• સોમવાર, 09 ડિસેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : ઝાલા સંદીપ (ઉ.વ. 41) (આઇ.ડી.બી.આઇ. બેંક-અમદાવાદ) તે શશિકાંત ઝાલા (નિવૃત્ત કર્મચારી ડિસ્ટ્રીક્ટ કોર્ટ-ભુજ), ચંદ્રિકાબેનના પુત્ર, હેતલબેનના પતિ, ધ્યેયના પિતા, ભાવેશ (એક્સિસ બેંક-નારાણપર), રાજેશ, કાર્તિક, પરીના ભાઇ, કિંજલબેનના જેઠ, ધરાના મોટાબાપા, કમલેશ, કલ્પના, પ્રીતિબેન, કલ્પેશના મામાઇ ભાઇ, શાંતુબેન મનસુખલાલ વાઘેલા (અંજાર)ના જમાઇ, શિતાષ, નેહા (અમદાવાદ)ના બનેવી, કલ્પેશ ચૂડાસમા (અમદાવાદ)ના જમાઇ, સિમરન ગોહિલ (માધાપર)ના દિયર તા. 4-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-11-2024ના ગુરુવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, વી. ડી. હાઇસ્કૂલ સામે.

ભુજ : મૂળ વાડાપદ્ધરના મયૂરગર માયાગર ગુંસાઇ (ઉ.વ. 38) તે ભાવનાબેન માયાગર (મયૂર ટી હાઉસ, ભુજ બસ સ્ટેશન)ના પુત્ર, નિયતીબેનના પતિ, કેતગરના પિતા, ગં.સ્વ. ઉષાબેન ભૂપેન્દ્રગર જેઠીગરના જમાઇ, લતાબેન કશ્યપગર, રૂપલબેનના બનેવી, ધર્મેન્દ્રકુમારના સાઢુભાઇ, સ્વ. કાશીબેન દામોદરગર (વાડાપદ્ધર) અને લક્ષ્મીબેન અર્જુનગરના ભત્રીજા, હેતલબેન રાજેશગર, સ્વ. ભગવાનભારથી, સ્વ. મોહનભારથી, સ્વ. અશ્વિનભારથી, પ્રવીણભારથી, કનુભારથી, રમેશ, તુલસી, સુરેશ, કસ્તૂરી, નીતા, નિમિતા, સંગીતાના ભાઇ, સ્વ. વસંતબેન અશોકગર, મીનાબેન સુધીરગર, દિપાબેન પ્રવીણભારથીના ભાણેજ તા. 1-11-2024ના અવસાન પામ્યા છે. તા. 13-11-2024ના ઘડાઢોળ વિધિ ઘોરાડ ચોક, પખાલી ફળિયામાં.

ભુજ : કાસમ (ઉ.વ. 62) તે અબ્દુલા સમા (રોમાનાવારા)ના પુત્ર, મ. અબ્દુલ કાદર (ગેસવાળા)ના જમાઇ, મ. હાસમ, સલીમના મોટાભાઇ, આસીફ, કૌસર, અનસ, અરબાઝના પિતા, અબ્દુલ, રજાક, ફૈઝલ, હનીફના મોટાબાપા, ફકીરમામદ, ફારૂક, અઝીમના બનેવી, સાલેમામદ, નૂરમામદના સાળા, કાસમ, ઇકબાલ, અમજદ, મો. અકીલ, રિયાઝ, મો. સૈફના સસરા, મહમદ શાકીબ, ઇનાયાના દાદા તા. 2-11-2024ના અવસાન પામ્યા છે.

ભુજ : મૂળ વાડાપદ્ધરના મનોજભારથી (ઉ.વ. 41) તે લીલાવંતીબેન કનુભારથી (નિવૃત્ત ગેટકો)ના પુત્ર, મુકેશ (પીજીવીસીએલ-મિરજાપર), શિલ્પાબેન હર્ષદગર (શંકર ખમણ)ના મોટા ભાઇ, સ્વ. ગંગાબેન લધુભારથી, માયાગિરિ, દામોદરગિરિના પૌત્ર, સ્વ. કસ્તૂરબેન ભગવાનભારથી, માયાબેન પ્રવીણભારથી, રસીલાબેન મોહનભારથી, કીર્તિદાબેન અશ્વિનભારથી, નીતાબેન વિનોદગિરિ (પાનધ્રો), સ્વ. મયુરગિરિ, હેતલબેન, રાજેશગિરિના ભત્રીજા, સ્વ. રામાબેન કરશનગર (સુખપર-રોહા)ના દોહિત્ર, સ્વ. જમુનાબેન, નાનુબેન, સ્વ. ખીમગર, પ્રેમગર, સ્વ. જવેરબેન, નબુબેન, શાંતુબેનના ભાણેજ, પ્રવીણા, સ્વ. સુરેશ, રીટા, રામભારથી, શિવાની, પ્રિયા, સ્વ. મનીષ, મૃણાલી, ગૌરવ, જય, ચાંદનીના ભાઇ, રુદ્ર, સ્નેહાના મોટાબાપા, કાવ્યા, ત્રિશાના મામા તા. 2-11-2024ના અવસાન પામ્યા છે. ઘડાઢોળ (પાણી) વિધિ તા. 13-11- 2024ના બુધવારે નિવાસસ્થાને રોટરી નગર, ઇન્જિનિયરિંગ કોલેજ સામે, મકાન નં. 87 ખાતે.

ભુજ : નીતિન સુવાલાલભાઇ રાજપૂત (ઉ.વ. 44) તે શાંતાબેન સુવાલાલભાઇના પુત્ર, વિક્રમભાઇ, હરેશભાઇ, વિજયભાઇ, દીપક, મહેશ, વિશ્વાસ, જયાબેનના ભાઇ, નિખિલ, સચિન, સુઝલના કાકા, યુગના મોટાબાપા, હર્ષના મામા તા. 31-10-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-11-2024ના શુક્રવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ આંબરડીના શ્રીમાળી સોની સાંખે પાટડિયા મકનજી નાનજી ઝવેરભાઈ (ઉ.વ. 81) તે વનિતાબેનના પતિ, ધર્મેન્દ્ર, કમલેશ, તરુણના પિતા, નંદન, હર્ષ, કલ્પ, વંશ, જાન્યાના દાદા, વિયાંશના પરદાદા, નેહાબેન, જયશ્રીબેનના સસરા, કૃપાલીબેનના દાદાજી સસરા, સ્વ. મણિબેન ખેતશીભાઈ કલોલીયાના ભાઈ, સ્વ. કાલીદાસ દલીચંદ કલોલીયા (ચંદિયા)ના જમાઈ, ખેતશીભાઈ, સ્વ. નર્મદાબેન, સ્વ. નાનાલાલ, અમૃતલાલ (બાબુભાઈ) રણાસણના બનેવી, સ્વ. વિશનજી, સ્વ. રસીકલાલ, સ્વ. અમૃતલાલ, સ્વ. ખેંગારભાઈ, શાંતિલાલ, પ્રભુલાલના પિતરાઈ ભાઈ, ઝિંઝુવાડિંયા કાનજી, કરશનભાઈ, પોપટલાલ (રતનાલ)ના ભાણેજ તા. 6-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-11-2024ના ગુરુવારે સાંજે 4થી 5 વિશ્વકર્મા કોમ્યુનિટી હોલ, ડીએનવી કોલેજની સામે, એમ્પાયર હોટલ, ગુરુદ્વારા રોડ, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ કડોલના રાજીબેન ગંગારામભાઈ ગેડિયા (ઉ.વ. 75) તે સ્વ. ગંગારામભાઈ વિસરામભાઈ ગેડિયાના પત્ની, કિશોરભાઈ, અશોકભાઈ, લાલચંદભાઈ, હેમંતભાઈ, દાનીબેન હદુભાઈ દવે, વિમળાબેન ડાયાલાલ દવે, ભારતીબેન ભીમજીભાઈ શેખા, નીતાબેન, કવિતાબેન, નિર્મલાબેન ભાવેશભાઈ મકવાણા (ઝાલા)ના માતા, મંજુબેન, રાજુબેન, પુષ્પાબેન, ઉષાબેનના સાસુ, સ્વ. કપિલભાઈ, પ્રશાંતભાઈ, રાજભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, પૃથ્વીરાજ, લક્ષ્ય, સગુનબેન, ઈશાબેન, રોશની, હેતલ, ફાલ્ગુની, ભૂમિકા, નિરાલીના દાદી, જિયાંશ, માનસી, ઋત્વિના પરદાદી, અજય, અમિત, દિવ્યા, હેતલ, દીપક, પરેશ, જિગરના નાની તા. 4-11-2024ના અવસાન પામ્યા છે. જાગપાઠ ભજનવાણી તા. 9-11-2024ના શનિવારે નિવાસસ્થાન જૂની સુંદરપુરી, ગાંધીધામ ખાતે.

આદિપુર : મૂળ મંજલના પુષ્પાબેન ગઢવી (લાંબા) (ઉ.વ. 68) તે દિનેશભાઈ કાનજીભાઈ લાંબાના પત્ની, નીતાબેન, હીનાબેન અને નિમેષના માતા, હિતેષ, શૈલેષ, વિમલના કાકી, શ્વેતા, સરોજ, નેહાબેન, જયેશભાઈ, દિનેશભાઈના સાસુ, કર્તવ્ય, પ્રિયંકા, શિવમ, યશ અને હર્ષના દાદી, ગાવિંદભાઈ ભોજાણી (મુંબઈ)ના પુત્રી, બલદેવ ગાવિંદભાઈ ભોજાણીના બહેન તા. 6-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-11-2024ના શુક્રવારે સાંજે 5થી 6 મૈત્રી સ્કૂલ, એઁસબીઆઇ બેંકની બાજુમાં, આદિપુર ખાતે. લૌકિક વ્યવહાર 3 દિવસ સુધી.

માંડવી : મૂળ રામપર વેકરાના કચ્છી બ્રહ્મક્ષત્રિય હરિરામ વેલજી દુબલ (રગડાવાળા) (ઉ.વ. 77) તે સ્વ. વેલજી નાનજી દુબલના પુત્ર, રંજનબેનના પતિ, સ્વ. રણછોડ લિયાના જમાઇ, સ્વ. બોધીબેન ભેડા, સ્વ. દયારામ, સ્વ. પુષ્પાબેન મચ્છરના ભાઇ, રૂપેશ દુબલ, ઉષા કિરણ ઘેલાના કાકા, રેખા રૂપેશ દુબલના કાકાજી સસરા તા. 6-11-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-11-2024ના શુક્રવારે સાંજે 4થી 4.30 લક્ષ્મી હોલ, પ્રથમ માળે, રંગચુલી, માંડવી ખાતે.

માંડવી : મણિયાર અફસાનાબાનુ (ઉ.વ. 40) તે શબ્બીર હુશેન (ઉર્ફે અભુડો)ના પત્ની, સાજીદના માતા, ઇસ્માઇલ (ઉર્ફે બાપાડો), રફીક, અલ્તાફ, સલીમ, શકીલ, સોહેલના ભાભી, રસીદભાઇના બહેન તા. 6-11-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-11-2024ના સવારે 10થી 11 મખ્દુમશા પીરની દરગાહ શરીફના કમ્પાઉન્ડમાં, સલાયા, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : કમલેશ ભૂરાલાલ પુરોહિત (ઉ.વ. 47) તે સ્વ. ભૂરાલાલ કૃપાલદાસ પુરોહિત અને સ્વ. દમયંતીબેનના પુત્ર, ગં.સ્વ. રેખાબેનના પતિ, પુનીતભાઈ, કૈલાશભાઈ, રેખાબેન, મિત્તલબેન, કાજલના ભાઈ, પ્રવીણભાઈ કૃપાલદાસના ભત્રીજા, સ્વ. શાંતિલાલ ચૂનીલાલ ત્રિવેદી (સેલારી)ના જમાઈ, માર્ગી, હેત્વી, હિતાક્ષી, પૂર્વી, નેહા, મંત્રના પિતા, કાવ્ય, ધ્રુવિ, વિશ્વમના મોટાબાપા તા. 5-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-11-2024ના સાંજે 4થી 5 નારાયણ વાડી, (ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી) યક્ષ મંદિર, માધાપર ખાતે.

કુકમા (તા. ભુજ) : મૂળ ચંદિયાના મનોજભાઇ કરશનભાઇ ધારવા પરમાર (લુહાર) (ઉ.વ. 61) તે સ્વ. વિજયાબેન કરશનભાઇ દેવશીભાઇના પુત્ર, સ્વ. ભારતીબેનના પતિ, નયનાબેન (સુખપર), ભરતભાઇ, હસમુખભાઇ (કુકમા)ના મોટા ભાઇ, રીટાબેન, મંજુબેનના જેઠ, રિંકુબેન (મુંબઇ), ઘનશ્યામના પિતા, મનહરભાઇ પિત્રોડા (સુખપર)ના સાળા, અંક્તિ વાઘેલા, રાધિકાના સસરા, દીપુ (અમદાવાદ), જીમિત, હિનલના મોટાબાપા, શ્યામ પઢરિયા (અમદાવાદ)ના મોટા સસરા, સ્વ. હરિભાઇ પૂંજાભાઇ પિત્રોડા (વડાલી)ના જમાઇ, અંબાલાલ પિત્રોડા (વડાલી)ના બનેવી, મિસ્ટીના દાદા, માયરાના નાના તા. 6-11-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 8-11-2024ના શુક્રવારે બપોરે 3થી 4 આહીર સમાજવાડી, કુકમા ખાતે.

તલવાણા (તા. માંડવી) : ગુલાબસંગ ભુરુભા જાડેજા (ઉ.વ. 90) તે સ્વ. પથુભા, સ્વ. દીપુભા, સ્વ. શિવુભાના ભાઇ, ભરતસિંહ, મહાવીરસિંહ, કિરીટસિંહના પિતા, સ્વ. વજુભા, સ્વ. મનુભા, માધુભાના કાકા, મહેન્દ્રસિંહ, દેવેન્દ્રસિંહ, જયેન્દ્રસિંહ, કલ્પેશસિંહના મોટાબાપુ, મિતેન્દ્રસિંહ, બળદેવસિંહ, જગદીશસિંહ, શક્તિસિંહ, મયૂરસિંહ, રામદેવસિંહ, હરદેવસિંહ, સિદ્ધરાજસિંહ, પરાક્રમસિંહ, કરણસિંહ, પરમવીરસિંહના દાદા તા. 5-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી 6-11થી તા. 11-11-2024 સોમવાર સુધી અજાણી ભાયાતના ડેલામાં. ઉત્તરક્રિયા તા. 16-11-2024ના શનિવારે નિવાસસ્થાને.

વિજપાસર (તા. નખત્રાણા) : શેખા બાબુલાલ ભીમજીભાઈ (મોમાય મંડપવાળા) (ઉ.વ. 56) તે ગંગાબેનના પતિ, સતીશ, અશ્વિના હિરેનભાઈ (લક્ષ્મીપર નેત્રા), ઉષાબેન અરાવિંદભાઈ (નખત્રાણા), નિકિતા, મનીષના પિતા, યશસ્વીના દાદા, ગં.સ્વ. ભાણીબેન ભીમજીભાઈના પુત્ર, મૂળજીભાઈ, અમૃતભાઈ, વેલજીભાઈ, જમનાબેન રતિલાલ (પાનધ્રો)ના મોટાભાઈ, દીપાબેનના સસરા, મનજીભાઈ શિવજીભાઈ રૂપાણી (વંગ)ના જમાઈ, સ્વ. ફૂલશંકરભાઈ, સ્વ. બચુભાઈ, સ્વ. નાનજીભાઈ, જયંતીભાઈ, સ્વ. ખેતશીભાઈના ભત્રીજા, હરિભાઈ, શરદભાઈ, દિનેશભાઈ, ચંદ્રકાંત, સ્વ. મણિલાલ ફુલશંકરભાઈના કાકાઈ ભાઈ, જગદીશ, તૃપ્તિ, રાહુલ, વૈશાલી, પ્રતાપ, પરીના મોટાબાપા તા. 6-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-11-2024ના સાંજે 4થી 6 અને ધાર્મિકવિધિ તા. 16-11-2024ના શનિવારે સાંજે આગરી અને તા. 17-11-2024ના રવિવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન વિજપાસર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ કુકમાના ક.ગુ.ક્ષ. મિત્રી મોહિત દિલીપ પરમાર (ઉ.વ. 33) તે ભારતીબેન (પરમાર રિવાઇન્ડિંગ)ના પુત્ર, ગં.સ્વ. રંભાબેન રતિલાલભાઇ શિવજીના પૌત્ર, શ્વેતાબેનના પતિ, ગં.સ્વ. વર્ષાબેન વિપુલ ગોવિંદ ચાવડા (દેવળિયા)ના જમાઇ, જાગૃતિબેન નરેન્દ્રભાઇ, સ્વ. જયશ્રીબેન, ગં.સ્વ. ઉર્મિલાબેન વસંતલાલ ચૌહાણ (નાગોર), ગં.સ્વ. વર્ષાબેન રમેશભાઇ ચૌહાણ (વડોદરા), લીનાબેન પ્રકાશભાઇ જેઠવા (દબડા), ભારતીબેન નીલેશ સોલંકી (છોટા ઉદેપુર), ભારતીબેન ગિરીશ પરમાર (અંજાર)ના ભત્રીજા, દીપના મોટા ભાઇ, નિતિષના મોટાબાપાના પુત્ર-ભાઇ, દીપેશ ગિરીશભાઇ, મયૂર ગિરીશભાઇના કાકાઇ ભાઇ તા. 6-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-11-2024ના શુક્રવારે સાંજે 4થી 5 મિત્રી સમાજવાડી (વિનુભાઇ સોલંકી હોલ), માધાપર ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ મુંદરાના જાદવજી ખીમજી હંસોરા (ઉ.વ. 77) તે સ્વ. દયાકુંવરબેન તથા રામીબેન રણછોડ હંસોરાના પુત્ર, ગં.સ્વ. ઇન્દુબેનના પતિ, યોગેશ (લાલો), રેખા જોગેશ પિત્રોડા, ગીતાબેન પ્રફુલ સોરઠિયા, બિંદીયા પ્રતિક પઢારિયા, કાજલ મિતેષ પરમારના પિતા, અલ્પાના સસરા, કેશવજીભાઇ, સ્વ. કનુભાઇ, જગદીશભાઇ, રાજુભાઇ, ઉમેશભાઇ, સુરેશભાઇના ભાઇ, જયાબેનના દિયર, ગં.સ્વ. રંજનબેન, નિમુબેન, તરલાબેન, વસુબેન, ભાવનાબેનના જેઠ, રમેશ (પપુભાઇ), વિજય, ભરતના કાકા, કૈલાશ, રામ, કિશન, નીલેશ, દીપેન, યશ, નિશાંતના મોટાબાપા, દક્ષ તથા ક્રિસવના દાદા, હિરુબેન નાથાલાલ ઉમરાણિયા (માનકૂવા)ના જમાઇ, કનુભાઇ, હરિભાઇ, ભરતભાઇ, પુષ્પાબેન, લીલુબેન, અનિતાબેન, નિરૂપાબેનના બનેવી તા. 5-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-11-2024ના ગુરુવારે સાંજે 4થી 5 મિત્રી સમાજવાડી, જૂનાવાસ, માધાપર ખાતે.

મોટા ભાડિયા (તા. માંડવી) : કમશ્રીબેન ગઢવી (મૌવર) (ઉ.વ. 73) તે સ્વ. માણેકભાઈ દેવાભાઈના પત્ની, માલબાઈ કરમણ બાનાયત, લાછબાઈ કરમણ ગેલવા, ભાણભાઈ આલા બાનાયત, રાજબાઈ ભોજરાજ ગેલવા, શવરાજ, વિશ્રામ, ધનરાજ, પત્રામલના માતા, વાલાભાઈ ડોસાભાઇ મુંધુડા, સજણભાઈ ડોસાભાઈ મુંધુડા, સ્વ. કરસન ડોસાભાઈ મુંધુડા, દેવશ્રીબેન સવરાજ સિંધિયા (ભાડા), માકબાઈ ગોપાલભાઈ બારોટ (બોરાણા), ખીમશ્રીબેન વાલજીભાઈ શેડાના બહેન તા. 6-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ભધ્રાણ વાડી વિસ્તાર ખાતે તેમજ ઉત્તરક્રિયા (પાણી) તા. 16-11-2024ના શનિવારે.

દેશલપર-કંઠી (તા. મુંદરા) : ઉમર ફકીરમામદ સુમરા તે ઇસ્માઇલ, કુલસુમબેનના ભાઇ, સિકંદર, સલીમ, સલમાના પિતા, રહેમતુલા (સમાઘોઘા)ના સાળા, મહેમૂદભાઇ શેખ (ભુજ)ના સસરા તા. 6-11-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 8-11-2024ના શુક્રવારે સવારે 10.30થી 11.30 મસ્જિદમાં.

પાલનપુર-બાડી (તા. નખત્રાણા) : મહેશ્વર વેલાભાઇ સુમાર કોચરા (આરાધી વાણીના કલાકાર) (ઉ.વ. 101) તે સ્વ. રાણબાઇના પતિ, હીરાભાઇ, ચનુભાઇ, પબાભાઇ, ડાયાભાઇ, માવજીભાઇ, સ્વ. ગોરબાઇ વિરાભાઇ ધુવા (બિબ્બર), લખીબાઇ દેવાભાઇ ચંઢારિયા (ઝુરા)ના પિતા, સ્વ. ખમુભાઇ, સ્વ. જુમાભાઇ, મેગબાઇ, વીરબાઇ, ખેતબાઇના ભાઇ, સ્વ. મૂરજી પાંચાભાઇ (આદિપુર)ના બનેવી, ગંગદાસ, ગોપાલ, રમેશ, નરેન્દ્ર, ભરત, રામ, જયેશ, રાહુલના દાદા તા. 5-11-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 13-11-2024ના બુધવારે રાત્રે આગરી અને તા. 14-11-2024ના ગુરુવારે સવારે પાણી (ઘડાઢોળ) નિવાસસ્થાન પાલનપુર ખાતે.

દેશલપર-ગું. (તા. નખત્રાણા) : જેઠીબેન રતનશીભાઇ વાડિયા (ઉ.વ. 76) તે ભવનભાઇ, રવજીભાઇ, નવીનભાઇ, રમેશભાઇના માતા તા. 6-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 8-11-2024ના સવારે 8.30થી 10.30 પાટીદાર સમાજવાડી, દેશલપર (ગું.) ખાતે.

લીફરી (તા. નખત્રાણા) : જાડેજા ગમુભા લાધાજી (ઉ.વ. 74) તે સ્વ. જાડેજા જેમલજી, બાબુભાના ભાઇ, જાડેજા ગાભુભાના કાકાઇ ભાઇ, જાડેજા રૂપસંગજી, સરતાજી, જીલુભા, ભુરૂભાના મોટાબાપુ, જાડેજા શિવુભા, રાણુભા, દિનુભા, જુવાનસિંહના કાકા તા. 2-11-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 13-11-2024ના રાત્રે, તા. 14-11-2024ના સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન લીફરી ખાતે.

કલ્યાણપર (તા. નખત્રાણા) : હાલે નાસિક રોડ હરિભાઇ નારણભાઇ ભગત (ઉ.વ. 66) તે નર્મદાબેનના પતિ, જગદીશભાઇ, દિલીપભાઇના પિતા, નીતાબેન, કલ્પનાબેનના સસરા, ધ્રુવ, તોરલના દાદા, સ્વ. ગોવિંદભાઇ, વસ્તાભાઇ, ડાયાભાઇ, લાલજીભાઇ, સ્વ. ઇશ્વરભાઇ, મોંઘીબેન, અમૃતબેનના ભાઇ, હરેશભાઇ, વસંતભાઇ, અંબાલાલભાઇ, મોહનભાઇ, રાજેશભાઇ, નંદુભાઇના કાકા, શૈલેશભાઇ, જીતુભાઇ, વિનોદભાઇના મોટાબાપુ, વસ્તાભાઇ નાનજીભાઇ ભાવાણી (થરાવડા-ભડલી)ના જમાઇ તા. 6-11-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-11-2024ના શુક્રવારે સવારે 8થી 11 કલ્યાણપર સતપંથ સનાતન હોલ ખાતે.

લોદ્રાણી (તા. રાપર) : વાઘેલા અંતરબા મહિપતાસિંહ (ઉ.વ. 72) તે વાઘેલા મહિપતાસિંહ ચાંદાજીના પત્ની, વાઘેલા અજુભા, સુખુભા, નરપતાસિંહના માતા, બળવંતાસિંહના ભાભી, સ્વ. કીરતાસિંહ અને ઘનુભાના કાકી, નિકુલાસિંહ, નિર્મળાસિંહ, ધ્રુવરાજાસિંહ, પ્રહલાદાસિંહ અને વીરપાલાસિંહના દાદી તા. 5-11-2024ના અવસાન પામ્યા છે. લોકક્રિયા તા. 15-11-2024ના શુક્રવારે નિવાસસ્થાન લોદ્રાણી ખાતે.

નાની હમીરપર (તા. રાપર) : ગણુભા ચતરસિંહ જાડેજા (ઉ.વ. 55) તે સ્વ. ચતરસિંહ જાલમસિંહ જાડેજાના પુત્ર, શિવરાજસિંહ, રાજદીપસિંહના પિતા, સ્વ. માનુભા, રાહુભા, ઉદુભાના નાના ભાઇ, નરેન્દ્રસિંહ, હરદેવસિંહ, રામદેવસિંહ, નરપતસિંહ, વિજયસિંહના કાકા તા. 3-11-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 12-11-2024ના નિવાસસ્થાને નાની હમીરપર ખાતે.

હિંગરિયા (તા. અબડાસા) : ચાવડા ખેતુભા કાનજી (ઉ.વ. 83) તે ચાવડા દેવુભા, લાખુભા, પ્રતાપસિંહ, મંજુલાબાના પિતા, નરેન્દ્રસિંહ, જયરાજસિંહ, ભવ્યરાજસિંહના દાદા, ચૌહાણ ખાનજી બુધુભાના સસરા, જાડેજા ખેંગારજી રાસુભા (બોવા)ના બનેવી તા. 6-11-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન હિંગરિયા ખાતે.

રાજકોટ : પ્રો. કિરીટભાઇ રવેશિયા તે સ્વ. જગજીવનભાઇ મોતીભાઇ રવેશિયાના પુત્ર, સ્વ. પ્રાગજીભાઇ રણછોડભાઇ શીંગાળાના જમાઇ, હિરવા, તૃપ્તિ, દર્શનના પિતા, પંકજ પોપટ, સમીર જોબનપુત્રા, અર્પિતાના સસરા, સ્વ. પ્રતાપરાય, મનહરભાઇ, ઉપેન્દ્ર, યોગેશના ભાઇ તા. 28-10-2024ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang