• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : મથડા ઇનાયતભાઇ હુસેન (ઉ.વ.68) તે હુસેન (ખીલીકાકા)ના પુત્ર, બાબુ, અઝીઝ, રજાક (રાજુ), મહેમૂદ (એકોર્ડ)ના ભાઇ, વસીમ ઉર્ફે રાજાના પિતા, સૈયદ ગુલામશા, મહેમૂદ (ટીનો)ના સસરા તા. 23-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-11-2024ના સોમવારે સવારે 10થી 11 મસ્જિદે અકસા, ફતેમામદના હજીરા પાસે, પાટવાડી નાકા બહાર, ભુજ ખાતે. 

ભુજ : મણિલાલ ભવાનજી ઠક્કર (સોમૈયા પીપરાણી ગુંદાલાવાળા હાલે ભુજ) (ઉ.વ.72) તે સ્વ. ભચીબેન ભવાનજી રામજી ઠક્કરના પુત્ર, ગં.સ્વ. મીનાબેનના પતિ, સ્વ. શિવજી ખીમજી પલણ (અંજાર)ના જમાઇ, અલ્પાબેન (ગાંધીધામ), મિતેશભાઇ, રીન્કુબેનના પિતા, સ્વ. માણેકબેન (મુંદરા), સ્વ. રેખાબેન (વિમળાબેન-માધાપર), સ્વ. કેશવજીભાઇ, રમેશભાઇ (ગુંદાલા), મૂળજીભાઇ (ભુજ), નારાણભાઇ (ગુંદાલા)ના ભાઇ, જિતેન્દ્રભાઇ (મુંદરા), નીતિનભાઇ, ઉમેશભાઇ, અજયભાઇ (ગુંદાલા), પરેશભાઇ, તુષારભાઇ (ભુજ)ના કાકા, ભારતીબેન (મુંબઇ), ભાઇલાલભાઇ, સંજયભાઇ (મુંદરા), પીયૂષભાઇ, સ્વ. ડિમ્પલભાઇ, રાજુભાઇ (માધાપર), નરેન્દ્રભાઇ (મુંબઇ)ના મામા, જિતેનભાઇ વી. ઠક્કર (ગાંધીધામ),  નીલેશભાઇ (શ્રીહરિ ઇન્જિ. કોન્ટ્રાક્ટર્સ), અવનીબેનના સસરા, આર્ચી, શૌર્યના દાદા, જિજ્ઞેશ, ખુશી, હરિકૃષ્ણના નાના તા. 23-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-11-2024ના સોમવારે સાંજે 4થી 5, નાનજી સુંદરજી સેજપાલ, લોહાણા મહાજનવાડી, રૂખાણા હોલ (ફર્સ્ટ ફ્લોર), વી. ડી. હાઇસ્કૂલ પાસે, ભુજ ખાતે.

ગાંધીધામ : ક.ગુ.ક્ષ. સમાજ મૂળ ખંભરાના દયારામભાઇ અમરશીભાઇ ટાંક (ઉ.વ. 72) (રિટા. બેન્ક ઓફ ઇન્ડિયા) તે દક્ષાબેનના પતિ, સ્વ. મણિબેન અમરશી ટાંકના પુત્ર, સ્વ. પ્રશાંત, પૂર્વી, દેવાંશના પિતા, પાયલ, રોહિત (પૂના)ના સસરા, લીલાધરભાઇ ટાંક, સ્વ. કસ્તૂરીબેન કેશવજી જેઠવાના ભત્રીજા, ભૂપેશ  લીલાધરના ભાઇ, નયનાબેનના જેઠ, લેખા, હર્ષના મોટા પપ્પા, સાર્થના નાના, મધુબેન કાનજીભાઇ રાઠોડના જમાઇ, વિજય, હંસા, નીતાના બનેવી તા. 23-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-11-2024ના સોમવારે સાંજે 4.30થી 5.30 સુધી જાંગીડ સમાજ ભવન, પ્લોટ નં. 1 અને 2, વોર્ડ 10 બી-ડી., સ્ટર્લિંગ હોસ્પિટલ રોડ, ગાંધીધામ ખાતે. 

ગાંધીધામ : ગંગાબેન જસવંતગર ગુસાઇ (ઉ.વ. 55) તે દોલતગર, મીનાબેનના માતા, મનીષના દાદી, જિજ્ઞેશગર (રાજકોટ)ના સાસુ, સ્વ. સેજગર રણછોડગર (મૂળ જખૌ હાલે આદિપુર)ના પુત્રવધૂ તા. 23-11-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 25-11-2024ના બપોરે 3થી 4 નિવાસસ્થાન ખન્ના માર્કેટ, ઓધવરામ સ્ટીલની બાજુમાં, ગાંધીધામ ખાતે. 

અંજાર : અલ્પેશભાઇ મનજીભાઇ માલસતર (સોરઠિયા) (ઉ.વ.39) તે ગ.સ્વ. જશુબેન- સ્વ. શંભુભાઇ માલસતરના પૌત્ર, સ્વ. રાજીબેન શિવજીભાઇ ચોટારાના દોહિત્ર, કાંતાબેન મનજીભાઇ માલસતરના પુત્ર, કાજલબેનના પતિ, મિત્તલબેનના દિયર, કમલેશભાઇ, જાગૃતિબેન કેતનભાઈ બલદાણિયા, રશ્મિબેનના ભાઇ, હિતાર્થ, હિરદાના પિતા, ઝેનીથ, ઝવીનના મોટાબાપા, ઝિયાન, યાશિકાના મામા તા. 23-11-24ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-11-2024 સોમવારના સાંજે 4થી 5 કલાકે, શ્રી રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર મધ્યે. 

અંજાર : ખીમીબેન ભચુ લોચાણી (ઉ.વ.85) તે સ્વ. ભચુ રામજી લોચાણીના પત્ની, ગં.સ્વ. ધનીબેન રામજીના પુત્રવધૂ, સ્વ. હરજી હીરા સંજોટના પુત્રી, સ્વ. લાખા હરજી (કોટાય), માયા હરજી, મેઘજી હરજી (કોટાય)ના બહેન, નારાણ રામજી લોચાણી, ગં.સ્વ. વાલીબાઈ કેશવજી જેપાર, ગં. સ્વ. નાનુબેન દયારામ બળિયા, નામાબેન ધનજી સંજોટના ભાભી, કાંતાબેન નારાણના જેઠાણી, સ્વ. જીવણ, સામજી, સતીષ, કાંતાબેન પચાણ બળિયા (ભુજ), ગં.સ્વ. અમીબેન ગોપાલ જેપાર (અવધનગર)ના માતા, લાછુબેન, દેમાબેન, મીનાબેનના સાસુ, હિમેશ, સુમિતના મોટી મા, સ્વ. શીતલ, વિષ્ણુ, વિશાલ, ચંદ્રિકા, સંગીતા, ગીતા, પ્રિયંકા રાજેશ, મનીષા જિતેન્દ્ર બળિયા, લતા જીગુ જેપારના દાદી, જગદીશ, મહેશ, પ્રકાશ, જ્યોતિ, કિરણ, ભાવના દિનેશ લેઉવા (સરલી)ના નાની તા. 23-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 25-11-2024ના સોમવારે (આગરી) અને ઘડાઢોળ-પાણી તા. 26-11-2024ના મંગળવારે સવારે નિવાસસ્થાન અંજાર રાધાનગર ખાતે.

અંજાર : શિરીષચંદ્ર છાયા (એડવોકેટ) તે અરાવિંદબાળા દુર્લભચંદ્ર છાયાના પુત્ર, કર્ણિકાબેનના પતિ, બાબુલાલભાઈ જી. હાથીના જમાઈ, રુચિ શિશિરભાઈ અંતાણી, નિધિ સમીરભાઈ શાહ (શાહ એન્ડ શાહ), સૃષ્ટિ છાયાના પિતા, કાંતિપ્રસાદભાઈ અંતાણીના દોહિત્ર, દિનેશભાઈ, નિખિલભાઇ (એડવોકેટ), ભરતભાઈ (એડવોકેટ),  અભિલાષભાઈ, માલતીબેન અવિનાશભાઈ અંજારિયા, સ્વ. ચિત્રલેખાબેન ઉમેશભાઈ અંજારિયા, પ્રજ્ઞા નૈષધભાઈ ધોળકિયા, યામિની જગદીપભાઈ  માંકડના મોટા ભાઈ, સ્વ. ઉમાબેન, દીપાબેન, કલ્પનાબેન, સ્વ. ભ્રાંતિબેનના જેઠ, ખેવન (એડવોકેટ), નીરાગ, તર્ક, કલ્પ, મૃગા, ગ્રીવા, આવૃત્તિ, મેઘાવીના કાકા, કરન, ઝંકૃત, પરમ,  મુદ્દીતના નાના, કાશ્મીરા છાયાના કાકાજી, ઝિલ શાહના નાનાજી તા. 23-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-11-2024ના સાંજે 4.30થી 5.30 નિવાસસ્થાન 25 - એચ, જૈન કોલોની, નયા અંજાર ખાતે.

આદિપુર : મૂળ ભચાઉના મિતુલ નરેન્દ્રભાઇ પરમાર (લુહાર) (ઉ.વ.27) તે સ્વ. નરેન્દ્રભાઇ માધવજીભાઇ પરમાર (પાણી પુરવઠા તથા તબલાવાદક) તથા બીનાબેનના પુત્ર,  સ્વ. માધવજીભાઇ જેઠાલાલ તથા ગં.સ્વ. ગોદાવરીબેનના પૌત્ર, ગૌરવના ભાઇ, કાંતિ વિશનજીલાલ મારૂ તથા ગં.સ્વ. લક્ષ્મીબેન કાંતિલાલ મારૂના દોહિત્ર, રંજનબેન, હિંમતલાલ (કેપીટી), રતિલાલભાઇ, પ્રવીણાબેન, સ્વ. રાજેન્દ્રભાઇ (પેઈન્ટર), રમાબેનના ભત્રીજા, ગં.સ્વ. દક્ષાબેન હિંમતલાલ તથા જયશ્રીબેન રતિલાલભાઇના ભત્રીજા, નિમિષા જયેશભાઇ જોષી, ભાવિક (ગેટકો), જુલી રાહુલભાઇ મારૂ, ચેતનાના ભાઇ, કોમલ ભાવિકભાઇ તથા દીપમાલા ચેતનભાઇના દિયર તા. 22-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-11-2024ના સાંજે 4થી 5 આદિપુર કપિલમુનિ આશ્રમ, લુહાર સમાજવાડી ખાતે. 

આદિપુર : માયાબેન અશોક રામચંદાણી  (ઉ.વ. 64) તે અશોક મોતીરામ રામચંદાણીના પત્ની (નિવૃત્ત એફસીઆઇ), દિલીપ (બી.એમ. ટ્રાન્સપોર્ટ ), સ્વ. હરેશ, સંજય (સંજુ ), દિનેશ (દીપુ)ના માતા, મુસ્કાન દિનેશ રામચંદાણીના સાસુ, આદિત્યના દાદી, નારાયણ, મીના,  પુષ્પા, મોહિની (ડીપીટી),  રુકમણી (બેબી) કિશન હોતચંદાણીના ભાભી, પ્રતાપ ખટવાણી (નિવૃત્ત ગીદવાણી સ્કૂલ)ના બહેન, સંજય, સુરેશ, અમિત, ભાવના, સુનિતા, રીટાના કાકી, પુનાના ફઇ  તા. 23-11-2024ના અવસાન પામ્યા છે. પઘડી (ઉઠમણું) તા. 25-11-2024ના શિવ મંદિર, આદિસર તળાવની બાજુમાં, સાંજે 5.30 કલાકે ભાઇઓ તથા બહેનો માટે સાથે રાખેલ છે. 

આદિપુર : મૂળ કીડિયાનગર ચંદ્રકાંતભાઇ ત્રિકમજીભાઇ ભીંડે (ઉ.વ. 49) તે ત્રિકમભાઇ પીતામ્બરભાઇ ભીંડેના પુત્ર, જયાબેનના પતિ, પ્રેમજીભાઇ દીપચંદભાઇ રૈયાના જમાઇ, રોમીલ અને પ્રીતના પિતા, પ્રેમજીભાઇ (જય યોગેશ્વર અમદાવાદ)ના ભાઇ, તુલસીદાસ, ગોપાલજીભાઇ, મટુબેન શામજીભાઇ મિરાણીના ભત્રીજા, ગંગારામભાઇ, ઇશ્વરલાલ, સ્વ. નટવરલાલ, રંજનબેન કનૈયાલાલ પૂજારા, હંસાબેન શંભુલાલ માણેક, નિર્મળાબેન હરિલાલ પૂજારા, અનસૂયાબેન ધીરજલાલ કારિયાના પિતરાઇ ભાઇ, રાજેશભાઇ, કિશોરભાઇ, પ્રિયવંદનાબેન પ્રવીણભાઇ રતાણી, જયશ્રીબેન તુલસીદાસ ભીંડે, ચંદ્રિકાબેન સંજયભાઇ પૂજારાના બનેવી, ભુદરલાલ તલકશીભાઇ સચદેના દોહિત્ર, ઠાકરશીભાઇ ભુદરલાલ સચદેના ભાણેજ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-11-2024ના સોમવારે સાંજે 4થી 5 મૈત્રી સ્કૂલ ડોમ, આદિપુર મધ્યે (બંને પક્ષની) સાથે. (દશો રાખેલ નથી.)

મુંદરા : મૂળ બિદડાના ભાઇલાલ (શશિકાંત) લાલજી વેદાંત તે લાલજી કોરજીના પુત્ર, સ્વ. કમલકાંત લાલજીના ભાઈ, ગં. સ્વ. કલાવંતીબેન ભાસ્કરના ભાઈ, સ્વ. તિલોતમાબેનના પતિ, રૂપલબેન તથા શીતલબેનના પિતા, વિજયભાઈ મીરાણીના સસરા, પિન્કી રાજેશ વેદાંતના મામા, વિઠલદાસ માવજી જોષીના જમાઈ, કિરીટભાઈ, હેમંતભાઈ તથા સ્વ. બકુલભાઈના બનેવી, હર્શિલ, રાહીલ, કિંજલના નાના તા. 23-11-2024ના ઘાટકોપર મધ્યે અવસાન પામ્યા છે.  

મુંદરા : મૂળ માંડવીના ખારવા નૈનાબેન જિતેન્દ્ર ઝાલા (ઉ.વ. 43) તે જિતેન્દ્ર લાલજીભાઈ ઝાલાના પત્ની, સ્વ. હાંસીબેન લાલજીભાઈ ઝાલાના પુત્રવધૂ, હરજીભાઈ, પરસોત્તમભાઈ, નીમુબેન પ્રતાપભાઈ મોતીવરસ, સ્વ.ભારતીબેન, સ્વ. હેમલતાબેન, સ્વ. રમીલાબેનના ભાભી, તમન્ના અને ઉનંતીના માતા, રોનિકભાઈ ઝાલા (ગોગો)ના કાકી, ચિંતન મોતીવરસના મામી, સ્વ. રાધાબેન ખેતશી મોતીવરસના પુત્રી, જિતેન્દ્ર, હીરજીભાઈ, નીતિન, જ્યોતિબેન  (માંડવી), કમલાબેન (મુંદરા)ના બહેન, વિશાલ, નંદની, વંશ, અંશના ફઈ અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા / ઉઠમણું  તા. 24-11-2024ના સાંજે 4થી 5 ભાઈઓ તથા બહેનોની સાથે.  સાગર ભુવન, ખારવા સમાજવાડી ખાતે.  

નખત્રાણા : મૂળ ગોધિયાર મોટીના મોહનસિંહ મદારસિંહ સોઢા (ઉ.વ. 86)  (ફોસિલ્સ સંગ્રાહક)  તે વિક્રમસિંહના પિતા, મહેન્દ્રસિંહના દાદા, મુલેસિંહ દુજેસિંહના ભાઇ, દિલીપસિંહ ચમનસિંહ, ચતુરસિંહ રાણસિંહ, ગોર્ધનસિંહ, ચમનસિંહ, સવાઇસિંહ રાણસિંહના કાકા તા. 22-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-11-2024ના નિવાસસ્થાન પ્લોટ નં. 6, વિનય પાર્ક, મણિનગર, નખત્રાણા ખાતે.

નખત્રાણા : મૂળ ગોધિયાર મોટીના સોઢા મોહનસિંહ મદારસિંહ (ઉ.વ.85) તે સ્વ. મદારસિંહ ભનેસિંહના પુત્ર, વિક્રમસિંહ સોઢાના પિતા, સોઢા મુલસિંહ દુઝેસિંહના ભાઇ, દિલીપસિંહ, ચતુરસિંહ, ગોરધનસિંહ સવાઇસિંહ, ભમરસિંહ, અમરસિંહ સવાઇસિંહ,  અજિતસિંહ, કલ્યાણસિંહ,?ખેતસિંહ સુરસિંહના કાકાજી, પૃથ્વીરાજસિંહ, મહેન્દ્રસિંહ, શૈલેન્દ્રસિંહ, કૃપાલસિંહ, ભવાનીસિંહ, પ્રતિપાલસિંહ, યજુર્વેદસિંહ, પ્રથમરાજસિંહના દાદા તા. 22-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-11-2024ના આખો દિવસ નિવાસસ્થાને પ્લોટ?નં. 6 વિનાયક સોસાયટી, મણિનગર, નખત્રાણા ખાતે. બારસવિધિ (ઉત્તરક્રિયા) તા. 3-12-2024ના, નિવાસસ્થાન નખત્રાણા ખાતે.

જાંબુડી (તા. ભુજ) : ધનીબેન કાનજીભાઇ ખરેટ (ઉ.વ. 75) તે સ્વ. કાનજીભાઇ સુમારભાઇ ખરેટના પત્ની, રમેશભાઇ, નાનુબેન, દેનાબેન, સ્વ. જશુબેનનના માતા, સ્વ. દેવજી વિશ્રામ, ભીમજી વિશ્રામ, સ્વ. સામતભાઇના કાકી, અરજણ મંગરિયા, હીરજી બુચિયા, ભીમજીભાઇના સાસુ, દીપક, રાહુલ, કેવલ તથા વેદિકાના દાદી તા. 22-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 24-11-2024ના રવિવારે તથા આગરી તા. 25-11-2024ના સોમવારે નિવાસસ્થાને જાંબુડી ખાતે.

નાના બંદરા (તા. ભુજ) : રૂપાલીબા જાડેજા (ઉ.વ. 65) તે મેઘરાજજી જટુભા જાડેજાના પત્ની, સ્વ. જટુભા ભોજરાજજી જાડેજાના પુત્રવધૂ, સ્વ. કનકસિંહ, પ્રવીણસિંહ, પ્રતાપસિંહના મોટા ભાભી, સ્વ. ગાભુભા દાજીભા જાડેજા, રાજુભા ગાભુભા જાડેજાના પુત્રવધૂ, રઘુભા, શિવુભા, ખુમાનસિંહના ભાભી, સ્વ. હકુમતસિંહ, મહેન્દ્રસિંહ તથા ખેંગારજીના માતા, કુલદીપસિંહ, દિવ્યરાજસિંહ, પરાક્રમસિંહ, મયૂરસિંહ, સંજયસિંહ, યશપાલસિંહ, દશરથસિંહ, કાવ્યરાજસિંહના મોટી મા, લક્કીરાજસિંહ, માનનીરસિંહ, સત્યરાજસિંહ, હર્ષિવરાજસિંહ, હર્ષવર્ધનસિંહ, ક્રિશવરાજસિંહના દાદી તા. 22-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી ક્ષત્રિય સમાજવાડી, નાના બંદરા ખાતે. 

રતનાલ (તા. અંજાર) : સેવક બ્રાહ્મણ નરેન્દ્રભાઇ શંકરલાલ આચાર્ય (ઉ.વ. 59) તે સ્વ. જશોદાબેન શંકરલાલ આચાર્યના પુત્ર તથા સ્વ. શાંતાબેન મણિલાલ આચાર્ય, સ્વ. બાલાગૌરી મોહનલાલ આચાર્યના ભત્રીજા, સ્વ. ગિરધરલાલ, સ્વ. શાંતિલાલ, બિહારીલાલ, સ્વ. લક્ષ્મીબેન છગનલાલ કાનડે, ગં.સ્વ. હંસાબેન વસંતલાલ ફડકે, ભગવતીબેન અરાવિંદકુમાર કાનડેના ભાઈ, સ્વ. ચંદુલાલ તથા નીલેશભાઈ મોહનલાલ આચાર્ય, દમયંતીબેન બેચરલાલ જોષી, નિર્મળાબેન ચંદ્રકાંત તિલકના કાકાઈ ભાઈ, સ્વ. કૈલાશબેન, સ્વ. નિર્મલાબેન, મૃદુલાબેનના દિયર, અર્ચનાબેનના પતિ, મોહિનીબેન નીરવ દેવધર, પૂર્વી મોહિત રાસ્તે, અમનના પિતા, આચાર્ય જિતેન્દ્ર, આચાર્ય અનિલ,  આચાર્ય જયેશ મહારાજ (રામ મંદિરના પૂજારી), આચાર્ય દિલીપ મહારાજ (ઠાકર મંદિરના પૂજારી )ના કાકા, ગં. સ્વ. લીલાવતીબેન રમણીકલાલ બાપટના જમાઈ  તા. 22-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-11-2024ના સોમવારે સાંજે 4થી 5 ઠાકર મંદિર ચોક, રતનાલ ખાતે.

વીડી (તા. અંજાર) : ભીખાભાઇ મેપાભાઇ હડિયા (સોરઠિયા) (ઉ.વ. 84) તે સ્વ. બચુબેનના પતિ, ગં.સ્વ. જમનાબેન, અમરતબેનના દિયર, સ્વ. માવજીભાઇ મેપાભાઇ, રતિલાલ મેપાભાઇના ભાઇ, નાનજીભાઇ, સ્વ. રવજીભાઇ, જગદીશભાઇ, રમણીકભાઇના પિતા, દમયંતીબેન, મિતાબેન, સગુણાબેનના સસરા, રમેશ, નીલેશ, કમલેશ, ખુશાલ, મિહિર, હિતેશ, અલ્પા, કૃપાલી, દર્શનાના દાદા તા. 22-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-11-2024ના સોમવારે સવારે 10 થી 11, નિવાસસ્થાન પટેલ વાડી, વાડી વિસ્તાર, વીડી,  અંજાર ખાતે. 

દુર્ગાપુર (નવાવાસ) (તા. માંડવી) : નારાણભાઇ રવજીભાઇ કેરાઇ (ખોખાણી) (ઉ.વ. 61) તે સ્વ. રવજીભાઇ ધનજીભાઈ કેરાઇના પુત્ર, વાલબાઇના પતિ, દેવજી, રાજેશ, મનીષાબેન સુરેશ હીરાણીના પિતા, માવજીભાઇ, વાલજીભાઇ, કેસરબાઇ વાલજી હીરાણી, પ્રેમજીભાઇ, હરજીભાઇ, મંજુબેન ધીરજલાલ પીંડોરિયા, વાલબાઇ પ્રેમજીભાઇ હીરાણીના ભાઇ, હિરેન, વિનિત, ભકિત, તન્વી, અવની, હસ્તીના દાદા, શામજીભાઇ દેવરાજભાઇ છભાડિયાના જમાઇ તા. 22-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-11-2024ના સોમવારે સવારે 7.30થી 8.30 નિવાસસ્થાને દુર્ગાપુર (નવાવાસ) મધ્યે.

કોટડા (જ.) (તા. નખત્રાણા) : ઇશ્વરલાલ માવજીભાઇ ભગત (ઉ.વ. 67) તે પ્રેમીલાબેનના પતિ, ભરતભાઇ, વનીતાબેન, નયનાબેન, દીપાબેનના પિતા, ધ્રુમીલ, ઇશિતા, વૈદેહીના દાદા, જયશ્રીબેનના સસરા, હરિલાલભાઇ, લીલાધરભાઇ, મણિબેન (સુરત), દમયંતીબેન (નાગપુર), જશોદાબેન (ગાંધીધામ)ના ભાઇ તા. 22-11-2024ના અવસાન પામ્યા?છે. પ્રાર્થનાસભા તા. 25-11-2024ના બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી બસસ્ટેશનની બાજુમાં કોટડા (જ.) ખાતે. 

આશાપર (કેમ્પ) (તા. લખપત) : ચૌહાણ ગુલાબસિંહ (મહેશાજી) ગુમાનસિંહ (ઉ.વ. 60) તે મોતીસિંહના નાના ભાઇ, સ્વ. ઝુઝારસિંહ, સુરુભાના નાના ભાઇ, ઇન્દ્રસિંહ, પ્રતાપસિંહના મોટા ભાઇ, જયદીપસિંહના પિતા, ચીમજી હીરજી, ભમરાજીના ભત્રીજા, માધુભા, ચતુરસિંહ, મંગલસિંહ, જેઠુભા, બુધુભા, મહાવીરસિંહ, નરપતસિંહ, રાજુભાના ભાઇ, હિંમતસિંહ, ભોજુભા, બળવંતસિંહ, પિથુભા, હિંમતસિંહ, મોહનસિંહના કાકા, જુવાનસિંહના મોટા બાપુ,  ભાગ્યરાજસિંહ, હરપાલસિંહ, વંશરાજસિંહના દાદા તા. 22-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન આશાપર (ભાડરા) મોટા મધ્યે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang