ભુજ : મહેશ્વરી કમળાબેન (ઇન્દુબેન) કરસનભાઇ સીજુ (ઉ.વ. 52) તે
કરસનભાઇ જુમાભાઇ (પ્રા. શિક્ષક શિવનગર પ્રા. શાળા નં. 24-ભુજ)ના પત્ની, સ્વ. લક્ષ્મીબેન
સુમારભાઇ (સોમજીભાઇ) બુદ્ધાભાઇ સિરોખાના પુત્રી, મુકેશભાઇ (અંજાર), પરેશભાઇ (ગાંધીધામ),
મનોજભાઇ (ગાંધીધામ), જિતેશભાઇ (આદિપુર), આશાબેન રમેશ દાફડા (ગુંદાલા)ના બહેન, જુમાભાઇ
બુદ્ધાભાઇ સીજુ (કુકમા)ના પુત્રવધૂ, રાહુલ, સોનલ રાજન ચૌહાણ, રોનકના માતા, મિત્તલબેનના
સાસુ, ભારતી, જિતેન, સૂર્યા, હિના, વર્ષા, દેવેનના મોટામા તા. 3-8-2024ના અવસાન પામ્યા
છે. તા. 5-8-2024ના સોમવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન શિવાજી પાર્ક-1, સરપટ નાકા
બહાર, જૂનો ખાતર ડેપો, ભુજ ખાતે.
ભુજ : પઠાણ હાજી એહમદખાન હાસમખાન (માજી નગરસેવક) (ઉ.વ. 73) તે
મ. અલીખાન, હાજી ઉમરખાન, હાજી ઇબ્રાહિમખાન, મ. હાજી ઇસ્માઇલખાન, હાજી કરીમખાનના ભાઇ,
હાજી અમજદખાન, ઇમ્તિયાઝખાનના પિતા, મ. સિકંદરખાન, હાજીખાનના સસરા, શેખ અનવર તથા ચાંદ
સાબ (જામનગર)ના બનેવી, પઠાણ અધાભા (માજી નગરસેવક), અયુબખાન, મ. નાસિરખાન, મ. અનવરખાન,
અબ્દુલખાન, અસલમખાન, મુસ્તાકખાન, રમજાનખાન, મહેબૂબખાન, ફારુકખાનના કાકા તા.
4-8-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 6-8-2024ના મંગળવારે સવારે 10થી 11 સિદી સમાજવાડી,
ભુજ ખાતે.
આદિપુર : મૂળ ભદ્રેશ્વરના ગં.સ્વ. પ્રેમિલાબેન પ્રેમજીભાઈ કોકા
(ઉ.વ. 79) તે ધનુબેન ભાણજીભાઈ પરમારના પુત્રી, ખીમજીભાઈ પરમાર (ભચાઉ)ના મોટા બહેન,
ગં.સ્વ. પુષ્પાબેન પ્રાગજીભાઈ રાઠોડ (મુલુંડ), સ્વ. પાર્વતીબેન કાનજીભાઈ સોઢા (મુંબઈ)ના
વેવાણ, સ્વ. વિજયભાઈ, દિલીપભાઈ, પ્રકાશભાઈ, મીનુબેન ભૂપેન્દ્રાસિંહ ભાટી (અમદાવાદ)ના
માતા, નયનાબેન, હેમલતાબેન, હર્ષાબેનના સાસુ, ચિરાગ, સંદીપ, જીલ રઘુવીરાસિંહ ચૌહાણ,
હિમાની, પરિનના દાદી, શાલિનના નાની અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-8-2024ના સોમવારે
5થી 6 મૈત્રી સ્કૂલ ડોમ, આદિપુર ખાતે.
અંજાર : જોગી રમીલાબેન રાઠોડ (ઉ.વ. 65) તે બાબુભાઈ ગાભભાઈ રાઠોડના
પત્ની, નીતાબેન, સોનલબેન, જયશ્રીબેન, રામજીભાઈના માતા, માવજીભાઈ, દાનાભાઈ, વિનોદભાઈના
સાસુ, દર્શન, રાધિકા, રિદ્ધિના દાદી, શાંતા, મહેશ, મિતેષ, ભાવના, શારદા, યોગેશ, પ્રવીણ, રીના, રિયા, મીતના નાની તા. 4-8-2024ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-8-2024ના મંગળવારે સાંજે 5થી 6 નિવાસસ્થાન જોગીવાસ, રેલવે સ્ટેશન પાસે, અંજાર ખાતે.
માધાપર (તા. ભુજ) : ભવાનજી શામજી મચ્છર (ખત્રી) (ઉ.વ. 74) (નિવૃત્ત
અંગત મદદનીશ જિલ્લા વિકાસ અધિકારી) તે ભાવનાબેન (ગોદાવરી)ના પતિ, સ્વ. મંજુલાબેન શામજી
નારણજી મચ્છરના પુત્ર, ઈલા મહેન્દ્ર સોનેજી (દેશલપર-વાંઢાય), મહેશ, પીયૂષ (સ્વામિનારાયણ
હેરો પેપર-ભુજ), ભાવિની નિખિલ છાંટબાર (ખત્રી)ના પિતા, રંજન, જિજ્ઞા, રીટાના સસરા,
લીસા, રાશિ, વેદા, સમર્થના દાદા, દીપલ, માર્મિક, જલના નાના, રમેશચંદ્ર, પ્રભુલાલ, જિતેન્દ્ર,
મહેન્દ્ર, નીતિન, અનિતા જયેશ છાંટબાર (મુંબઈ), શીલા ગિરીશ સોનેજી (માધાપર)ના ભાઈ, પુષ્પાબેન,
જયશ્રીબેન, સ્વ. હેમલતાબેન, નીલાબેનના જેઠ, સ્વ. મનીષ, હર્ષદ, કુંજલ, ધારા, જિજ્ઞા,
દીપિકા, યશ્વી, મયૂરી, રીમાના મોટાબાપા, નેહા, ગૌરવ, રાજ, જીનીતાના મામા, ગં.સ્વ. સવિતા
ઉમરશી હરિરામ ટાટારિયા (હાલે નાના નખત્રાણા)ના જમાઈ, ચંદ્રકાન્ત ઉમરશી ટાટારિયાના બનેવી
તા. 3-8-2024ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. 5-8-2024ના સોમવારે
સાંજે 4થી 5 લોહાણા સમાજવાડી, વી.ડી. હાઈસ્કૂલ પાસે, ભુજ ખાતે.
ઝુરા (તા. ભુજ) : મહેશ્વરી માનબાઇ કાનાભાઇ ચંઢારિયા (ઉ.વ.
91) તે સ્વ. કાનાભાઇ અરજણના પત્ની, સ્વ. મેગા આલા ધેડાના પુત્રી, રતન, ડાઇબાઇ કારા,
સોનબાઇ હરશી (મેઘપર), પુરબાઇ બુદ્ધા (ગાંધીધામ), ચોથીબાઇ આશા (મંગવાણા)ના માતા, બાયાબાઇ
થાવર (સામત્રા), ગોરબાઇ બુદ્ધાના સાસુ, રમેશ, શિવજી, દામજી, વાલબાઇ, સામાબાઇના માતા,
લીલાભાઇ, ચાંપશી, જમનાબેન, સુમલબાઇ, વીરબાઇના મોટામા, શિવમ, જયેશ, પ્રકાશ, યોગેશ, ચેતન,
મોહન, પ્રવીણ, જિતેશ, પ્રભા, તેજબાઇ, જ્યોતિ, હેતલ, પાયલ, જિયા, ડિમ્પલ, મમતાના દાદી
તા. 2-8-2024ના અવસાન પામ્યા છે. તા. 5-8-2024ના સોમવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન
ઝુરા ખાતે.
કોટડા-ચકાર (તા. ભુજ) : સાવિત્રીબેન માકાણી (ઉ.વ. 63) તે ભાણીબેન
જેઠાભાઇ પ્રેમજીભાઇ માકાણીના પુત્રવધૂ, નરસિંહભાઇના પત્ની, જિતેશભાઇ, નીતિનભાઇ, હર્ષાબેન,
સેતલબેનના માતા, રેખાબેન, નીકિતાબેન, અનિલભાઇ, કલ્પેશભાઇના સાસુ, સ્વ. શામજીભાઇ રામજીભાઇ
ભગત (થરાવડા)ના પુત્રી, અશ્વિનભાઇ, હરેશભાઇના બહેન, હર્ષિવ, શ્રીયાના દાદી તા.
4-8-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને કોટડા (આ.) ખાતે.
નાગિયારી (તા. ભુજ) : બાફણ લતીફ ઇબ્રાહિમ (ઉ.વ. 58) તે ઇબ્રાહિમ,
અસગર, ઇમરાન, જાફરના પિતા તા. 3-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા.
5-8-2024ના સોમવારે સવારે 9.30થી 10.30 નિવાસસ્થાન નાગિયારી ખાતે.
ખંભરા (તા. અંજાર) : હરિસંગજી કરસનજી ચૌહાણ (ઉ.વ. 74) તે ભીમસંગજી
તથા ઇશ્વરસિંહના પિતા, પૃથ્વીરાજસિંહ, અજયસિંહ, મયૂરસિંહના દાદા, રાસુભા, રમુભા, પ્રેમસંગજી,
વજેસંગજીના મોટા ભાઇ તા. 4-8-2024ના અવસાન પામ્યા છે. બેસણું તથા ઉત્તરક્રિયા નિવાસસ્થાન
રાંદલ માતાજીના મંદિર સામે, ખંભરા ખાતે.
મોટા ભાડિયા (તા. માંડવી) : સામરા ભીમશી ગઢવી (ભૈયા) (ઉ.વ.
70) તે સ્વ. મલબાઈબેનના પતિ, સોનબાઈ દેવાંધ બારોટ (બોડાણા)ના ભાઈ, રામ, દેવાંધ, હરિ,
ધનરાજના પિતા તા. 3-8-2024ના અવસાન પામ્યા છે. સાદડી ચારણ સમાજવાડી, મોટા ભાડિયા ખાતે
તેમજ ઉત્તરક્રિયા તા. 13-8-2024ના મંગળવારે.
ગઢશીશા (તા. માંડવી) : રાયમા અમીનાબેન સાલેમોહંમદ (ઉ.વ. 60)
તે મ. ઈલિયાસ મઘાના પુત્રવધૂ, મ. મજીદ અને સતારના માતા તા. 4-8-2024ના અવસાન પામ્યા
છે. વાયેઝ-જિયારત તા. 6-8-2024ના મંગળવારે સવારે 10થી 11 હાજી ઇસ્માઇલશા જમાતખાના,
ભૂઠ્ઠીપીર દરગાહ પ્રાંગણ, ગઢશીશા ખાતે.
બરાયા (તા. મુંદરા) : જીકુબા ગાવિંદજી જાડેજા (ઉ.વ. 90) તે જાડેજા
શિવુભા (બુધુભા) ગાવિંદજીના માતા, સ્વ. ભીખુભા વેલુભા, ગગુભા, ધનુભા, નારણજી, વેસલજી,
ભરતાસિંહ, રતનજીના કાકી, રવિરાજાસિંહ, રામદેવાસિંહ, કુલદીપાસિંહ, કિરીટાસિંહ, મનુભા,
કનુભા, કારુભા, જશુભા, રાજુભા, રણજિતાસિંહ, હરાસિંહ, પ્રવીણાસિંહ, ચંદ્રાસિંહ, હેતુભા,
અરાવિંદાસિંહ, વિક્રમાસિંહ, મયૂરસિંહ, જયદીપાસિંહ, હોથુભા, બબુભા, સ્વરૂપાસિંહ, ખેતુભાના
દાદી, સોઢા તખ્તાસિંહ, સ્વ. સોઢા મંગળાસિંહ, અંચલાસિંહ, શંકરાસિંહ (ખાનાય)ના સાસુ તા.
4-8-2024ના અવસાન પામ્યા છે. બેસણું (સાદડી) બરાયા ગામના ચોરે.
દેશલપર-કંઠી (તા. મુંદરા) : કોકા રોમતબાઇ જુમા (ઉ.વ. 90) તે
મ. કોકા જુમા હુસૈનના પત્ની, અભુભખર, અબ્દુલસતાર (માડીવાળા), લતીફભાઇના માતા, રફીક,
ઇરફાન, રમઝાન, જાવેદ, અલીમામદના દાદી, અબડા હાજી સિદ્ધિક (ભુજ), અબડા જુસબ (નાની તુંબડી)ના
સાસુ, હાલેપોત્રા શેરમામદ (લાખાપર)ના બહેન તા. 4-8-2024ના અવસાન પામ્યા છે. જિયારત
તા. 7-8-2024ના બુધવારે સવારે 10થી 11 મસ્જિદમાં.
રવાપર (તા. નખત્રાણા) : પ.ક.મ.ક.સ.સુ. દરજી રમીલાબેન મોઢ (દરજી)
(ઉ.વ. 65) તે સ્વ. જેઠાલાલ ગોવિંદજી મોઢના પત્ની, સ્વ. સોનબાઇ ગોવિંદજી મોઢના પુત્રવધૂ,
વિજય, વર્ષાના માતા તા. 3-8-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.
5-8-2024ના સોમવારે બપોરે 3થી 4 લોહાણા સમાજવાડી, શિવ મંદિર પાસે, રવાપર ખાતે.
વિથોણ (તા. નખત્રાણા) : હાલે રાયપુર (છત્તીસગઢ) કડવા પાટીદાર
નર્મદાબેન છગનભાઈ પદમાણી (ઉ.વ. 50) તે છગનલાલ બાબુભાઇના પત્ની, ઘનશ્યામ, માનસી, કાજલના
માતા, દમયંતીબેન બાબાલાલ કરમશીના પુત્રવધૂ, જ્યોતિબેન, કંચનબેન, મુકેશભાઇના ભાભી, કિશન,
ચંચલના મોટાબા, કરશનભાઇ પ્રેમજીભાઇ વેલાણી (માનકૂવા)ના પુત્રી તા. 3-8-2024ના રાયપુર
ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-8-2024ના બુધવારે બપોરે 3થી 4 લક્ષ્મીનારાયણ
મંદિર, વિથોણ ખાતે, બાકીની ધાર્મિકવિધિ રાયપુર ખાતે.
વિભાપર (તા. નખત્રાણા) : હાલે-છોટાઉદેપુર મંગળાબેન છગનભાઈ ચૌહાણ
(ઉ.વ. 59) તે સ્વ. છગનભાઈ પચાણભાઈ ચૌહાણના પત્ની, ભાવેશ, કિરણ, અલ્પેશ, હિરલબેન હાર્દિકકુમાર
ધોળુ (તખતગઢ કંપા)ના માતા, વસંતભાઇ, સ્વ. કિશોરભાઈ, પ્રભુદાસભાઈના ભાભી. તા. 3-8-2024ના અવસાન પામ્યા
છે. પ્રાર્થનાસભા તા. 6-8-2024ના મંગળવારે સવારે 9થી 11 પાટીદાર સમાજવાડી, વિભાપર ખાતે.
ટોડિયા (તા. નખત્રાણા) : ચાકી સલીમ સિધીક (ઉ.વ. 35) તે અલાના
સુલેમાન (આમારા)ના પૌત્ર, રમજાન ઈસ્માઈલ (બળદિયા)ના જમાઈ, મામદ, ઇબ્રાહિમ, અબ્દુલના
ભત્રીજા, સિકંદરના મોટા ભાઈ, રમજાન, આદમ, હુસૈન (ટોડિયા)ના ભાણેજ, અનવર, કાસમ (ભુજ)ના
સાળા તા. 3-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-8-2024ના સોમવારે સવારે
10 થી11 નિવાસસ્થાન ટોડિયા ખાતે.
ભાચુંડા (તા. અબડાસા) : જમનાબાઇ દાનસંગજી સોલંકી (ઉ.વ. 106)
તે સ્વ. દાનસંગજી આસોજીના પત્ની, શંકર, રામસંગજી, સ્વ. વાલબાઇ મૂરજી ચૌહાણ (કોઠારા),
વિરબાઇ હરિભાઇ સોલંકી (મુંબઇ)ના માતા, સ્વ. કરશન દાનસંગજી, સ્વ. બાબુભાઇના બહેન, મૂરજી,
કનૈયા, સ્વ. મંજુલાના દાદી, સ્વ. લક્ષ્મીબાઇ, સરોજબેનના સાસુ, હંસાબેન, હર્ષિદાબેનના
દાદીસાસુ, વિવેક, વીર, નીકિતા, નવ્યાના પરદાદી તા. 3-8-2024ના અવસાન પામ્યા છે. બંને
પક્ષનું ઉઠમણું તા. 6-8-2024ના મંગળવારે બપોરે 3થી 5 નિવાસસ્થાન ભાચુંડા, તા. અબડાસા
ખાતે.