મ.પ્ર.માં વિમાન તૂટી પડતાં ગાંધીધામની તાલીમી પાઈલટનું મૃત્યુ

મ.પ્ર.માં વિમાન તૂટી પડતાં ગાંધીધામની તાલીમી પાઈલટનું મૃત્યુ
ગાંધીધામ, તા. 18 : મધ્યપ્રદેશમાં વિમાન તૂટી પડતાં સર્જાયેલી લોહિયાળ દુર્ઘટનામાં  ગાંધીધામના તાલીમી પાઈલટ વૃષંકા ચંદનભાઈ માહેશ્વરી સહિત બે જણનાં મૃત્યુ થયાં હોવાના અહેવાલ સાંપડયા હતા. આ બનાવને પગલે ગાંધીધામ સંકુલમાં ગમગીની પ્રસરી હતી.આ અંગે બહાર આવેલી વિગતો અનુસાર ગાંધીધામની યુવતીએ તેમના ઈન્સ્ટ્રકટર સાથે  મહારાષ્ટ્ર  જિલ્લાનાગોદિયા બીરસી એરપોર્ટ ખાતેથી ઉડાન ભરી હતી.કોઈ કારણોસર  મધ્યપ્રદેશના બાલાઘાટના ભકકુટોલા કિરણાપુર હિલ પાસે તેમનું વિમાન ક્રેશ થયું હતું. આ બનાવ પૂર્વે આ વિમાન આજે બપોરે 3.45 વાગ્યાના અરસામાં આ વિસ્તારમાં હોવાની જાણકારી બીરસી એરસ્ટ્રીક કન્ટ્રોલર પાસે આવી હતી.વિમાન ખીણમાં પડવા સાથેની આ દુર્ઘટનામાં  ગાંધીધામના તાલીમ પાઈલટ ઉપરાંત પ્રશિક્ષક  મોહિતકુમારનું પણ મોત થયું હતું. પોલીસે બનાવ સ્થળે જઇને વધુ તપાસ આરંભી છે. સંભવત: ખરાબ આબોહવા કારણને લઈ આ ઘટના બની હોવાનું અનુમાન સેવાઈ રહ્યંy હતું. જો કે, આ અંગે સત્તાવાર રીતે કારણ બહાર આવ્યું નથી. ગાંધીધામની માહેશ્વરી હેન્ડલિંગ પેઢીના ચંદનભાઈ છગનભાઈ માહેશ્વરીની 20 વર્ષીય પુત્રી વૃષંકાએ અંદાજિત છેલ્લા દોઢ વર્ષથી તાલીમ લઈ રહ્યા હતા. તેમણે દહેરાદૂન  સેન્ટરથી તાલીમનો પ્રારંભ કર્યો હતો. હાલ તેઓ લખનૌ સેન્ટરમાં હોવાનું માહેશ્વરી સમાજના અગ્રણીઓએ કહ્યંy હતું. આ યુવતીને નાનપણથી પાઈલટ બનવાનું સ્વપ્ન પોતાની આંખોમાં કેદ કર્યુ હોવાનું અગ્રણીઓએ ઉમેર્યું હતું. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust