ભુજ/વડોદરા : વડનગરા નાગર કુસુમબેન ગુણવંતરાય ધોળકિયા (ઉ.વ.
95) તે વિદ્યુતબેન દિનેશ માંકડ, સ્વ. રસનિધિ, મોક્ષદા સુનીલ છાયાના માતા, ગં.સ્વ. કર્ણિકાબેનના
સાસુ, સ્વ. ચંદ્રિકાબેન, સ્વ. શારદાબેન, સ્વ. ઉર્મિલાબેન, સ્વ. કમલકાંતભાઇ, સ્વ. હેમલતાબેન
કુમુદરાય છાયા, સ્વ. પ્રદ્યુમનભાઇ, સ્વ. જનાર્દનભાઇના બહેન, તેજલ અમિત વર્મા, પ્રાંજલિ
નિસર્ગ મહેતા, પ્રાચિ સાહિલ મહેતાના નાની, અંશી અને અનય, મનન, રિયાના પરનાની તા.
22-11-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
અંજાર : મૂળ રાપરના નાનાલાલ (ઉ.વ. 86) તે સ્વ. ભચીબેન અરજણભાઇના
પુત્ર, સ્વ. કેશવલાલ, અમૃતલાલ, ધરમશીભાઇ, સ્વ. સરૂપીબેન ભૂરાલાલ મજીઠિયા, સ્વ. રુક્ષ્મણિબેન
મકનજી પૂજારા, સ્વ. દિવાળીબેન નથુલાલ કાથરાણીના ભાઇ, સ્વ. સરસ્વતીબેન, સ્વ. ભાનુબેનના
પતિ, અનુબેન રમણીકલાલ માણેક (ભચાઉ), સ્વ. ધરતીબેન દિલીપકુમાર પોપટ (અંજાર), દર્શનાબેન
નીલેશકુમાર કોટક (આડેસર), નીતિન, દિનેશના પિતા, સ્વ. જેઠાલાલ છગનલાલ સાયતા, સ્વ. જેતશીભાઇ
દીપચંદ સચદેના જમાઇ, વાલુબેન, મંજુબેન, કમુબેન, અનસૂયાબેન, જયાબેન, નિમુબેનના બનેવી,
સ્વ. દીપચંદ ધનજી, ડોશાભાઇ ધનજી, જીવરાજ ધનજીના ભાણેજ તા. 22-11-2024ના અવસાન પામ્યા
છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-11-2024ના રવિવારે સાંજે 4થી 5 રઘુનાથ મંદિર,
સવાસર નાકા, અંજાર ખાતે.
અંજાર : વિશાલભાઇ ભરતભાઇ દવે (ઉ.વ. 28) તે ગં.સ્વ. કમળાબેન અમુલખભાઇ
દવે (બાવળા)ના પૌત્ર, ગં.સ્વ. જમનાબેન ભરતભાઇ દવેના પુત્ર, નિકુંજ ભરતભાઇ દવે, સ્વ.
રિંકુબેન લક્ષ્મણકુમાર ત્રિવેદી (થરાદ)ના નાના ભાઇ, મીનાબેન ભૂપેન્દ્રભાઇ દવેના ભત્રીજા,
રિયા, શુભમના કાકાઇ મોટા ભાઇ, સ્વ. કમળાબેન કુંવરલાલ પુરોહિતના દોહિત્ર, પુષ્પાબેન
સવાઇલાલ પુરોહિત, ફાલ્ગુનીબેન સ્વરૂપલાલ પુરોહિત (જય અંબે ટી)ના ભાણેજ તા.
21-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-11- 2024ના શનિવારે સાંજે 4.30થી
5.30 ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે.
રતનાલ (તા. અંજાર) : સરિયાબેન રૂપાભાઈ છાંગા (ઉ.વ. 73) તે સ્વ.
કારાભાઈ નથુભાઈ છાંગાના પુત્રવધૂ, સ્વ. જખરાભાઈ કારાભાઈ છાંગાના નાના ભાઈના પત્ની,
રૂપાભાઈ કારાભાઈ છાંગાના પત્ની, સ્વ. હીરાભાઈ તેજાભાઈ માતાના પુત્રી, રણછોડભાઈ રૂપાભાઈ,
વેલજીભાઈ રૂપાભાઈ, સમીબેન નારણભાઇ માતાના માતા, જગદીશ જખરાભાઈ, રણછોડ જખરાભાઈના કાકી,
આશિષ વેલજીભાઈ, શિવમ વેલજીભાઈ, વિરાશ રણછોડભાઈના દાદી તા. 22-11-2024ના અવસાન પામ્યા
છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાને, ધાણેટી રોડ, રતનાલ ખાતે.
ભચાઉ : પ્રજાપતિ વેલજીભાઇ માવજીભાઇ (ગાભાભાઇ) નાથાણી (ઉ.વ.
69) તે રાયશી માવજીભાઇ, સ્વ. નારણભાઇ માવજીભાઇ, ભરતભાઇ માવજીભાઇના ભાઇ, ઉમેદ, આનંદ,
દીપક, દક્ષાબેન હરેશભાઇ મારૂ (પ્રજાપતિ)ના પિતા, ઓમ, ઇશિતા, મૈત્રી, ચાર્મી, અશ્વી,
ધ્રુવીના દાદા તા. 21-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-11-2024ના સાંજે
4થી 5 પ્રજાપતિ સમાજવાડી, ભચાઉ ખાતે.
માધાપર (તા. ભુજ) : વેલજીભાઇ પ્રેમજી હાલાઇ (ઉ.વ. 93) તા.
21-11-2024ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 24-11-2024ના રવિવારે સવારે 10 વાગ્યે
નિવાસસ્થાન જૈન દેરાસરની બાજુમાં, રણકો, માધાપર (તા. ભુજ) મધ્યેથી નીકળશે. પ્રાર્થનાસભા
તા. 25-11-2024ના સોમવારે સવારે 8થી 9 લેવા પટેલ, આપણું ઘર, કેસરબાગ રોડ, નવાવાસ-માધાપર
(તા. ભુજ) ખાતે.
સાભરાઇ (તા. માંડવી) : પદમાબેન કરશન મતિયા (માતંગ) (ઉ.વ.
42) તે કરશન કાનજી મતિયાના પત્ની, મેઘબાઇ કાનજી મતિયાના પુત્રવધૂ, યોગેશ, સાજન, ગૌતમના
માતા, ધરમશી કાનજી, સોનબાઇ કાનજી ચંદે (ખીરસરા)ના ભાભી, મેહુલ, મનીષ, પાયલના મોટીમા,
ધેડા તેજશી લખુ (દેવપર-ગઢ)ના પુત્રી, ધેડા હીરજી લખુ, ધેડા મૂલચંદ લખુ (દેવપર-ગઢ)ના
ભત્રીજી, જિતેન્દ્ર, કમલેશ, વસંત, ચંદ્રેશ, રમેશ, મહેશ, લક્ષ્મી, રેખા, કસ્તૂર, વર્ષા,
રમાના મોટા બહેન તા. 21-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા ઘડાઢોળ નિવાસસ્થાને
સાભરાઇ ખાતે.
નાના આસંબિયા (તા. માંડવી) : ખલીફા શેરબાનુ ઇબ્રાહિમ (ઉ.વ.
65) તે હુસેન, રફીક, રશીદના માતા, અજિત, મ. ખલીફા જુસબના કાકી, રિયાજ, ઇમરાન, સમીર,
સાહિલ, અકબર, મોહમદ શિફાતના દાદી, ખલીફા અબ્દુલ ઇશાક (મોટી મઉં), ખલીફા આમદના બહેન,
ગુલામ, હાસમ, હાજીના ફઇ તા. 22-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
24-11-2024ના સવારે 10થી 11 નાના આસંબિયા મસ્જિદ ખાતે.
કાંડાગરા (તા. મુંદરા) : કલ્પેશ નવીનચંદ્ર છેડા (ઉ.વ. 49) તે
હીરાવંતી નવીનચંદ્ર છેડાના પુત્ર, હિના, અમિતના ભાઇ, હર્ષદ માવજી ગાલા (છસરા)ના સાળા,
તેજબાઇ પુનશી ગોગરીના (ટુંડા)ના દોહિત્ર, વીરજી, ગાંગજી, લાલજી, કલ્યાણજી, ભવાનજી,
દામજી, માવજી, મોરારજી, કુંવરબાઇ, મોંઘીબાઇના ભાણેજ, વસનજી, પોપટલાલ, વિનોદ, હરેશ,
જિતેન્દ્ર, હેમલતા, ઝવેરના ભત્રીજા, મોવીર, આયુષીના મામા તા. 20-11-2024ના અવસાન પામ્યા
છે. પ્રાર્થના રાખી નથી.
સુખપર (તા. મુંદરા) : સોતા જલુબાઈ હુસેન (ઉ.વ. 63) તે સલીમ,
મામદ, યાસ્મીન, શકીનાના માતા, હાજી આમદ, આધમ, સાલેમામદના ભાભી, સલીમ પટેલના કાકી તા.
22-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-11-2024 રવિવારે સવારે 10થી 11
સુખપર (મુંદરા) જમાતખાના ખાતે.
બિદડા (તા. માંડવી) : દેવલબેન સંજોટ (ઉ.વ. 90) તે સ્વ. પરબતભાઇ
રાયમલભાઇ સંજોટના પત્ની, થાવરભાઇ, લક્ષ્મીબેન માવજીભાઇ વારસુર (આદિપુર), દેવજીભાઇના
માતા, ધનજી રાયમલ સંજોટના ભાભી, સ્વ. ટાભાભાઇ, રતિલાલ, સ્વ. રામજી વેલજી, સ્વ. મગીબાઇ
ખીમજી બુચિયા (ફરાદી), વાલુબેન હમીર બુચિયા (ભુજ), નારાણ દેવશી, વાલજી ગાંગજીના કાકી,
દેવજી ધનજી, વેલજી ધનજી, કિસીબેન દિનેશ પરમાર (ભુજ), લાલજી ધનજીના મોટીબા, સરોજબેન
રવજી લેઉવા (સરલી), જયાબેન રમેશ વારસુર (ગાંધીધામ), વનિતાબેન કાનજી, જયશ્રીબેન નિખિલ,
હંસાબેન કાનજી બળિયા (બળદિયા), દિવ્યાબેન કિશોર, પલ્લવીબેન નીતેશ લોંચા (ભુજ)ના દાદી,
ખીમજી, ડાયાલાલ, લતાબેન જીવરાજ (ખંભરા), પ્રેમિલા મુકેશ (ભુજોડી)ના નાની, ઝિયાંશી,
ધૈર્ય, ક્રિશાના મોટા દાદી, સ્વ. નાનબાઇ, સ્વ. લખમાબેન વસ્તાભાઇ કોચરાણી (આદિપુર),
જગાભાઇ બુધાભાઇ બુચિયા (સિરાચા)ના બહેન, પૂંજાભાઇ, ભોજાભાઇ, ગોવિંદભાઇ, પ્રેમજીભાઇ
(સિરાચા)ના ફઇ, સ્વ. માનબાઇ વાલજીભાઇ બોખાણી (ગાંધીધામ), રત્નાબેન જેરામ બડગા (બળદિયા)ના
વેવાણ તા. 21-11-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 24-11-2024ના આગરી તથા તા.
25-11-2024ના ઘડાઢોળ નિવાસસ્થાન, બિદડા?ખાતે.
બાગ (તા. માંડવી) : રાજગોર બ્રાહ્મણ દિનેશભાઈ નાગુ (ઉ.વ.
42) તે સ્વ. સુંદરબાઈ તથા દયારામ પ્રાગજી નાગુના પૌત્ર, મંજુલાબેન તથા પ્રભુલાલના પુત્ર,
સંકેતના પિતા, જિગર તથા વિપુલના મોટા ભાઈ, સંધ્યાબેન તથા નિશાબેનના જેઠ, માહી, ઓમ,
નક્ષના કાકા, ધનબાઈ દામજીભાઈ નાગુ, નર્મદાબેન ગૌરીશંકર નાગુ, પ્રફુલ્લાબેન ચંદુલાલ
નાગુ, શીલાબેન વસંતભાઈ નાગુ, સાકરબાઈ શિવજી પેથાણી (ભુજ), સરસ્વતીબેન હરિશંકર મોતા
(મસ્કા), કમળાબેન દયારામ મોતા (મસ્કા)ના ભત્રીજા, સ્વ. મીઠાંબાઈ જેઠાલાલ નારણજી મોતા
(મસ્કા)ના દોહિત્ર, ગં.સ્વ. સાવિત્રીબેન લક્ષ્મીદાસ
મોતા, ગં.સ્વ. બચુબેન બાબુલાલ મોતા, ચંદ્રિકાબેન નવીનભાઈ મોતા, હીરબાઇ નારાણજી પેથાણી
(ગુંદિયાળી), હંસાબેન મીઠુભાઈ પેથાણી (ગુંદિયાળી), મણિબેન કાંતિલાલ માકાણી (ભિટારા),
રમીલાબેન રવિલાલ બોડા (ગુંદિયાળી), નીતાબેન જિતેન્દ્ર વ્યાસ (ગુંદિયાળી)ના ભાણેજ તા.
22-11-2024ના અવસાન પામ્યા છે. માવિત્ર તથા મોસાળ પક્ષની સાદડી તા. 24-11-2024ના રવિવારે
2થી 4 બાગ રાજગોર સમાજવાડી ખાતે.
વિજપાસર (તા. નખત્રાણા) : લક્ષ્મીબેન તે ગાંગજી હમીરના પત્ની,
પ્રકાશ, રૂપલ, અનુબેનના માતા, કુંવરબેન (નેત્રા), દિનેશના ભાભી, શાંતિભાઇ, વિનોદ (ગાંધીધામ)ના
સાસુ, ખેતા પૂંજા, અમરતભાઇ (ગાંધીધામ)ના વેવાણ, રામજીભાઇ, ખેતાભાઇ, મેઘજીભાઇ, લાલજીભાઇ,
ધનજીભાઇ, હરિભાઇ (માધાપર-મંજલ)ના ભાભી તા. 20-11-2024ના અવસાન પામ્યા છે. બારમું તા.
24-11-2024ના રવિવારે આગરી, તા. 25-11-2024ના ઘડાઢોળ (પાણી) મુહૂર્ત સવારે.
કોટડા (જ.) (તા. નખત્રાણા) : મગનભાઇ હરજીભાઇ લિંબાણી (ઉ.વ.
79) તે સ્વ. નારાણભાઇના ભાઇ, રાજુભાઇના પિતા તા. 21-11-2024ના ભુવનેશ્વર મધ્યે અવસાન
પામ્યા છે. બેસણું તા. 23-11-2024ના બપોરે 3થી 4 ઉમિયાધામ સમાજવાડી, કોટડા (જ.) ખાતે.
નલિયા (તા. અબડાસા) : કચ્છી માહેશ્વરી વણિક ઉમેન્દ્રભાઈ તુલસીદાસ
મુદડા (ઉ.વ. 75) તે સ્વ. તુલસીદાસ વલ્લભદાસના પુત્ર, વિજયાબેનના પતિ, સ્વ. જયંતીલાલ
(ભુજ), હરેન્દ્રભાઈ (ભુજ), સ્વ. ધનસુખભાઈ (નલિયા), દિનેશભાઈ (ભુજ), મનોજભાઈ (નલિયા),
સુશીલાબેન અરૂણભાઇ શેઠ (માંડવી), ભારતીબેન મુકુંદભાઈ (ગાંધીનગર)ના ભાઈ, રાજેશ, પૂનમબેન
હિરેનભાઈ (ભુજ), જગદીશના પિતા, સ્વ. રિયા, મીતા, હેતલના સસરા, ચેતન, પ્રતિમા રાજેશભાઈ
(ભુજ), જિજ્ઞા પરેશભાઈ (નલિયા), નીલમ તરુણભાઈ (રવાપર)ના કાકા, મેહુલ, દીપક, શીતલ પ્રજ્ઞેશ
(પનવેલ), દીપેન, નેહા જિજ્ઞેશભાઈ (ભાડરા), બિના દર્શનભાઈ (ધારવાડ), ફોરમ હર્ષ (ભુજ),
ચિરાગ, મિત્તલ (નલિયા)ના મોટાબાપા, સ્વ. ધારશી પરસોત્તમ (કોઠારા હાલે હુબલી)ના જમાઈ,
જીલ, ભવ્યા, સક્ષમ, વીરના દાદા તા. 22-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.
24-11-2024ના રવિવારે સાંજે 4થી 5 કચ્છી રાજપૂત સમાજવાડી, છાડુરા નાકા પાસે, નલિયા
ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.
વિગાબેર (તા. અબડાસા) : સરવૈયા લાલુભા ભૂપતસંગજી (ઉ.વ. 74) તે
સ્વ. ભૂપતસંગજી માધુભાના પુત્ર, સરવૈયા સીધુભા ભૂપતસંગજીના મોટા ભાઇ, શંભુવનસિંહ, અનિરુદ્ધસિંહના
પિતા, રણજિતસિંહ તથા દશરથસિંહના મોટાબાપુ તા. 19-11-2024ના અવસાન પામ્યા છે. બેસણુ
નિવાસસ્થાન વિગાબેર ખાતે.