• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : કચ્છી દશા શ્રીમાળી વણિક વિજય મહેતા (ઉ.વ. 65) તે સ્વ. ચંદનબેન તથા સ્વ. ઝુમખલાલ મહેતા (માંડવીવાળા) કાગદીના પુત્ર, મયૂરના પિતા, સ્વ. રશ્મિબેન, દીપકભાઇ કાગદી, દિનેશભાઇ મહેતા, વિપુલ મહેતા, સ્વ. મહેન્દ્રભાઇ કાગદી, ભરતભાઇ મહેતા, રાજુભાઇ મહેતા, નીતિન દેસાઇના ભાઇ, વિધિ શાહના મામા તા. 5-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-8-2024ના બુધવારે સાંજે 5થી 6 ડોસાભાઇ ધર્મશાળા, પોસ્ટ ઓફિસ સામે, પહેલા માળે, એ.સી. હોલમાં.

ભુજ : પઠાણ ઇમરાનખાન નૂરખાન (ઉ.વ. 32) તે ઇઝાઝખાન, મોહમદ હનીફ અને પરવેઝના ભાઇ, મ. અબ્દુલરહીમ, મ. આમદખાનના ભત્રીજા, જોહર હુશેન (સીફા મેડિકલ)ના ભાણેજ, મ. જુસબ સમાના જમાઇ, મ. ઇકબાલ અને આસીફના બનેવી, હનીફ ચંગલ અને મોસીન ભજીરના સાળા તા. 5-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-8-2024ના સવારે 10.30થી 11.30 તાહા મસ્જિદ, સંજોગનગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ ટોડિયાના હાલે ડોમ્બીવલી સારસ્વત બ્રાહ્મણ જ્યોતિબેન કાકુઆ (ઉ.વ. 59) તે સ્વ. હરેશભાઇના પત્ની, મીઠાબાઇ ગૌરીશંકર કાકુઆના પુત્રવધૂ, સ્વ. બાલકૃષ્ણ હરિશંકર ચઠ્ઠમંધરા (વાંકુ)ના પુત્રી, સ્વ. મોહનલાલ, સ્વ. ચમનલાલ, જનકરાય (ભુજ)ના ભત્રીજી, મહેશભાઇ (ડોમ્બીવલી), પુષ્પાબેન (મિરજાપર), ભાવનાબેન (ડોમ્બીવલી), અરૂણાબેન (ભુજ)ના બહેન, માલતીબેનના નણંદ, જિજ્ઞેશ તથા પ્રિયાના માતા, અક્ષા તથા શુશાંકભાઇના સાસુ તા. 4-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-8-2024ના ગુરુવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, વી.ડી. હાઇસ્કૂલ સામે, ભુજ ખાતે.

માંડવી : હાલે મુંબઇ પુષ્કર્ણા બ્રાહ્મણ વિનેશભાઇ વ્યાસ (જોષી) (ઉ.વ. 66) તે સ્વ. કેસરબેન-સ્વ. રુક્ષ્મણીબેન લાભશંકર વ્યાસના પુત્ર, સ્વ. કસ્તૂરબેન કેશવજી તથા સ્વ. રણછોડદાસના પૌત્ર, સ્વ. સેનતારાબેન શામજીભાઇના દોહિત્ર, સ્વ. પુષ્પાબેન સુરેશભાઇના ભત્રીજા, સ્વ. ભુવનેશભાઇ, વૃંદાબેન કિશોરભાઇ ઢાંકી, વર્ષાબેન, સંગીતાબેન દિલીપભાઇ સંપટના ભાઇ, અક્ષય, જિતેન, જ્યોતેષના કાકાઇ ભાઇ, જાનકી વરૂણના મામા તા. 4-8-2024ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. સંપર્ક : 98332 51250.

મુંદરા : પરમાર વેલાભાઇ દલાભાઇ (ઉ.વ. 72) તે સ્વ. પરમાર ભીનાબેન દલાભાઇના પુત્ર, દેવીબેનના પતિ, સ્વ. લાખાભાઇ, સ્વ. ખીમાભાઇના ભાઇ, કરમસીભાઇ, નરસીભાઇ, મણિબેન, શાન્તાબેનના પિતા, મગન લાખા, જિતેન્દ્રના કાકા, ડાયા ભુરા વાઘેલા (મુંદરા), છગન બાબુ વાઘેલા (જેસડા-રાપર)ના સસરા તા. 5-8-2024ના અવસાન પામ્યા છે. સાદડી મહેશનગર શેરી નં. 5, મુંદરા ખાતે. તા. 7-8-2024ના બુધવારે સવારે 8 વાગ્યે, લોકાઇ 10 વાગ્યે તથા (પાણી) રાત્રે આઠથી 10.30 સુધી.

મુંદરા : કુંભાર હવાબાઇ મામદ અલ્લાહરખિયા (ઉ.વ. 64) તે મ. ઓસમાણ, કાસમ, સુમારના ભાભી, અબ્દુલના માતા તા. 6-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-8-2024ના ગુરુવારે સવારે 10થી 11 મહેશનગર જમાતખાના, મુંદરા ખાતે.

નખત્રાણા : ગોરેપોત્રા અબ્દુલરસીદ (ઉ.વ. 50) તે દાઉદના પિતા, હાજી સુલેમાન (માધાપર)ના પુત્ર, મૌલાના હાજીગફુર (નેત્રા), મૌલાના અબ્દુલમજીદ (દેશલપર-વાંઢાય), મૌલાના અબ્દુલહકીમ, અબ્દુલરઉફ, અબ્દુલઅઝીઝના ભાઇ, મૌલાના ભટ્ટી હાજી ઇબ્રાહિમ (ફરાદી), મૌલાના ઇશાક (તેરા), રફીકભાઇ, કુરેશી અબુબકરના સાળા તા. 5-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-8-2024ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન સાટી?ફળિયા ખાતે.

ખાવડા (તા. ભુજ) : અ.સૌ. બબીબેન કાનજી બળિયા (ઉ.વ. 71) તે ઠા. કાનજી વિશ્રામના પત્ની, લતાબેન, સ્વ. હર્ષાબેન, નરેશના માતા, રાજેશભાઇ, સ્વ. કીર્તિભાઇ, નીલેશ્વરીના સાસુ, સ્વ. ખીયાબેન વિશ્રામ લધાના પુત્રવધૂ, સ્વ. મીણાબેન જીવરાજ રતનશીના પુત્રી, સ્વ. કેશવજી, સ્વ. દેવજી, સ્વ. સુંદરજી, સ્વ. મકનજી, સ્વ. દયારામ, સ્વ. હરખાબેન, સ્વ. ચગાબેન, ગં.સ્વ. કેશરબેનના બેન, સ્વ. ગોપાલજી, સ્વ. કુંવરજી, સ્વ. મુલજી, સ્વ. મનજી, ગોવિંદજી, સ્વ. પરમાબેન, ગં.સ્વ. પ્રભાબેન, જયાબેનના ભાભી, હર્ષના દાદી, સ્વ. મનાલી, ધૈર્ય, ખયાતિ, કરણના નાની તા. 5-8-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-8-2024ના બુધવારે સાંજે 4થી 5 નવરાત્રિ ગ્રાઉન્ડ, ખાવડા ખાતે.

કોટડા-ચકાર (તા. ભુજ) : હાજી મોહમ્મદ ઉમર લોઢિયા (ઉ.વ. 80) તે મ. ઉમર ઓસમાણના પુત્ર, મ. અલીમામદ નૂરમામદ (ચંદિયા)ના જમાઈ, સાલેમામદ અલારખિયા (આથમણા કોટડા)ના કાકાઈ ભાઈ, મ. સુલેમાન ઉમર, સુમાર ઉમર, અબ્દરેમાન ઉમરના ભાઈ, રશીદ અને રજાકના પિતા, અભુભખર સુમાર, ઇબ્રાહિમ સુલેમાન, સિધિક અબ્દરેમાનના કાકા, અમીર, સાહિલ, આબીદ, સહેનાજ, શિફાના દાદા, ફાતિમાબેન ઈમ્તિયાઝના પરનાના, ઈમ્તિયાઝ અલીમામદ (નલિયા)ના દાદા સસરા તા. 6-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-8-2024ના ગુરુવારે સવારે 10.30થી 11.30 મોટા પુત્ર રશીદભાઈના નિવાસસ્થાને ગોકુલધામ સમાજવાડીની બાજુમાં.

કુકમા (તા. ભુજ) : મૂળ હટડી (તા. મુંદરા)ના ગોપાલ વેલજી જેપાર (ઉ.વ. 48) તે ઉર્મિલાના પતિ, પ્રકાશ, કિરણ, જ્યોતિના પિતા, સ્વ. ધનબાઇ, સ્વ. વેલજી વિરમ જેપારના પુત્ર, સ્વ. ભીમજી, લાલજી, રવજી, નાનુબેન દેવજી સંજોટ (બિદડા), લક્ષ્મીબેન કરમણ સંજોટ (કોટાય), દેવલબેન મૂરજી બુચિયા (શિરાચા), હિમાબેન મનજી બુચિયા (બળદિયા)ના ભાઇ, વેલજી કાનજી જેપાર (તિજોરી કચેરી), સ્વ. પરબત કેશા, નારાણ કેશા, કાંતાબેન વેરશી કોચરાણી (આદિપુર), લક્ષ્મીબેન વાલજી બળિયા (સુંદરપુરી), ભમીબેન આલાભાઇ ઓઢાણા (આદિપુર)ના પિતરાઇ ભાઇ, કાનજી, રમેશ, રાજેશ, સંજય, ભરત, કિરણ, પ્રિતમ, જશુબેન રાજેશ બડગા (બળદિયા), સંગીતા ધનજી પાયણ (ભુજોડી), શીતલ, ભાવના, ભરત રામજી (ભચાઉ)ના કાકા, સ્વ. ભચાભાઇ રામાભાઇ લોંચા (અંજાર)ના જમાઇ, સ્વ. જીવણ ભચાભાઇ, શામજી, સતીષ, કાંતાબેન પચાણ બળિયા (ભુજ)ના બનેવી તા. 5-8-2024ના અવસાન પામ્યા છે. દિયાડો તા. 7-8-2024ના બુધવારે સાંજે, પાણીયારો તા. 8-8-2024ના ગુરુવારે સવારે નિવાસસ્થાન અવધનગર, કુકમા ખાતે.

ધમડકા (તા. અંજાર) : મહાવીરસિંહ જાડેજા (એસ.આર.પી. પોલીસ) (ઉ.વ. 44) તે સ્વ. ટપુભા કાથળજી જાડેજાના પુત્ર, ગોગુભા, ગોવુભા, રાજુભાના નાના ભાઇ, કર્મદીપસિંહના પિતા તા. 5-8-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 11-8-2024 સુધી દરબારગઢ, નિવાસસ્થાનની બાજુમાં, ધમડકા ખાતે.

બાડા (તા. માંડવી) : કુંભાર હાજી દાઉદ હાજી ઓસમાણ (ઉ.વ. 70) તે મ. કુંભાર હાજી ઓસમાણ ભચુના પુત્ર, આદમ, અલીમામદ, યાકુબ, સિધિકના ભાઇ, મ. જકરિયા આદમના જમાઇ, સલીમના પિતા, ખાલિદના દાદા, નૂરમામદ (ભુજ), સુલતાન (વિંઝાણ)ના સસરા તા. 6-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-8-2024ના ગુરુવારે સવારે 10થી 11 બાડા મુસ્લિમ જમાતખાના ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : નારણભાઈ માવજી પરવાડિયા (ઉ.વ. 78) તે ગં.સ્વ. કુંવરબેન માવજી કાનજી પરવાડિયાના પુત્ર, સવિતાબેનના પતિ, વસંતભાઈ, પરેશભાઈ, કલ્પનાબેન પ્રભુદાસ દિવાણી (ભાયંદર), તરૂણાબેન મહેન્દ્રભાઈ રામાણી (રત્નાપર), પલ્લવીબેન અરાવિંદ રામાણી (દહીસર)ના પિતા, સેતુલ, કૃષિક, સ્વ. નિગમ, હસ્તીના દાદા, મિવાનના પરદાદા, રમણીકભાઈ, સ્વ. શાંતિલાલ, કિશોરભાઈ, લક્ષ્મીબેન, શારદાબેન, નર્મદાબેનના ભાઈ, મણિબેન, લક્ષ્મીબેન અને હંસાબેનના જેઠ, કાનજી રામજી સેંઘાણી (મમાયમોરા)ના જમાઈ, કરમશીભાઈ, ડાહ્યાભાઈ અને કરસનભાઈના બનેવી તા. 6-8-2024ના અવસાન પામ્યા છે, બેસણું તા. 7-8-2024ના સવારે 8.30થી 11.30, બપોરે 3.30થી 5 નવાવાસ પાટીદાર સમાજવાડી ખાતે.

શેખડિયા (તા. મુંદરા) : કલ્યાણભાઇ ખીમરાજભાઇ ગઢવી (ઉ.વ. 74) તે કમશ્રીબેનના પતિ, હરેશભાઇ, કનુભાઇ, પંજુબેન, માકબાઇબેનના પિતા, રણજિતભાઇ, પ્રતાપભાઇના કાકા, સ્વરાજભાઇ, ભરતભાઇના મોટાબાપુ, કૃપાલી, દેવમ, કેવલના દાદા તા. 6-8-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 16-8-2024ના શુક્રવારે નિવાસસ્થાન શેખડિયા ખાતે.

સાંતલપુર : કુસુમબેન કાંતિલાલ (બાબુભાઇ) આડઠક્કર તે સ્વ. દેવકાબેન કેશવજીભાઇ ચોથાણી (બગડાવાળા)ના પુત્રી, કાંતિલાલ રામજીભાઇ આડઠક્કર (સાંતલપુર)ના પત્ની, અંજનાબેન મનોજભાઇ ચોથાણી, રાજેશ, વિનોદ, પ્રહલાદના માતા, પ્રીતિ, હેમીશા, ભક્તિના સાસુ, દીપ, કૃપાના નાની, ભવ્ય, દિવ્ય, વ્યાની, હિત, ધ્યાન્સના દાદી અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 7-8-2024ના સવારે 10 વાગ્યે સાંતલપુર ખાતે.

લોનાવાલા (પૂના) : પાટણ નિવાસી લીનાબેન (ઉ.વ. 72) તે સ્વ. કાંતિલાલ કેસરીચંદ પત્રાવાલાના પુત્રવધૂ, પ્રદીપભાઇના પત્ની, સ્વ. નવીનભાઇ, ડો. મનોજભાઇ, અતુલભાઇ, સ્વ. પુષ્પાબેન, સ્વ. નીલાબેન, સ્વ. મનોરમાબેન, સુધાબેનના ભાભી, જ્યોત્સનાબેન, ડો. કલ્પનાબેન, જાગૃતિબેનના દેરાણી, સેવંતીલાલ મણિલાલ શાહના પુત્રી, સ્વ. ભૂપેન્દ્રભાઇ, ભરતભાઇ, મહેશભાઇ, ડો. સુધાબેન જનકભાઇ મણિયારના બહેન, કાશ્મીરાબેન, કિરણબેન, વિલાસબેનના નણંદ તા. 5-8-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang