• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : નટ મુનાભાઇ રતનશી (ઉ.વ.36) તે રતનશી લક્ષ્મણના પુત્ર તા. 20-8-2024ના અવસાન પામ્યા?છે. 

ભુજ : મમણ ઓસમાણ નૂરમામદ (ઉ.વ. 52) તે મમણ સરફરાજ, ફારૂકના પિતા, મમણ આમદ નૂરમામદ, મ. સલેમાન, મ. અબ્દુલ ઇશાક, સિધિક, જુસબના ભાઇ, મમણ અનીશ સુલેમાનના કાકા, મમણ હાજી નૂરમામદ લતીફ (ગાભા)ના બનેવી તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 31-8-2024, 1-9-2024 અને 2-9-2024ના ભીડનાકા બહાર મમણ ફળિયા મધ્યે. 

ભુજ : ખત્રી ઇબ્રાહીમ ઇસ્માઇલ (ભડલીવાલા) (ઉ.વ. 65) તે ખત્રી મોહંમદ, યુનુસ, ઇશાક, અ. ગની, અલી મોહંમદ, સકીના અબ્દુલાના ભાઇ, નફીસા ઇરફાન (પૂનાવાલા)ના પિતા, નાસીર હુસેન(ખત્રી કાર્ગો)ના કાકા અવસાન પામ્યા?છે. વાયેઝ-જિયારત તા. 1-9-2024ના 11 વાગ્યે ખત્રી જમાતખાના ભુજ ખાતે.

અંજાર : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ભરતભાઇ ઉપાધ્યાય (મૂળ નાગલપર હાલે દુર્ગ છ.ગ.) (ઉ.વ. 64) તે સ્વ. પ્રભાકુંવર હરીલાલ ઉપાધ્યાયના પુત્ર, જ્યોતિબેનના પતિ, હરસુખભાઈ (ટાટાનગર), અશોકભાઈ (અંજાર), ધનુબેન કાન્તિલાલ વ્યાસ (રાયપુર), જયશ્રીબેન મહેન્દ્રભાઈ વ્યાસ (અમદાવાદ)ના ભાઈ, અંકિત, ધારા દવેના પિતા, હેમલ દવે (રાયપુર)ના સસરા, સ્વ. અમૃતલાલ જોષી (રાઉરકેલા)ના જમાઈ, સ્વ. જેન્તીભાઈ (સુરત), સ્વ. રતિલાલ (રાયપુર), સુભાષભાઈ (અંજાર), કનૈયાલાલ (આદિપુર), નલીનીબેન કનૈયાલાલ વ્યાસ (અમદાવાદ)ના કાકાઈ ભાઈ તા. 31-8-2024ના રાયપુર મધ્યે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-9-2024ના સોમવારે સાંજે 5થી 6 અંજાર ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી, ટીંબી કોઠા, અંજાર મધ્યે. 

અંજાર : મૂળ ઉપલેટા (વોડીસાંગ)ના રઘુવીરસિંહ પથુભા જાડેજા (ઉ.વ. 56) તે જગુભા પથુભા જાડેજા (નિવૃત્ત ગ્રામસેવક, ભચાઉ), હિતેન્દ્રસિંહ, શક્તિસિંહના કાકા, છત્રસિંહ મનુભા જાડેજા (મોરબી), રાજેન્દ્રસિંહ મનુભા જાડેજા (ભાવનગર),?ધીરુભા રવુભા જાડેજા (રાજકોટ), વિજયસિંહ રણજિતસિંહ જાડેજા (ગાંધીનગર)ના ભાઇ તા. 29-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-9-2024ના સોમવારે સાંજે 4.30થી 5.30 ભાટિયા મહાજનવાડી, તુલસી સમોસા પાછળ, ઉત્તરક્રિયા તા. 5-9-2024ના ગુરુવારે નિવાસસ્થાન પ્લોટ?33/34, ખેતરપાળ નગર-3, ખેતરપાળ મંદિર પાસે. બહેનો માટે પ્રાર્થનાસભા તે જ દિવસે તા. 2-9-2024ના નિવાસસ્થાન મધ્યે.

માંડવી : વસંતલાલ જટાશંકર કેશવાણી (ઉ.વ. 72) તા. 26-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-9-2024ના રવિવારે સાંજે 4થી 5.30 સુધી રાજપૂત સમાજવાડી આઝાદચોક માંડવી?ખાતે. 

મુંદરા : અ.સૌ. જ્યોતિબેન જિતેન્દ્રભાઇ રામૈયા (ઉ.વ. 66) તે જિતેન્દ્ર શિવજી રામૈયાના પત્ની, સ્વ. કાન્તાબેન શિવજી લક્ષીદાસ રામૈયાના પુત્રવધૂ, ધરમાસિંહ વિઠ્ઠલદાસ રાયગંગાના પુત્રી, પંકજ અને ભરતના બહેન,  રાખી કલ્પેશ આશર અને ચિંતન (જલારામ મેડિકલ સ્ટોર-મુંદરા)ના માતા, કલ્પેશ જયાસિંહ આશર (દાર-એસ-સલામ)ના સાસુ, તનય અને તાનિયાના નાની, આશાબેન જયાસિંહભાઈ આશરના વેવાણ, સ્વ. દિનેશ રામૈયા (મસ્કત)ના નાના ભાઈના પત્ની, ગૌરવ અને નીરવ (મસ્કત)ના કાકી, અલ્પા અને પૂજાના કાકીસાસુ તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-9-2024ના સોમવારે સાંજે 4થી 5 મુંદરા ભાટિયા મહાજનવાડી મધ્યે. 

નખત્રાણા : મોથાળાના મચ્છર સાવિત્રીબેન ભીમજી (ઉ.વ. 82) તે સ્વ. મચ્છર ભીમજી શિવજીના પત્ની, નિર્મળ બચુબાઇ મીઠુભાઇના પુત્રી, જયશ્રીભાઇ, સુરેશભાઇના બહેન, મોહનલાલ, ભગવાનજીના ભાભી, કલ્પેશ, દીપુ, લક્ષ્મી, શીલાના માતા, વર્ષાબેનના સાસુ, હેત્વી, ગિરિરાજના દાદી તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-9-2024ના સોમવારે સાંજે 4થી 5 લુહાર  સમાજવાડી, જે.પી. રોડ તા. નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : અ.સૌ. ઉષાબેન રશ્મિન પિત્રોડા (ઉ.વ. 66) તે સ્વ. રતનબેન અંબાલાલના પુત્રવધૂ, સ્વ. પ્રભાબેન ભીમજી પઢારિયા (સુંદરગઢ-ઓરિસ્સા)ના પુત્રી, રશ્મિનભાઇના પત્ની, મધુકરભાઇ, સુધાબેન અરવિંદ વાઘેલા (વડોદરા)ના નાના ભાઇના પત્ની, સ્વ. ભરત તથા મયંકના ભાભી, ગં.સ્વ. સંગીતાબેન તથા કલ્પનાબેનના જેઠાણી, વંદના હિતેશ ઉમરાણિયા, નિખિલ મધુકર પિત્રોડાના કાકી, કોમલબેન કમલેશ હંસોરા, અંકિતના માતા, ભાવિકા હરેશ વાઘેલા (જલગાંવ), નિરાલી હિરેન પઢારિયા (બેંગ્લોર), કેતન, ભરતના મોટા મમ્મી, જયમીન, રિદ્ધિના દાદી તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 2-9-2024ના સોમવારે સાંજે 5થી 6 સોરઠિયા સમાજવાડી, ગાયત્રી મંદિરની બાજુમાં માધાપર ખાતે. 

માધાપર (તા. ભુજ) : મૂળ અમદાવાદના ચાવડા (આહીર) સંજયભાઇ મનુભાઇ (ઉ.વ.51) (અભય કલર લેબ) તે ભાનુબેનના પુત્ર, હીનાબેનના પતિ, જેનીલના પિતા, દિલીપભાઇ (અમદાવાદ) અને હર્ષાબેન યોગેશભાઇ બસિયા (રાજકોટ)ના ભાઇ, નટવરભાઇ ઘેલાભાઇ બાબરિયા (જામજોધપુર)ના જમાઇ, દક્ષાબેનના દિયર, કુલદીપ અને પીનલના કાકા, હર્ષિલ અને ધર્મયુના મામા તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 9-9-2024ના સોમવારે અમદાવાદ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.) સંપર્ક : દિલીપભાઈ મો. 63513 71621, જેનીલ મો. 73835 99466.

વરલી (તા. ભુજ) : રુતિકાબેન રામજીભાઇ ચાવડા (ઉ.વ. 19) તે વલ્લીબેન દેવરાજભાઇના પૌત્રી, મેસીબેન રામજીભાઇ ચાવડાના પુત્રી, કંકુબેન કરશન ચાવડા તથા ગં.સ્વ. મીણાબેન રાધુભાઇ ચાવડાના ભત્રીજી, રાજલબેન તથા શિવલાલભાઇના બહેન, ડાઇબેન બેચુભાઇ મકવાણાના દોહિત્રી, લક્ષ્મીબેન આલા, મેસીબેન નીલેશ મકવાણાના ભાણેજ તા. 28-8-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને વરલી ખાતે. 

કિડાણા (તા. ગાંધીધામ) : મૂળ પલાંસવા (તા. રાપર)ના શિવપુરી અરજણપુરી ગુંસાઇ (ઉ.વ. 58) તે ઇન્દુબેનના પતિ, સ્વ. પાર્વતીબેન અરજણપુરીના પુત્ર, સંજયપુરી, મીનલબેનના પિતા, તૃપ્તિબેનના સસરા, દિત્યા તેમજ દિશાના દાદા, દેવગર દોલતગરના જમાઇ, મોરારગર દેવગર (કિડાણા)ના બનેવી, સ્વ. ભગવાનપુરી અરજણપુરી, સ્વ. સુમિત્રાબેન નવીનગિરિ, શંકરપુરી ગણેશપુરી, સવાંતપુરી ગોપાલપુરી, અશોકપુરી ગેલપુરીના ભાઇ તા. 30-8-2024 અવસાન પામ્યા છે. લૌકિક ક્રિયા તા. 2-9-2024ના સોમવારે પ્રાર્થનાસભા તેમજ શક્તિપૂજન તા. 9-9-2024ના કિડાણા લોહાણાવાસ આશાપુરા મંદિરની બાજુમાં, પ્રાર્થનાસભા સાંજે 4થી 5 કલાકે.

વિથોણ/ગાંધીધામ : મૂળ ગામ ખોંભડી હાલે નાગપુર લુહાર ગીતાબેન દયારામ મારૂ (ઉ.વ. 49) તે દયારામ નારણભાઈ મારૂના પત્ની, જેઠાલાલભાઈ, મહેન્દ્રભાઈના ભાઈના પત્ની, વનિતાબેન તથા ઇલાબેનના દેરાણી, નરેશભાઈ, ભાવેશભાઈ, બિપિનભાઈ અને દામજીભાઈના ભાભી, ફાલ્ગુનીબેન, દીપાબેન, દક્ષાબેન, ભાવનાબેનના જેઠાણી , જયાબેન અને જેન્તીલાલ લધુભાઈ પિત્રોડાના પુત્રી, ઇલાબેન મહેન્દ્રભાઈ મારૂ, નયનાબેન પ્રફુલભાઈ સિદ્ધપુરા, મનોજભાઈ, જિતેશભાઇ, કલ્પેશભાઈ, અમિતભાઈના બહેન, પૂજા, સાક્ષી અને પ્રેમના માતા, આશા, શીતલ રોશનભાઈ મારૂ, કાજલ, વિશાલના કાકી, રિકવ, હર્ષિતા, કૃણાલ, ગૌતમ, નંદિની, રિદ્ધિ, રાજ, ઓમ, માનવ અને નવ્યાના મોટા મમ્મી, વૈશાલી, માનસી, શિલ્પા, જ્યોતિના નણંદ, જીલ, જીત, માહી, પરી, વંશિકા, હીરવા, તાન્યા, હીરના ફઇ  તા. 30-8-2024ના અવસાન  પામ્યા છે.  પ્રાર્થનાસભા તા. 4-9-2024ના બુધવારે સાંજે 4થી 5, સોની સમાજવાડી વિથોણ ખાતે તથા માતૃપક્ષની સાદડી સોમવારે 2-9-2024ના સાંજે 4થી 5 કૈલાસ સોસાયટી હનુમાન મંદિર ગાંધીધામ ખાતે.

 કાઠડા (તા. માંડવી) : ગઢવી સામરા પબુ કાનાણી (ઉ.વ. 85) તે હિરાભાઇ, કલ્યાણભાઇ, સભાઇબેન, રાણશ્રીબેનના પિતા,  સ્વ. લક્ષ્મીબેનના પતિ, સ્વ. રામભાઇ, ભારૂભાઇ, હરજીભાઇ, અરજણભાઇ, રાજદેભાઇ, રાણબાઇબેન, પુરબાઇબેન, હાંસબાઇબેન, દેવશ્રીબેન, સ્વ. માલબાઇબેન, સ્વ. ધનબાઇબેનના ભાઈ, નારાણભાઈ, કેતનભાઈ, ગીતાબેન, રમેશભાઈ, શ્યામભાઈના દાદા તા. 29-8-2024ના અવસાન પામ્યા?છે. સાદડી નિવાસસ્થાન વાડી વિસ્તાર મધ્યે તા. 30, 31, 1-9-2024 સુધી. ઉત્તરક્રિયા (પાણી) તા. 8-9-2024ના તે જ સ્થળે. 

પુનડી (તા. માંડવી) : જાડેજા માલુભા ખાનજી (ઉ.વ. 88) તે દેવુભા ખાનજી જાડેજા, સ્વ. નરસંગજી ખાનજી જાડેજા, સ્વ. બાપાલાલ ખાનજી જાડેજાના ભાઇ, હેમુભા માલુભા, સ્વ. પ્રવીણસિંહ માલુભા, અજિતસિંહ માલુભા, ખેંગારજી માલુભા, સુરતાનસિંહ માલુભાના પિતા, જયપાલસિંહ, કુલદીપસિંહ, જયરાજસિંહ, જયવીરસિંહ, પુષ્પરાજસિંહ, રાજવીરસિંહના દાદા તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 9-9-2024ના સોમવારે નિવાસસ્થાન, પુનડી ખાતે.

વાંઢ (તા. માંડવી) : અરવિંદભાઇ સંગાર (ભોવા) (ઉ.વ. 21) તે સ્વ. હમીરભાઇ મીઠુભાઇ ભોવાના પુત્ર, હરિભાઇ તથા રતનભાઇના ભત્રીજા, શૈલેશ, રમેશ, અશોક, ભાવેશ અને પ્રવીણના ભાઇ, દિવ્યાંશ, ભલુના કાકા તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. સાદડી 1-9-2024 અને તા. 2-9-2024ના નિવાસસ્થાન મધ્યે.

મોટા ભાડિયા (તા. માંડવી) : મૂળ નાની સાભરાઇના કેશવ સામત ગઢવી (ગંઢ) (ઉ.વ. 75) તે નારાણ, આસબાઈ રામ ગઢવી (મોટી સિંધોડી), નાગશ્રી ગાવિંદ ગઢવી (મોટા રતડિયા), મમાબેન હરજી ગઢવી (મોટા કરોડિયા)ના પિતા, સ્વ. આશારયા સામત, સ્વ. માણસી સામત, સ્વ. મેઘરાજ સામત, બુધુભાઈ સામત, કાનિયા સામત, સ્વ. વીરબાઈ મગન તુરિયા (મોટા ભાડિયા), સ્વ. દેશાબાઈ નાથાભાઈ ગઢવી (સિંધોડી), સ્વ. મેગબાઈ નારાણ ગઢવી (મોટા કરોડિયા)ના ભાઈ, મેઘરાજ ડાડાભાઈ બાટી (બુડધ્રો)ના વેવાઈ તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. સાદડી ચારણ સમાજવાડી મોટા ભાડિયા ખાતે તેમજ ઉત્તરક્રિયા તા. 10-9-2024ના મંગળવારે. 

ફિલોણ (તા. માંડવી) : રબારી  વેરશી સાજણ (ઉ.વ. 54) તે જીવા, માલા અને રાજુના પિતા, આશાભાઈ, જગમાલભાઈ, પુરીબેન (મખણા), લખીબેન (ભારાપર), રાજુબેન (લુડવા), નાથીબેન (વરમસેડા), દેવીબેન (સારણ)ના ભાઈ તા. 29-8-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 5-9-2024 અને ઘડાઢોળ તા. 6-9-2024ના ફિલોણ ખાતે. 

બાગ/ગુંદિયાળી : વેજબાઇ (ઉ.વ. 84) તે સ્વ. મોરારજી જીવરામ પૂંજા નાકરના પત્ની,  નવીનભાઈ, વસંતભાઈ, બબીબેન, લક્ષ્મીબેન, દમયંતીબેન, મધુબેન, નીતાબેન અને માયાબેનના માતા, જયંતીલાલ દયારામ મોતા (બાગ), કિશોરભાઈ નાનાલાલ માકાણી (ભુજ), લાભશંકર વેલજી મોતા (મસ્કા), પ્રકાશભાઈ  વિઠ્ઠલદાસ ગોર (ભુજ), દિનેશભાઈ મોહનલાલ મોતા (બાગ), રમેશભાઈ કરસનદાસ મોતા (મસ્કા) તથા રતનબેન અને કમળાબેનના સાસુ, ભક્તિ, પરેશ, જતિન, કરણ, રાજન અને જીનલના દાદી, રાજેશભાઈ મુરજી મોતા, દર્શન ગિરીશભાઈ મોતા અને ભક્તિ પરેશ નાકરના દાદીસાસુ, સ્વ. દેવકાબાઈ દયારામ ભીમજી મોતા (લાલબાગ-ગુંદિયાળી)ના પુત્રી, સ્વ. રણછોડજી, સ્વ. અંબારામ, જયંતીલાલ, સામુબાઈ પ્રેમજી નાથાણી (મસ્કા), રાધાબેન રવિલાલ વ્યાસ (ગુંદિયાળી), જયાબેન ભગવાનજી નાકર (બાગ), જયશ્રીબેન પ્રભાશંકર નાથાણી (મસ્કા), હીરાબેન જયંતીલાલ નાકર (બાગ)ના બહેન, નિમુબેન, કાંતાબેન અને અમૃતબેનના નણંદ, વસંત, હિતેશ, અશ્વિન, મિતેશ, વિનોદ, ભવદીપ, અરુણાબેન વસંતલાલ, ભાવિકાબેન દિનેશભાઈ, નિશાબેન રાહુલભાઈ, હિનાબેન ભૂમિતભાઈ અને કૃપાલીબેન શંકેશભાઈના ફઈ તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. સાસરા પક્ષની સાદડી મંગળવાર તા. 3-9-2024ના બપોરે 3થી પ, વાલકેશ્વર મહાદેવ મંદિર, બાગ રાજગોર સમાજવાડી, બાગ ખાતે તથા માવિત્ર પક્ષની સાદડી તે જ દિવસે બપોરે 2થી 4 મંગળાજ માતાજી મંદિર ચોક, ગુંદિયાળી ખાતે. 

મોટી ભુજપુર (તા. મુંદરા) : રતનબેન નંજાર (ઉ.વ. 40) તે રાયશી નામોરી નંજારના પુત્રી, ધર્મેશ, દિનેશ, ભાવનાબેન નવીન માંગલિયાના બહેન, સ્વ. પ્રેમજી, સ્વ. પચાણ,?ખેતશી, દેવશીના ભત્રીજી તા. 29-8-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 1-9-2024ના રવિવારે તથા પાણી તા. 2-9-2024ના સોમવારે નિવાસસ્થાન નંજાર ફળિયો, મોટી ભુજપુર ખાતે. 

રામાણિયા (તા. મુંદરા) : મૂળ તલવાણા (તા. માંડવી)ના નારાણભાઇ જુમાભાઇ નોરિયા (ઉ.વ. 62) તે સ્વ. મેઘબાઈ તથા સ્વ. જુમાભાઈ નોરિયાના પુત્ર, લીલબાઈના પતિ, રવજી, સ્વ. પ્રેમજી, સ્વ. મેઘજી, પુરબાઈ (ભારાપર), ડાઈબેન સિંચણિયા (ગાંધીધામ)ના ભાઈ, સ્વ. ડાયા દેવા, વિરમ દેવા, સ્વ. કેશરબાઈ પારિયા (સમાઘોઘા), સોનબાઇ ભર્યા (ગાંધીધામ)ના ભત્રીજા, કલ્પના, હેમલતા, ક્રિષ્ના, ડિમ્પલના પિતા, પરેશ, પ્રીતિ, હસ્મિતા, ચેતનના મોટાબાપા, ગાંગજી, લખન, માવજી (એડવોકેટ), મગન, વસંત (પી.જી.વી.સી.એલ.-માંડવી), રસિક, વિનોદ (એડવોકેટ), કિશોર, અર્જુનના મોટાબાપાના પુત્ર, વાલબાઈ, પુરબાઇના જેઠ, રામજી જેપાર (ભારાપર), ભોજરાજ સિંચણિયા (ગાંધીધામ), રવજી ફુફલ (મેઘપર)ના સાળા, સ્વ. જખુભાઈ દનિચા (રામાણિયા)ના જમાઈ, નારાણ જખુભાઈ, ખેરાજ જખુ, સામજી જખુના બનેવી, અશોક ડુંગડિયા (ગાંધીધામ), અરાવિંદ જેપાર (ભારાપર), સચિન નાગશીપોત્રા (ગાંધીધામ), હાર્દિક સોલંકી (ભારાપર), મહેશ કટુઆ (ગાંધીધામ)ના સસરા તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા પૂર્ણ થયેલી છે. સાદડી રવજી જુમા નોરિયાના નિવાસસ્થાને મફતનગર-બિદડા મધ્યે. 

કોટડા રોહા (તા. નખત્રાણા) : બકાલી અલીમહંમદ સુલેમાન (ઉ.વ.78) તે આધમ અને ઇસ્માઇલના પિતા, ઇશાક, હુસેન, ઇબ્રાહીમ અને અલીમામદના કાકા તા. 30-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 2-9-2024ના સોમવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના ખાતે. 

મુંબઇ (મુલુન્ડ) : મૂળ કચ્છ-પત્રીના ભાનુબેન (ઉ.વ. 84) તે સ્વ. ગોદાવરીબેન કરસનદાસ ઠક્કરના પુત્રવધૂ, સ્વ. ડો. ગોકળદાસના પત્ની, ડો. જિજ્ઞેશ, ડો. અક્ષયના માતા, ડો. ભાવના અને ડો. ફાલ્ગુનીના સાસુ, સ્મિતાબેન, પ્રતાપભાઇના ભાભી,  સ્વ. રાધાબેન હંસરાજભાઇ પ્રાગજી કારિયા (રવાપર)ના પુત્રી, સ્વ. તુલસીદાસભાઇ અને સ્વ. જયસિંહભાઇના બહેન તા. 31-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-9-2024ના રવિવારે સાંજે 5.30થી 7 ધ ક્રાઉન બેન્ક્વેટ હોલ, વિકાસ સેન્ટર, એનએસ રોડ, મુલુન્ડ વેસ્ટ ખાતે, લૌકિક વ્યવહાર બંધ છે. (ત્વચા દાન કર્યું છે.)

ખીરસરા (કોઠારા) : જાડેજા આશુભા મંગળસિંહ (ઉ.વ.55) તે હમીરસિંહ મંગળસંગના ભાઇ, હર્ષદીપસિંહ આશુભાના પિતા, રામદેવસિંહ હમીરસિંહના મોટા બાપુ, સ્વ. વેશુભા ગગુભા, ધીરુભા ગગુભાના ભત્રીજા, હિંમતસિંહ વેશુભા, મહાવીરસિંહના કાકાઇ ભાઇ તા. 30-8-2024ના અવસાન પામ્યા છે. બેસણું ડેલીએ રાખેલ?છે. 

ગુનેરી : જાડેજા સુરાજી કરણજી (ઉ.વ. 65) તે મહેન્દ્રાસિંહ, નરેન્દ્રાસિંહના પિતા, જાડેજા રામસંગજી, કલુભા, રાયધણજી, રતનજી, નવલાસિંહ, ભુરજી, રણજિતાસિંહના કાકા,  રૂદ્રાસિંહના દાદા તા.29-8-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 8-9-2024ના સાંજે આગરીની રાત, તા.9-9-2024ના સોમવારે સવારે ઘડાઢોળ. 

કોકલિયા : જાડેજા હિનાબા મહેન્દ્રસિંહ (ઉ.વ. 32) તે જયવીરાસિંહ, કૃપાબા, પૂર્વરાજાસિંહના માતા, જાડેજા મહેન્દ્રાસિંહના પત્ની, સ્વ. જાડેજા હઠીસંગ તથા મધુભા મેઘરાજજીના પુત્રવધૂ,    ઘનશ્યામાસિંહના નાના ભાઈના પત્ની, શક્તાસિંહ માનાસિંહજી સિસોદિયા (બોટાદ)ના નાના બહેન, મહિપાલાસિંહ, દિગ્વિજયાસિંહના કાકીમા તા. 28-8-2024ના અવસાન પામ્યા છે. બેસણું તથા ઉત્તરક્રિયા કોકલિયા નિવાસસ્થાને. 

મોરબી  : ભુજના લોહાર દશરથભાઇ પરમાર (ઉ.વ. 68) તે સ્વ. લક્ષ્મીબેન શંકરભાઇ માવજી પરમારના પુત્ર, નરેન્દ્રભાઇ, દીપકભાઇ, મીનાબેન, જયશ્રીબેન, રેખાબેન, સ્વ. હિનાબેન, સ્વ. અનિતાબેનના ભાઇ, કલ્પનાબેનના પતિ, નીલેશ (રવિ), દીપાલી પિત્રોડા, ફાલ્ગુની પઢારિયા (મચી)ના પિતા, તરુણાબેનના દિયર, દક્ષાબેનના જેઠ, મનિષ, વિક્રમના કાકા, રાહુલ, સિદ્ધાર્થના મોટા બાપુ, પ્રાણજીવન રાઠોડ (ભુજ), ચંદ્રકાંતભાઇ પઢારિયા (કોલકાતા), પ્રદીપ પિત્રોડા (રાઉરકેલા)ના સાળા, વિવેક, દિયા, રાજ, ધાર્મિક, વિધિના દાદા, જિનલબેન, ધર્મેશકુમાર પિત્રોડા (ભુજ), યતિનકુમાર પઢારિયા (જલગાંવ)ના સસરા, ભવ્ય, ક્રિષ્ણાના નાના, સ્વ. શાંતાબેન શાંતિલાલ ખીમજી રાઠોડ (ભુજ)ના મોટા જમાઇ, જ્યોત્સનાબેન જિતેન્દ્ર દાવડા (ભુજ), સ્વ. રાજેશભાઇ શાંતિલાલ રાઠોડ (માધાપર)ના બનેવી તા. 30-8-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 2-9-2024ના સોમવારે સાંજે 5થી 6 કચ્છી ગુર્જર લોહાર જ્ઞાતિની સમાજવાડી, લોહાર ચોક, ભીડ ગેટ પાસે, ભુજ મધ્યે.

મુંબઇ (મુલુન્ડ) : મૂળ નલિયાના કરસનદાસ (ઉ.વ. 73) તે સ્વ. રૂક્ષ્મણિબેન ખીમજી માધવજી ચંદન (ઠક્કર)ના પુત્ર, વીણાબેનના પતિ, સ્વ. રેવાગૌરી?માધવજી લવજી ગંધાના જમાઇ, મમતા તુષાર ચંદે, નિમિત્તના પિતા, સ્વ. વલ્લભ, ભગવતીબેન મૂલરાજ શેઠિયા તથા કલ્પાબેન બિપિનભાઇ કોટકના ભાઇ, તુષાર, બબિતાના સસરા, કિશોરભાઇ, દિવ્યેશભાઇ, ઉષા પરેશ શાહના બનેવી, રિધાનના દાદા, મહેરાંશના નાના તા. 31-8-2024ના અવસાન પામ્યા?છે. બંને પક્ષની પ્રાર્થનાસભા ગોપુરમ હોલ, આર.પી. રોડ, મુલુન્ડ (વેસ્ટ), જ્ઞાનસરિતા સ્કૂલની બાજુમાં તા. 1-9-2024ના રવિવારે સાંજે 5થી 7. લૌકિક વ્યવહાર બંધ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang