મમુઆરામાં બાલક્રિષ્ના ઈન્ડ. દ્વારા રબારી સમાજવાડી શેડ-ફ્લોરિંગનું લોકાર્પણ

મમુઆરા (તા. ભુજ), તા. 18: બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ લિ. તરફથી સામાજિક જવાબદારી વર્ષ 2022-23 હેઠળ રૂા. 6,35,500/-ના ખર્ચે રબારી સમાજવાડી શેડ તથા ફ્લોરિંગ અને કન્યાશાળામાં રૂા. 3,85,000/-ના ખર્ચે બાઉન્ડરી વોલ મળી કુલે રૂા. 10,20,500/-નાં કામો થયાં હતાં, તેનું લોકાર્પણ કરાયું હતું. સરપંચ ગોકુલભાઈ જાટિયાએ જણાવ્યું કે, મમુઆરા ગામમાં સીએસઆર હેઠળ કંપની દ્વારા ખૂબ જ લોકઉપયોગી કાર્યો કરવામાં આવ્યાં છે. સરપંચ, અગ્રણીઓ તથા ગ્રામજનોએ સ્મૃતિચિહ્ન અર્પણ કરી આભાર વ્યક્ત કર્યો હતો. બાલક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ લિ. તરફથી સી.એસ.આર. અને લાયઝન હેડ ડી.બી. ઝાલા, ડી.ડી. રાણા, નટુભા પરમાર, અલ્કેશ ભટ્ટ, જિલ્લા પંચાયત શાસકપક્ષ નેતા હરિભાઈ જાટિયા, ઉપસરપંચ સામત રબારી, સતીશભાઈ છાંગા, જયમલભાઈ રબારી તથા ગ્રામજનો હાજર રહ્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com