• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક ગં.સ્વ. જશવંતીબેન રજનીકાન્ત શાહ (ઉ.વ. 88) તે સ્વ. રજનીકાન્ત પાનાચંદ શાહ (જયહિન્દ રબ્બર સ્ટેમ્પ)ના પત્ની, સ્વ. ભરતભાઇ, ગીતાબેન (અંજાર), નીલેશ, વિનયના માતા, નયનાબેન, રેશ્માબેન, શીતલબેન તથા અનિલભાઇના સાસુ, ધનલક્ષ્મીબેન, મધુકાન્ત, રંજનબેન, હીરાલાલભાઇના ભાભી, દયાબેન માણેકલાલ મહેતા (કોલકાતા)ના પુત્રી, સ્વ. મધુકાન્ત (કોલકાતા), સ્વ. વસુબેન, ભૂપેન્દ્રભાઇ (ઓસ્ટ્રેલિયા), સ્વ. શોભનાબેન, હેમલતાબેન, નિરુપમાબેનના બહેન, પ્રવણ, દીપા (મુંબઇ), અમિત, નીતા (મુંબઇ)ના કાકી, રિશિતા, વૈભવ, ઇરા, કેવલ, ઝુબીન, દિયા, મેઘાના દાદી, ઝીલ, ભક્તિના નાની તા. 29-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-8-2024ના શનિવારે સાજે 4થી 5 ડોશાભાઇ ધર્મશાળા, પહેલે માળે, ભુજ ખાતે.

ભુજ : અશોકભાઇ શંભુલાલ કટ્ટા (ઉ.વ. 64) તે સ્વ. દયાકુંવરબેન શંભુલાલ કટ્ટાના પુત્ર, રમીલાબેનના પતિ, જિતેન, રોહનના પિતા, સ્મિતા, માનસીના સસરા તા. 28-8-2024ના અવસાન પામ્યા છે.  બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 31-8-2024ના શનિવારે સાંજે 5થી 6 ભાટિયા સમાજવાડી, મુંદરા રોડ રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.

ભુજ : લુહાર આઇશાબેન અદ્રેમાન (ઉ.વ. 74) તે મ. લુહાર અદ્રેમાન જુસબના પત્ની, ગુલામ (માવાવાળા), ઇશાકના માતા, સાલેમામદ પીરમામદ (અંજાર)ના સાસુ, લુહાર ફકીરમામદ સિધિક, હુશેન સિધિક (ધાવડા)ના બહેન, લુહાર અબ્દુલ કરીમના કાકી, લુહાર યાકુબ પટેલ, અબદુલસતાર, અલીમામદના મોટીમા તા. 29-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-9- 2024ના રવિવારે સવારે 10થી 11 સિંધી સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : મૂળ મોથાળા (તા. અબડાસા)ના ભટ્ટી દાઉદ આદમ (ઉ.વ. 55) તે જુસબ ભટ્ટી, અભુભખર ભટ્ટી, સિદિક ભટ્ટીના ભાઇ, અબ્દુલ રઝાક સમાના સાળા, આદિલ ભટ્ટી, ઇવાન ભટ્ટીના પિતા, ગોહિલ મન્સુર, ગોહિલ અલ્તાફના બનેવી, રાહિલ કેવરના સસરા તા. 28-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-8- 2024ના સવારે 10થી 11 મુસ્તફા જમાતખાના, મુસ્તફા નગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ માંડવીના હાલ અમદાવાદ વસતા વિનોદરાય જયંતીલાલ ત્રિવેદી (ઉ.વ. 75) (નિવૃત્ત સિનિયર ક્લાર્ક, ડી.એસ.પી. ઓફિસ-ભુજ) તે સ્વ. જયંતીલાલ ઉમિયાશંકર ત્રિવેદીના પુત્ર, સ્વ. ઉર્મિલાબેનના પતિ, નેહલ જગદીશકુમાર પાતાળિયા (લેવા પટેલ કન્યા શાળા), મિતેન (રિલાયન્સ મોલ), સ્વાતિ સુમિતકુમાર ત્રિવેદી (માતૃછાયા સ્કૂલ), રિયા મનીષ ઠક્કરના પિતા, સ્વ. વિષ્ણુપ્રસાદ શિવશંકર ઓઝા (જામનગર)ના જમાઇ, ભાવિની, જગદીશકુમાર, સુમિતકુમાર, મનીષના સસરા, હીરના દાદા, પરિતા, પરમ, રિષિવ, ચાર્વી, હેઝલના નાના તા. 30-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-9-2024ના સોમવારે સાંજે 5થી 6 દશનામ ગોસ્વામી સમાજવાડી, રામમંદિરની બાજુમાં, ભુજ ખાતે.

ભુજ : મૂળ નેત્રાના ઠા. અરવિંદભાઇ મનહરભાઇ કતિરા (ઉ.વ. 63) તે ગં.સ્વ. મુક્તાબેન મનહરલાલ (ધુલાભાઇ)ના મોટા પુત્ર, ગં.સ્વ. દીપાબેનના પતિ, અભીક, કરનના પિતા, હેમાંગીના સસરા, દિલીપ, સુભાષના મોટા ભાઈ, નીતાબેન, હર્ષાબેનના જેઠ, અમીષાબેન મનમીતભાઇ, ધારાબેન, જય (ભોલા)ના મોટાબાપુ, ગં.સ્વ. કમળાબેન, કિશોરભાઇ (જામનગર)ના મોટા જમાઇ, પરસોત્તમ (નથુભાઇ), સ્વ. પ્રવીણભાઇ (મુંબઇ), ડો. હિંમતભાઇ, કિશોરભાઇ, ઇશ્વરભાઇ (મુંબઇ), રાજેશભાઇ, કમળાબેન (બાઇયાબેન) કાન્તિલાલના ભત્રીજા, શિલ્પાબેન, રાધિકાબેન, સોનલબેન, નીરૂપાબેન, આશાબેન, ધર્મિષ્ઠાબેન (રાજકોટ), વિજયભાઇ, અજયભાઇ (જામનગર)ના બનેવી તા. 30-8-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 1-9-2024ના રવિવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, રૂખાણા હોલ, ભુજ ખાતે.

અંજાર : પ્રવીણભાઇ જીવાણી (ઉ.વ. 60) તે ગં.સ્વ. લીલાવંતીબેન રામજીભાઇના પુત્ર, ધારસીભાઇ ખેંગારભાઇ (શિકારપુર)ના જમાઇ, શોભનાબેનના પતિ, વિભાબેન, દિવ્યા, આયુષીના પિતા, રાજના સસરા, વિનોદભાઇ, સ્વ. દીપકભાઇ, સ્વ. મનોજભાઇના નાના ભાઇ, સ્વ. દીનાબેન, ગીતાબેન, નિર્મલાબેનના દિયર, જયંતીલાલ, રાજેશકુમારના બનેવી તા. 30-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-9-2024ના રવિવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, રાજેન્દ્ર દેવજી કોડરાણી માર્ગ, સવાસર નાકા, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : રક્ષાબેન જે. વ્યાસ (મ.શિ. કુમારશાળા, આદિપુર) (ઉ.વ. 56) તે જયશીલભાઈ કે. વ્યાસ (સંશોધન મદદનીશ જિ.પં. ભુજ)ના પત્ની, સ્વ. કલાવતીબેન કેવળદાસ વ્યાસના પુત્રવધૂ, ગં.સ્વ. નર્મદાબેન અમૃતલાલ જોષીના પુત્રી, પૂર્વી (એમ.ટેક. સ્ટ્રક્ચર), ડોક્ટર ધ્રુવના માતા, દમયંતીબેન સુરેશ, હર્ષા રશ્મિકાંત, દેવયાની પરેશના દેરાણી, સરલાબેન પ્રતાપ જોષી, ગં.સ્વ. શોભનાબેન પ્રકાશ વ્યાસ, વીણા રવીન્દ્ર વ્યાસ, વર્ષા રવિપ્રકાશ વ્યાસ, દક્ષા વિજય વ્યાસ, ડો. નંદા હિમાંશુ મોરબિયાના બહેન તા. 29-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-8-2024ના સાંજે 4થી 5 પીરવાડી મિત્રી સમાજવાડી, અંજાર ખાતે.

માંડવી : મયૂર રાયચુરા (ઠક્કર) (ઉ.વ. 60) તે પ્રભાબેન લાલજી ગોવિંદજીના પુત્ર, સ્વ. લીનાબેનના પતિ, હેમાંગના પિતા, સ્વ. જશોદાબેન કરસનદાસ રૂપારેલ (ભુજ)ના જમાઇ, જગદીશ, સ્વ. વીરેન્દ્ર, પારસ, મહાલક્ષ્મી રમણીકલાલ પાદરાઇ (અંજાર), સ્વ. હર્ષિદા રોહિદ બાવડ (નખત્રાણા)ના ભાઇ, દીપક, સુનીલ, ઉષાબેનના બનેવી, સ્વ. મીનાબેન, પુષ્પાબેનના દિયર, મિતાબેનના જેઠ, શંભુલાલ, રમણીકલાલ, વસંતબેન, સ્વ. સીતાબેન, સ્વ. કાંતાબેનના ભત્રીજા, દીપક, આરતી, જાનકી, યોગેશ, વિપુલા, પાર્થ, મીત, દિશા, પૂજાના કાકા, ઉશિથ, ભાવેશ, નીરજ, વૃંદાના મામા તા. 29-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 1-9-2024ના સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, માંડવી ખાતે.

મુંદરા : કમલાબેન હીરાણી (માલી) (ઉ.વ. 72) તે મોહનભાઈના પત્ની, તારાબેન, હિતેષભાઈ, વર્ષાબેન, નીતાબેનના માતા, રામજીભાઈ, જેન્તીભાઈના ભાભી, કાન્તાબેન, મણિબેનના જેઠાણી, રામજીભાઈ, પ્રવીણભાઈ, કેતનભાઈ, પ્રવીણાબેનના સાસુ, કૃપાલી, ખુશી, હેતના દાદી તા. 29-8-2024ના અવસાન પામ્યા છે, પ્રાર્થનાસભા તા. 31-8-2024ના સાંજે 5થી 6 પુષ્કર્ણા બ્રહ્મપુરી, ઓસવાળ શેરી, મુંદરા ખાતે.

મુંદરા : મૂળ મોટા ટીંબલાના વિક્રમાસિંહ ભગવતાસિંહ ઝાલા (ઉ.વ. 76) તે માધુભા, જયરાજાસિંહના ભાઈ, મયૂરાસિંહ, શક્તાસિંહના પિતા, ભૂપેન્દ્રાસિંહ, ધર્મેન્દ્રાસિંહ, દિવ્યરાજાસિંહના મોટાબાપુ, યજ્ઞપાલાસિંહ, માન્યરાજાસિંહ, ભાગ્યરાજાસિંહ, સત્યજિતાસિંહના દાદા  તા. 29-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 2-9-2024ના સોમવારે સાંજે 4થી 6 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, મુંદરા તથા સાદડી/બેસણું નિવાસસ્થાને આશાપુરા નગર-2, બારોઈ રોડ, મુંદરા ખાતે. ઉત્તરક્રિયા તા. 7-9-2024ના.

મુંદરા : મ.ક.સ.સુ. દરજી જ્ઞાતિ મંગળાબેન પરમાર (ઉ.વ. 70) તે અમૃતલાલ વલમજીભાઈ પરમાર (નિવૃત્ત, પીડબલ્યુડી કર્મચારી)ના પત્ની, પારૂલ, જિજ્ઞા અને હિરેનના માતા, ચાહના, દૃશ્યાના દાદી, મહેન્દ્રભાઈ (ભુજ), દીપકભાઈ (માનકૂવા), ચાંદનીના સાસુ, ડેનિસ, હર્ષ, નમન, માન્યાના નાની, સ્વ. પ્રિતમભાઈ, સ્વ. રણછોડભાઈ, સ્વ. જાદવજીભાઈ, સ્વ. નર્મદાબેન, સ્વ. મણિબેન, સ્વ. જયાબેન, શારદાબેન, સ્વ. જનકબેનના ભાભી, સ્વ. મોતીલાલ, જશવંતીબેન, સ્વ. દમયંતીબેન, સ્વ. ઝવેરબેનના બહેન, સ્વ. સાકરબેન પરસોત્તમભાઈ પીઠડિયા (માંડવી)ના પુત્રી તા. 30-8-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 31-8-2024ના શનિવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, મુંદરા ખાતે.

ધાણેટી (તા. ભુજ) : હાજી ઇબ્રાહીમ અબ્દુલા કુંભાર (ઉ.વ. 92) તે જુસબભાઈ (ધાણેટીવાળા) (પ્રમુખ, ભુજ તાલુકા કુંભાર સમાજ), ઇસ્માઇલ આમદ અને મ. રહેતુલાના પિતા તા. 30-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત   તા. 1-9-2024ના રવિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને ધાણેટી ખાતે.

સિનુગ્રા (તા. અંજાર) : ભચીબાઇ નૂરમામદ પુના ગંઢ તે નૂરમામદ ગંઢના પત્ની, હાજી ગંઢ, મામદ નૂરમામદ ઉર્ફે મુસાભાઇ ગંઢ, સિકંદર ગંઢ, રજાક ગંઢના માતા તા. 29-8-2024ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત તા. 1-9-2024ના રવિવારે સવારે 10થી 11 સિનુગ્રા મુસ્લિમ સમાજવાડી ખાતે.

બિદડા (તા. માંડવી) : બાબુભાઈ (ઉ.વ. 92) તે સ્વ. સંઘાર કારાભાઈ નાથાભાઈ સુઇયાના પુત્ર, સ્વ. અભરામભાઈ, સ્વ. ભચુભાઈ, સ્વ. મમુભાઈ, સ્વ. ઓસમાણભાઈના ભત્રીજા, સ્વ. ભચીબાઈના પતિ, સ્વ. વલ્લભજીભાઈ, સ્વ. ફકુભાઈ, પચાણભાઈ, રમણીકભાઈ, ખીમજીભાઈ, બાઈયાંબાઈના ભાઈ, રામજીભાઈ, સ્વ. ભાણજીભાઈ, રતનબેન મૂળજીભાઈ, રાજબાઈ ચનુભાઈ, લિલબાઈ હંસરાજભાઈ, વાલબાઈ બાબુભાઈ, મેઘબાઈ શિવજીભાઈ, જેતબાઈ ભચુભાઈ, હસ્તિબાઈ શામજીભાઈના પિતા, સ્વ. હજાભાઈ મેરુભાઈ ચંદ્રોગા (ભોજાય)ના જમાઈ, રાજબાઈના સસરા, જયશ્રીના દાદા સસરા, સ્વ. મનીષા, સગુણા, ક્રિષ્ના, રમેશ, રણછોડના દાદા તા. 30-8-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 2-9-2024 સુધી નિવાસસ્થાન ધોબીઘાટની બાજુમાં, બિદડા ખાતે.

કોજાચોરા (તા. માંડવી) : ગોડજીભા હમીરજી જાડેજા (ઉ.વ. 90) (નિવૃત્ત સુબેદાર મેજર-આર્મી) તે ગુલાબસિંહ (નિવૃત્ત એસ.ટી. વિભાગ), મોહનસિંહ (નિવૃત્ત આર્મી)ના પિતા, જિતેન્દ્રસિંહ (ગુજરાત પોલીસ), કિશોરસિંહ (ગુજરાત પોલીસ), પ્રદીપસિંહ, કલ્યાણસિંહ (નિવૃત્ત આર્મી)ના દાદા, રાજેન્દ્રસિંહ, અક્ષદીપસિંહ, હર્ષદીપસિંહ, દેવેન્દ્રસિંહના પરદાદા તા. 30-8-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-8થી 5-9-2024 સુધી રાજપૂત સમાજવાડી, કોજાચોરા ખાતે. ઉત્તરક્રિયા તા. 10-9-2024ના મંગળવારે નિવાસસ્થાને.

બિદડા (તા. માંડવી) : નરશીભાઈ સંજોટ (ઉ.વ. 46) તે ગં.સ્વ. કેશરબાઈ અને સ્વ. ટાભાભાઈ દેવશીભાઈના પુત્ર, સ્વ. મંજુલાબેનના પતિ, રાહુલ, ચંદાબેન, ફાલ્ગુનીબેન, સ્વ. રોહનના પિતા, મનિષાબેન પ્રેમજી ગુડાર (ભુજોડી), કુવરબેન પ્રવીણ ઓઢાણા (ઝુરા), રમેશ, શાન્તિલાલ, સ્વ. વિશનજીના ભાઈ, ડેમાબેન અને રાજાભાઈ સુમાર ભાટિયા (ભુજોડી)ના જમાઈ, રતિલાલ દેવશી, નારાણ દેવશી સંજોટ, વાલુબેન હમીર બુચિયા (ભુજ)ના ભત્રીજા તા. 30-8-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 31-8-2024ના શનિવારે રાત્રે આગરી અને ઘડાઢોળ (પાણી) તા. 1-9-2024ના રવિવારે સવારે નિવાસસ્થાને આંબેડકર નગર, બિદડા ખાતે.

મોટા આસંબિયા (તા. માંડવી) : કુંભાર હાજિયાણી મરિયાબાઈ (ઉ.વ. 85) તે મ. હાજી હસણ સાલેમામદના પત્ની, ઇશાક (ધુલ્લા) અને રમજાનના માતા, અબ્દુલકાદર, અહદના દાદી, લધા સાલેમામદ, આધમ સાલેમામદ, આમદ સાલેમામદના ભાભી, જુશા ઇસ્માઇલ (ગુંદિયાળી), સુલેમાન ઇસ્માઇલ (સરૈયા), મ. આમદ કાસમ (ભદ્રેશ્વર)ના સાસુ તા. 30-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-9-2024ના સવારે 10થી 11 જમાતખાના, આસંબિયા ખાતે.

બરાયા (તા. મુંદરા) : વર્ષાબા હિંમતાસિંહ જાડેજા (ઉ.વ. 36) તે જાડેજા હિંમતાસિંહ બબુભાના પત્ની, બબુભા પૂંજાજી, સ્વરાસિંહ, હોથુભા તથા ખેતુભા લાધુભાના પુત્રવધૂ, મયૂરાસિંહ, કાજલબા, પૂનમબા, ખુશીબાના માતા, દિલીપાસિંહ, કાર્તિકાસિંહ, પ્રતિપાલાસિંહ, મહેન્દ્રાસિંહના ભાભી, સ્વ. ભીખુભા વેલુભા, ગગુભા, ધનુભા, નારણજી, વેસલજી, ભરતાસિંહ, રતનજી તથા શિવુભા ગાવિંદજીના પૌત્રવધૂ, વાઘેલા નવલાસિંહ ખોડાજી (ગોસનાદ)ના પુત્રી, જિતુભા, રામદેવાસિંહ ગંભીરાસિંહ, જયદેવાસિંહ, ભરતાસિંહ જીવનજી વાઘેલાના બહેન તા. 27-8-2024ના અવસાન પામ્યા છે. બેસણું (સાદડી) બરાયા ગામના ચોરે.

દેવપર-યક્ષ (તા. નખત્રાણા) : લોહાર મરિયાબાઇ હાસમ (ઉ.વ. 58) તે હાસમ સાલેમામદના પત્ની, અનવર, અકબરના માતા, મામદ સાલેમામદ, ખમીશા સાલેમામદના ભાઇના પત્ની, સદામ મામદ, સલીમ મામદ, કયુમ ખમીશાના કાકી તા. 30-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-9-2024ના રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, દેવપર (યક્ષ) ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : કુંભાર હાજીતાલબ રમજાન (ઉ.વ. 80) તે હુસેન, અબ્દુલસતાર, સુલેમાનના પિતા, અદ્રેમાન, હાજીગનીના મોટા ભાઈ, કાસમ હાજીસિદ્દીક (ખોંભડી), અબ્દુલ રમજાનના સસરા, અલીમામદ, આદમ, મામદ, કુંભાર ઈશા (વૈદ, નેત્રા)ના બનેવી તા. 30-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 1-9-2024ના  રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, વિથોણ ખાતે.

કોટડા-જ. (તા. નખત્રાણા) : મોંઘીબેન બાથાણી (ઉ.વ. 92) તે સ્વ. રવજીભાઇ પ્રેમજીભાઇ બાથાણીના પત્ની, લાલજીભાઇ, જવાહરભાઇ, પ્રભુદાસભાઇ, કાન્તિભાઇ, મોહનભાઇ, હરેશભાઇના માતા, હિતેષ,ભરત, અશ્વિન, રાજેશ, જયેશ, જયંત, મૌલિકના દાદી તા. 29-8-2024ના થાણા (મુંબઇ) ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 1-9-2024ના સવારે 9થી 10 પાટીદાર સમાજવાડી, બસ સ્ટેશન પાસે, કોટડા (જ.) ખાતે.

સુખડધાર (તા. રાપર) : કુંભાર ગફુર (કરડિયા) તે હુશૈન સુમારના પુત્ર, ગુલમામદ, રમઝુ, શકુર, હબીબના ભાઇ, ઉમર ખમીશા (ધોળાવીરા)ના ભાણેજ, મ. સિદિક, મ. હાજીભાઇ, દાઉદભાઇના ભત્રીજા તા. 29-8-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 1-9-2024ના સવારે 10 વાગ્યે નિવાસસ્થાને સુખડધાર (તા. રાપર) ખાતે.

મુંબઇ : મૂળ કોટેશ્વરના મહેન્દ્ર (મહેશ) (ઉ.વ. 66) તે સ્વ. વસંતબેન ઝવેરીલાલ કેશવજી તન્નાના પુત્ર, ગં.સ્વ. વિમળાબેન મૂલજીભાઇ દનાણી, મધુબેન મગનલાલ કિંગર, ગં.સ્વ. સુશીલાબેન ત્રિકમજીભાઇ રાયકંગોર, અશોક, ગં.સ્વ. પૂર્ણિમાબેન જયકરભાઇ ધારાણી, ગં.સ્વ. ચંદ્રિકાબેન ભરતભાઇ પંડિતપોત્રા, હરીશ, શોભનાબેન નરેશભાઇ ચંદારાણાના ભાઇ, અંજના અશોક તન્નાના દિયર, વંદના હરીશ તન્નાના જેઠ, હિમાંશુ, મિહિર, વરૂણ, હિતાક્ષીના કાકા, અમી અને ફોરમના કાકા સસરા તા. 25-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-8-2024ના શનિવારે સાંજે 5.30થી 7 કચ્છી લોહાણ મહાજનવાડી, પવાણી હોલ, પહેલે માળે, રામરતન ત્રિવેદી રોડ, મુલુંડ વેસ્ટ ખાતે.?(લૌકિક વ્યવહાર બંધ છે.)

બોરીવલી (મુંબઇ) : મૂળ નાની ખાખર (કચ્છ)ના મણિલાલ પરસોત્તમ ફોફરિયા (ઉ.વ. 85) તે સ્વ. લક્ષ્મીબેન પરસોત્તમ ફોફરિયાના પુત્ર, સુશીલાબેનના પતિ, મીના, રોહિત, અશોક, કેતનના પિતા, મહેશ, નિશા, અલ્પા, પ્રીતિના સસરા, સંઘવી માણેકબેન કલ્યાણજી શિવજી (દુર્ગાપુર)ના જમાઇ તા. 29-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે. નિવાસસ્થાન : એ-903, સ્મીનુ એપાર્ટમેન્ટ, બોરીવલી (વેસ્ટ) મુંબઇ. મો. 98192 76936, 98218 36936.

મુલુંડ (મુંબઇ) : મૂળ વરસામેડીના હસુમતીબેન (ઉ.વ. 82) તે સ્વ. છોટાલાલ હરિલાલ કારિયાના પત્ની, ટોપણદાસ શામજી સૌમૈયા (દુધઇ)ના પુત્રી, સ્વ. નરભેરાયભાઇ, સ્વ. લક્ષ્મીદાસભાઇ, સ્વ. લાલજીભાઇ, ધનજીભાઇના બહેન, અનિતા અતુલ કારિયા, સ્વ. હિતેષ, ચંદ્રિકા નરેન્દ્ર ઠક્કર, હિના કિરીટ ચોથાણીના માતા, મીત, ચિરાગના દાદી, ભાવિક, વસ્તલ, હનિષા, ભૂમિના નાની તા. 28-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 31-8- 2024ના શનિવારે સાંજે 5.30થી 7 લોહાણા મહાજનવાડી, આર.આર.ટી. રોડ, ગ્રાઉન્ડ ફલોર, મુલુંડ વેસ્ટ ખાતે.?(લૌકિક વ્યવહાર બંધ છે.) 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang