તલાટી ગામમાં સારી કામગીરી કરે તો બહુમાન થવું જોઇએ
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 18 : એક તલાટીને દરમહિને પોતાના ગામમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ બિરદાવવાની પહેલ નખત્રાણાના તાલુકા વિકાસ અધિકારી દીક્ષિત ઠક્કરે કરી હતી અને ફેબ્રુઆરીનું ઉત્કૃષ્ઠ કામગીરીનું `બેસ્ટ તલાટી ઓફ?મન્થ 2023'નું સન્માન મથલ તલાટી રાજદીપભાઇને મળ્યું હતું. માહિતી આપતાં ટી.ડી.ઓ. દીક્ષિતભાઇએ કહ્યું હતું કે, આજે કર્મચારીઓને ફક્ત કામ ખાતર કામ કરાવવું, પણ કોઇ એવું કાર્ય કરવાની મનની ઇચ્છા થઇ અને તખતો ઘડાયો પ્રથમ ગામના જ નાના-ગરીબ જેને ઘરનું ઘર મળે તેવા કાર્ય માટે. પોતાની ફરજ પ્રત્યેની વફાદારી, જાગૃત રહે મોટીવેટ થાય, આવું સન્માન ક્યાં થાય છે ? એવું પૂછતાં તમે ક્યાંથી પ્રેરણા લીધી ? તો તેમણે કહ્યું, આવું ક્યાંય થયું નથી, પણ મેં વિચાર્યું અને ફેબ્રુઆરીથી અમલ પણ કરી દીધો અને પોતે જ પ્રમાણપત્ર માટે સહયોગ આપીશ. પોતાની કચેરીના પણ કર્મચારી નોકરી દરમ્યાન ખંતથી કામગીરી કરશે તો તેમનું પણ બહુમાન કરાશે. ફેબ્રુઆરી માસના પ્રથમ તલાટી મથલને ફેબ્રુઆરી માસમાં 100 ચો.વાર પ્લોટ ફાળવણીમાં 28 સનદ ઘરવિહોણાની દરખાસ્તની ખરાઇ કરીને આપી. ઘરવિહોણાને સુચારૂ ઘર ભવિષ્યમાં મળી જશે તેની કામગીરી બદલ એવોર્ડ એનાયત કરાયો હતો. આસિ. ટી.ડી.ઓ. ઇશ્વરભાઇ માજીરાણા, વિસ્તરણ અધિકારીઓ કુલદીપસિંહ, વર્ષાબેન જાની, દીપાબેન આચાર્યા, મેહુલભાઇ?યાદવ, અંકિત જોષી તેમજ તાલુકાભરના તમામ તલાટી-સહમંત્રી તેમજ તાલુકા પંચાયતનો તમામ સ્ટાફ?હાજર રહ્યો હતો. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com