• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

ભુજ/મુંબઇ : મૂળ સણોસરા (કચ્છ)ના પ્રવીણચંદ્ર (પ્રતાપભાઇ) (ઉ.વ. 75) તે સ્વ. ઝવેરબેન અરજણ પુરખાના પુત્ર, ગં.સ્વ. પુષ્પાબેનના પતિ, ડો. ફાલ્ગુનીબેન, ડો. મમતાબેન, ધર્મેશભાઈ, દર્શનાબેનના પિતા, મિરાનના દાદા, સ્વ. મણિબેન જયરામ દેવજી જોષી (જેઠા) (તેરા અબડાસા)ના જમાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ (મુંદરા), પ્રભુલાલભાઈ (સુખપર), કિશોરભાઈ  (ગાંધીધામ), નવીનભાઈ, દીપકભાઈ (મિરજાપર)ના બનેવી, ગં.સ્વ. ભાનુબેન, પ્રેમલતાબેન, ક્રિષ્નાબેન, મીનાબેન, જ્યોતિબેનના નણદોઈ તા. 20-9-2024ના અવસાન પામ્યા છે. સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 25-9-2024ના બુધવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, ભુજ ખાતે.

ભુજ : મૂળ નેત્રાના વાળંદ ડાઇબેન ચૂનીલાલ રાઠોડ (ઉ.વ. 84) તે પરમાબેન પરબતભાઇ ચૌહાણના પુત્રી, સ્વ. દેવજીભાઇ, સ્વ. રતનશીભાઇ, માવજીભાઇ (અરલ), ગં.સ્વ. શાંતાબેન લખમશી રાણવા (વિરાણી મોટી)ના બહેન, ગં.સ્વ. જયાબેન હંસરાજભાઇ રાણવા (ભુજ), મહેન્દ્રભાઇ (ભુજ), હરેશભાઇ (માતાના મઢ), ધારશીભાઇ (ભુજ)ના માતા, હંસાબેન, હિનાબેન, હેતલબેનના સાસુ, ભાવિન, હેન્સી ભરતકુમાર ચૌહાણ (માનકૂવા), દેવાંગ, રાજવન, ધ્રુવિલ, શુભમના દાદી, હેમાના દાદીસાસુ, નરેન્દ્ર (લાલો), વિક્રમ (ભુજ)ના નાની, સ્વ. રુક્ષ્મણિબેન ગાભાભાઇ ભટ્ટી (નખત્રાણા), સ્વ. રાધાબેન રામજીભાઇ ચૌહાણ (નેત્રા), ગં.સ્વ. ડાઇબેન ભગવાનદાસ કોટક (ગાંધીધામ)ના ભાભી, આર્યા, જીયાંશુ, ઉર્વશી, પ્રિહાનના પરદાદી તા. 23-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-9-2024ના બપોરે 3થી 5 રાજપૂત સમાજવાડી, રઘુવંશી નગર ખાતે.

ભુજ : કુંભાર કુલસુમ અબુબકર (ઉ.વ. 38) તે અબુબકર હાજી સુલેમાનના પત્ની, કુંભાર (મોરારિયા) સુલેમાન બુઢ્ઢા, કુંભાર (મોરારિયા) દાઉદ બુઢ્ઢાના પુત્રવધૂ, કુંભાર મ. (હસણિયા) ઇબ્રાહિમ સાલેમામદના પુત્રી, કુંભાર (હસણિયા) હાજી સિધિક સાલેમામદના ભત્રીજી, રજાક (લાઇટવાળા), અબ્દુલ્લાના બહેન, કુંભાર (મોરારિયા) ગની હાજી સુલેમાનના ભાભી તા. 23-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-9-2024ના બુધવારે સવારે 10 વાગ્યે કુંભાર જમાતખાના, દાદુપીર રોડ, ભુજ ખાતે.

અંજાર : મૂળ દુધઇના રામગર કુંવરગર ગુંસાઇ (ઉ.વ. 70) તે સ્વ. કેશરબેન કુંવરગરના પુત્ર, સ્વ. મંગલગર, શારદાબેન, દમયંતીબેનના ભાઇ, ગં.સ્વ. પ્રભાબેનના પતિ, ગીતાબેનના પિતા, સ્વ. ભરતગરના સસરા, રાજેશગિરિ, રવીન્દ્રગિરિ, દેવેન્દ્રગિરિના કાકા, સ્વ. ગુલાબગર, મહેન્દ્રગરના ભાઇ, સ્વ. નર્મદાબેન શંભુગર (મીઠીરોહર)ના જમાઇ, ધીરજગર, ગોપાલગર, વિશ્રામગર (દુધઇ)ના ભાઇ, ઘનશ્યામગર, મંજુબેન (સાપેડા)ના બનેવી, જયશ્રીબેન (અંતરજાળ), સંગીતાબેન (નાગલપર), હેતલબેન (ભુજ), મીઠીબેન (ભચાઉ), ચતુરભારથી, હિંમતભારથી, વિનોદભારથી (ભુજ)ના મામા, ખુશી, કંગનાના નાના, દીપગિરિ, તરુણગિરિના દાદા તા. 22-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-9-2024ના સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, અંજાર ખાતે.

ભચાઉ : પ્રભુભાઇ પરસોત્તમભાઇ પરમાર તે સ્વ. મણિબેન પરસોત્તમભાઇના પુત્ર, સ્વ. મણિબેનના પતિ, નીમુબેન, પ્રવીણાબેન, પ્રફુલભાઇ, અનિલભાઇના પિતા, કાન્તાબેન, ઇન્દુબેન, પુષ્પાબેન, બચુભાઇના ભાઇ, સ્વ. જેન્તીલાલ ચૌહાણ (ચીરઇ), જેન્તીલાલ પરમાર (બાવળા), નીમુબેન, શિલ્પાબેનના સસરા, સ્વ. પ્રાગજીભાઇના ભત્રીજા, કેતનભાઇ, નીલેશભાઇના મોટાબાપા, ભાવિન, રાજ, જય, સુનીલ, અંજલિ, જીયા, યશ, પ્રિન્સના દાદા, હરિલાલ નરસંગ પીઠડિયા (માંડવી)ના જમાઇ અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 26-9-2024ના ગુરુવારે સવારે અને પ્રાર્થનાસભા તા. 26-9-2024ના ગુરુવારે સાંજે 4થી 5 નિવાસસ્થાને ઉપલોવાસ ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ ઝુરા કેમ્પના સોઢા કાનજી કેસરાજજી (ઉ.વ. 67) તે ભેરજી તથા પ્રવીણસિંહના મોટા ભાઇ, મહિપતસિંહ, મહાવીરસિંહ, કુલદીપસિંહના પિતા, જગદીશસિંહ, મહેન્દ્રસિંહ, જુવાનસિંહ, જયદીપસિંહ, પ્રદીપસિંહના મોટા બાપુ, ગેમરાજી, ગોરધનજી, બળવંતસિંહ, ચંદાજી, કારણસિંહ, ભિભજી, સુરતાજીના કાકાઇ ભાઇ તા. 22-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા અને સાદડી તા. 24-9-2024ના મંગળવારે સાંજે 4થી 6 અને આગરી તા. 2-10-2024ના બુધવારે અને ઘડાઢોળ તા. 3-10-2024ના ગુરુવારે નિવાસસ્થાને પંકજનગર, નવાવાસ, માધાપર ખાતે.

દેશલપર-વાંઢાય (તા. ભુજ) : ઠક્કર રમેશચંદ્ર (ઉ.વ. 72) તે મંજુલાબેનના પતિ, લાલજીભાઇ હંસરાજભાઇ હિન્દુસોતાના પુત્ર, કાનજીભાઇ હરજીભાઇ મજેઠિયા (ખાવડા)ના જમાઇ, સ્વ. રવિલાલભાઇ, સ્વ. શંભુલાલભાઇ, સ્વ. બુધિલાલભાઇ, સ્વ. રુક્ષ્મણિબેન, સ્વ. લક્ષ્મીબેન, સુશીલાબેન, સાવિત્રીબેન, રસીલાબેન, નર્મદાબેનના ભાઇ, ભાવનાબેન, હિરેન, જેકીના પિતા, ચંદ્રેશભાઇ (નખત્રાણા), નીતાબેન, પ્રતિક્ષાબેનના સસરા, કૌશિકભાઇ, દીપકભાઇ, કેતનભાઇ, નીલેશભાઇ, શૈલેશભાઇ, સ્વ. ભરતભાઇના કાકા, સુરેશભાઇ, રસિકભાઇ, રમેશભાઇ, સ્વ. જયાબેન, ગં.સ્વ. મુક્તાબેનના બનેવી, ગં.સ્વ. ચંદ્રિકાબેન, ગં.સ્વ. મંજુલાબેન, ગં.સ્વ. જયાબેનના દિયર, રિવા, રિવાન્સ, ક્રિશાના દાદા, ધ્રુવી અને નીલના નાના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 25-9-2024ના બુધવારે સાંજે 4થી 5 લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજવાડી, દેશલર ખાતે.

કુકમા (તા. ભુજ) : મૂળ ભુજના ચૌહાણ અશોકભાઇ નથુભાઇ (ઉ.વ. 37) તે માલાબેન નથુભાઇના પુત્ર, ખીમીબેનના પતિ, ભરતભાઇ, મીરાંબેન ખેતાભાઇ, મણિબેન લાલાભાઇ, દીપકભાઇના ભાઇ, સરસ્વતી અને જીનલના પિતા, ભાવનાબેન, મણિબેનના જેઠ, મોહનભાઇના મામા, લક્ષ્મીબેન નારણભાઇ, જસવંત ગોવિંદના ભત્રીજા, કરસનભાઇ, હંસાબેન, પચાણભાઇ, રમીલાબેનના બનેવી, જીવીબેન નારાણભાઇ ધવડના જમાઇ તા. 22-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 25-9-2024ના બુધવારે.

મોખાણા (તા. ભુજ) : કરશનભાઇ ભચુભાઇ મેરિયા તે બબીબેન તેજાભાઇ ડુંગરિયા (સતાપર), જીવણભાઇ, પ્રવીણભાઇ (નીલકંઠ એન્ટરપ્રાઇઝ-અંજાર)ના પિતા, કિરીટભાઈ, સચિનભાઇ, પ્રિયા, મિત, ડેનીલના દાદા તા. 20-9-2024ના અવસાન પામ્યા છે. પુષ્પાંજલિ તા. 24-9-2024ના મંગળવારે સાંજે 7થી 8 નિવાસસ્થાને.

મોટી ખેડોઇ (તા. અંજાર) : નરેન્દ્રાસિંહ ભાણજીભા વાઘેલા (ઉ.વ. 70) તે સ્વ. ભાણજીભા કાંયાજી વાઘેલાના પુત્ર, સ્વ. નરપતાસિંહ રઘાજી વાઘેલા, જટુભા રઘાજી વાઘેલા, સ્વ. મહિપતાસિંહ કાંયાજી વાઘેલા, સ્વ. બળવંતાસિંહ કાંયાજી વાઘેલા, દેવુભા કાંયાજી વાઘેલા, ભરતાસિંહ કાંયાજી વાઘેલાના ભત્રીજા, સ્વ. અનિરુદ્ધાસિંહ ભાણજીભા વાઘેલા, રાજેન્દ્રાસિંહ ભાણજીભા વાઘેલા, મહેન્દ્રાસિંહ ભાણજીભા વાઘેલા, જયેન્દ્રાસિંહ ભાણજીભા વાઘેલાના ભાઇ, ધર્મેન્દ્રાસિંહના પિતા, મયૂરાસિંહ, ગોપાલાસિંહ, પ્રદીપાસિંહ, યશપાલાસિંહ, યોગીરાજાસિંહના મોટાબાપા, હર્ષરાજાસિંહ, અમરદીપાસિંહના દાદા તા. 23-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-9-2024ના ગુરુવારે નિવાસસ્થાન દરબાર ડેલી, મોટી ખેડોઇ, તા. અંજાર ખાતે.

મોટા રતડિયા (તા. માંડવી) : ગઢવી હરિ લક્ષ્મણ બારોટ (ઉ.વ. 66) તે હાંસબાઈબેન ગઢવીના પતિ, ગઢવી હરદાસ બારોટ  (સરપંચ-મોટા રતડિયા), ગઢવી સાવિત્રી વિશ્રામ મધુડાના પિતા, વીરબાઈ બુધિયા મૌવર, રાજબાઇ વિરમ મૌવર, માલશ્રી દેવરાજ મુધુડા, ગં.સ્વ. પુરબાઈ ખેરાજ મૌવર, ખીમશ્રીબેન, ગાવિંદ અરજણ બારોટ, વાલજી અરજણ બારોટ, રામ અરજણ બારોટ, ભીમશી અરજણ બારોટના ભાઇ, ગઢવી ગોપાલ પુનશી વિસરપુરી, ગઢવી ખેતશી પુનશી વિસરપુરીના બનેવી, ભીમશી હરજી મંધરિયા, ગઢવી કાનજી હરજી ઝાલા, ગઢવી રાણશી હરજી ઝાલાના મામાના દીકરા તા. 23-9-2024ના અવસાન પામ્યા છે. સાદડી તથા ઉત્તરક્રિયા તા. 3-10-2024ના ગુરુવારે નિવાસસ્થાન મોટા રતડિયા ખાતે.

મોડકુબા (તા. માંડવી) : જાડેજા હિંમતસિંહ દેવાજી (ઉ.વ. 33) તે દેવાજી ડુંગરજીના પુત્ર, અભેસંગજી ડુંગરજી, સ્વ. ચાંદુભા ડુંગરજી, રવુભા તેજમાલજી, રામસંગજી તેજમાલજી, અશ્વિનસિંહ તેજમાલજીના ભત્રીજા, જાલુભા, ગોવુભા, પ્રદીપસિંહ, મનુભા, ભાવેશસિંહ, વિરમસિંહ, વિશાલસિંહ, મિતરાજસિંહ, વાધા ગીતાબા ઇન્દ્રસિંહ, સોઢા પૂજાબા મનુભા, સોઢા મનીષાબા અર્જુનસિંહના ભાઇ, મહાવીરસિંહના પિતા, મહેન્દ્રસિંહ રાણા (લાલપુર)ના જમાઇ તા. 22-9-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-9-2024ના ગુરુવારે દરબારવાસ, સમાજવાડી, મોડકુબા ખાતે.

દરશડી (તા. માંડવી) : કચ્છ મેવાડા સુથાર પ્રવીણ મોહનલાલ ભોણા (ઉ.વ. 40) તે યોગીતાબેનના પતિ, કુંવરબેન મોહનલાલ ઉકાભાઈ ભોણાના પુત્ર, મહેક, પૂજા, તેજલના પિતા, કાંતાબેન (ભુજ), સ્વ. લક્ષ્મીબેન (વિરાણી મોટી), કલાવતીબેન (ભુજ), વાસંતીબેન (કોલ્હાપુર), જયશ્રીબેન (જલગાંવ), ભૂપેન્દ્ર, (મિરજાપર), હેમંત (સોલાપુર), અશ્વિન (માનકૂવા)ના ભાઈ,  શારદાબહેન, લતાબહેન, જ્યોતિબહેનના દિયર, નેરલ, રાજન, જિજ્ઞા, ઊર્વી, પ્રગતિ, વાસવી, અભય, જીત, મોક્ષાના કાકા, વાલજી (એમ.પી), સ્વ. હરિલાલ (કોટડા-રોહા), શૈલેશ (આંણદ), ચંદુલાલ (માંડવી), વિપુલ (રવાપર)ના કાકાઈ ભાઈ, વૈશાલીના કાકાજી સસરા, સ્વ. ડાનાભાઈ (ભુજ), રમેશભાઈ (વિરાણી મોટી), લાલજી મેવાડા (ભુજ), હરિલાલ મૂરજી (કોલ્હાપુર), રતિલાલ શિવજી (જલગાંવ)ના સાળા, હેમલતાબહેન મનસુખલાલ લિમડા (નેત્રા-ભુજ), દામજીભાઈના જમાઈ, વિશાલ, અજયના બનેવી તા. 23-9-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષનું બેસણું તા. 25-9-2024ના બુધવારે સવારે 9થી 5 પાટીદાર સાનાતન સમાજવાડી, દરશડી ખાતે.

ગુંદિયાળી (તા. માંડવી) : મૂળ સુથરીના સુમરા અમીનાબાઇ અબ્દુલ (ઉ.વ. 72) તે મ. સુમરા ફકીરમામદ આમદ (કચ્છી), સુમરા અધ્રેમાન આમદ (કચ્છી)ના બહેન, સુમરા રસીદ અબ્દુલના માતા, સુમરા અસલમ હારુન (સુથરી)ના મોટીમા તા. 23-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-9-2024ના ગુરુવારે સવારે 10થી 11 સુમરા જમાતખાના, ગુંદિયાળી ખાતે.

મંજલ-તરા (તા. નખત્રાણા) : માવજીભાઇ વેલાભાઇ રોશિયા (મહેશ્વરી) (ઉ.વ. 77) તે કેસરબાઇના પતિ, સ્વ. જખુભાઇ, ધનજીભાઇ, સ્વ. મેઘજીભાઇ, લખમાબાઇ, મુલબાઇ, માનબાઇ (ભાચુંડા), સેજબાઇ (ખારૂઆ)ના ભાઇ, સ્વ. મનજીભાઇ, સ્વ. અર્જુન, રામજી, પૂંજાલાલ, માનબાઇના પિતા, ધનબાઇ મનજી, લક્ષ્મીબેન અર્જુન, લક્ષ્મીબેન પૂંજાલાલના સસરા, વિજય (મસ્કત), હરેશ, કિશન, જગદીશ, ચંપાબેન ચૂનીલાલ ડોરૂ (આસંબિયા), હંસાબેન હીરજી ડોરૂ (બિટ્ટા), ગીતા વિનોદ વિગોરા (કોટડા-રોહા), પુનિતા સુનીલ ધુવા (અંજાર), લતા હિતેષ અબચુંગ (ગુંદિયાળી), ભાવના, કલ્પના નવીન મૂછડિયા (ઝુરા), લતા રામજી આયડી (માધાપર), ઉમિયા, ભારતી, આરતીના દાદા, હસ્તાબેનના દાદાસસરા, સ્વ. ગાંગજીભાઇ (એસ.ટી. નખત્રાણા), દિનેશભાઇ (ડી.એસ.પી. ઓફિસ-ભુજ), દેવજીભાઇ (કંડલા પોર્ટ), પંકજભાઇના કાકા, જેઠાલાલ, દેવજીભાઇ, ચંદુલાલ, સ્વ. મોહનલાલ, કિશોરભાઇ, હરેશભાઇ, નરેશભાઇના મોટાબાપા, સ્વ. બુદ્ધાભાઇ, લધુભાઇ, સ્વ. કાનજીભાઇના કાકાઇ ભાઇ, નક્ષ, નૈતિકના પરદાદા, સ્વ. વાછિયા વાલા ભોઇયા (દેવપર-ગઢ)ના જમાઇ તા. 21-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 25-9-2024ના બુધવારે આગરી (કોઠ) તથા તા. 26-9-2024ના ગુરુવારે પાણીયારો નિવાસસ્થાન દુવાળા ચોક, મંજલ ખાતે.

દેવીસર (તા. નખત્રાણા) : ધલ ધરિયા સંજર (ઉ.વ. 48) તે મ. સંજર સિધિકના પુત્ર, શેરબાનુના પતિ, મ. હાજી સંજર, સિધિક, ભચા, જુમા, રમજાન, અમીનના ભાઇ, અકબર, સલીમ, સાધક જુસબના પિતા, ધલ સાલેમામદ આમદના ફુઇઆઇ ભાઇ, ઘની, મામદ અનીફ, ઇસ્માઇલ ઇશાક, મામદ, જુણસ, ઓસમાણ દેશરના કાકાઇ ભાઇ, ધલ હબીબ ઇબ્રાહિમના કાકા તા. 23-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-9-2024ના બુધવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન ધલ ફળિયા, દેવીસર ખાતે.

મથલ (તા. નખત્રાણા) : સાટી અકબર ફકીરમામદ (ઉ.વ. 35) તે મ. ફકીરમામદના પુત્ર, સાલેમામદ, જુણસના ભાઇ, જુસબ હુસેનના ભત્રીજા તા. 23-9-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 25-9-2024ના બુધવારે સવારે 11 વાગ્યે મુસ્લિમ જમાતખાના, મથલ ખાતે.

કંથકોટ : શાત્રીજી ઉમિયા શંકરભાઈ (ઉ.વ. 80) તે ઈચ્છાબેન હરિલાલભાઈ ઠાકરના મોટા પુત્ર, સ્વ. નિર્મળાબેન, સ્વ. ત્રિવેણીબેનના નાના ભાઈ, સ્વ. મધુબેન, ગં.સ્વ. જયશ્રીબેનના પતિ, દુર્ગાબેન, સ્વ. જ્યોતીન્દ્રભાઈ, રમેશભાઈના પિતા, સ્વ. સવિતાબેન, ચંદ્રકાંતભાઈ, જયસુખલાલભાઈ, સ્વ. લજેશકુમાર, ભાનુશંકરભાઈના મોટા ભાઈ, હિરેનકુમાર (અંજાર), ગં.સ્વ. ગીતાબેન, પારુલબેનના સસરા, સ્વ. લતાબેન, મહેશભાઈ, દુષ્યંતભાઈના મામા, વૈશાલીબેન, પ્રાતીબેનના મામા, રમાબેન, દેવકન્યાબેન, ગં.સ્વ. દયમતીબેન, શિલ્પાબેનના જેઠ, સપનાબેન, તનયભાઈના નાના, ગાયત્રીબેન, લેનાબેન, માયાબેન, ગોપાલભાઈ, રુદ્રદતભાઈ, રામેશ્વરભાઈ, જાગૃતિબેન, પીયૂષભાઈ, જલ્પાબેન, વંદનાબેન, સંગીતાબેન, પ્રિયંકાબેન, તન્વીબેન, પાર્થભાઈના મોટાબાપુ, શ્રુતિબેન, મિતલબેન, પ્રિયેશભાઈ ઋષિકેશભાઇના દાદા, સ્વ. મંગલાલ જાદવજીભાઈ (અંજાર), રસિકલાલ, ભગીરથભાઈના બનેવી અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (સાદડી) તા. 26-9-2024ના ગુરુવારે સાંજે 4થી 5 કંથકોટ ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang