• શનિવાર, 05 ઑક્ટોબર, 2024

અવસાન નોંધ

ભુજ : મૂળ બિટ્ટાના ઠા. બેચરલાલ હરિરામ મડૈયાર (ઉ.વ. 62) (અશ્વિન ઇલેક્ટ્રિકવાળા) તે સ્વ. રુક્ષ્મણિબેન હરિરામભાઈ મડૈયારના જયેષ્ઠ પુત્ર, સ્વ. શાંતાબેન લાલજીભાઈ હિન્દુસોતા (દેશલપર)ના દોહિત્ર, મુક્તાબેનના પતિ, રવિલાલ, કસ્તૂરબેન વિશનજીભાઈ (ભુજ), દક્ષાબેન મહેશભાઈ (ખાવડા), મધુબેન જયંતીલાલ (ભુજ), પુષ્પાબેન વિનોદભાઈ (લુણાવાલા)ના મોટા ભાઈ, સ્વ. વૈશાલીબેન, અશ્વિનભાઈ (બરીવાલા), નીલમબેન (વિધિ ક્રિએશનવાળા) ભાવિકાબેનના પિતા, અક્ષયભાઈ જોશી, નીતાબેનના સસરા, ગં.સ્વ. કસ્તૂરીબેન લક્ષ્મીદાસ પલણના જમાઈ, જગદીશભાઈ, સુરેશભાઈ, ચેતનભાઈ, બિપીનભાઈ, નીનાબેન કમલેશભાઈ પુજારા (આદિપુર), રસીલાબેન જિતેન્દ્રભાઈ ઠક્કર (માધાપર)ના બનેવી, કલાવંતીબેનના જેઠ, ભાવેશ, કિરણબેન, નિશાબેનના મોટાબાપુ, શંકરભાઈ (આદિપુર), હરેશભાઈ (મુંદરા), દરિયાલાલભાઈ, ભરતભાઈ (નખત્રાણા), જેઠાલાલ (ભુજ)ના કાકાઇ ભાઇ, આરવી, ધાર્યના દાદા, દિવ્યમના નાના, અરાવિંદભાઈ નાનજીભાઈ મજેઠિયા (લખપત), નરેન્દ્રભાઈ અર્જુનભાઈ જોશી (દયાપર)ના વેવાઈ તા. 21-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-9-2024ના મંગળવારે સાંજે 4થી પ શેઠ નાનજી સુંદરજી સેજપાલ ભિવંડીવાળા લોહાણા મહાજનવાડી રૂખાણા એસી હોલ, વી.ડી. હાઈસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : કાંતાબેન કાનજી ખેતાણી (સલાટ) (ઉ.વ. 82) તે રાજેન્દ્ર (રાજુ) તથા ગં.સ્વ. પુષ્પાબેન મુકેશ મોગાના માતા, જ્યોતિના સાસુ, પ્રગતિ, કેયૂરના દાદી, ઉમંગના નાની, પ્રિયાના નાનીસાસુ, જદુરામભાઇના બહેન, ભારતીબેનના નણંદ તા. 21-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-9-2024ના બુધવારે સાંજે 5થી 6 ભીડ નાકા બહાર, સલાટવાડી, દાંડીવાળા હનુમાનની બાજુમાં.

ભુજ : સમા (બકાલી) મેહરોઝ (ઉ.વ. 17) તે રિઝવાના રહીમ સમાના પુત્રી, મ. કુલકુમ આમદ સમા, મ. ઉમર ઇબ્રાહિમ, મ. રહેમતુલ્લાહ, અબ્દુલરજાક ઇબ્રાહિમ, મ. અબ્દુલસતાર ઇબ્રાહિમના પૌત્રી, મ. હલીમા અબ્દુલકરીમના દોહિત્રી, મ. રબીહા, મહેરના બહેન, રેહાના રમીઝ, અફશાના મોસીન, અબ્દુલ ગફાર, મામદ, અસલમ, મહમદ રફીક, મ. ઇમરાન, સફરાજ, ઇરફાન, નાવેદ, આશીફ, સાજીદ, સોયબના ભત્રીજી, રશીદા અબ્દુલ ગની, રોશન મકબુલ, અલ્ફાના રફીક, રેહાના સલીમ, શીરીન અનવર, શબનમ તોશીફ, બિલ્કીશ પરવેઝના ભાણેજી, અસ્મિના, સૈમીન, શૈલીન, મિસ્બાહ, ઇશાના, મન્તીકા, મિદહત, શનાયા, રઇશા, અઝહર, રુહીન, આશીર, શાલીન, શલીલ, રેહાન, રાગીબ, રોનક, રૂહાબ, અરમાન, તરહાજના બહેન તા. 21-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-9-2024ના સોમવારે સવારે 9 વાગ્યે જૂના રેલવે સ્ટેશનની સામે, હેરીવાડી, ભુજ ખાતે.

ભુજ : અભલા બુઢા મોખા (ઉ.વ. 55) તે સિધિક લાખા મંધરિયા (ફોરેસ્ટર)ના સાળા, મોખા સલીમ, જુસબના કાકા, અનવર સિધિક, જુમા અયુબ મોખાના મામા તા. 22-9-2024ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 24-9-2024ના મંગળવારે સવારે 9.30થી 10.30 પાંજરાપોળ તળાવ પાસે, ભીડ નાકા બહાર, ભુજ ખાતે.

ભુજ : મણિયાર જુમ્મા જુસબ (ઉ.વ. 68) તે જાવેદના પિતા, અબ્દુલકાદીર, ઇમ્તિયાઝ, આલમ, અશરફ, અહમદ હુશેનના ભાઇ, શફીના બનેવી, અલ-બાસીદ જનરલ સ્ટોરવાળાના કાકા તા. 22-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 25-9- 2024ના બુધવારે સવારે 10થી 11 લાઇનવાળા જમાતખાના, સરપટ ગેટ પાસે, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ ધાવડા મોટાના મોગીબેન કાંતિભાઇ પટેલ (પોકાર) (ઉ.વ. 69) તે કાંતિભાઇ વાલજીભાઇના પત્ની, જીતુભાઇ, નીમુબેન, પુનિતાબેનના માતા, સીતાબેન, મનોજકુમાર પટેલ, સુનીલકુમાર પટેલના સાસુ, ઊર્જા, ગ્રીવા, સમર્થના દાદી તા. 21-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-9- 2024ના મંગળવારે સવારે 8થી 10 ધાવડા મોટા ખાતે તથા સાંજે 5.30થી 6.30 પાટીદાર ભવન, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : ચમનભાઇ સામતભાઇ ધરડા તે દેવીબેનના પતિ, વનિતાબેન, આશાબેન, દિવ્યાબેન, મનોજ, રાહુલના પિતા, વાલીબેન, લક્ષ્મીબેન, અમરતબેન, આત્મારામના ભાઇ, દીપક, કવિતાબેન, ભાવનાબેન, હીનાબેન, કૌશિકના મોટાબાપા તા. 21-9-2024ના અવસાન પામ્યા છે. બારમું તા. 24-9-2024 અને આગરી તા. 25-9-2024ના ઘડાઢોળ નિવાસસ્થાન ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : કોટડી મહાદેવપુરીના રતનબાઇ મીઠુભાઇ માતંગ (ઉ.વ. 100) તે સ્વ. મીઠુભાઇ ગાંગજીભાઇના પત્ની, અર્જુન, તેજશીના માતા, રાજેશ, લક્ષ્મણ, જયેશના દાદી તા. 20-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિક વિધિ તા. 26-9-2024ના દિયાડો તથા તા. 27-9-2024ના પાણી નિવાસસ્થાન 440, પૂનમ સોસાયટી, નવજીવન સોસાયટી, સેક્ટર-7, ગાંધીધામ ખાતે.

અંજાર : મારૂ કંસારા સોની સાકરિયા જેન્તીલાલ (ઉ.વ. 78) તે સ્વ. પાર્વતીબેન કેશવજી કરસનભાઇ સાકરિયા (સૂરજપર)ના પુત્ર, શારદાબેનના પતિ, સ્વ. જેઠાલાલભાઇ (મિરજાપર), નરશીભાઇ (સૂરજપર), સ્વ. મંગળાબેન, રુક્ષ્મણિબેન, વિજયાબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. હીરાબેન, પ્રભાબેન, શાન્તાબેન, ઇન્દ્રબેનના ભાઇ, સ્વ. કાન્તાબેન, સ્વ. જયાબેનના દિયર, સ્વ. બિન્દુબેન, અતુલ, મયૂરના પિતા, સપનાબેનના સસરા, સ્વ. મોરારજી ધારશી બુદ્ધભટ્ટીના જમાઇ, જયસુખ, બિપીન, વિનોદ, પરેશ, ભાવનાબેન, નીમુબેન, કુસુમબેનના કાકા, ઉષાબેન, હંસાબેન, નંદાબેન, પૂજાબેનના કાકાજી સસરા તા. 21-9-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-9-2024ના સોમવારે સાંજે 5થી 6 મારૂ કંસારા સોની જ્ઞાતિ, અંજાર ખાતે.

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી કાન્તાબેન રાઘવજીભાઇ ચૌહાણ (ઉ.વ. 85) તે સ્વ. રાઘવજી મૂળજીભાઇ ચૌહાણના પત્ની, મુકુંદભાઇ, પ્રવીણાબેન, ચંદ્રિકાબેનના માતા, તુલજાબેનના સાસુ, વિવેક, ક્રિષ્નાના દાદી, સચિનકુમારના દાદીજી તા. 21-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-9-2024ના સોમવારે સાંજે 5થી 6 સિનુગ્રા પ્રણામી મંદિરમાં ભાઇઓ તથા બહેનોની સંયુક્ત.

અંજાર : આમદશા જુસબશા (પઠાયાણી) (ઉ.વ. 85) (મસ્કતવાળા) તે શેખ કાયમશા જુસબશા, હાજી નૂરશા જુસબશાના મોટા ભાઇ, ઇસ્માઇલશા, આલીશા, લતીફશાના પિતા, ઇબ્રાહિમ, અલ્તાફ, શરીફના દાદા, મુસ્તફા, કાસમશા, ઓસમાણશા, મામદશા, ઇકબાલશા, હુસેનશાના મોટાબાપા તા. 21-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-9-2024ના મંગળવારે સવારે 10થી 11 શેખ સમાજવાડી, શેખટીંબો, અંજાર ખાતે.

આદિપુર : મૂળ ધુણઈના ભા. રવજીભાઈ લીલાધરભાઈ ગજરા (ઉ.વ. 85) તે છગનલાલ લીલાધર ગજરા (મુલુંડ)ના ભાઈ, સ્વ. નરશીભાઈ દામજીભાઈ ગજરા (મુંબઈ)ના ભત્રીજા, મનોજભાઈ, જયાબેન, પાર્વતીબેન, ક્રિષ્નાબેન, સ્વ. પ્રભાબેન, જ્યોતિબેન, પ્રીતિબેનના પિતા, સ્વ. શંકરલાલ આણંદજીભાઈ મંગે (બિટ્ટા), કિશોરભાઈ તુલસીદાસ મંગે (સાંધાણ-ઘાટકોપર), ગોપાલભાઈ લક્ષ્મીદાસ મંગે (ભાડઈ મોટી), નવીનભાઈ મોનજીભાઈ વડોર  (આદિપુર), રમેશભાઈ બુધિયાભાઈ નંદા (બાલાપર-વાપી), નરેન્દ્રભાઈ મંગલદાસ નંદા (ભારાપર ધુફી-વિરાર), બીનાબેન મનોજભાઈ ગજરાના સસરા, શોર્ય તથા તીર્થના દાદા તા. 21-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (સાદડી) તા. 23-9-2024ના સોમવારે સાંજે 4થી 5 કચ્છી ભાનુશાલી મહાજનવાડી, આદિપુર ખાતે.

માંડવી : હુરબાઈ રમજાન સોઢા (ઉ.વ. 63) તે રમજાન અલીમામદ સોઢાના પત્ની, અસલમ, પરવિના, અલવિનાના માતા, સોઢા ઇબ્રાહિમના ભાભી, અસગર ઇબ્રાહિમ સોઢા, અકબર ઇબ્રાહિમ સોઢા, હુશેન ઈભલા સોઢાના કાકી, મ. મથડા અલીમામદ બુઢા, મ. મથડા કાસમ બુઢા, મ. મથડા સુલેમાન બુઢા, મથડા આમદ બુઢાના બહેન તા. 21-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત  તા. 24-9-2024ના રહેમાનીય મસ્જિદ, તબેલા ફળિયા, માંડવી ખાતે.

કુકમા (તા. ભુજ) : મૂળ નાગોરના ક.ગુ.ક્ષ. મિત્રી દમયંતીબેન (બચુબેન) હરિલાલ ચૌહાણ (ઉ.વ. 90) તે સ્વ. હરિલાલ કરશન ચૌહાણના પત્ની, મીઠીબેન કરશન ચૌહાણના પુત્રવધૂ, સ્વ. પાનીબેન વીરજી વસ્તા યાદવના પુત્રી, રજનીકાન્તભાઇ, મંજુબેન, ગીતાબેન, જયશ્રીબેન, વર્ષાબેન, ભારતીબેનના માતા, વનિતાબેન રજનીકાન્ત, મોહનભાઇ રાઠોડ (કુકમા), જયસુખભાઇ પરમાર (કુકમા), જગદીશભાઇ યાદવ (આદિપુર), ચંપકભાઇ ચૌહાણ (ગાંધીધામ), સ્વ. મહેશભાઇ ચૌહાણ (રેહા)ના સાસુ, અજય, જયમીન (પીજીવીસીએલ), ખ્યાતિના દાદી, નિતા, ટિકીતા, ગૌરવના દાદીસાસુ, આર્વી, પ્રિયાંશ, રિદીતના પરદાદી, સ્વ. વેલુબેન, સ્વ. મુરીબેન, સ્વ. દેવિકાબેનના ભાભી, સ્વ. નાનાલાલભાઇ, સ્વ. મોહનભાઇ, અમૃતલાલભાઇ, ગં.સ્વ. ગૌરીબેન, ગં.સ્વ. શાંતાબેન, ગં.સ્વ. જયાબેન, ગં.સ્વ. લીલાવંતીબેનના મોટા બહેન, ભાવેશ, મીનળ, સ્વ. રોહિત, દુર્ગેશ, ખુશ્બૂ, હિરેન, ફાલ્ગુની, પારસ, રોમેક્સ, હસ્તીના નાની તા. 22-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-9-2024ના બુધવારે સાંજે 4.30થી 5.30 મિત્રી સમાજવાડી, કુકમા ખાતે.

સુખપર (તા. ભુજ) : મંજુલાબેન જેરામભાઇ જોગી (ઉ.વ. 43) તે સ્વ. જેરામભાઇ પ્રેમજીભાઇના પત્ની, રાજેશના માતા, પ્રેમજીભાઇ, હીરજીભાઇ, રાજેશભાઇના ભાભી, પપુભાઇ, કમલેશભાઇના બહેન, નીતિનભાઇ, રાજેશભાઇ, ગોપીભાઇ, રાજેશભાઇના સાસુ તા. 21-9-2024ના અવસાન પામ્યા છે. આગરીની રાત તા. 30-9- 2024ના તથા પાણીઢોળ તા. 1-10-2024ના નિવાસસ્થાન મફતનગર, પંચમુખા હનુમાનજી મંદિરવાળી શેરી, જૂનાવાસ, સુખપર ખાતે.

દેશલપર (વાંઢાય) (તા. ભુજ) : ઠક્કર રમેશભાઇ તે લાલજી હંસરાજભાઇ હિન્દુસોતાના પુત્ર, ભાવનાબેન, હિરેન, જેકીના પિતા, કાનજીભાઇ હરજીભાઇ મજેઠિયા (ખાવડા)ના જમાઇ?તા. 22-9-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 23-9-2024ના સવારે 9.30 વાગ્યે નિવાસસ્થાનથી નીકળશે.

ધમડકા (તા. અંજાર) : મૂળ લાખોંદના ડો. શંભુદાન ગઢવી (ઉ.વ. 69) તે આઇદાન ઇશ્વરદાનના પુત્ર, સ્વ. મોહનબેનના પતિ, સ્વ. ડો. મહિદાન, લક્ષ્મીબેન પીંગળશીભાઇ ગઢવીના ભાઇ, પરેશદાન, ધર્મેન્દ્રદાન, નરેન્દ્રદાનના પિતા, મુકેશદાન, હેમતદાન, જીતુદાન, દર્શના, જયશ્રી, હસ્મિતાના કાકા, રાહુલ, ધ્રુતિ, ધ્રુવીલ, હિરેન, પલકના દાદા, સ્વ. હરિદાન કરણીદાન (જાટાવાડા)ના જમાઇ તા. 22-9-2024ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 23-9-2024થી 26-9-2024. ઉત્તરક્રિયા તા. 3-10-2024ના ગુરુવારે નિવાસસ્થાને.

નાની ખાખર (તા. માંડવી) : ખલીફા સકીનાબાઇ જુમ્મા (ઉ.વ. 62) તે ઇકબાલના માતા, લુકમાન, તાનસેન (કોટડા-ચ.), સધિક (બાવા) (મોટા લાયજા)ના સાસુ, મ. કસમના બહેન, નૂરમામદ ઇસ્માઇલ (સલાયા)ના ભાભી તા. 22-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-9-2024ના મંગળવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના ખાતે.

મસ્કા (તા. માંડવી) : પ્રેમજી દયારામ નાથાણી (ઉ.વ. 82) તે સ્વ. મુરીબાઇ દયારામ ગોવિંદજીના પુત્ર, સામુબાઇના પતિ, ગોપાલજી, શાંતિલાલ, નવીન, કમળાબેનના પિતા, કંચનબેન, હેમલતાબેન, પ્રફુલ્લાબેન, નવીનભાઇ શિવજી વ્યાસના સસરા, સમીર, કેયૂર, જિજ્ઞા, એકતા, ચિંતન, ચિરાગ, હર્ષના દાદા, મીતાબેન, ઊર્વિબેન, ભાવિકભાઇ, રાજેશભાઇના દાદા સસરા, બ્રિજેશ, ક્રિમાન્શીના નાના બાપા, સ્વ. પરસોત્તમ, કાનજી, સ્વ. મણિબાઇ, સ્વ. ધનબાઇ, સ્વ. મોંઘીબાઇ, ગં.સ્વ. ભચીબાઇ, ગં.સ્વ. લક્ષ્મીબેનના ભાઇ, સ્વ. શંકરજી ગોવિંદજીના ભત્રીજા, સ્વ. ગોવિંદજી મોનજી મોતાના દોહિત્ર, સ્વ. દેવકાંબાઇ?દયારામ ભીમજી મોતાના જમાઇ, સ્વ. રણછોડજી, સ્વ. અંબાશંકર, જેન્તીલાલ, સ્વ. વેજબાઇ, જવેરબાઇ, રાધાબાઇ, ગં.સ્વ. હીરાબેન, સ્વ. જયશ્રીબેનના બનેવી, કાંતાબેન અંબાશંકર, નિર્મળાબેન રણછોડજી, અમૃતબેન જેન્તીલાલના નણદોયા, વસંતભાઇ, ભવદીપ, હિતેશ, અશ્વિન, મિતેશ, વિનોદ, અરૂણાબેન વસંતલાલ, ભાવિકાબેન દિનેશભાઇ, નિશાબેન ઉમેશભાઇ, હીનાબેન ભૂમિતભાઇ, કૃપાલીબેન સંકેશભાઇના ફુઆ તા. 22-9-2024ના અવસાન પામ્યા છે. માવિત્ર પક્ષની સાદડી તા. 24-9-2024ના મંગળવારે બપોરે 3થી 6 રાજગોર સમાજવાડી, મસ્કા ખાતે તથા સાસરા પક્ષની સાદડી તા. 24-9-2024ના 3થી 5 ગુંદિયાળી મંગળાજ માતાજીના મંદિરે.

ગુંદાલા (તા. મુંદરા) : મેઘબાઇ (ઉ.વ. 55) તે હીરાભાઇ ગોગાભાઇ સોંધરાના પત્ની, સ્વ. ખેતબાઇ ગોગાભાઇના પુત્રવધૂ, નરશી, હિતેષ, દક્ષાબેનના માતા, મૂલબાઇ (ભદ્રેશ્વર), ગાંગબાઇ (ધ્રબ), નાનબાઇ (ગાંધીધામ), મેઘજી, ગોરબાઇ (મોટી મઉં), નરશીના ભાભી, અશોક, બાળાબેન, બાબુ, કિશોર, કોમલ, શિવાની, અક્ષયના મોટીમા, પ્રેમજી, કાનજી, હંસાબેનના સાસુ, કાનબાઇ ખમુ શેખા (મારાજ) (મુંદરા)ના પુત્રી, માનબાઇ (ગાંધીધામ), સ્વ. ખેતાભાઇ, જમનાબેન (મોટી ખાખર)ના બહેન, જગદીશ, રોહિત, જિયા, મનીષ, સતીષના નાની તા. 21-9-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. સાદડી નિવાસસ્થાન જૂના મહેશ્વરીવાસ, ગુંદાલા ખાતે.

છસરા (તા. મુંદરા) : લુહાર અધ્રેમાન લધા (ઉ.વ. 80) તે મ. લધા જાનમામદના પુત્ર, મ. સિધિક, અલીમામદ, નૂરમામદના ભાઇ, રફીક (વિરાણી)ના સસરા, ગની તથા સલીમના કાકા, આબિદ, આરીફ, આશીફ, અયાનના દાદા, હુશેન હારુન (ગુંદિયાળી)ના જમાઇ તા. 20-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 23-9-2024ના સોમવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, છસરા ખાતે.

જંગી (તા. ભચાઉ) : ખલીફા જનતબાઇ અભરામ (ઉ.વ. 70) તે સલેમાન, અસગર,  મરિયમ મુશા (સામખિયાળી), સકીના સલીમ (અંજાર)ના માતા, રમઝુ જુસબ, કરીમ જુસબ, રઈમાબાઈ (રવ મોટી), નયામતબાઇ (નારાણપર), જાનબાઈ (સામખિયાળી)ના ભાભી, હાજિયાણી ફાતમાબાઇના દેરાણી, હાસમ નૂરમામદ (સામખિયાળી)ના કાકી તા. 22-9-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-9-2024ના મંગળવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન હિંગળાજ નગર, જંગી ખાતે.

છાડુરા (તા. અબડાસા) : રતનગિરિ તુલસીગિરિ ગોસ્વામી (ઉ.વ. 70) તે સ્વ. વાલબાઈ તુલસીગિરિના પુત્ર, હીરાબેન, નારાણગિરિ, વિશ્રામગિરિ, કાનગિરિ, હીરાગિરિના ભાઈ, જગદીશગિરિ, કિશોરગિરિ, હંસાબેનના પિતા, ભાવિનગિરિના દાદા, હીરાગિરિ શંભુગિરિ (કરૈયાવાળા)ના જમાઈ તા. 22-9-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-9-2024ના મંગળવારે સવારે 10થી સાંજે 5 નિવાસસ્થાને છાડુરા, તા. અબડાસા ખાતે.

કનકાવતી (તા. અબડાસા) : ભાણુબા હીરજી સોઢા (ઉ.વ. 85) તે સ્વ. હીરજી રાણાજીના પત્ની, જેતમાલાસિંહના માતા, સ્વ. જીલુભા, સ્વ. વેલુભા, અર્જુનાસિંહના ભાભી, સ્વ. માનજી, સ્વ. ખેતાસિંહ, હેમરાજાસિંહ, ભુરુભા, મહેશોજી, ચતુરાસિંહ, સ્વ. આમરજી, રાસુભા, મલજી, જોરૂભાના કાકાઇ ભાભી, સ્વ. ખેતુભા, લાલુભા, મહિપાલાસિંહ, રઘુભા, બલવંતાસિંહ, શંભાસિંહ, અભાસિંહ, સવાઈસિંહ, બલુભા, ભીમાસિંહ, માધુભા, હમીરાસિંહના ભાભુમા, રવિરાજાસિંહ, મયૂરાસિંહ, યશપાલ, રુદ્રપાલ, પૂર્વરાજ, આદિના દાદી તા. 21-9-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા, બારમું તા. 1-10-2024 નિવાસસ્થાને કનકાવતી ખાતે.

બેલા (તા. રાપર) : વાઘેલા હરદીપસિંહ લખુભા (ઉ.વ. 31) તે સ્વ. નાગજી વેલુભાના પૌત્ર, હનુભા, હકુભા (ડીસા), દાનુભા, સુખુભાના ભત્રીજા, લખુભા નાગજીના પુત્ર, રામદેવસિંહ, સુરેન્દ્રસિંહ, મહાવીરસિંહ, ચિરાગસિંહ (ડીસા), ગિરિરાજસિંહ, યુવરાજસિંહના ભાઇ, કૃષ્ણપાલસિંહ, દેવાંશીબાના પિતા તા. 22-9-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા સતાજી બાપુની વસ્તી, બેલા ખાતે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang