`ન્યાયતંત્ર પર કોઇ દબાણ નથી''

નવી દિલ્હી, તા. 18 : સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડે ન્યાય તંત્રને લઇને અનેક મુદ્દે વાત કરી છે. કોર્ટમાં પડતર મામલાનો ઉલ્લેખ કરતાં ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું કે, અમારી પાસે કેસોનો એક મોટો ભરાવો છે એ લોકોના વિશ્વાસને દર્શાવે છે. ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું કે, જિલ્લા ન્યાયપાલિકામાં  પાયાગત માળખાંની ખોટ છે, જેમાં સુધારાની જરૂરત છે. એક ખાનગી ચેનલના કોન્કલેવમાં મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, એક ન્યાયાધીશના રૂપમાં મારી 23 વર્ષની કારકિર્દીમાં કોઇએ  મને એ નથી બતાવ્યું કે, કોઇ કેસનો નિર્ણય કેમ કરી શકાય ?  કાયદામંત્રી કિરણ રિજ્જુ સંબંધિત પૂછાયેલા સવાલનો ઉત્તર આપતાં તેમણે કહ્યું કે, હું કાયદામંત્રી સાથે મુદ્દામાં નથી ઊતરવા માગતો, પરંતુ આપણી ધારણાઓમાં અંતર છે. સરકાર તરફથી ન્યાયપાલિકા પર કોઇ દબાણ નથી. તેમણે કહ્યું કે, આપણે ભારતીય ન્યાયતંત્રને વધુ આધુનિક બનાવવાની જરૂર છે, આપણું મોડેલ અંગ્રેજોના વારસામાં મળેલા મોડેલ પર આધારિત છે. ન્યાય માત્ર એક સાર્વભૌમિક નથી. આગામી 50થી 75 વર્ષમાં ભારતીય ન્યાયતંત્રને આધુનિક ટેકનિકથી સજ્જ કરવું પડશે. મહામારીમાં આપણે વીડિયો કોન્ફરન્સથી જે કાર્ય કર્યું એ દુનિયામાં અજોડ છે. વધુ સમાચાર માટે ક્લિક કરો .....https: //epaper.kutchmitradaily.com

© 2023 Saurashtra Trust