ભચાઉમાં વકરેલા દેશી દારૂના દૂષણથી લઠ્ઠાકાંડની ભીતિ
ભચાઉ, તા. 18 : આ વિસ્તારમાં અંગ્રેજી-દેશી દારૂના દૂષણથી અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાઇ રહી છે. આ પંથકમાં છેલ્લે ત્રાટકેલી સ્ટેટ વિજિલન્સ ટીમના દરોડા સમયે ભચાઉની હદમાં અંગ્રેજી દારૂના દરોડા-ચોરી સહિતના બનાવમાં ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ થતાં અંગ્રેજી દારૂના વેચાણમાં રોક લાગી હતી.આધારભૂત વર્તુળોના જણાવ્યાનુસાર અંગ્રેજીના વિકલ્પે દેશી દારૂનું ધૂમ વેચાણ થઇ રહ્યું છે. આ માટે વપરાતા દેશી-અખાદ્ય ગોળનું માર્કેટ ઊંચકાયું છે. દેશીમાં વપરાતો ગોળ ઉત્તરપ્રદેશથી અમદાવાદ પહોંચ્યા બાદ પશુ આહાર માટે એવા લખાણ સાથેની ભચાઉની બજારમાં દૈનિક એકથી પણ વધુ ગાડીનું અનલોડિંગ થાય છે.આ ગોળ સાથે અનેક ભયજનક રસાયણો થકી પોટલીમાં તીવ્રતા ભરાય છે. ગરીબ, શ્રમજીવી, મજૂરો તેના લીધે પાયમાલીનો ભોગ બની રહ્યા છે. પશુ આહારમાં આટલો ગોળ ક્યાં વપરાય છે તેનું સરવૈયું કરાય તો અનેક વિગતો ખૂલે તેમ છે. કેટલાક વરસો અગાઉ લઠ્ઠાકાંડ સર્જાયો ત્યારે કહેવાતો પશુ આહારવાળો આ ગોળ ગાયબ કરવા એક સેવાભાવીએ રાતોરાત ગોઠવણી કરી અને સગેવગે કર્યો હતો. જાણકારો તો એવુંય કહે છે કે, અંગ્રેજીમાં ખંડિત થતી નોકરીમાં અધિકારીઓની પણ નૈતિક જવાબદારી સેવાતી હોય પરંતુ અંગ્રેજીથીય ઊંચે પહોંચેલી દેશીની બંદી થકી મોટા લઠ્ઠાકાંડની ભીતિ સેવાઇ રહી છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com