• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

અવસાન નોંધ

ગાંધીધામ : મૂળ વાંઢિયાના મચ્છુ ક.સ.સુ. જ્ઞાતિ પીઠડિયા અમરશીભાઇ પ્રેમજીભાઇ (ઉ.વ. 54) તે ઉર્મિલાબેનના પતિ, સ્વ. સંતોકબેન પ્રેમજીભાઇ મનજીભાઇના પુત્ર, હરિભાઇ મનજીભાઇ (વાંઢિયા), નાનાલાલ મનજીભાઇ (વાંઢિયા), હીરુબેન જેઠાલાલ લિમ્બડ (ચિત્રોડ)ના ભત્રીજા, કમળાબેન રમણીકલાલ સોલંકી (આમબેડી), પ્રભાબેન રમેશભાઇ પરમાર (ગાંધીધામ), દેવુબેન હસમુખભાઇ મકવાણા (આડેસર)ના ભાઇ, રંજનબેન રમેશભાઇ પરમાર (સલારી), પ્રદીપભાઇ હરિભાઇ (વાંઢિયા), રમેશભાઇ નાનાલાલ (વાંઢિયા), સંજયભાઇ હરિભાઇ (વાંઢિયા)ના કાકાઇ ભાઇ, હિનાબેન પ્રકાશભાઇ સોલંકી (આમરણ), રવિનાબેન હર્ષદભાઇ ડાભી (ભુજ), વંદનાબેન ભાવિકભાઇ ચૌહાણ (વાંકી), આરતીબેન રાજભાઇ (ગાંધીધામ), અજયભાઇના પિતા, વૈભવી, પૂર્વી, હિમાંશુ, સાક્ષી, નૈતિકના નાના, ખીમજીભાઇ ગેલાભાઇ પરમાર (લાકડિયા)ના જમાઇ, મોહનભાઇ, અમરતલાલ, રમેશભાઇ, પ્રવીણભાઇ, મહેશભાઇ, જયશ્રીબેન, હર્ષાબેનના બનેવી તા. 2-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-8-2024ના સોમવારે સાંજે 4થી 5 નીલકંઠ મહાદેવ મંદિર, નવી સુંદરપુરી પાણીના ટાંકા પાસે, ગાંધીધામ ખાતે.

 ગાંધીધામ : સાગર મનોજભાઈ વેગડ (ઉ.વ. 28) તે  સ્વ. દુર્ગાલાલભાઈ મોરારજી વેગડ અને સ્વ. પુષ્પાબેનના પૌત્ર, મનોજભાઈ (ગાયત્રી પેટ્રોલિયમ તથા પ્રમુખ ગુર્જર ક્ષત્રિય સાર્વજનિક-ગાંધીધામ), રંજનબેનના પુત્ર, પૂજા પાર્થ ચાવડા, ખુશ્બૂ, જિતેન પરમાર, દીપક પરમારના ભાઈ, કલાબેન પ્રભુલાલ પરમારના ભત્રીજા, ઉર્વીબેન, ભૂમિકાબેનના દિયર, અવંતિકા, વૈદેહી, સ્વરાના કાકા તા. 2-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-8-2024ના સાંજે 5થી 6 અંબાજી મંદિર હોલ, ગાંધીધામ ખાતે.

અંજાર : કચ્છ ગુર્જર ક્ષત્રિય રસિકલાલ રાઠોડ (ઉ.વ. 68) તે સ્વ. શાન્તાબેન ભાણજીભાઇ હીરજીભાઇના પુત્ર, રમાબેનના પતિ, સ્વ. શિવજીભાઇ, સ્વ. નરેશભાઇ, સ્વ. જશોદાબેન, સ્વ. વસંતબેન, સ્વ. નર્મદાબેન, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. કોકિલાબેન, હરિકુંવરબેનના ભાઇ, દીપેશ, અર્ચનાના પિતા, જીનલ, સુરેશ અનિલભાઇ ટાંકના સસરા, હર્ષિવ, ધરાના દાદા, શ્યામ, ક્રિષ્નાના નાના, સ્વ. શાન્તાબેન જેરામભાઇ પૂંજાભાઇ ચૌહાણના જમાઇ, રતિલાલભાઇ, ધીરજભાઇ, સ્વ. વ્રજલાલભાઇ, હરિબેન, પ્રભાવંતીબેન, નિર્મળાબેન, ગીતાબેનના બનેવી તા. 1-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 3-8-2024ના શનિવારે સાંજે 5થી 6 કચ્છ ગુર્જર ક્ષત્રિય (મિત્રી) સમાજ પ્રાર્થના હોલ, અંજાર ખાતે.

અંજાર : ચતુર્વેદી મોઢ બ્રાહ્મણ અ.સૌ. જ્યોત્સનાબેન રમણીકલાલ ભટ્ટ (ઉ.વ. 80) (શિક્ષિકા, નગરપાલિકા) તે રમણીકલાલ વી. ભટ્ટ (ડેપ્યુટી ચીટનીશ-ટ્રસ્ટી એઇએસ)ના પત્ની, બચુબેન વિશ્વનાથ ભટ્ટ (કચ્છ સ્ટેટ?રેલવે)ના પુત્રવધૂ, રેવાબેન જટાશંકર જોષીના પુત્રી, સ્વ. લખુ ભટ્ટ, સ્વ. રમણીકભાઇ, સ્વ. બાલમુકુંદભાઇ, હિંમતભાઇ, નિષિથભાઇ, સ્વ. ચંદ્રપ્રભાના બહેન, નીતિનભાઇ, સ્વ. મુકેશભાઇ, ભરતભાઇ, સ્વ. કિરણભાઇ, અતુલભાઇ, વિશાલ ઉપાધ્યાય (ભુજ), ભૂમિ રાજગોરના મામી, સ્વ. હિંમતભાઇ (બાલાચરણ), સ્વ. નીતિનભાઇ, કિશોરભાઇ, સ્વ. ભરતભાઇ, રાજુભાઇ, સ્વ. પુષ્પાબેન, રંજનબેન, સ્વ. જ્યોતિબેનના ભાભી, મિત્તલબેન, અપર્ણાબેનના મામીસાસુ, હિતેષભાઇ જોષી, યોગેશભાઇ, તેજશભાઇ, હિતેષભાઇ ભટ્ટ, રવિભાઇ, પરેશભાઇ, જીતુભાઇના ભાભુ, પ્રતિક્ષાબેન, દીપાબેન, ભૂમિબેન, દીપાબેન, હેતલબેન, દક્ષાબેન (જામનગર)ના મોટા સાસુ, કિરણભાઇ, અંશુભાઇ, સુકેતુભાઇ, પ્રતીકભાઇ, સમીપભાઇ, મલ્કેશભાઇ, શોભનભાઇ, સમીરભાઇ, સ્વ. બીનાબેન, સ્વ. મીતાબેન, દીપ્તિબેન, મનીષાબેન, દીપાબેન, અર્પિતાબેન, રિદ્ધિબેનના ફઇ, રુદ્ર ઉપાધ્યાય, વિનીત, કેશ્વીબેન, રુદ્રાક્ષ જોષી, નંદનીબેન, ધ્યાનાબેન, પિનાંક, જીનાક્ષી (અમદાવાદ), અંકિત ભટ્ટ (બાલાછડી)ના મોટા કાકી તા. 2-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 4-8-2024ના રવિવારે સાંજે 5થી 6 રઘુનાથજી મંદિર, સવાસર નાકા, અંજાર ખાતે.

મુંદરા : ફકીરમામદ અલીમામદ વીરા (ઉ.વ. 63) તે મ. સિધિક, ઉમર, ગુલામના ભાઇ, મ. અલીમામદ હુશેન સમેજા, ચવાણ અબ્બાસ ઇબ્રાહિમ, ચવાણ અબ્દુલ સિધિકના સાળા, વીરા અલીઅસગર, રિઝવાન, રબ્બાનીના મોટાબાપા, મુબારક, અબ્બાસ સમેજાના મામા તા. 1-8-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 4-8-2024ના રવિવારે સવારે 11થી 12 શાહ મુરાદ બુખારી દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.

ગોડપર-સરલી (તા. ભુજ) : પઠાણ અદ્રેમાનખાન રહેમતખાન (ઉ.વ. 65) તે પઠાણ જુસબખાન, પઠાણ મ. આદમખાનના ભાઇ, મામદખાન, સુલતાનખાન, અકબરખાનના કાકા તા. 1-8-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 4-8-2024ના રવિવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, ગોડપર ખાતે.

રતનાલ (તા. અંજાર) : રાજીબેન પાંચાભાઈ રૂપાભાઈ ભોજાણી (ઉ.વ. 68) તે સ્વ. રૂપાભાઈ તેજાભાઇ ભોજાણીના પુત્રવધૂ, સ્વ. પાંચાભાઈ રૂપાભાઈ ભોજાણીના પત્ની, અરજણભાઈ રૂપાભાઈ, સ્વ. શામજીભાઈ રૂપાભાઈના નાના ભાઈના પત્ની, વાસણભાઇ રૂપાભાઈ, વાલજીભાઈ રૂપાભાઈ, સ્વ. ત્રિકમભાઈ રૂપાભાઈના ભાભી, જીવાભાઈ કરશનભાઇ શેઠ (પૂર્વ પ્રમુખ કચ્છ જિલ્લા પંચાયત), ભગુભાઈ કરશનભાઇ શેઠના બહેન, મ્યાજરભાઈ અરજણભાઈ ભોજાણી (સદસ્ય, કચ્છ જિલ્લા પંચાયત)ના કાકી, રામજીભાઈ પાંચાભાઈ, ભરતભાઇ પાંચાભાઈ, સભીબેન રણછોડભાઈ માતા, રાધાબેન રણછોડભાઈ માતા, રૂડીબેન રણછોડભાઈ વરચંદના માતા, રમણીક રામજીભાઈ, પાર્થ ભરતભાઇ, મયૂર ભરતભાઇ, બંસીબેન દીપકભાઈ વરચંદ, માયાબેન પંકજભાઈ માતાના દાદી તા. 2-8-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાને પાતાળેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, રતનાલ ખાતે.

બાગ (તા. માંડવી) : ગં.સ્વ. ગંગાબાઇ (ઉ.વ. 75) તે સ્વ. તુલસીદાસ કરશનજી નાકરના પત્ની, સ્વ. મીઠાબાઇ કરશનજી નાકરના પુત્રવધૂ, સ્વ. હીરજી ખીમજી મોતાના પુત્રી, કાન્તિલાલ, મનસુખલાલના માતા, મધુબેન કાન્તિલાલ, જ્યોત્સનાબેન મનસુખલાલના સાસુ, સ્વ. શંકરજી કરશનજીના નાના ભાઇના પત્ની, શાન્તિલાલ કરશનજી, સ્વ. રાધાબેન, વિમળાબેન, સ્વ. કમળાબેન, તારાબેન, કુસુમબેનના મામી, પ્રકાશ, વિમલ, અર્જુન, સીમા, મિરલના દાદી, રિદ્ધિ, માનસી, ધ્વનિ, હેમલભાઇ પેથાણી, કૌશિકભાઇ મોતાના દાદીસાસુ, ગં.સ્વ. લીલાવંતીબેન શંકરજી નાકરના દેરાણી, લક્ષ્મીબેન શાન્તિલાલ નાકરના જેઠાણી, ગં.સ્વ. કસ્તૂરબેન, ગં.સ્વ. જયા, સરલા, રસીલા, ભક્તિ, જાનકી, પૂજા, પ્રિયા, કનૈયાલાલ, કરણ, મિથુનના કાકી તા. 2-8-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 4-8-2024ના રવિવારે બપોરે 3થી 5 બાગ રાજગોર સમાજવાડી ખાતે.

મોટા રતડિયા (તા. માંડવી) : ગઢવી મોહન મેઘરાજ (સમાણી) (ઉ.વ. 38) તે સ્વ. મેઘરાજ લખધીરના પુત્ર, હરિ, કનૈયા, માલશ્રીના ભાઈ,  હિરબાઈ, સ્વ. દેવરાજ, રામના ભત્રીજા તા. 2-8-2024ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 12-8-2024ના સોમવારે નિવાસસ્થાને મોટા રતડિયા ખાતે.

ખોંભડી મોટી (તા. નખત્રાણા) : નાનબાઇ કાકુગર ગુંસાઇ (ઉ.વ. 101) તે સ્વ. વિઠ્ઠલગર, સ્વ. બુધ્ધગર, સ્વ. જીવણગર, પ્રતાપગર, સ્વ. લક્ષ્મીબેન મોગીગર (ઘડુલી), સ્વ. વિરબાળાબેન દામગર (કોઠારા)ના ભાભી, સ્વ. નારાણગર, સ્વ. રતનગર, સ્વ. મોહનગર, સ્વ. રમેશગર, કસ્તૂરીબેન ભાવગર (કોઠારા), લીલાવંતીબેન દિનેશભારથી (મોમાયમોરા), સાવિત્રીબેન ડુંગરગિરિ (રવાપર)ના માતા, ભચીબેન નારાણગરના સાસુ, આનંદગર, નરેશગર, મનોજગર, શક્તિગર, ઉદેશગર, સ્વ. વિજયગર, રવિનાબેન, કિરણગરના દાદી તા. 2-8-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 5-8-2024ના સાંજે 4થી 5 નિવાસસ્થાન નાગા બાવાજીના મંદિરે. ઘડાઢોળ તા. 13-8-2024ના મંગળવારે નિવાસસ્થાને.

બિબ્બર (તા. નખત્રાણા) : જાડેજા લીલાબા (ઉ.વ. 68) તે જાડેજા કારુભા વેલાજીના પત્ની, મનોરજી, સુરાજી, બાઉભાના ભાભી, હીરાજી, ખેતાજી, મહેશાજીના માતા, પ્રેમસિંહ, અજુભા, વિશાજી, અખેરાજજી, મહિપતસિંહ, રૂપસંગજી, ચેતનસિંહ, પ્રવીણસિંહ, અણધાજી, માધુભા, હાજાજી, કલ્યાણજીના મોટામા, સોઢા સુખાજી તમાચીજી (ધામાય)ના બહેન તા. 31-7-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 9-8-2024ના શુક્રવારે દશાવો તેમજ તા. 10-8-2024ના શનિવારે સવારે ઘડાઢોળ (બારસ) નિવાસસ્થાન ડેલીવાસ ખાતે.

નલિયા (તા. અબડાસા) : મૂળ રામપર (અબડા)ના જોષી મૂલજી જીવરામ રાડિયા (ઉ.વ. 98) તે રમેશભાઈ જોષીના પિતા, જોષી સ્વ. દેવજી જીવરામ રાડિયા તથા જોષી સ્વ. માવજી જીવરામ રાડિયાના ભાઈ તા. 2-8-2024ના અવસાન પામ્યા છે. (અંતિમયાત્રા) સ્મશાનયાત્રા તા. 3-8-2024ના સવારે 9 વાગ્યે નિવાસસ્થાન દરજી ફળિયું, `તુલસી' નલિયાથી નીકળશે.

માતાના મઢ (તા. લખપત) : મૂલબાઇ દામજી બાંભણિયા (ઉ.વ. 85) તે દામજી ખીમજીના પત્ની, પરબત ખીમજીના ભાભી, ધનજી, ખજુરિયા, પુરબાઇ વિશ્રામ ખંભુ (પુનરાજપર)ના માતા, લખમશી, લક્ષ્મણ, કાંતિ, વિજય, નરેન્દ્રના દાદી, ખજુરિયા આચાર પરગડુ (લાખાપર)ના પુત્રી, ખેતા ખજુરિયા પરગડુ, પાલા ખજુરિયા પરગડુ, જેઠા ખજુરિયા પરગડુના બહેન તા. 31-7-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા બારસ તા. 10-8-2024ના આગરી, ઘડાઢોળ તા. 11-8-2024ના નિવાસસ્થાન મફતનગર, માતાના મઢ ખાતે.

મુંબઇ (અંધેરી) : મૂળ અંજારના જયશ્રીબેન (ઉ.વ. 83) તે સ્વ. લીલાધર વલ્લભજી ઠક્કરના પત્ની, નીતા તથા મયૂરના માતા, સ્વ. શાન્તાબેન પ્રાગજી ઠક્કર (ઝરિયા)ના પુત્રી, સ્વ. ભારતી અનિલ દૈયા (અંજારિયા) (દુધઇ)ના મોટા બહેન તા. 1-8-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang