આરસીબીની ગુજરાત સામે આઠ વિકેટે જીત

નવી દિલ્હી, તા. 18 : ડબલ્યુપીએલમાં આરસીબી અને ગુજરાત જાયન્ટસ વચ્ચેની મેચમાં ગુજરાતે વોલવાર્ટના 68 રન અને ગાર્ડનરના 41 રનની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 188 રન કર્યા હતા. વોલવાર્ટે 42 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 68 રન કર્યા હતા. જ્યારે ગાર્ડનરે 26 બોલમાં 6 ચોગ્ગા એન એક છગ્ગાની મદદથી 41 રન કર્યા હતા. જો કે સોફી ડિવાઈનના શાનદાર 99 રનની મદદથી આરસીબીએ માત્ર 15.3 ઓવરમાં આઠ વિકેટે જીત મેળવી લીધી હતી. મેચમાં ગુજરાતની મહિલા ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. ગુજરાતની પહેલી વિકેટ ડંકલેના રૂપમાં પડી હતી. તે 16 રનના અંગત સ્કોરે પેવેલિયન પરત ફરી હતી. બાદમા વન ડાઉન મેદાનમાં ઉતરેલી સબ્બનેની મેઘનાએ 32 બોલમાં 31 રન કર્યા હતા અને વોલવાર્ટનો સાથ આપ્યો હતો. મેઘનાની વિકેટ પડયા બાદ ગાર્ડનર મેદાનમાં આવી હતી અને તેને વોલવાર્ટ સાથે ધુંઆધાર બેટિંગ કરી હતી. ટીમનો સ્કોર 142 રન હતો ત્યારે વોલવાર્ટ 68 રને શ્રેયંકા પાટિલની ઓવરમાં આઉટ થઈ હતી. જ્યારે ગાર્ડનરને પણ પાટિલે 41ના સ્કોરે એલબીડબલ્યુ કરી હતી. અંતિમ ઓવરોમાં હેમલથાના 16 અને હરલીન દેઓલના 12 રનની મદદથી ગુજરાતનો સ્કોર 188 રન સુધી પહોંચ્યો હતો. આરસીબીએ તાબડતોડ શરૂઆત કરી હતી. પહેલી વિકેટ માટે સ્મૃતિ મંધાના અને સોફી વચ્ચે 125 રનની ભાગોદારી થઈ હતી. મેચમાં સોફીએ 36 બોલમાં 9 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 99 રન કર્યા હતા. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust