 5-12-2024ના ગુરુવારે દરબારગઢ, કેરા ખાતે.

ઢોરી (તા. ભુજ) : સમેજા સુમાર (ઉ.વ. 60) તે મ. સિધિક જુમાના પુત્ર, મ. અ.શકુર, ભચુ, હાજી ઉરસના ભાઇ, સમેજા હારુન ઉમર, જુસબ ઉમર (સુમરાસર-શેખ)ના માસિયાઇ ભાઇ, સમેજા કારા ભચુ (કલ્યાણપર), મ. હાસમ આમદ, સમેજા ઇબ્રાહિમ (ઢોરી)ના સાળા, સમેજા રફીક, વસીમ, સમીરના પિતા, કાસમ, શકુર, ઇબ્રાહિમ, કાદર, આરીફના કાકા તા. 2-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-12-2024ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન વાડી વિસ્તાર, ઢોરી ખાતે.

જદુરા (તા. ભુજ) : મુમતાઝ સિધીક થેબા (ઉ.વ. 37) તે હાનુબાઈ ઇસ્માઇલ જાકબ થેબાના પુત્રી, હુશેન થેબા (ભુજ), રમજાન થેબા, જફર થેબાના ભાણેજી તા. 2-12-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 4-12-2024ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન જદુરા ખાતે.

મેઘપર-બોરીચી (તા. અંજાર) : મૂળ ચકારના રાજેશભા જયરાજભા ઠાકરિયા (ગઢવી) (ઉ.વ. 49) તે સ્વ. જયરાજભા દાદુભા ઠાકરિયાના પુત્ર, કિરણબેનના પતિ, કિશોરભાના મોટા ભાઇ, દેવાંગભા, સ્વ. રોહિતભાના પિતા, હમીરભા દાદુભા ઠાકરિયાના ભત્રીજા, સ્વ. કિશોરભા, કિરીટભા, પ્રદીપભા, ગીતાબેન હરિભા દેવસૂરના કાકાઇ ભાઇ, સ્વ. મુકેશભા સુરાભા દેવસૂરના જમાઇ, ધ્રુવી, ધ્રુવ, ક્રિષ્ના, બંસરી, સાક્ષી, ખુશી, મીતરાજ, તિશા, ધ્રુવાંશી, દેવાંશી, આયુષ, પૂર્વી, આઇદાનના મોટાબાપા તા. 2-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-12-2024ના ગુરુવારે સાંજે 4.30થી 5.30, પ્લોટ નં. 44, ગુલમહોર સોસાયટી, હ્યુન્ડાઇ?શો-રૂમની પાછળ, મેઘપર-બોરીચી ખાતે.

ધોકડા (તા. માંડવી) : જાડેજા રતનબા રવુભા (ઉ.વ. 87) તે સ્વ. રવુભા પાંચુભાના પત્ની, નોવગણજી, સુજુભા, રાણુભા, અજિતસિંહના ભાભી, ગમુભા અને ભગુભાના માતા, મંગુભા, મહેન્દ્રસિંહ, વિક્રમસિંહ, પ્રેમસંગ, ઉદયસિંહ, રામદેવસિંહ, કનૈયાસિંહ, મહાવીરસિંહના મોટા ભાભુ, રાહુલસિંહ, વીરભદ્રસિંહ, નિર્મલસિંહ, જયેન્દ્રસિંહ, બહાદૂરસિંહ, યુવરાજસિંહ, સંદીપસંહ, જગદીશસિંહ, તુલસીરાજસિંહ, રાજદીપસિંહના દાદી તા. 1-12-2024ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 6-12- 2024ના ક્ષત્રિય સમાજવાડી, ધોકડા ખાતે.

મસ્કા/ગુંદિયાળી (તા. માંડવી) : નવીનલાલ (ઉ.વ. 65) તે સ્વ. મીઠાબાઈ જેઠાલાલ નારાણજી મોતાના પુત્ર, ચંદ્રિકાબેનના પતિ, શાન્તિલાલ, મનીષાબેન, કાંતાબેન દર્શનના પિતા, સ્વ. લક્ષ્મીદાસ, સ્વ. બાબુલાલ, હિરબાઈ નારાણજી પેથાણી (ગુંદિયાળી), હાંસબાઈ મીઠુભાઈ પેથાણી (ગુંદિયાળી), ગં.સ્વ. મણિબાઈ કાંતિલાલ માકાણી (ભીટારા), સ્વ. રમીલાબેન રવિલાલ બોડા (ગુંદિયાળી), મંજુલાબેન પ્રભુલાલ નાગુ (બાગ), લક્ષ્મીબેન રવિલાલ બોડા (ગુંદિયાળી), નીતાબેન જિતેન્દ્ર વ્યાસ (ગુંદિયાળી)ના ભાઈ, નિશાબેન, જિજ્ઞાબેન, પ્રિન્ટેશ રાજેશ માકાણી (માંડવી) અને કપિલ રાજેશ માકાણી (માંડવી)ના સસરા, પ્રાચી, જિયા, કૃતિ, મંત્ર, ક્રિષા, કેવતના દાદા, વિદ્યા, પવન, કેદારના નાના, સાવિત્રીબેન, બચુબેનના દિયર, વેલજી, અનિલ, કમલેશ, મધુબેન, વિમળાબેન, ભાવનાબેન, ભારતીબેન, શિલ્પાબેન, કોમલબેન, ક્રિષ્નાબેન, નિલપાબેન, ઉર્વશીબેનના કાકા, સ્વ. લક્ષ્મીબેન ધનજી, સ્વ. ગંગાબાઈ કુંવરજી, ધનબાઈ, નાનબાઈ, લક્ષ્મીબાઈના ભત્રીજા, સ્વ. હરિરામ, સ્વ. આણંદજી, સ્વ. રવિલાલ, સ્વ. મોહનલાલ, સ્વ. ડો. હસમુખભાઇ અને વસંતભાઇના કાકાઈ ભાઇ, ગં.સ્વ. કસ્તૂરબેન લાલજી પ્રેમજી પેથાણી (ગુંદિયાળી)ના જમાઈ તા. 2-12-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-12-2024ના બપોરે 2થી 5  નિવાસસ્થાન પિયાવા વાડી વિસ્તાર, મસ્કા ખાતે તેમજ સાસરા પક્ષની પ્રાર્થનાસભા એ જ દિવસે બપોરે 2થી 4 રાજગોર સમાજવાડી, શેખાઇબાગ-ગુંદિયાળી ખાતે.

દુર્ગાપુર (તા. માંડવી) : મૂળ સાયણના રતુબા પઢિયાર (ઉ.વ. 83) તે સ્વ. ખીમાજી ઉમરાજીના પત્ની, ગુલાબસિંહ, રસિકબા, વિલાસબા (કોટડા-જ.)ના માતા, સ્વ. ટપુભાના ભાભી, ધનુબા (નખત્રાણા)ના જેઠાણી, હઠીસિંગ (મુંબઇ), પૂનમબા (માંડવી)ના મોટીમા, મીનાબા, ચનુભા (નખત્રાણા), ગાભુભા પ્રાગજી જાડેજા (કોટડા-જ.)ના સાસુ, પ્રભાતબા (મુંબઇ), નરેન્દ્રસિંહ (માંડવી)ના મોટાસાસુ, સ્વ. પ્રદીપસિંહ, રાજવીરસિંહ, ભૂમિબાના દાદી, અજિતસિંહ, ઇન્દ્રસિંહ, નવલસિંહ, વિપુલસિંહ, ભૂપતસિંહ, વિક્રમસિંહ, અભિજિત, પ્રહલાદસિંહના નાની, પાંચુભા ગગુજી જાડેજા (મંજલ રેલડિયા)ના બહેન, ભીમજી ભાઇજી સોઢા (નવાવાસ)ના માસી તા. 2-12-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 13-12-2024ના તેમજ સાદડી નિવાસસ્થાન નવાવાસ, દુર્ગાપુર ખાતે.

મોટી ભાડઈ (તા. માંડવી) : દનિચા ભચીબાઈ (ઉ.વ. 98) તે સ્વ. કાંયા દેવજી દનિચાના પત્ની, સુરેશભાઈ, દામજીભાઈ, લક્ષ્મીબાઈ, વાલબાઇ, સોનબાઇના માતા તા. 1-12-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 5-12-2024 ગુરુવારે અને કોઠ તા. 6-12-2024ના શુક્રવારે.

શેરડી (તા. માંડવી) : જત ઈશાક કાસમ (ઉ.વ. 56) તે હનીફ, ફકીરમામદ, સિકંદર, આદીલ, અલ્તાફ, ઈમ્તિયાઝના પિતા, અલીમામદ, મ. જુસબ, હુશેન, મુસાના ભાઈ, હાસમ, ઈસ્માઈલ, સિધીક, સિધીક, અબ્દુલ, મ. દાઉદ, ઈબ્રાહિમના કાકાઈ ભાઇ તા. 2-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-12-2024ના બુધવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, શેરડી ખાતે.

વીરાણિયા (તા. મુંદરા) : જાડેજા બૈરાજબા રતનજી (ઉ.વ. 101) તે મેઘુભા, ધીરુભા, સ્વ. હેમુભા, પ્રેમસંગ, મહેન્દ્રસિંહના માતા, રણજિતસંગ, બળુભા, જીતુભા, ઇન્દ્રસિંહ, કિરીટસિંહ, મહિપતસિંહના દાદી તા. 2-12-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 3-12-2024ના બપોર બાદ સમાજવાડી ખાતે.

પત્રી (તા. મુંદરા) : લધુભાઇ વેલાભાઇ મહેશ્વરી (જંજક) (ઉ.વ. 91) તે મેગબાઇના પતિ, સ્વ. દેવજીભાઇ તથા બુધાભાઇના પિતા, સ્વ. ગાભુભાઇ, સ્વ. કાંયાભાઇ, સ્વ. સામજીભાઇ, સ્વ. પૂંજાભાઇ ખમુભાઇ, કાનબાઇ (ભારાપર), હાંસબાઇ (ગજોડ)ના ભાઇ, કાનજી, મહેશ, હિતેષ, રોહિત, રશ્મિના દાદા, જાનવી, નૈતિક, ભૂમિ, ચાંદનીના મોટા દાદા, થાવરભાઇના કાકા, વાલજી, રાજેશ, કરશનના મોટાબાપા તા. 30-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાન, પત્રી ખાતે.

ખીરસરા-વિં. (તા. અબડાસા) : હિંગોરા હાજીમુસા હાજીસુમાર (માજી સરપંચ) (ઉ.વ. 81) તે મ. ઈબ્રાહિમ ડોક્ટર, મ. ઈશાક હાજી, મ. હાજીજુસબ હાજી (અબડાસા તાલુકા પંચાયત માજી સદસ્ય), હાજીઆમદ હાજીના ભાઈ, હારૂન, જુણસ, સલીમ, હાજી રજાક, ઈમરાન, હાજી સુમારના પિતા, હાજી આદમ (પાણી પ્લાન-કોઠારા), જુસબ, ગની, સાલેમામદના કાકા, હાજી અશરફ (હિંગોરા મોબાઈલ-કોઠારા), હાજી જુસબ, સુલતાન મહેમૂદ (બ્લોક ફેક્ટરી ખીરસરા-વિં)ના મોટાબાપુ તા. 2-12-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 5-12-2024ના ગુરુવારે સવારે 9.30થી 11.30 હુસૈની મસ્જિદ, ખીરસરા (વિં.) ખાતે.

નાનાવાડા (તા. અબડાસા) : હિંગોરા અબ્દુલા હાસમ (ઉ.વ. 52) તે સુલેમાન, અલીમામદ, મામદ હાસમના ભાઇ, આમેદ, આમેરના પિતા તા. 1-12-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 4-12-2024ના બુધવારે સવારે 10.30થી 11.30 મસ્જિદ કમ્પાઉન્ડ, નાનાવાડા ખાતે.

કોઠારા (તા. અબડાસા) : સૈયદા હફુમાં બાદશાહમિયા (ઉ.વ. 82) તે સૈયદ ઇબ્રાહીમછા બાદશાહમિયા, સૈયદ કાદરછા બાદશાહમિયાના મોટા બહેન તા. 2-12-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-12-2024 બુધવારે સવારે 11 વાગ્યે મુસ્લિમ જમાતખાના, કોઠારા ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd