• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

ભુજ : કચ્છી દશા શ્રીમાળી વણિક વિજય ઝુમખલાલ મહેતા (ઉ.વ. 65) તે સ્વ. ચંદનબેન અને સ્વ. ઝુમખલાલ મહેતા (કાગદી)ના પુત્ર, મયૂરના પિતા, સ્વ. રશ્મિબેન (માંડવી)ના ભાઈ, સ્વ. ભોગીલાલભાઈ, સ્વ. રતિલાલભાઈ, સ્વ. વૃજલાલભાઈ, સ્વ. વિદ્યાબેન દેસાઈના ભત્રીજા, બિહારીભાઈ શાહ તથા સ્વ. જયાબેન જેન્તીલાલ મહેતાના ભાણેજ તા. 5-8-2024ના અવસાન પામ્યા છે. અંતિમયાત્રા તા. 6-8-2024ના મંગળવારે સવારે 8 કલાકે નિવાસસ્થાન 6-નાગરિક સોસાયટીથી ભુજ ખારી નદી અમરધામ જશે.

ભુજ : સરકી મુસ્તાક સુલેમાન (ઉ.વ. 63) તે મહમદ સાહીદ (ગેટકો)ના પિતા, મ. હાજી હુસેનના ભત્રીજા, સબીર, અબ્દુલ રસીદ, અબ્દુલ રજાક, અલ્તાફના ભાઇ, પઠાણ જુસબખાન, મ. સુલતાનખાન, અમીનખાન (આરટીઓ), મ. અબ્બાસખાનના બનેવી, સોલંકી સુલેમાન (લધુભાઇ)ના સાળા, અબડા ફિરોજ ઇબ્રાહીમ, પઠાણ ઇરફાન મહમ્મદ ખાનના સસરા તા. 5-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-8-2024ના બુધવારે સવારે 10થી 11 સીદી સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : મૂળ તરા-મંજલના જયેન્દ્ર રણછોડદાસ પાલેજા (ઉ.વ. 80) તે સ્વ. કબીબાઇ રણછોડદાસ વૈદ્ય (તરા)ના પુત્ર, સ્વ. હંસરાજ પાલેજા, સ્વ. ઇબજી આર. પાલેજાના નાના ભાઇ, ધવલ અને રજનીના પિતા, ડો. સુધી પાલેજા, સંજય પાલેજાના કાકા કોઇમ્બતુર (તામિલનાડુ) ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ઉઠમણું) તા. 7-8-2024ના બુધવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, માતાજી ચાગબાઇ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ ખાતે.

ભુજ : મુપણાર મનિક્કમ પરમશિવમ (ઉ.વ. 63) (એક્સ આર્મી અને આશાપુરા માઇન કંપનીના નિવૃત્ત કર્મચારી) તે રાજા (ઉર્ફે પપુ)ના પિતા તા. 5-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-8-2024ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન પ્રાથમિક શાળાની બાજુમાં, રામનગરી, ભુજ ખાતે.

ગાંધીધામ : મૂળ બેલાના ગં.સ્વ. વિજ્યાબેન હરિલાલ સચદે (ઉ.વ. 85) તે સ્વ. હરિલાલ તલકશી સચદેના પત્ની, સ્વ. તલકશી પ્રાગજી સચદેના પુત્રવધૂ, સ્વ. ચત્રભુજ  મુળજી કોટક (બરારા)ના પુત્રી, સુરેશભાઈ, રમેશભાઇ, અશોક સચદે, સ્વ. જયશ્રીબેન ભૂપેન્દ્રભાઇ રાજદે, લતાબેન દિનેશભાઈ કોટક, ચેતનાબેન બળવંતભાઈ રાજદેવના માતા, અરુણાબેન, જયશ્રીબેન, નલીનીબેનના સાસુ, ચિંતન, ચિરાગ, મીત, ફોરમ ધવલકુમાર વોરાણી, પ્રિયલ વિરલકુમાર હાલાણીના દાદી, સ્વ. રિતેશ, ભાવના, નીરવ, તેજેન્દ્ર, શની, દર્શિત, દર્શનના નાની, સ્વ. ભુદરલાલ, સ્વ. શામજીભાઈ, સ્વ. દિવાળીબેન રૂગનાથભાઇ કોટક, સ્વ. ગોમતીબેન પરસોતમભાઈ મિરાણી, સ્વ. બધીબેન પોપટલાલ કોટક, સ્વ. ભચીબેન છગનલાલ સોમેશ્વર (બાડા), નર્મદાબેન અમ્રતલાલ સાયતાના ભાઇના પત્ની, સ્વ. ઠાકરશીભાઈ, ખટાઉભાઈ, સ્વ. કાંતિલાલ, સ્વ. મનસુખલાલના કાકી, સ્વ. ભગવાનજી, સ્વ. ભુરાલાલભાઈ, સ્વ. અંબારામ, મનસુખલાલના બહેન તા. 4-8-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-8-2024ના મંગળવારે સાંજે 5થી 6 અંબાજી મંદિર સત્સંગ હોલ, ઓસ્લો, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ મૌવાણાના હસમુખભાઇ (ઉ.વ. 64) તે સ્વ. અંબાબેન - સ્વ. અનુપચંદ સેજપાર મહેતાના પુત્ર, નિરંજનાબેનના પતિ, સેન્કી અને કૃતિના પિતા, જયાબેન - કિરીટભાઇના ભાઇ, સ્વ. પ્રભુલાલ નાગજી ખંડોરના જમાઈ, જયશ્રીબેનના જેઠ, સુખલાલ અમૃતલાલ મોરબિયાના સાળા, વિરલ પ્રાણલાલ વોરાના સસરા, પ્રતીક, રિદ્ધિના કાકા, સાન્વીના નાના, અમીબેનના કાકાજી સસરા, રીષા, આર્નાના મોટા દાદા, સ્વ. દેવશીભાઇ - મનસુખલાલ હીરાચંદ મહેતાના ભાણેજ તા. 5-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-8-2024ના સાંજે 4.30થી 5.30 ઝૂલેલાલ મંદિર, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : કમલભાઇ (બાબુભાઇ) ખીમસુરિયા (કચ્છી) (ઉ.વ. 54) તે સ્વ. લક્ષ્મીબેન ખીમજીભાઇ ખીમસુરિયાના પુત્ર, ગં.સ્વ. જવેરબેનના પતિ, પૂજા, રાહુલ, તમન્ના, ભાવેશના પિતા, ગોવિંદ, વિશ્રામભાઇ, મોહનભાઇ, સ્વ. દીપકભાઇના મોટા ભાઇ, મિત, ભૂમિના મોટાબાપા, ગીતાબેન, રસીલાબેન, ભારતીબેન, કવિતાબેનના જેઠ, દેવજીભાઇ (નેત્રાવાળા માધડ)ના જમાઇ, તુલસીભાઇ, અરવિંદભાઇ, મેઘજીભાઇ, ખેતાભાઇ, ધનજીભાઇ, લાલજીભાઇ, અમરતભાઇ, કાનજીભાઇ, સામજીભાઇ, હરિભાઇના ભત્રીજા, પુનમભાઇ, ધનજીભાઇ, રામજીભાઇ, મોહનભાઇના ભાણેજ તા. 3-8-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 14-8-2024ના આગરી તથા ઘડાઢોળ (પાણી) તા. 15-8-2024ના સવારે 6થી 7 રૂમ નં. 122, સેક્ટર-6, ગણેશનગર, ગાંધીધામ ખાતે.

અંજાર : નાનજીભાઇ માલસતર (ઉ.વ. 58) તે ગં.સ્વ. રંભુબેન-મેપાભાઇ હીરાભાઇ માલસતરના પુત્ર, જમનાબેનના પતિ, સ્વ. કાન્તિલાલ, લવજીભાઇ, હરીશભાઇના ભાઇ, ભાવના, કિરણ, આર્ચિ, તોરલના પિતા, ગં.સ્વ. રંભુબેન કરશનભાઇ ચોટારાના જમાઇ તા. 5-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-8-2024ના બુધવારે સાંજે 4થી 5 સોરઠિયા સમાજવાડી (કૃષ્ણવાડી), વોરાસર વાડીની બાજુમાં, અંજાર ખાતે.

અંજાર : મૂળ ડગાળાના (મેઘપરવાળા) પરેશનાથ નાથબાવા (ઉ.વ. 48) તે સ્વ. શિવનાથ કાનનાથ તથા ગં.સ્વ. મંગળાબેનના પુત્ર,  ભાવનાબેનના પતિ, અજયનાથ અને હર્ષનાથના પિતા, ધર્મિષ્ઠાબેનના સસરા, દિલીપનાથ, મોરારનાથ, હરિનાથ, અલ્પાબેન (પારૂ), સ્વ. લતાબેનના ભાઈ, હરેશનાથ તથા સુરેશનાથના સાળા, શીતલબેનના દિયર, સોનલબેન અને માધુરીબેનના જેઠ, પુષ્પાબેન નવીનનાથના જમાઈ, રાજેશનાથ, રમીલાબેન તથા પૂનમબેનના બનેવી, નીકિતાબેનના નણદોયા, વિજયનાથ, જયેશનાથ, ઉમેદનાથ તથા રાજેશનાથ, શંભુનાથના બનેવી, શ્યામનાથ વીરનાથ તથા રામનાથ વીરનાથના વેવાઈ તા. 4-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-8-2024ના મંગળવારે સાંજે 5થી 6 અંજાર નાથબાવા સમાજવાડી, દબડા રોડ ખાતે તથા ધાર્મિકક્રિયા તા. 16-8-2024ના શુક્રવારે નિવાસસ્થાને રાધાનગર, મેઘપર, અંજાર ખાતે.

માંડવી : કોરેજા ગફાર (ઉ.વ. 62) તે મોહમદના પુત્ર, અભલા, કાદર, અજીજ, સલીમ, મુસાના ભાઇ, સુલતાન અને ઇમરાનના પિતા, કોરેજા મોહમદના સસરા તા. 4-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-8-2024ના સવારે 10થી 11 મસ્જિદ-એ-રહેમાનિયા, તબેલો ફળિયો, માંડવી ખાતે.

માંડવી : કેતન મનજી સોઢા (ઉ.વ. 22) તે નાનબાઇ મનજી ગાંગજીના પુત્ર, ગાંગજી કારાના પૌત્ર, ભચુભાઇ ગાંગજી, જેરામ ગાંગજીના ભત્રીજા, ભચુ લાલજી જોગી (કોઠારા)ના ભાણેજ, પ્રફુલ, ભાવેશ, જિતેશના મોટા ભાઇ, પ્રકાશ, રાજેશ, કમળા, વર્ષા, જિજ્ઞાના કાકાઇ ભાઇ તા. 4-8-2024ના અવસાન પામ્યા છે. આગરીની રાત તા. 14-8-2024ના બુધવારે તથા તા. 15-8-2024ના ગુરુવારે પાણીની વિધિ નિવાસસ્થાને જોગીવાસ, પોલીસ સ્ટેશનની બાજુમાં, માંડવી ખાતે.

મુંદરા : હાલે બેંગ્લોર રાજેન્દ્ર ચંદુલાલ સંઘવી (ઉ.વ. 68) તે સ્વ. ચંદનબેન ચંદુલાલ પોપટલાલ સંઘવી (મુંદરા)ના પુત્ર, ભદ્રાબેનના પતિ, ઋષિલ (બેંગ્લોર), કિંજલ, અંકુર દોશી (ઘાટકોપર)ના પિતા, કમળાબેન ખુશાલભાઇ મોતીલાલભાઇ શાહ (ભુજ)ના જમાઇ, દીપિકા અનિલભાઇ વાયડા (બેટ દ્વારકા)ના સસરા, સ્વ. દિનેશભાઇ, નલિનભાઇ, સ્વ. જિતેન્દ્રભાઇના ભાઇ, પરાગ, મનીષા, દર્શન, પરિલ, નીરવ, નિષિથના કાકા, શૌર્યના દાદા, માનવના નાના, સાલિભદ્રભાઇ, દેવભદ્રભાઇ, સ્વ. અંજનાબેન, અશોકભાઇના બનેવી તા. 3-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-8-2024ના મંગળવારે સાંજે 5થી 6 જૈન ગુર્જર ભવન, ફોફળ ફળિયો, મુંદરા ખાતે.

મુંદરા : મૂળ દેવીસરના પ્રેમિલાબેન છાભૈયા (ઉ.વ. 62) તે કાંતિલાલ જશાભાઇ છાભૈયાના પત્ની, સ્વ. શિવજી ગોપાલ રામાણી (નખત્રાણા)ના પુત્રી, પરબતભાઇ (નખત્રાણા)ના બહેન, રામજીભાઇ અને મેઘજીભાઇના નાના ભાઇના પત્ની, સ્વ. કુંવરબેન (વિરાણી મોટી), સ્વ. લખાબેન (વિથોણ), સવિતાબેન (કોટડા હાલે ઇન્દોર)ના ભાભી, જિતેન્દ્રભાઇ, વિમલભાઇ, કુસુમબેનના માતા, રીટાબેન, ગીતાબેન, દિનેશભાઇના સાસુ, શ્રેયાંસી, ભવ્યા, ધ્રુવ, ખનકના દાદી તા. 4-8-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 6-8-2024ના બપોરે 3.30થી 5 પાટીદાર સમાજવાડી, મુંદરા ખાતે. તા. 8-8-2024ના સવારે 9થી 11 પાટીદાર સમાજવાડી, દેવીસર (તા. નખત્રાણા) ખાતે.

કલ્યાણપર (તા. ભુજ) : હાલે નાસિક ભગવતીબેન રામજિયાણી (ઉ.વ. 70) તે અંબાલાલ ધનજીભાઈ રામજિયાણીના પત્ની, મનોજભાઈ, ઈશ્વરભાઈ અને પારૂલબેનના માતા, મંજુબેન અને રક્ષાબેનના સાસુ, રમણલાલ, લક્ષ્મણભાઈ, સ્વ. શાંતિલાલ, ગોમતીબેન, શાંતાબેન, રુક્ષ્મણીબેનના ભાભી, યશ, દિશા, સમર્થ, સૃષ્ટિના દાદી તા. 4-8-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા 6-8-2024ના સવારે 8થી 12 હસમુખભાઇ કરમસી વાસાણીના નિવાસસ્થાન વિરાણી નાની ખાતે.

કેરા (તા. ભુજ) : જાડેજા મહેન્દ્રસિંહ (ઉ.વ. 45) તે ખેતુભા જોધાજી જાડેજાના પુત્ર, સ્વ. ભીખુભા જોધાજીના ભત્રીજા, સ્વ. વિરપાલસિંહના પિતા, સ્વ. હિંમતસિંહ, દેવીસિંહ, સ્વ. ભીખુભા, સ્વ. નારૂભા, સ્વ. મહિપતસિંહના ભાઇ, વીરેન્દ્રસિંહ, શૈલેન્દ્રસિંહ, હરપાલસિંહ, ગિરિરાજસિંહ, લખધીરસિંહ, નિર્મલસિંહ, સહદેવસિંહ, વિરાજસિંહના કાકા, તિર્થરાજસિંહના દાદા, સોઢા હાકમસિંહ, સોઢા હુકમસિંહના ભાણેજ, સ્વ. બટુકસિંહ ઝાલા (તરણેતર)ના જમાઇ, પૃથ્વીરાજસિંહ ઝાલા, ધનરાજસિંહ ઝાલાના બનેવી તા. 4-8-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 5-8થી 10-8 શનિવાર સુધી લોહાણા મહાજનવાડી, પાઠશાળા, બસ સ્ટેશન પાછળ, કેરા ખાતે. ઉત્તરક્રિયા તા. 15-8-2024ના ગુરુવારે નિવાસસ્થાને.

કાળી તળાવડી (તા. ભુજ) : ગોવિંદભાઇ કરશનભાઇ ડાંગર (ઉ.વ. 97) તે સ્વ. કાનજીભાઇ, અરજણભાઇ, શામજીભાઇ, પરબતભાઇ, મોંઘીબેન, ડાઇબેન, લખમીબેનના ભાઇ, રાધુભાઇ (માજી સરપંચ), બાબુભાઇ (મુંબઇ), રમેશભાઇ, રમીબેન, ધનુબેન, કંકુબેનના પિતા તા. 5-8-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન કાળી તળાવડી ખાતે.

ગઢશીશા (તા. માંડવી) : ભારતીબેન વડગામા (ગજ્જર) (ઉ.વ. 68) તે સ્વ. શશિકાંતભાઈ હરજીભાઈ વડગામાના પત્ની, ત્રિલેશ, હિતેષ, દીપાબેનના માતા, દિપ્તીબેન અને કેતનભાઇ દુધૈયા (કુકમા)ના સાસુ, સ્વ. જયવંતીબેન રસિકલાલ દહીંસરિયા (નાસિક), અનિલભાઈ વડગામા (ગજ્જર)ના ભાભી, કલ્પનાબેનના જેઠાણી, ડીપેન, રિયા, નયનના મોટામા, પૂજાબેન, હિરેનભાઈના મોટા સાસુ, હર્ષિલ, હેમીન, પરેશના દાદી, રચનાના નાની, સ્વ. હીરાબેન હરિભાઈ જોલાપરા (સાંધવ)ના પુત્રી, પ્રકાશભાઈ, કીર્તિભાઈના બહેન, ક્રિષ્નાબેન રમેશભાઈ જોલાપરાના માસીયાઈ બહેન, સ્વ. નિમુબેન, લતાબેનના નણંદ, પૂર્વી, વિજય, પ્રીતિ, નંદન, દીપેનના ફઈ, ભાવિકાબેનના ફઈસાસુ તા. 4-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-8-2024ના ગુરુવારે સાંજે 3.30થી 4.30 દશનામ ગોસ્વામી સમાજવાડી, ઘોડાલખ રોડ, ગઢશીશા ખાતે.

ગુંદિયાળી (તા. માંડવી) : જાડેજા વસુબા (ઉ.વ. 80) તે સ્વ. જીવુભા કારુભાના પત્ની, સ્વ. જોરુભાના નાના ભાઇના પત્ની, રણજિતસિંહ, ભરતસિંહ, સ્વ. ગનુભા, ગજુભા, સંજયસિંહ, મહિપતસિંહ, દિલીપસિંહ, રાજેન્દ્રસિંહના કાકી, રવિરાજસિંહ, યુવરાજસિંહ, કુલદીપસિંહ, વિશ્વરાજસિંહ, જયરાજસિંહ, વિશાલસિંહ, દક્ષરાજસિંહ, હાર્દિકસિંહ, ધ્રુવરાજસિંહના દાદી તા. 5-8-2024ના અવસાન પામ્યા છે. સાદડી રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, ગુંદિયાળી ખાતે. ઉત્તરક્રિયા તા. 16-8-2024ના શુક્રવારે નિવાસસ્થાને.

ટોડિયા (તા. નખત્રાણા) : હાલે ડોમ્બીવલી-મુંબઈ જોષી જ્યોતિબેન કાકુઆ (ઉ.વ. 59) તે સ્વ. હરેશભાઈ (લધુમારાજ)ના પત્ની, મીઠાબાઈ ગૌરીશંકર કાકુઆના પુત્રવધૂ, સ્વ. બેચરલાલ ગૌરીશંકરના નાના ભાઈના પત્ની, સ્વ. મણિબેનના દેરાણી, જવેરબેન (આરિખાણા), સ્વ. મધુબેન (ભુજ)ના ભાભી, જિજ્ઞેશભાઈ તથા પ્રિયાના માતા, અક્ષા તથા શુંશાકભાઈના સાસુ, વિનોદભાઈ, સ્વ. ભરતભાઈ, ભાસ્કરભાઈ, હંસાબેન (ઝુરા), વાસુદેવ, પ્રતાપભાઈ, સ્વ. નીતાબેનના કાકી, કલ્પનાબેન, સ્વ. નીપાબેન, જ્યોત્સનાબેન, ચિત્રાબેન, હર્ષાબેન, મોહનલાલ (ઝુરા)ના કાકી સાસુ, હિર, હિયાનના દાદી. ટ્વીસાના નાની, સ્વ. જોષી બાલકૃષ્ણ હરિશંકર (વાંકુ અબડાસા)ના પુત્રી, મહેશભાઈ (ડોમ્બીવલી), પુષ્પાબેન (મિરજાપર), ભાવનાબેન (ડોમ્બવલી), અરૂણાબેન (ભુજ)ના બહેન તા. 4-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-8-2024ના મંગળવારે 4થી 5 ટોડિયા પટેલ સમાજવાડી ખાતે.

રતડિયા (તા. નખત્રાણા) : ચાંદુભા જીવણજી પઢિયાર (ઉ.વ. 99) તે અમૃતબાના પતિ, ગોપાલજી, મનુભા, જનકબાના પિતા, દાનસંગજી વંકાજીના સસરા, ગગુભા, જીલુભાના મોટાબાપુ, પાંચુભા વેસલજી, કાનજીભા વેસલજી, સ્વ. કેશાબા ગોવિંદજી જાડેજાના મોટા ભાઇ, ભીખુભા, નરેન્દ્રસિંહ, રીટાબા, જ્યોત્સનાબા, હેતલબા, મનીષાબાના દાદા તા. 5-8-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન રતડિયા ખાતે.

નારાણપર (તા. અબડાસા) : ગુંસાઇ ખીમગર મોહનગર (ઉ.વ. 74) તે સ્વ. મણિબેનના પતિ, સ્વ. ગુંસાઇ લક્ષ્મીબેનના પુત્ર, સ્વ. વલ્લમગર મોહનગર ગુંસાઇ, છગનગર વિશ્રામગર, સ્વ. નેનગર મોહનગર, જેરામગર વિશ્રામગર, સ્વ. મોંઘીબેન શંકરગર (રતડિયા), સ્વ. ઝવેરબેન જીવણગર (ધુણઇ), ગં.સ્વ. ઉમરબેન શિવપુરી (આરિખાણા)ના ભાઇ, સ્વ. લક્ષ્મીબેન ઉમરપુરી લક્ષ્મણપુરી (ચિયાસર)ના જમાઇ, કરશનપુરી ઉમરપુરી (ચિયાસર હાલે માધાપર)ના બનેવી, ગં.સ્વ. કમળાબેન વલ્લમગરના દિયર, ગં.સ્વ. રુક્ષ્મણીબેન નેનગરના જેઠ, ભગવતીબેન, સુરેશગર, દિનેશગર, દયાલગિરિના પિતા, દમયંતીબેન, ભાવેશગર, મુકેશગર, રાજેશગર, ખુશાલગરના કાકા, અમ્રતબેન, વનિતાબેન કરશનગર, રેવાગરના મોટાબાપા, સ્વ. દીપાલીબેન, છાયાબેન, ભાગ્યશ્રીબેન, ભવાનગર (રતડિયા), કાન્તિગર ભાવેશગર (બાયઠ)ના સસરા, ખુશીબેન, રાજગિરિ, દીક્ષિતગિરિ, નીરગિરિ, સૌર્યગિરિના દાદા તા. 5-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-8-2024ના ગુરુવારે સવારે 9થી સાંજે 5 સુધી ક્ષત્રિય સમાજવાડી, નારાણપર ખાતે. ઉત્તરક્રિયા તા. 16-8-2024ના શુક્રવારે, પૂજનવિધિ તા. 16-8-2024ના રાત્રે નિવાસસ્થાને નારાણપર ખાતે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang